A love come too in Gujarati Love Stories by Nirudri books and stories PDF | એક પ્રેમ આવો પણ

The Author
Featured Books
Categories
Share

એક પ્રેમ આવો પણ

નિહાન એ કોલેજ મા સૌથી દેખાવડો છોકરો. જેની પાછળ કોલેજ ની બઘી જ છોકરી ઓ પાગલ હતી. પરંતુ તેને આ બઘા મા કોઇ જ રસ નહોતો. તેને તો માત્ર ભણવા સિવાય બીજા કશા મા રસ નહોતો. તે ખુબ જ હોનહાર હતો.

તે હમેશા કોલેજ મા પહેલા નંબરે પાસ થતો. તે ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ મા પણ રસ ધરાવતો.તે હમેશા બઘા મા અવ્વલ રહેતો, છતા બી તેને કંઈ જ અભિમાન નહોતું. તે બધાની મદદ કરતો.

તે એક ખુશમિજાજ છોકરો હતો. તેના ચહેરા પર હમેશા ખુશી જ જોવા મળે. એક વખતે તેને કોલેજ પહોંચવા મા તે મોંડો પડે છે... તો તે ઉતાવળ મા ભાગતો ભાગતો જતો હોય છે અને ત્યાં જ એ એક છોકરી સાથે અથડાઈ જાય છે... બંને અથડાઈ ને નીચે પડવાના જ હોય છે કે બંને એકબીજા નો હાથ પકડી ને પડતા બચાવે છે ..

બંન્ને ની નજર એકબીજા પર પડતા બંન્ને કબીજા ની આંખો મા ખોવાઇ જાય છે...ત્યાં કંઇક અવાજ આવતા બંન્ને સજાગ થાય છે અને એકબીજા ની માફી માંગી પોતાના ક્લાસ તરફ ભાગે છે... બંને જતા જતા એકબીજા વિશે જ વિચારતા હોય છે... બંને ક્લાસ મા પહોંચે છે... બંને એકબીજા ને એક જ ક્લાસ જોઇ ને મનમાં ને મનમાં ખુશ થઈ જાય છે...

હવે તો રોજ બંન્ને એકબીજા ને જોતા...બંને ભણવામાં સરખા હતા... હમેંશા એકબીજા ની આગળ પાછળ જ હોતા... મનમાં બંન્ને એકબીજા ને પ્રેમ કરતા હતા... પરંતુ કહી શકતા ન હતા... પ્રેમ તો એકબીજા માટે એટલો હતો કે કંઇ બી વાત હોય બંને એકબીજા ને કહ્યા વિના સમજી જાય...બંને એકબીજા ની નાના મા નાની વાતો નુ ઘ્યાન રાખતા...બંને બઘી વાતો એકબીજા ને કરતા... માત્ર કબીજા માટે ના પ્રેમ ને વ્યકત નતા કરી શકતા...

કોલેજ મા એક વિમલ કરીને એક છોકરો હોય છે જેની ખરાબ નજર નિહાની પર હોય છે... તે દરેક જગ્યાએ નિહાની નો પીછો કરતો...તે કોઈ ને કોઈ રીતે નિહાની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો... નિહાની તેને અવગણવા ના ઘણા પ્રયત્નો કરતી પરંતુ વિમલ કોઇ ને કોઇ રીતે તેને હેરાન કરતો.. તે હવે આ વાત થી ખુબ કંટાળી હતી અને તે આ વાત નિહાન ને કરે છે... આ વાત સાંભળી નિહાન ને ખૂબ ગુસ્સો આવે છે ...તે નિહાની ને કહે છે કે તે કોઇ વાત ની ચિંતા ના કરે તે આ વાત નો નિવેડો લાવી ને જ જંપશે...

નિહાન આ વાત તેના બીજા ભાઇબંધો ને કરે છે... બઘા ત્યાંથી વિમલ ની જયાં બેઠક હોય છે ત્યાં જાય છે... નિહાન પહેલા તેને શાંતિ થી સમજાવે છે...પરંતુ વિમલ તો કંઇ સમજવા નો પ્રયાસ નથી કરતો ઉપરાંત તે નિહાની વિશે આડીઅવળી વાતો કરે છે.. અે બઘુ સાંભળી ને નિહાન ને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે વિમલ ને ખુબ મારે છે... તેના બઘા ભાઇબંધ તેને આવુ કરતા રોકે છે... નિહાન પણ શાંત થાય છે અને તે વિમલ ને નિહાની થી દુર રહેવા નુ કહે છે... ત્યારે તો વિમલ પણ શાંત થઈ નિહાન ની માફી માંગે છે...

નિહાન ને પણ લાગે છે કે વિમલ ને તેની ભુલ સમજાઈ જાય છે.. તે તેને માફ કરી ત્યાંથી નીકળી જાય છે...પરંતુ વિમલ મનમાં ને મનમાં આ વાત નો બદલો લેવાનુ નક્કી કરે છે... પણ તે થોડા દિવસ માટે શાંતિ રાખે છે... તેનુ વતૅન જોઇ નિહાન અને નિહાની ને લાગે છે કે વિમલ સુધરી ગયો છે..
માટે તે લોકો પણ પોતાની જિંદગી મા વ્યસ્ત થઈ જાય છે...

હવે આ બાજુ વિમલ પણ પોતાનો બદલો લેવા માટે નો પ્લાન બનાવે છે... તે એ વાત તેના ત્રણ ભાઇબંધ ને કરે છે અને એ વાત સાંભળી પેલા ત્રણ પણ બહુ ખુશ થઈ જાય છે... અને તે આ પ્લાન માટે એકદિવસ એ ચારેય ભેગા થાય છે અને પ્લાન પ્રમાણે તે નિહાની ને ફોન કરીને નિહાન ના અકસ્માત વિશે જણાવે છે અને કોઈ અવાવરું જગ્યા નુ સરનામું આપે છે...

નિહાની આ વાત સાંભળી ને ખૂબ જ ચિંતા મા આઇ જાય છે અને તે કંઇ બી વિચાર્યા વિના તે તરત તે જગ્યાએ જવા નીકળી પડે છે... ત્યાં પહોંચી ને તે જોવે છે તો ત્યાં ખૂબ અંધારુ હોય છે તે ત્યાં નિહાન ના નામની ઘણી બુમો પાડે છે પણ તેને કોઈ જ જવાબ નથી મળતો... તે ત્યાથી નીકળવા જતી હોય છે... ત્યાં જ તે વિમલ ને જોઈને બીવાઈ જાય છે અને તે ત્યાં થી ભાગવા જતી હોય છે પણ તેને ત્યાં ત્રણ જણ પકડી પાડે છે... વિમલ અને તેના સાથીઓ ભેગા થઇ નિહાની ને પકડી અંદર ની બાજુ લઇ જાય છે... નિહાની છૂટવા માટે ઘણા તરફડીયા મારે છે પણ તે છૂટી નથી શકતી...

વિમલ પોતાની બેજ્જતી નો બદલો લેવા માટે તે નિહાની નો બળાત્કાર કરે છે અને તે તેના સાથીઓ સાથે પણ આ કરાવે છે... નીહાની નો સામૂહિક બળાત્કાર કરે છે... વિમલ પોતાની હવસ અને ગુસ્સા મા બઘુ ભાન ભૂલી જાય છે... તે તેની હવસ મા નિહાની ના ઈજ્જત ના ચિંથરા ઉડારે છે... નિહાની તેને ઘણી આજીજી કરે છે પણ તે કોઈ જ એનુ સાંભળતુ નથી... તે ખુબ જ તરફડીયા મારે છે પણ તેનુ કંઇ જ ચાલતુ નથી તે એ રાત્રે તેનુ બઘુ જ ખોઇ બેસે છે... વિમલ પોતાની હવસ સંતોષાતા નિહાની ને એમ જ છોડી નીકળી જાય છે...

નિહાની ખૂબ જ રડતી હોય છે... તે ખુબ જ પસ્તાતી હોય છે પણ હવે શું...તે ત્યાં થી માંડ ઉભી થઈ ને ત્યાં થી બાર આવવાનો પ્રયાસ કરે છે પણ તે ઉભી જ નથી થઈ શકતી... તે માંડ ત્યાં થી બાર આવે છે પણ ત્યાં આવતા જ તે બેભાન થઈ જાય છે... ત્યાં કોઇ ની નજર પડતા તે તરત નિહાની ને હોસ્પિટલ ખસેડે છે... તેની હાલત જોઈને ડોક્ટર તરત જ પોલીસ ને બોલાવે છે... પોલીસ ત્યા આવી ને બઘી પુછતાછ કરે છે અને આ વાત નિહાની ના ઘરે કરે છે... નિહાની ના ઘર ના બઘા ત્યાં આવી જાય છે અને નિહાની ની હાલત જોઈને ગભરાઈ જાય છે... પોલીસ પણ તેમને આશ્રવાશન આપી ને પુછતાછ હાથ ઘરે છે... પણ કોઇને કંઇ જ ખબર નથી હોતી...

ત્યાં નિહાન ને આ વાત ખબર પડતા તે પણ સીધો હોસ્પિટલ આવે છે ...તે તો નિહાની ની હાલત જોઈને જ તુટી જાય છે.. પરંતુ તે પોલીસ સાથે વિમલ સંબંધિત બઘી વાતો કરે છે અને તે પોતાનો શક વિમલ પર જાહેર કરે છે...પોલીસ ફરિયાદ નોંધી ત્યાથી નીકળી જાય છે... નિહાન ની હાલત ખુબ જ ખરાબ હોય છે... તે પોતાની બઘી સુજબુઘ ખોઇ બેસે છે ...

ડોક્ટર નિહાની ની તપાસ કરતા હોય છે અને તપાસ કરી ડોકટર બહાર આવી નિહાની હાલત વિશે જણાવે છે કે નિહાની ની હાલત ખુબ જ ગંભીર છે... તેના પરિવાર અને નિહાન આ સાંભળી ને ખૂબ જ દુખી થઈ જાય છે... ડોકટરો પોતાના બઘા જ પ્રયત્નો કરતા હોય છે અને ઘીમે ઘીમે નિહાની હાલત મા સુધારો આવતો હોય છે આ જાણી ને બઘા ને થોડી ખુશી થતી હોય છે... નિહાન ની પણ નિહાની પ્રત્યે ની લાગણી જોઇને તેના પરિવાર વારા ને પણ નિહાન પર માન થતુ હોય છે...

હવે નિહાની ની હાલત મા ખાસો એવો સુધારો હોય છે.. માટે ડોક્ટર પણ હવે તેને ધરે લઇ જવા માટે ની રજા આપે છે અને નિહાની ને ઘરે લાવવામાં આવે છે... બઘા નિહાની ને આશ્ર્વાશન આપે છે પરંતુ તેને કોઈ વાત સમજાતી નથી.. તે અેક જીવતી જાગતી લાશ બની ગઈ હોય છે ...તે હસવાનુ જ ભુલી જ ગઈ હોય છે... તે કયા છે શુ કરી રહી હોય છે તેને તેનુ ભાન જ નથી હોતું... તેને આ પરિસ્થિતિ માં માથી તેને બઘા બહાર લાવવાનો પ્રયાસ કરતા હોય છે.. સૌથી વધુ નિહાન કરતો હોય છે પણ કોઈ જ ફેર નથી પડતો છતા બી તે તેના પ્રયત્ન કરતો હતો....

સમય પસાર થતા નિહાની પણ હવે આ બઘુ ઘીમે ઘીમે ભુલતી હોય છે.. ત્યાં અચાનક જ તેને ખબર પડે છે કે એ ગભૅવતી હોય છે... તેને આ ખબર પડતા તે ફરીથી તુટી જાય છે.. તેના ઘરમાં બઘા ને આ વાત ખબર પડતા બઘા ચિંતત હોય છે છેલ્લે બઘા નકકી કરે છે કે તેનો ગભૅપાત કરાવીએ... નિહાની પણ આ વાત વિશે વિચારતી હોય છે કે શુ કરવુ...પરંતુ તેનુ મન આ વાત માટે તૈયાર નતુ તે વિચારે છે કે આ બઘા મા આ બાળક ની શું ભુલ... માટે તે આ બાળક ને જન્મ આપવાનુ નક્કી કરે છે... તે તેનો ફેંસલો ઘર મા બઘા ને જણાવે છે... આ સાંભળીને બઘા તેને ઘણુ સમજાવે છે પરંતુ નિહાની આ વાત માટે મક્કમ હોય છે...

નિહાની આવનારા બાળક ના સપના સજાવવા મા પડી જાય છે... તે આ બાળક ના ભવિષ્ય માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે... આ વાત નિહાન ને ખબર પડે છે તે નિહાની પાસે જઈને વાત કરે છે કે તે પણ આ વાત મા તેનો સાથ આપવા માંગે છે.. તે બાળક ને પોતાનુ નામ આપવા માંગે છે.. આ સાંભળી નિહાની જાટકો લાગે છે...તે નિહાન ને ના પાડે છે ને કહે છે કે તે કોઇ પર બોજારૂપ બનવા નથી માંગતી..ત્યારે નિહાન તેના મન ની વાત કહે છે કે તુ તને પ્રેમ કરુ છું અને તારી સાથે લગ્ન કરવા માગુ છું... પરંતુ નિહાની ના પાડે છે કે તે આ લગ્ન કરવા માટે તૈયાર નથી સામે નિહાન પણ હાર માનવા તૈયાર નથી.. અંતે નિહાની પણ તેનો પ્રેમ જોઇ ને હા પાડી દે છે ...

નિહાન અને નિહાની ના સાદાઈ થી લગ્ન કરે છે... નિહાન તેનુ ખુબ જ ઘ્યાન રાખતો હોય છે.. તેની દવા જમવાનુ બઘુ જ સમયસર આપતો.... ઘીમે ઘીમે દિવસો જતા હોય છે તેમ સાથે સાથે નિહાન ના પ્રેમ થી નિહાની પણ બઘુ ભુલતી જાય છે ...

એકદિવસ નિહાની ને દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાય છે અને ત્યાં તે એક તદુંરસ્ત બાળકી ને જન્મ આપે છે... જેને જોઈને નિહાની તેના બઘા દુખ ભુલી જાય છે... નિહાન અને નિહાની તેનુ નામ નિહી રાખે છે... નિહી આબેહૂબ નિહાન ની પરછાઇ હોય છે... તે બંન્ને ની તો જીંદગી જ નિહી હોય છે... જે દિવસે નિહી જન્મી હોય છે એ જ દિવસે વિમલ તથા તેના સાથીઓ ને ફાંસી આપવામાં આવે છે... માટે એમના માટે નિહી ખુબ જ ખાસ હોય છે... નિહાન અને નિહાની પણ હવે નિહી મા વ્યસ્ત થઈ જાય છે પરંતુ આજે બી નિહાની ને એ રાત યાદ આવતા તે કંપી ઉઠે છે... પણ નિહાન નો પ્રેમ અને તેને મજબુત બનાવે છે.. આમ એ એમની જીંદગી મા પરોઇ જાય છે...