Matching - 8 in Gujarati Fiction Stories by Ami books and stories PDF | મનમેળ - 8

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મનમેળ - 8

અગાઉ નક્કી કરેલ તેમ જ ભીમાએ મામાના ઘેર થોડા દી જવુ છે એક કહી તુલસીને પણ સાથે લઈ મામાના ઘેર પહોંચી ગયો. જે મેઘના ગામનુ બાજુનુ જ ગામ હતુ.. તુલસીના મામાને એક પણ સંતાન નહોતુ એટલે ઘણીવાર બન્ને ભાઈબેન ત્યા રોકાવા જતા. એટલે ભીમાની આડધી યોજના સફળ થઈ.. બે મહિના જેટલો સમય થયો હશે.. પોતે મોનીને જોશે એ વાતે એ ઘણો ખુશ હતો. ભીમાએ બધી યોજના મેઘને ફોન કરી જણાવી એને ક્યા મલવુ એ બધુ નક્કી કર્યુ... પોતે કાલના આવી ગયા છે એમ પણ જણાવ્યુ.. તુલસી દુ:ખી હતીને ખુશ પણ હતી.. એણે પોતાના પેટ પર હળવો હાથ ફેરવ્યો..ને આંખના આંશુ સાફ કર્યા... " મરવુ પડશે તો મરી જઈશ.. દુનિયા માં બધા સાથે લડી લઈશ એક તારા માટે ..."
ભૂજમાં મળવાનુ નક્કી થયુ. ભીમાએ પોતાના મામાને બધી હકીકત કહી. તેમના મામા પહેલેથી મિત્ર જેવાને કોઠાસૂઝ વાળા હતા. એમણે ભીમાની બધી વાત સાંભળીને એને પૂરે પૂરી મદદ કરશે એમ કિધુ.. પોતે જે કરી રહ્યો છે એ સાચુ છે.. સમાજથી કે કોઈનાથી ડરવાની જરુર નથી એમ એમણે ભીમાને સમજાયુ.. એમણે પોતાની વાત કરતા કહ્યુ..
" આ અમને છોકરા નતા થાતા તૈ બધા કેતા બીજુ બૈરુ કર ઘણુ દાબદબાણ કર્યુ... પણ આ લોકોનૈ હૂ ખબર જીવન માં પ્રેમ જરૂરીસે... ના મન નો હૂ બીજા હારે કેમ પઈણુ... તારી મામી હારે મન મળીગ્યાસે એને દગો મારાથી દેવાય એનો જીવ એ એટલો જ દુખી થાય જેટલો મારો.. એ બાપડી ઓસા ઓસા વાના કરે મને આ ઘરને હાચવે... બીજુ સુ જોવે... મેં નક્કી કર્યુસે... કોઈ અનાથ બાળક મળે તો ખોળે લઇશુ... બે ત્રણ દવાખાને કઈ રાખ્યુસે.. ભગવાનની દયા હશે તઈ મળશૈ એની જીદગીએ સુધરશેને અમારીએ.."
" હાચી વાત મામા પણ.. તમે તો મારા બાપાને ઓળખોસો... આકરો જીવ સે.. એને કશી ગમ જ ન પડે બસ સમાજ ને ઈજ્જત માં એ રે.."
" ઈએ હમજસે... તુ તારે આગળ વધ તુ હાચોસૈ તો આગળ એ પિગળી જાશે.. "
" હવ... જાઈ એતો.. "
" હાલૌ અવે નીકળો ભૂજ જાવા નઈતો મોડુ થઈ જાશે.."
હા.... " ભીમો મામાને પગે લાગ્યોને તુલસીને તૈયાર થવાનુ કહી પોતે પણ તૈયાર થવા ગયો.. બન્ને ભાઇ બેન તૈયાર થઈ થોડી વારમાં ભૂજ જવા નીકળ્યા..
ભૂજમાં નક્કી થયેલી જગ્યાએ બન્નૈ પહોંચ્યા.. થોડીવાર રાહ જોઈ ત્યાં મોનીને મેઘ આવી પહોંચ્યા... ચારે એક બીજાને જોઈ ખુશ થઈ ગ્યા.. મોની તુલસીને વળગી પડી.ને કાનમાં કંઈક કિધુ... મૌની તો ખુબ જ ખુશ થઈ ગઈ.. પછી મોનીને ભીમો મેઘને તુલસી અલગ અલગ જવા નીકળ્યા.. પાછા અહીં જ મળીશુ સાંજે.. એમ કહી મેઘ તુલસીને લઈ એક ગાર્ડન તરફ ગયો.. ત્યાં બન્ને ઐ બેસી વાતો માંડી.. એક બીજાના હાથમાં હાથ નાંખી આઝાદી બન્નૈ માણી રહ્યા હતા..
બગીચાના એક ખુણે બાકડા પર બન્ને બેઠા.. મેઘે તુલસીનો હાથ પકડી એની જોડે એની બાજુ ફરીને બેઠો..
" તુ સારી તૌ છે.. ને... , ખાતી નઈ... બઉ દુબડી ગાય જેવી થતી જાય સે.. "મેઘે કહ્યું
" ખાવસુ પણ ખાવા બેસુ એટલે તુ યાદ આવે તે ખાધુ કે નઈ તુ શું કરતો હોઈશ.. પસી મન જ નઈ લાગતુ.. "
" ગાડીસે હાવ... , મને તો તારા વિના ઘર જ કઈડતુ હું ઘરમાં ખાલી કામ પુરતો જ જાવ... ખેતરે બેસી રઉ... વિચારુ નોકરી મલે સે તો તને લઈ ત્યાં સેટ થઈ જવ .. જો ઘરના નઈ માને તો.. પણ તને એકલી નઈ મેલુ.."
તુલસીએ બોલ્યા વિના મેઘનો હાથ લઈ પોતાના પેટ પર મૂક્યો.. પહેલાતો મેઘ સમજી ન શક્યો.. પણ એક સામન્ય ઉપસેલુ પેટ પર એનો હાથ ફરી રહ્યો.. તુલસીના આંખમાં આંશુ ટપકી રહ્યા.. બન્નૈ થોડીવાર હાથમાં હાથ નાખી બેસી રહ્યા.. તુલસીએ મેઘના ખભે પોતાનુ માથુ ઢાળી દિધુ....
" આ વાત કોઈને ખબર નથી... મેઘ આજે મેં મોની બેન ને કિધુ... મને બઉ બીક લાગેસે... મારે આપડા બાળકને જન્મ આપવોસે.... મથી મથી દિ જાયસે... ત્રણ મહિના પુરા થયા... હું દવા લેવા કે ચેકઅપ કરાવા નઈ જઈ શકતી... તું આજે લઈ જઈશ દવાખાને.. મારે સોનોગ્રાફી કરાવવી છે..😞 મને બઉ જ એકલવાયુ લાગે છે મેઘ... "
બીજીબાજુ જોઈ મેઘ પણ રડી રહ્યો હતો...એને તુલસીનો હાથ પોતાની છાતીએ અડારી એને સાંભળી રહ્યો હતો..એણે તુલસીના કપાળ પર એક કિસ કરી એના ખભાપર હાથ મૂકી એને પોતાની બાજુ ખેંચી..
" તું ચિંતા ન કર આપડે આજે જ જઈશુ દવાખાને... તારો સાથ કદી નઈ છોડુ... આપડુ બાળક આવશે... હું ભીમાને કઈશ.. તારુ ધ્યાન રાખે... 😘 અને ખાવાનુ ધરાઈને ખાજે... નઈ તો બાળકનો વિકાસ કેમનો થાશૈ... હમ્મ્.... અને દોડી દોડી કામ કરવાની જરૂર જ નથી... થોડા જ દી સાચવીલે.. બસ... પછી હું તને આપડા ઘેર લઈ જઈશ.. "
" હમ્મ્.... "
" સવારનું ખાધુ છે... કે એમ જ ફરે છે... ચાલ પેલા નાસ્તો કરીએ પછી આપડા ટબુડીયાને જોઈશું"
" તુલસી હસવા લાગી..."
બન્ને આજુ બાજુમાં તપાસ કરી એક સારુ દવાખાનુ શોધ્યુ ત્યાં કેસ નોંધાવ્યો.. નંબર આવવાની વાર હતી એટલે બન્ને નાસ્તો કરવા એક ધાબા પર ગયા... ત્યા ચા નાસ્તો કરી પાછા દવાખાને આવી ગોઠવાઈ ગયા... હવે એમના નંબર આગળ બે જ જણ હતાં...એટલે મેઘને આતુરતા વધી રહી હતી. તુલસી બેઠી બેઠી બીજી પ્રેગનેટ મહિલાઓ સામે જોઈ રહી હતી... બધા સાથે કોઈને કોઈ હતુ... અમુકના પુરા મહિના હતા એમની સાથે કોઈ ઉંમર લાયક મહિલાઓ આવેલી હતી.. એ બધુ જોઈ રહી.. ત્યાં એનો નંબર આવી ગયો.. એનુ નામ બોલાયુ.. મેઘને બન્ને કેબિનમાં ગયા.. ડોક્ટર એક લેડિઝ હતા. એમણે ખૂબ પ્રેમથી બધી માહિતી તુલસી પાસેથી લીધી.. પછી એને સોનોગ્રાફી રૂમમાં લઈ ગયા.. કેબિનમાં પણ એક ટી.વી લાગેલુ હતુ જેથી પેસન્ટ સાથે આવેલ સગુવહાલુ સોનોગ્રાફી જોઈ શકે... થોડીવારમાં સ્ક્રીન પર એક નાના બાળક જેવો આકાર લઈ રહેલુ ભૃણ મેઘે જોયુ જેના બે નાના હાથ પગ જેવા આકાર વિકસિત થઈ રહ્યા હતા.. એનુ હલનચલન પણ જોયુ પછી એના ઘબકારા જોવા નર્સએ મેઘને સોનોગ્રાફી રૂમમાં બોલાવ્યો... તુલસી પોતાના બાળકને સક્રીન પર જોઈ રહી હતી... ડોક્ટરે ધબકારા બન્ને સાંભળી શકે એ માટે મશીનનો અવાજ વધાર્યો...ગરડ ગરડ અવાજ આવ્યા... ડોક્ટરે તુલસીને મેઘ સામે એક સ્માઈલ આપી કહ્યુ...
" આ તમારા બેબી ના ધબકારા છે.. 😊"
મેઘને તુલસી એક બીજા સામે જોઈ રહ્યા..
" તમારુ બેબી સ્વસ્થ છે.. પણ છ મહીનામાં હ્રદયને કિડનીમાં કે બોડીમાં કંઈ ખામી હોય તો ત્યારે 3D સોનોગ્રાફીમાં ખબર પડશે.. તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવો જોઈએ.. જેથી બેબીનો વિકાસ સારો થાયછે ,... કે નઈ એ જાણી શકાય... "
" જી મેડમ... "મેઘે કહ્યુ..
ડોક્ટરે થોડી દવા લખી આપીને... તુલસીના ખાનપાનનું થોડુ ધ્યાન રાખવાનુ મેઘને સમજાવ્યુ... બન્ને દવાલઈ બહાર આવ્યા..