Sister writes brother happy name in Gujarati Magazine by vaani manundra books and stories PDF | બહેની લખે ભાઈને નામ ખુશી

Featured Books
Categories
Share

બહેની લખે ભાઈને નામ ખુશી

બહેની લખે ખુશી ભાઈને નામ...!
🌼🌼🌼🌼🌼🌼🌼🌼
===================

આજે મારે તમને રક્ષાબંધનની કોઈ પારંપરિક વાત કરવી નથી કે ન કોઈ શુભ મુહર્ત બતાવવા અને આ તહેવાર કેમ ઉજવાય એ પણ નથી કહેવું...! વાત કરવી છે બાળપણ થી લઇ અનંત સુધી ભાઈ બહેનના સંગાથ ની....

તારી મારી જોડ વીર - પસલી જેવી ,
તું છે મારો ભઈલો ને હું તારી વીરડી....!

એક બહેન માટે સૌથી મોટી ખુશી તેના ભાઈનું સુખી જીવન હોય છે.જો ભાઈ ખુશ તો બહેન સંતોષ અનુભવે . કેટકેટલીય વણકહી લાગણી ભાઈ બહેનના ચહેરા પર થી અને એક બહેન બહેન ભાઈના ચહેરા પર થી પારખી જાય છે.જે ઘરમાં ભાઈ અને બહેન બંને હોય ને ત્યાં લોકો કહે તમારા ઘરે તો દૂધ અને દહીં બંને છે.અને જ્યાં ભાઈ બહેનનો સાથ હોય ત્યાં બાળપણમાં મિત્રતા બહાર ઓછી હોય કેમકે તેની પાસે પોતાના ખાસ મિત્ર ભાઈ કે બહેન હોય જ છે.નાની નાની વાતો માં મીઠો ઝઘડો...!!

બેની રિસાય તો ભાઈ મનાવે અને ભાઈ રિસાય તો બેની મનાવે...
બેની રડે તો ભાઈ દુઃખી થાય અને ભાઈ રડે તો બેનીનું કાળજું કપાય...!!

આખો દિવસ ટપાટોળી ન મૂકે ..ક્યાંક ચિમટો ભરે...ક્યાંક ચોટલી ખેંચે. ..ક્યાંક ઇશારે બધું સમજી જાય.આખો દિવસ જગડે પણ જો કોઈ બીજું બહારનું આવે અને પોતાના ભાઈ કે બહેન ને બોલી જાય કે મારે તો સામે વાળા ને ખંખેરી નાખે એ ભાઈ બહેન નો પ્રેમ...! શાળામાં સાથે જાય ને આવે .જો લેશન ન કર્યું કે કોઈ ગુરુજીની શિકાયત હોય તો એક બીજા સમજી લે .ઘર સુધી વાત ન આવવા દે .જમવા બેસે ત્યારે તેને વધારે મને ઓછું કેમ..! એ વાતે રામાયણ સર્જાય... મોબાઇલ થી લઈ પરીક્ષાના રિઝલ્ટ સુધી ની બધી માહિતી બહેન ભાઈ ને પહેલી ખબર પડે પછી ઘરવાળા સુધી વાત જાય.
સમય જતાં વાર નથી લાગતી ..ભાઈ બહેન ક્યારે મોટા થઈ જાય છે તેની પણ ખબર નથી પડતી.

મિત્રો ,એક બહેનના જ્યારે લગ્ન લેવાય છે ને ત્યારે બાળકની જેમ રડતો એક પિતા હશે ને તો બીજો ભાઈ હશે.પોતાની બહેનની વિદાઇ માં તેને અહેસાસ થાય છે કે હવે બહેન પોતાની નથી રહી .કદાચ તેના પર હક નથી રહ્યો ..?સાસરિયે થી આવતી બેન સાથે ભાઈની મસ્તી ઓછી થઈ જાય છે ક્યાંક બેન્માં પણ એક જવાબદારી સાથે ઠહેરાવ આવે છે .બહેન ક્યાંક ને ક્યાંક તો એવું ઝંખે જ છે કે ભાઈ પોતાની સાથે પહેલાની જેમ હશે બોલે કે પછી નિઃસ્વાર્થ મસ્તી કરે ...પરંતુ બધા પરિસ્થિતિ અનુસાર મન મનાવી લે છે.

એક બહેન ક્યારેય પિતાની સંપતિમાં ભાગ માંગવા આવતી નથી કે ક્યારેય પણ એવું નથી વિચારતી કે ભાઈ મારા ઘેર મામેરામાં રૂપિયા ભરીને લાવે.બેન તો ભાઈના પ્રેમ ની ભૂખી છે .તેના ઘેર એક શ્રીફળ લઈ ને જશો ને તો પણ તે પ્રસંગોપાત સહર્ષ સ્વીકારી લેશે.ક્યાંક ભાઈ બહેન ના પ્રેમમાં કોઈ ખટરાગ થાય તો બે હાથ જોડી વિનંતી કરું છું કે તેં ખટરાગ ને બંને એટલો જલ્દી પૂર્ણ કરજો .કારણ બેન નું કાળજામાં જે દુઃખ થાય ને તે વેદના બેન જ સમજી શકે . જો ભાઈ અથવા બેન ને કોઈ તકલીફ હોય તો તે પણ દુઃખી થાય છે .દરેક ભાઈ બહેન તેઓ સુખી રહે તેની મંગળ કામના કરે છે. મિત્રો ,જ્યાં પ્રશ્ન છે ત્યાં તેનું નિરાકરણ પણ છે બે કદમ ભાઈ ચાલે બે કદમ બેન ચાલે થોડી ભૂલો ભાઈ વિસારે થોડી બહેન વિસારે તો સબંધ અકબંધ અને મીઠાશભર્યો જાળવી શકીયે.

- વનિતા મણુંદ્રા ( વાણી )