આજેય આ ઘટના યાદ આવે ત્યારે રૂવાડા ઉભા થઈ જાય છે, એવી ઘટના છે કે મને મારી ધેલાછાએ મોત સુધી પહોંચાડી દીધી હતી.
નેહા ખૂબ બહાદૂર છોકરી હતી. સંસ્કારથી ભરેલી નેહા સુંદર પણ એટલી જ હો! ઉંચી, પાતળી, રૂપાળી અને નમણી. અને તેમા પાછો જૂવાનીનો જોષ. એની અલ્લડતાની તો શું વાત કરૂ? બસ એને જોવા વાળા જોતા જ રહી જાય.
નેહા રોલવાલા કોલેજમા બી.એસ.સી ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. કોલેજમા તેના પરમ મિત્રોમા જય, કૃતિ, કરન અને મિલન. આ પાંચેય હંમેશા સાથે જ જોવા મળે. ભણવામા, રમત-ગમતમા બધામા હોંશિયાર. દરેક કાર્ય ઉત્સાહથી કરે.
પણ કહેવાય છે ને કે દરેક વ્યક્તિમાં કંઈક ખાસ લગાવ હોય છે, કોઈ ગાંડપણ-કોઈ ધેલાછા હોય છે. એમ આ લોકોની ધેલાછા એટલે જંગલમા રખડવુ. જંગલના અવનવા સાહસ ખેડવાની ધેલાછા.
આજે નેહાએ જ વાત શરૂ કરી.
હેય ફ્રેન્ડ્સ, આપણે ગીરનારના જંગલોમા ફરવા જઈએ..
કૃતિ : હા ચાલોને જાયે બધા
કરન : જાયા જેવુ ખરૂ
મિલન : આમા પુછવાનુ શું હોય? જાવાનુ જ ને વળી
જય કંઈક વિચારમા હતો . આઠ આંખો એકધારી તેના પર મંડાયેલી હતી. તેણે કહયુ આપણે એક એવી જગ્યાએ જાઈએ જયાં આપણે ચમત્કાર જોઈ શકીએ.
ચમત્કાર!!!!!
બધા એક સાથે બોલી ઉઠ્યા.
હા ચમત્કાર... બધા જયને સાંભળી રહયા હતા. ગીરનારની તળેટીમા પગથીયાની પહેલા, લંબેે હનુમાન મંદિર સામે ની બાજુ એક કેડી આવે છે, અને ત્યાંથી કાશ્મિરી બાપુના આશ્રમે જવાય છે. ત્યાથી ડાબી બાજુ લગભગ બે એક કિલોમીટર અંદર એક નાની દેરી આવેલ છે. ત્યાં પહોંચવાની કેડી પણ ખૂબ ગીચ છે અને ગુપ્ત છે. આ દેરી કોની છે તેની મને માહિતી નથી પણ તેઓ રોજ રાતે જીવતા થાય છે, અને આખી રાત ત્યાં વિચરણ કરે છે. અને ત્યાં જો તેની કૃપા પ્રાપ્ત થઈ જાય, તો આપણે પણ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ; પણ એને માટે ત્યાં રાત રોકાવુ પડે.
બધા ને મજા આવી ગઈ.. બધા સહમત થઈ ગયા. આગલા દીવસે બધા નીકળી પડ્યા.
પાંચેય મિત્રોનુ આ ગાંડપણ તેને કેવી હાલતમા મૂકશે એની તેઓને ગંભીરતા નથી. અબુધ છોકરાઓ નથી સમજતા કે ઝેરના પારખા ના હોય.
બપોર સુધીમા તેઓ કાશ્મિરી બાપુના આશ્રમે પહોંચી ગયા. ત્યાં દર્શન કરી ભોજન લીધુ. અને પછી પેલા ગુપ્ત રસ્તે નીકળી પડ્યા. ખરેખર ડરાવણો રસ્તો હતો. સાંકડી કેડીમા બધા એકલાઈનમા ચાલતા હતા. ઝાડીઝાંખરા સાથે ધસાતા તેઓ એક વિશાળ વડલા પાસે પહોંચ્યા. વડનુ મૂળ થડ ગોતવુ અધરૂ પડે એવો ધેધૂર, ધોળા દિવસે પણ બીક લાગે. પેલી રહસ્યમય દેરી આટલામા જ હોવી જોઈએ.. જય બોલ્યો.
બધા દેરી શોઘવા આમતેમ જોવા લાગ્યા. ત્યાં નેહાની નજર નાનકડી દેરી પર પડી.
આપણે બરાબર જગ્યાએ પહોંચી ગયા - કરન બોલ્યો.
મિલન- હા ભાઈ... જગ્યા જોઈને જ ભયાનક લાગે છે. અગોચર જંગલ, પ્રાણીઓની સાથે અહીં અધોરીઓનો પણ ખતરો છે.
નેહા - જોયુ જશે યાર, તમે ટેન્ટ લગાવો
કરન, મિલન અને જય ટેન્ટ લગાવા માંડ્યા. નેહા અને કૃતિ બંને દેરી તરફ ગયા. અંદર કોઈ જોડીયા પથ્થરની મૂર્તિ હતી. ફરતે સિંદૂર ચોપડેલ. પણ એની આંખોમા કંઈક વિશિષ્ટ હતુ. નેહા એક નજરે તેની આંખોને જોઈ રહી હતી અને...
અને...
અને.... મૂર્તિએ આંખો પટપટાવી. તે ચીસ પાડીને ભાગી. કૃતિ તેની પાછળ ભાગી. જય, કરન અને મિલન પણ દોડ્યા. નેહાને હાંફ ચડી હતી, તે ડરેલી હતી... તણે રડતા રડતા વાત કરી અને બધા ડરી ગયા. કરણ ને થયું કે મૂર્તિ થોડી આખું પટાવે, પણ નેહા ની હાલત જોઈને આગળ બોલવાનું યોગ્ય ન લાગ્યું.
કૃતિએ કહયુ કે હજી થોડુ અજવાળુ છે , આપણે અહીંથી જતા રહીએ...
નેહા - બરાબર છે
કરન - તો પછી જલ્દી કરો
જયે જે બાજુથી આવ્યા હતા એ તરફ નજર કરી તો પગ નીચેથી જમીન ખસી ગઈ, રસ્તો ગાયબ. તેણે બધાનુ ધ્યાન દોર્યુ.
મિલન - અરે યાર, બરાબરના ફસાણા
કૃતિ - આમ હાર માનવાનુ આપણે કયાં શિખા છીએ.. મગજ શાંત કરો અને હિમ્મત રાખો. આ જગ્યા આપને રોકે છે પણ આપણે જીવવુ હોય તો કાલ સવાર સુધી ગમે તેમ કરીને સલામત રહેવુ પડશે.
જય - બરાબર વાત છે, પરિસ્થિતિ પ્રમાણે મુસિબતનો સામનો કરશુ. યાદ રાખો વિશ્વની કોઈ પણ તાકાત ભગવાનથી મોટી નથી.
કરન - પહેલી વખત આપણે એવી તાકાતનો સામનો કરશુ જની અત્યાર સુધી આપણે માત્ર વાતો સાંભળી છે.
નેહા - જે પોતે હારવા ન ઈચ્છે તેને દૂનિયાની કોઈ તાકાત હરાવી ન શકે...
હવે તો અંધારૂ વધવા લાગ્યુ. તેઓ પોતાની ટોર્ચ, ફોન વગેરે હાથમા રાખીને ભગવાનનુ નામ લેતા હતા.
બરાબર 12 વાગ્યે દેરીમાથી કોઈ અજબ પ્રકાશ નીકળવા લાગ્યો. પાંચેય મિત્રો ઠંડાગાર થઈ ગયા. દેરીમાથી બે પ્રકાશમય આકાર નીકળા, એક સ્ત્રી અને એક પુરૂષ. બન્ને એક બીજા સામે જોઈ હસતા હસતા હવામા ઉડવા લાગ્યા. આ જોઈ કૃતિએ ચીસ પાડી. જંગલ ધ્રુજી ઉઠ્યુ. બન્ને આકારના પ્રેમમાં ભંગ પડ્યો, અને તે ક્રોધિત પ્રકાશમય આકારો તેમની તરફ આવવા લાગ્યા.
બધા ડરી ગયા. જયે હનુમાન ચાલીસા બોલવાનુ શરૂ કર્યુ. તેની ઠેકળી ઉડાડતા હોય એમ બંને આકારો પણ હનુમાન ચાલીસા બોલવા લાગ્યા.
બંને આકારો બધાની ધણા નજીક આવી ગયા હતા.. ક્રોધમા તેણે એક અગ્નિનો ગોળો તેઓ તરફ ફેંકયો. તેઓએ ડરીને આંખ બંધ કરી લીધી. પણ થોડી વાર કંઈ ન થતા આંખ ઉઘાડી તો સામે એક અતિ વૃધ્ધ સાધુ ઉભા હતા અને પેલા પ્રકાશમય સ્ત્ર-પુરૂષના આકારો ત્યાં ન હતા...
ડરતા ધ્રુજતા તેઓ બધા સાધુના પગમા પડ્યા. અમે કંઈ બોલી ન શક્યા પણ તેઓની આંખો આભારના શબ્દો બોલતી હતી.
તેઓ હસ્યા અને બોલ્યા... કોઈ એવી જગ્યાના પારખા ન કરો જેની તમને માહિતી નથી અથવા જે તમારા કરતા વધુ શક્તિશાળી છે. અજાણ્યા સાહસ ખેડવાની ઘેલાછા કયારેક જીવનુ જોખમ બની જાય છે. બાળકો તમારી ચીસ સાંભળીને હું તમને બચાવવા દોડ્યો આવ્યો. હવે તેઓ તમને કશુય નહી કરે. સવારે તમે જતા રહેજો.
અને તે તેજસ્વી સાધુ ચાલ્યા ગયા, તેમના કહેવા પ્રમાણે પછી કશુય ન થયુ. સવાર પડતા જ અમે ભાગ્યા. અમને બચાવવા અણીના સમયે સાધુને મોકલવા બદલ ભગવાનનો આભાર માન્યો.
પણ તે દેરીનુ રહસ્ય એ રહસ્ય જ રહી ગયુ. જો તમે કોઈ ત્યાં જાવ અને તે પ્રકાશમય આકારો વિષે જાણવા મળે તો મને ચોક્કસ જણાવજો.