ક્યાંથી શારૂયત કરું,કારણકે મારા પિતાજી હાલ હયાત નથી,એમને ગુમાવે બે વર્ષ થયી ગયા છે.પણ યાદ તો મારા સંસ્મરણો માં તાજી છે પિતાજી એટલે લખ્યું કે હું એક ગામડાના પરિવાર માં ઉછરેલી વ્યક્તિ છું.ત્યાં મે પપ્પા શબ્દ નો ઉપયોગ નથી કર્યો.વાત થાય તો પણ મારા પિતાજી.તરીકે.મારા પિતાજી ની વાત કરું તો એક સામન્ય ખેડૂત.,ખૂબ નાની ઉંમરે એમને પિતા ગુમાવ્યા.અને એમને ચાર ભાઈ અને ત્રણ બહેનો.કેમ કરી અભ્યાસ કરી શકે.એમને ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.એમને ઘરની તમામ જવાબદારી નાની ઉંમરે ઉપાડી.એ મારા દાદી જોડે સાથે મજૂરી કરવા જતાં.એ વખતે મારા પિતાજી પાસે જમીન નહોતી.મારા દાદી કચરા,પોતા કરવા જતાં હતાં પપ્પા પણ માટીકામ,ખેતમજૂરી કરતા હતા પપ્પા ના નાની ઉંમરે લગ્ન થયા.એ જમાના માં લોકો નાની ઉંમરે લગ્ન કરતાં હતાં વાત છે ઓગણીસો સુડતાલસ ની,.પપ્પા ની જોડે બીજા નાના ભાઈ ના પણ લગ્ન થયી ગયા અહી બંને ભાઈ,અને ત્યાં બંને બહેનો.મારા પપ્પા ના પરિવાર માં ધીમે ધીમે બધું યોગ્ય થવા લાગ્યું.તેમના ભાઈઓ મોટા થયી ને જવાબદારી માં સાથ આપ્યો.અને ત્યારબાદ 1970 માં મારો જન્મ થયો.ત્યારે મારા પિતાજી એક નાના મકાનમાં રહેતા હતા માટીનું મકાન.પણ રહેતા હતા.બધાજ.મારા પપ્પા ના ચાર ભાઈ અને ત્રણ બહેનો બધા આ જ ઘરમાં મોટા થયા.ખૂબ ખરાબ પરિસ્થિતિ જોઈ છે એમને.ઘર નાનું પણ હિંમત મોટી.પરિવાર માં પણ ખૂબ હળી મળી ને રહેતા.મારા જન્મ વખતે બધા ખુશ થઇ ગયા હતા.અને પરિવારમાં હું મોટું સંતાન ખૂબ પ્રેમ મળ્યો.મારી ઉંમર બે વર્ષ ની થયી ત્યારે પપ્પા એ જમીન રાખી.અને જાતે ખેતી કરવા લાગ્યા.અને ધીમે ધીમે અમે નાના ફળિયાના મકાન માંથી અમે નવું ઘર બનાવ્યું.ધાબા વાળું નહિ.પણ ત્રણ રૂમ નું સિમેન્ટ ના પતરા વાળું.ઘરની બાજુ માં મોટો લીમડો.બધા હળી મળી ને બેશે.હું નાની પણ બધું વાતો મને પિતાજી અને મારા મધર કરતા.એમની વાતો સાંભળી ખૂબ દુઃખ થતું.કારણકે શિયાળાની કડકડતી ઠંડી માં એમને ઈટો નું કામ કર્યું ચાર મહિના લોકો ના ત્યાં ઇંટો પડવાની.અને જે પૈસા આવે તેનો ચોમાસામાં ઉપયોગ કરવાનો.કારણકે ચોમાસામાં બેસી રહેવું પડે મજૂરી ના મળે.અનેં પરિવાર મોટો એટલે ઉપાડ પણ કરવો પડે.છતાં હેમખેમ એમને એમનું જીવન પૂરું કર્યું અને જાતે ખેતી કરતા થયા.પોતાની થોડીક જમીન હતી એટલે ધીમે ધીમે પ્રગતિ થયીપિતાજી ને ગણી બાધી જીવન ના તકલીફ પડી છે.અમુક તકલીફ વર્ણવી ના શકાય. હવે વાત કરીશ મારા પપ્પા નો મારા ઉછેર માં ફાળો.પહેલી જૂન 1970 ના રોજ મારો જન્મ થયો.મને મારા પિતાજી વિશે એટલું તો કહેવું છે.કે મારા ઉછેર માં મારા સ્વપ્નો માં મારા પિતાજીનો અને મધર બંને નો ખૂબ ફાળો છે.વાત આજે પિતાજીની જj કરવાની એટલે હું એમની વાત કરીશ.મને બાળપણ માં ખૂબ પ્રેમ મળ્યો છે.એ મને લાડથી મુન્ની કહેતા.પછી તો મારા પિતાજીની આર્થિક પરસ્થિતિ સારી હતી.મને કોઈ તકલીફ નથી આપી મને રોજ ફરવા લઈ જાય.ખેતરે થી આવે તો પહેલા મને યાદ કરે કહું તો હું મારા પિતાજીના હદય માં વસતી હતી.મારા ભાઈ નો જન્મ 1972 થયો.બધા ખૂબ ખુશ હતા.અમે ભાઈ અને બેન બસ બે સંતાન.પણ પિતાજીનો વધુ પ્રેમ મને મળ્યો છે મારાથી કોઈ કામ સરખું ના થાય.તો બિલકુલ કંઈ ન બોલે.મારા પિતાજીએ. મને ક્યારેય ઊંચા આવજે વાત નથી કરી સત્ય લખું છું.એમને હાથ પણ ઉપાડ્યો નથી.ભાઈ ને ક્યારેક વઢે.પણ મને તો તેમના આંખોના પોપણ માં વસાવી હતી.પિતાજી હયાત નથી.પણ આજે જ્યારે લખી રહી છું.તો મારી નજર સમક્ષ એક નવી ઝાંખી મારા હદય માં ઉભી થઇ રહી છે.ખૂબ યાદો છે પિતાજી એ મને સાત વર્ષે સ્કૂલ માં મૂકી એ વખતે સાત વર્ષે દાખલ કરતા.અને પિતાજીએ મોટો ગોળ નો રવો લાવી ને સ્કૂલ ના બાળકોને વહેંચ્યો .એ વખતે ચોકલેટ નહોતી અને ઘેર લાપશી પણ બનાવી.મને એ વખત નું બધું યાદ નથી પણ મારા મધર કહે.તને સ્કૂલ માં દાખલ કરી ત્યારે ગોળનો રવો વહેચેલો, રવો એટલે વીસ કિલો ગોળ . હું ધીમે ધીમે મોટી થવા લાગી અને સાતમા ધોરણ માં આવી. ત્યારે મને પૂરી સમજણ.મારી સ્કૂલ ના પ્રાઈમરી ના બેન મારા પિતાજી ને કહેતા તમારી દીકરી ખૂબ હોશિયાર છે .અને પિતાજી. ખૂબ ખુશ થઇ જતા.સાચી વાત કહી રહી છું,,મારા પિતાજી ફક્ત ચાર ધોરણ ભણેલા,પણ બોલવા આવે તો વકીલ ને પણ હરાવી દે.મારી પરવરિશ માં કોઈ કમી નથી રાખી.એ વખતે ગામડા માં કોઈ છોકરી ને ના ભણાવે પણ મને મારા પિતાજી એ મારા સ્વપ્નને પૂરું કરવા બધા સામે લડી ને ભણાવી છે.મને હોસ્ટેલ માં અભ્યાસ કરાવ્યો મને એમને BA.BED.,M.A.,MEDસુધી ડિગ્રી કરાવી છે અને મારું સ્વપ્નું અભ્યાસ નું મારા પિતાજી એ લાખો તકલીફ સહન કરી ને. પૂરું કર્યું.છે. આજે હું સરકારી સ્કૂલ માં ટીચર છું.એ મારા પિતાજી ના આશીર્વાદ છે એક સામાન્ય ગામડામાં રહેતી અને જુનવાણી વિચારસરણી ધરાવતા એ વખત ના સમય માં મારા પિતાજી એ કોઈની પરવા કર્યા વિના મને ખૂબ સંસ્કારો થી સીંચીને મને આગળ અભ્યાસ કરાવ્યો.એમનું ઋણ હું આ જન્મે નહિ પણ જન્મો જન્મ નહિ પૂરું કરી શકુ.હું અત્યારે મારા પોતાના પગ પર ઊભી છું.અને સ્વમાનભેર જીવી રહી છું.એ મારા પિતાજીની અમૂલ્ય મહેનત ના કારણે.ઘણું લખી શકું ,તેટલી યાદો છે. પિતાજી પર એક નવલકથા લખી શકું તેટલું મારા સ્મરણ માં છે.પણ આટલું લખી ને હું એક મારા પિતાજી ની વ્હાલી દીકરી એમને શ્રદ્ધાંજલી રૂપે આ લેખ ને અર્પણ કરું છું.પિતાજી હયાત નથી પણ મારા દિલ માં,મારી યાદો માં જીવંત છે.HAPPY FATHER'S DAYફાધર ડે વર્ષ માં એક દિવસ ઉજવાય છે.પણ વહાલી દીકરીઓને તો દરરોજ ફાધર ડે હોય છે. દીકરી વ્હાલનો દરિયો છે.પિતાજી માટે.અને દીકરી માટે પપ્પા તો એક મોટું વિશાળ વટવૃક્ષ .વટવૃક્ષ ની છાય માં દીકરી ને અમૂલ્ય ભેટ પ્રેમ મળી રહે છે.દીકરી તો છે.પપ્પા ની એક લાડલીઅપાર પ્રેમથી ઉછરી છે લાડલીપપ્પાના ખોળામાં, કૂદતી. ખેલતીકાલી ઘેલી વાણી થી વાતો કરતીસ્વપ્નાં સજાવતી હસતી, રમતીપપ્પા ને સમજાવતી,ને હઠ કરતીદીકરી તો છે પપ્પાની એક લાડલી.......એક દીકરીની એના પિતાજીના ચરણોમાં છે . લાખો વંદન🙏🙏આભાર🙏