Paper - 3 in Gujarati Short Stories by Divya books and stories PDF | કાગળ - 3

The Author
Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

કાગળ - 3

પૉસ્ટ માસ્તર નિયમ અનુસાર ગામના બધા કાગળ, ટપાલ, પૉસ્ટ કાર્ડ લઇને સવારે નવના ટકોરે શહેર ની પૉસ્ટ ઑફિસમાં બધું જમા કરાવવા પહોંચી જાય છે અને ત્યાં કરશનભાઈ ના આગ્રહ ને ધ્યાનમાં રાખીને ત્યાંના પૉસ્ટ માસ્તર ને વહેલામાં વહેલી તકે તે કાગળ હેમંતભાઈ ને હૉસ્પિટલમાં પહોંચાડવા વિનંતી કરે છે. શહેર ના પૉસ્ટ માસ્તર જે તે એરિયા ના બધા કાગળ ટપાલ લઇને આપવા નીકળે છે અને કંચનબા નો કાગળ હેમંતભાઈ જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં રિસેપ્શનિસ્ટ ને આપે છે. " આ કાગળ તરત જ હેમંતભાઈ ને પહોંચાડજો " એવું કહીને ત્યાંથી નીકળી જાય છે.

રિસેપ્શનિસ્ટ કમ્પાઉન્ડર ને બોલાવી કાગળ નું પરબીડિયું તેના હાથમાં આપે છે. " આ પરબીડિયું રૂમ નં.સાત માં રહેલા કોરોના પેશન્ટ હેમંત ને આપી દેજો." કમ્પાઉન્ડરે લઇને હેમંતભાઈ ના રૂમ માં તો આપી દીધું પણ રૂમ નં.૭ ના બદલે રૂમ નં.૫ માં રહેલા હેમંતભાઈ ને આપી દીધું. સંજોગોવસાત બંને નું નામ હેમંત અને બંને કોરોના પેશન્ટ તેથી કમ્પાઉન્ડરે ભૂલથી કંચનબા ના હેમંત ને બદલે બીજા હેમંતભાઈ ને કાગળ આપ્યો.

રૂમ નં.૫ માં રહેલા હેમંતભાઈ કોરોના ના લીધે થયેલી શારિરીક અને માનસિક સ્થિતિ, પીડા, બેચેની અને એકલતા થી એટલી હદે કંટાળી ગયા હતા કે તેઓ આખો દિવસ મરી જવાની જ વાતો કરતા હતા. હૉસ્પિટલ સ્ટાફ ના લોકો તેમને મનાવવાનો ઘણો પ્રયત્ન કરતા પણ તેઓ માનવા તૈયાર ન થતાં. અત્યારે પણ તેમનું " મારે દવા નથી લેવી...તમે અહીં થી જતા રહો... મારે જીવવું જ નથી... કીધુંને એકવાર મારે દવા નથી લેવી..." આજ રટણ ચાલુ જ હતું એવામાં કમ્પાઉન્ડરે દરવાજો ખોલ્યો અને નર્સ ના હાથમાં પરબીડિયું આપી ને કહ્યુ હેમંતભાઈ માટે કાગળ આવ્યો છે.

આ સાંભળતા જ હેમંતભાઈ તરત જ બેડ માંથી ઉભા થઇ ગયા અને નર્સ ના હાથમાંથી કાગળ ઝૂંટવી લીધો. " મારા માટે કાગળ? અત્યારે? ના ફોન , ના મેસેજ, ના વિડિયો કોલ ને વળી કાગળ કેમ હશે? કોણે મોકલ્યો છે?" . નર્સે કહ્યું હેમંતભાઈ કોણે મોકલ્યો છે એ હું જાણું તે પહેલાં જ તમે મારા હાથ માંથી પરબિડીયું છીનવી લીધું તો મને કેવી રીતે ખબર હોય કે કોણે મોકલ્યો છે?.

"હા,હા.. એ બધું છોડો હવે મને પહેલા કાગળ વાંચવા દો..." પણ! હેમંતભાઈ તમે પહેલાં દવા લઇ લો. નર્સે કહ્યું પણ હેમંતભાઈ એ સાંભળ્યું નહીં અને એકીટશે કાગળ વાંચવા લાગ્યા.જેમ-જેમ કાગળ વાંચતા હતા તેમ-તેમ તેમના ચહેરા પર ના ભાવ બદલાતા જોઇને નર્સે ફરી પૂછ્યું "કોનો કાગળ છે?" છતાં હેમંતભાઈ એ કંઈ જવાબ ના આપ્યો. કાગળ વાંચીને તેમની આંખો ભરાઈ આવી હતી. કાગળ પૂરો વાંચતા વાંચતા તો હેમંતભાઈ ના નયનો આખરે છલકાઈ જ ઉઠ્યા. તેમની નજર સ્તબ્ધ થઈ ગઈ ને અશ્રુબિંદુઓ ધીરે - ધીરે ગાલ પરથી સરકી ને કાગળ ને ભીંજવી રહ્યા હતા ને અચાનક જ દવા ન લેવા અને ન ખાવા માટે જીદ કરનારા હેમંતભાઈ એ નસૅ ને કીધું " નસૅ, તમે જલ્દી મારી દવા લાવો અને સાથે જ્યુશ પણ લેતા આવજો મારે પીવો છે."આ એકાએક બદલાવ જોઇને નસૅ વિચાર માં પડી ગયા કે એવું તે શું લખ્યું છે આ કાગળ માં કે હંમેશા દવા ન લેવા નું રટણ કરનારા આજે સામેથી દવા માંગે છે અને જયુશ પીવા માટે પણ રાજી થઈ ગયા. નર્સે દવા અને જયુશ તો હેમંતભાઈ ને આપ્યા પરંતુ હવે આ કાગળ માં શું લખ્યું છે એ જાણવા તે અધીરા બન્યા ને આખરે તેણે હેમંતભાઈ ને પૂછી જ લીધું " હેમંતભાઈ, આ કાગળ તમને કોણે મોકલ્યો છે? તે તમે તરત દવા લેવા માટે તૈયાર થઈ ગયા?" " નર્સ બેન, આ કાગળ એક અભણ વૃધ્ધ મા નો છે જે પોતાના દીકરા ના સાજા થવાની આશ માં દિવસો ગણતી ઘરમાં રાહ જોઈ બેઠી છે જે પોતાના દીકરા ની એક ઝલક મેળવવા માટે ઝંખી રહી છે પણ તેની પાસે એનો કોઈ ઉકેલ નથી માટે તે તડપી તડપી ને દીકરા ની વાટ જોતી દિવસો વીતાવી રહી છે."

નર્સે હેમંતભાઈ ને પૂછ્યું "તમારી બા નો કાગળ છે?" હેમંતભાઈ એ જવાબ આપતા કહ્યું "ના , ના... મારી બા ને સ્વર્ગે સિધાવ્યા ને તો દસ-દસ વર્ષો વીતી ગયા છે અને આ કાગળ તો તળપદી ભાષામાં છે એટલે કોઈ ગામડામાં રહેતા હેમંતભાઈ નો હશે તેવું મારું માનવું છે ને વળી મારા ઘરમાં તો બીજું કોઈ વૃદ્ધ છે જ નહીં અને હું તો આ જ શહેરમાં રહું છું મારા કુટુંબમાં બધા શિક્ષિત છે અને ટેક્નોલોજી નો ઉપયોગ કરતા પણ જાણે છે એટલે આ મારા માટે તો નથી જ." નર્સે કહ્યું "તો આ કાગળ માં એવું તે શું લખ્યું છે કે તમે રડી પડ્યા?".