મહિનાનાં છેલ્લા દિવસ ચાલે છે. મારે ક્યા પગાર થવાની રાહ જોવાની હતી ? હું લેખક છું અને લેખક તરીકે સારું સાહિત્ય લખું છું અને તેમાંથી જે મળે છે એમાંથી ખાવું છું. પણ હકીકત એવી છે કે મને કઈ મળતું નથી. લોકો મારા લખેલા લેખ પસંગ નથી કરતા એ સમજાયુ નથી મને. લોકો એ પસંગ કરવું જોઈએ ને ? જે રીતે ફેસબુક ઉપર ગમે તે લેખક બની બેઠે છે, અને ગમે તે લખી નાખે છે તો પણ તેમની વાહ વાહ થાય છે અને તેમની ગણતરી પણ લેખકો ... સોરી.. સાહિત્યકારોમાં થાય છે પરતું હું આટલી મહેનત કરું તો પણ મને તો કઈ ફળ મળતું નથી. સાહિત્યકારતો દુર રહ્યું કોઈ મને સ્કુલનો સ્ટુડન્ટ પણ ગણતું નથી.
પેલા ઓસ્ટ્રેલિયા ના લોકો શિકાર ને મારવા માટે જે વસ્તુનો ઉપયોગ કરે છે. જે ફેક્યા પછી પાછા આવે છે એ જ હાલત મારી રચનાઓની છે. જેટલી ઝડપથી બહાર જાય છે એટલી ઝડપથી મારી પાસે પાછી આવે છે. અઠવાડિયા પહેલા જ એક કોમેડી સ્ટોરી મોકલી હતી લોકલ ન્યુજ પેપરમાં, એડિટરએ કદાચ વાંચવાની કોશિશ જ નથી કરી. છોકરાઓની સ્કુલ ફી બાકી છે એમને સ્કુલ માંથી કહેવામાં આવ્યું છે કે જો એ ફી નહિ ભરે તો ધૂપ માં ઉભા રહેવાની સજા કરવામાં આવશે. શું હું મારા છોકરાને વિટામીન -ડી નાં ફાયદા બતાવું.
મારી વાઈફે સવારેજ કહ્યું કે મહિનાનું રાશન પૂરું થવા આવ્યું છે. અને કરીયાણાવાળાએ આ વખતે ઉધાર આપવાનું નાં કહ્યું છે. કાલે જ જીતુ ( સેઠ નો નોકર ) આવીને કહી ગયો કે આગળ નાં બે મહિનાનાં રૂપિયા આપી જજો. છોકરાને તો હું વિટામીન -ડી નાં ફાયદા બતાવી પણ દઉં પરતું રોજ રોજ ઉપવાસ કરવાનું તો નાં કહેવાય એને. વાઈફે કેટલીયે વાર કહ્યું કે આ લખવાનું બંધ કરો અને કોઈ સારી નોકરી શોધો. એને યાદ આપવું કે મારા લખવા શોખ અને તારા વાંચવાના શોખને કારણે જ આપના લવ મેરેજ થયા છે. હવે તો એને પણ વાંચવાનું બંધ કરી દીધું. મારી લખેલી કૃતિતો એ ક્યારેય વાંચતી નથી હવે.
આકાશ માં તારાઓ જોતા જોતા કઈક લખવાનું વિચાર કર્યું. કેટલી સરસ રાત્રી છે. આકાશ સાફ છે. અગણિત તારાઓની વચ્ચે એક ચાંદ એની કોમલ ચાંદનીથી આખી પૃથ્વીને પ્રકાશમય બનાવી રહ્યો છે. શુક્ર નો તારો ધીરે ધીરે એની ગતિથી આગળ વધી રહ્યો છે. અને ધ્રુવ ના તારાને જાણે મહેણું મારતો હોય કે જો તું વર્ષો થી એક જ જગ્યાએ છે અને હું રોજ આખા આકાશમાં ફરું છું. શાંતિ પણ એટલી છે કે પાંચ કિલ્લો મીટર દુર વહેતી નદીના વહેતા પ્રવાહનો અવાજ અહિયાં સુધી સાંભળવા મળે છે. અને એના લીધે મારા ધરની અગાસી તાજમહેલ હોય અને યમુના નદી વહેતા પાણીનો અવાજ આવતો હોય, એવો ભ્રમ મને થવા લાગ્યો. આટલી સરસ રાત્રી છે કે એક-બે રોમેન્ટિક સ્ટોરી તો હું લખી જ લઈશ. પરતું આ શું પાછા મારા દિમાગ કરીયાણાવાળા ઉપર અને છોકરાની સ્કુલની ફી ઉપર હાજરી આપી. મારી બધી કલ્પનાઓ ઉપર પાણી ફરી ગયો. આકાશમાં જોયું તો શુક્ર નો તારો દેખાયો નહિ અને ધ્રુવ નાં તારાને જોયુ તો એ મારો મજાક ઉડાવતો હોય એવું લાગ્યું. મનમાં કોઈ શાંતિ નાં થઇ. વિચાર આવ્યો કે વાઈફ સાથે વાત કરી એનો મંગલસૂત્ર ગીરવે મુકું. પછી યાદ આવ્યું કે એ તો બે મહિના પહેલા જ ગીરવે મૂકી દીધું છે. પછી યાદ આવ્યું કે ગયા રવિવારે દોસ્તો સાથે કેરમ રમતા હતા ત્યારે રમેશે જણાવ્યું હતું કે એ કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને એ ત્યાં કોઈને પણ કામ અપાવી શકે છે. મારી પાસે પણ ડીગ્રી તો છે જ લાવો એને વાત કરું. અને મારી પાસે રહેલા નોકિયા ૧૧૧૦ થી મેં રમેશને વાત કરી. એને કહ્યું કે કાલ આવી જજે કંપનીમાં કામ થઇ જશે.
અને અઠવાડિયા પછી મેં મારા મન ને મનાવી લીધું કે એક લેખકની લાઈફ એટલી ઇઝી નથી હોતી. અને આજે હું એક મલ્ટીનેશનલ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જોડાવા જઈ રહ્યો છું.