Love Bichans - 14 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | લવ બાયચાન્સ - 14

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાયચાન્સ - 14

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન આખરે ઝંખનાને શોધી લે છે. બંને જણા પોતાના મનની વાત એકબીજાને કરે છે. અરમાન એ જાણી ખૂબ relief અનુભવે છે કે ઝંખના એને નફરત નથી કરતી અને એનાથી નારાજ પણ નથી. એ એના પ્રેમનો એકરાર પણ કરે છે. પણ ઝંખના એના પ્રત્યે એવુ કંઈ મેહસુસ નથી કરતી. અને હવે એ દોસ્તી પણ રાખવા નથી માંગતી. અરમાન પણ એની ઈચ્છાને માન આપે છે. અને હવે એને હેરાન નઈ કરશે એવુ પ્રોમિસ આપે છે. ઝંખના એને બાય કહીને ફટાફટ ત્યાંથી ચાલી જાય છે. ત્યારે એના પર્સમાંથી એક કવર નીચે પડે છે જે વાંચી અરમાન એકદમ શોક્ડ થઈ જાય છે. એ કવરમાં શું હશે એ જાણીશુ હવે.)


મિત્રો તમે મારી સ્ટોરી વાંચો છો અને એના પ્રતિભાવ પણ આપો છો. પાછલા ભાગમાં મે કવરની અંદરનુ થોડું સસ્પેન્સ create કર્યુ હતુ. અને તમારામાંથી ઘણાએ એ અનુમાન પણ લગાવ્યુ હતુ. અને જે 100% સાચુ પણ છે. દોસ્તો તમારામાંથી ઘણાના મેસેજ પણ આવ્યા કે એ કવરની અંદર શું હશે. મને ત્યારે ખૂબ ખુશી થઈ કે તમે મારી સ્ટોરી ના ખાલી વાંચો જ છો પણ એને માણો પણ છો. એના માટે આપ સૌનો હું દિલથી આભાર માનુ છું. 💗💓💖🥰😊


** ** ** ** **


Pregnancy test..


અરમાન વાંચીને થોડીવાર માટે સુન્ન થઈ જાય છે. પછી એ નીચે રિઝલ્ટ તરફ નજર કરે છે. જે વાંચી એણે શું કરવુ એ જ એને નથી સમજ પડતી. રિઝલ્ટમાં pregnancy test positive..


જી હા ઝંખનાનુ સપનુ સાચુ થવા જઈ રહ્યુ છે. એ સાચે pregnant હોય છે. અરમાન આ વાંચી થોડી પળ માટે તો absent mind માં ચાલ્યો જાય છે. પછી અચાનક હસવા લાગે છે. એની આંખોમાં પાણી હોય છે. એ પોતાની જાતને જ કહે છે.. oh my god અરમાન Zankhna is pregnant.. she is become a mother.. and u r father.. Ohh. my god i don't believe it.. પછી થોડી ક્ષણ રુકીને પોતાની જાતને જ સવાલ કરે છે

.

પણ ઝંખનાએ મને આ વિશે કહ્યુ કેમ નહી.. કાલે મારે એને મળવુ પડશે. અને એને આ બધુ પૂછવુ પણ પડશે.


બીજા દિવસે સવારે અરમાન ઝંખનાની ઓફિસ જાય છે. અને ઝંખનાની રાહ જુએ છે. જેવી ઝંખનાની ગાડી આવે છે. એ દોડતો એની પાસે પહોંચી જાય છે.


ઝંખનાને એને જોઈને નવાઈ લાગે છે. એ થોડી ગુસ્સે પણ થાય છે અને કહે છે. અરમાન આપણે કાલે જ નક્કી કરેલુ કે હવે આપણે ફરીથી નહી મળીશું. આપણી વચ્ચેના બધા સંબંધ અહી જ પૂરા થાય છે. તે પણ તો મને પ્રોમિસ આપ્યુ હતું કે તુ પણ મને મળવા માટે કે દોસ્તી રાખવા માટે ફોર્સ નહી કરશે તો હવે ફરી કેમ આવ્યો ?


અરમાન : હા મને યાદ છે એ બધુ. પણ હજી એક સવાલનો જવાબ આપવાનો બાકી છે.


ઝંખના : કયો સવાલ ? અને શાનો જવાબ.


અરમાન એના હાથમાં એ envelope આપે છે અને કહે છે આનો જવાબ..


અરમાન પાસે એ envelope જોઈને ઝંખના થોડી ઝંખવાય જાય છે. અને પછી લાંબો શ્વાસ લઈને સ્વસ્થ થઈને પૂછે છે. તને આ કવર ક્યાંથી મળ્યુ ?


અરમાન : કાલે તુ વેઇટર સાથે ટકરાઈ હતી ત્યારે તારા પર્સમાંથી એ પડી ગયુ હતુ. મે તને આપવા માટે બહાર પણ દોડ્યો પણ તુ નીકળી ગઈ હતી. પણ એ તો સારુ થયુ કે તુ એ વેઇટર સાથે ટકરાઈ અને આ કવર પડી ગયુ અને મારા હાથમાં આવ્યુ અને મે એ ખોલીને પણ જોયુ. નહી તો તુ મને આના વિશે કંઈ પણ જણાવત નહી. દુનિયાની સૌથી મોટી ખુશીથી તુ મને વંચિત રાખતે.


ઝંખના : અરમાન તને ખબર છે ને કોઈના પણ લેટર કે ડોક્યુમેન્ટ એની મરજી વગર કે જાણ બહાર વાંચવા bed manners કહેવાય છે.


અરમાન : હા મને ખબર છે. અને હુ એવુ કરતો પણ નથી. આ તો મને થયુ કે કોઈ important documents હોય તો તને પહોંચાડી દઉ. અને ઉપરથી તે મને બધેથી બ્લોક કરેલ છે તને કેવી રીતે જણાવત ? એટલે ખોલીને જોયુ અને સારુ થયુ ને કે મે એ જોયુ અને વાંચ્યુ. નહી તો આ ખુશખબરીની તો મને જાણ જ ના થાત.


ઝંખના : હા પણ હુ તને આ બધુ જણાવીને કોઈ પ્રોબ્લેમમાં નાંખવા નોહતી માંગતી. અને તને એવુ ના લાગે કે હુ તને બ્લેક મેઈલ કરુ છું. અને આ પૂરી તરહથી મારી જ જિમ્મેદારી છે. તો એ પૂરી પણ હું જ કરીશ. આ બધામાં તને સામેલ કરીને હું તને વધુ મુસિબત માં નાંખવા નોહતી માંગતી.


અરમાન : તને એવુ કેમ લાગ્યુ કે આ જાણી મને આ બધુ પ્રોબ્લેમ લાગશે. જો ઝંખના આપણી વચ્ચે જે પણ કંઈ થયુ એ આપણી બંનેની મરજીથી અને પૂરેપૂરા હોશ ઓ હવાશ માં થયુ છે. તો તુ જેટલી જિમ્મેદાર છે એટલો જ હું પણ જિમ્મેદાર છું. અને તને એવુ કેમ લાગ્યુ કે મારી જિમ્મેદારી થી દૂર ભાગીશ. Infact આ મારી ખાલી જિમ્મેદારી જ નથી મારુ પણ સપનુ છે. જ્યારથી તારા સપના, તારી ઈચ્છા જાણી છે ત્યારથી જ તારુ સપનુ ,તારી ઈચ્છા પૂરી કરવાનુ મારુ પણ સપનુ બની ગયુ હતુ.


મે તને પહેલા પણ કહ્યુ હતુ કે મે તારી સાથે ખાલી ટાઈમપાસ માટે ફ્રેન્ડશીપ નથી કરી હું દિલથી તને ફ્રેન્ડ પણ માનુ છું.


ઝંખના : હા હુ જાણુ છુ કે તુ મારો સાચો દોસ્ત છે. પણ.. દોસ્તીની પણ એક લીમીટ હોય છે જે આપણ બંનેથી અજાણતા જ ક્રોસ થઈ ગઈ છે. મને નથી લાગતુ કે હવે આપણી વચ્ચે પેહલા જેવુ કંઈ રેહશે.


અરમાન : પણ હું તને પ્રેમ કરુ છું.


ઝંખના : પણ હું નથી કરતી.


અરમાન : હું તને કેહતો પણ નથી કે તુ મને પ્રેમ કર. પ્રેમ કંઈ જબરદસ્તીથી તો કરાવાય નહી. અને અત્યારે આ મહત્ત્વનુ પણ નથી. કે આપણી વચ્ચે પ્રેમ છે કે નહી. અત્યારે જે પણ મહત્ત્વનુ છે એ આપણુ બાળક છે. તો હવે આપણે એના માટે વિચારવાનુ છે. તો બોલ તે શું નિર્ણય લીધો છે.


ઝંખના : એમા નિર્ણય શું લેવાનો હોય !! એક મીનીટ.. તુ એવુ તો નથી ચાહતો ને કે હુ આ બાળક ના રાખુ, કે હું abortion કરાવી લઉ..


અરમાન ઝંખનાના માથામાં હળવેથી એક ટપલી મારે છે અને કહે છે are you mad.. !! તે એવુ વિચારી પણ કેવી રીતે કે મારા મનમાં આવા કોઈ ઘટિયા વિચાર પણ આવશે !! તુ મને તારો દોસ્ત માને છે. પણ sorry to say but.. તે મને એક સારો વ્યકિત પણ નથી માન્યો. નહી તો તુ આ વાત કરત જ નહી. તુ ભલે દોસ્ત દોસ્ત કર્યા કર્યુ છે. પણ તે મને દોસ્ત માન્યો જ નથી. કે નથી મારી પર વિશ્વાસ મૂક્યો છે.


ઝંખના : ના અરમાન એવુ બિલકુલ નથી. હુ તને મારો દોસ્ત માનુ જ છું. અને તારી પર વિશ્વાસ પણ કરુ છું. પણ અત્યારે situation જ એવી આવી ગઈ છે કે આમ બોલાય ગયુ. બાકી મારા મનમાં એવુ બિલકુલ નથી. આટલુ કેહતા ઝંખનાની આંખોમાં ઝળહળિયા આવી જાય છે.


અરમાન એના બંને હાથોમાં ઝંખનાનો ચેહરો લે છે. અને એના આંસુ લૂંછતા કહે છે. શશશશ રડવાનુ બિલકુલ નથી. મને ખબર છે તારા મનમાં એવું કંઈ નથી. હું પણ ગુસ્સામાં એમ જ બોલી ગયો. Sorry i don't want to hurt you..i am really sorry..


ઝંખના પણ એનો હાથ પકડીને કહે છે thank you મને સમજવા માટે.


અરમાન : હા તો એ બોલ મેરેજ ક્યારે કરવા છે ?


ઝંખના : મેરેજ ?? તુ પાગલ થઈ ગયો છે. તે એ વિચારી પણ કેવી રીતે લીધુ કે હુ તારી સાથે મેરેજ કરીશ. તુ જાણે છે હુ તારી સાથે તો શું કોઈની પણ સાથે મેરેજ કરવા નથી માંગતી.


અરમાન : હા પણ ત્યારની વાત અલગ છે અને અત્યારની અલગ છે.


ઝંખના : તો શુ તુ પણ એવુ માને છે કે હું એકલી આ જિમ્મેદારી નહી નિભાવી શકીશ. કે હું એક સારી માતા નહી બની શકીશ.


અરમાન : ના હુ એવુ બિલકુલ નથી માનતો કે તુ સારી નહી બની શકે કે તુ બેબીને સારી પરવરીશ નહી આપી શકે. પણ જ્યારે આપણે બંને એને માતા પિતાનો પ્રેમ આપી શકીએ છીએ તો શા માટે એને એકના પ્રેમથી વંચિત રાખીએ. શુ તુ એવુ નથી ચાહતી કે તને પિતાનો જે પ્રેમ નથી મળ્યો એ તારા બેબીને મળે.


ઝંખના : હુ તારી વાત સમજુ છું પણ...


અરમાન : પણ શુ ? ઝંખના તને વિશ્વાસ નઈ આવશે પણ જ્યારે તે test tube થકી બાળકની વાત કરી અને આપણે જ્યારે મુંબઈમાં ક્લીનીક પર ગયા હતા અને ડોકટરે આપણને હસબન્ડ એન્ડ વાઈફ સમજ્યા હતા ત્યારે જ મે વિચાર્યુ હતુ કે ભલે તુ કોઈની સાથે મેરેજ ના કરે પણ તારા બાળકને હું નામ આપીશ. અને આ તો મારુ પોતાનુ બેબી છે તો એને હું વગર પિતાએ કે પિતાના નામ વગર તો ના રેહવા દઉને.


ઝંખના : પણ તુ તો મેરેજ જ નોહતો કરવા માંગતો હતો. તો હવે શા માટે..?


અરમાન : પેહલાની વાત અલગ હતી. ત્યારે તુ મને નોહતી મળીને..અને એ એની તરફ હસવા લાગ્યો.


ઝંખના : આટલી serious situation મા પણ તને flirt કરવાનુ સૂઝે છે.


અરમાન : આ કોઈ flirt નથી. હું તને સાચે પ્રેમ કરુ છું. હવે એની શું સાબિતી આપુ. દિલ ચીરીને બતાવુ.


ઝંખના : ઓહ અરમાન તુ અને તારી cheesy line..


અરમાન : ઝંખનાનો હાથ પકડીને..seriously ઝંખના હુ તને ખૂબ ખૂબ જ પ્રેમ કરુ છું. હું promise કરું છું કે ક્યારેય તને મને પ્રેમ કરવા ફોર્સ નહી કરીશ કે નહી મારા પતિ તરીકેના હક માંગીશ. હું બસ તારી સાથે રેહવા નથી માંગતો પણ તારી સાથે જીવવા માંગુ છું. હું નથી ચાહતો કે મારુ બાળકને કોઈ વગર બાપનો કે નાજાયજ કહે. અને સાથે સાથે હું તારો સાથ પણ ચાહુ છું.


ઝંખના થોડીવાર ચૂપ રહે છે પછી કંઈક વિચારીને કહે છે કે, સારુ ઘરે જઈને એના વિશે વિચારીશ. પણ તુ વધારે આશા નઈ રાખતો. અને હું જે પણ નિર્ણય લઈશ એને સ્વીકારજે. એના પછી કોઈ પણ બહશ નઈ કરવાની.


અરમાન : ખુશ થઈને સારુ હું તારા નિર્ણય ની રાહ જોઈશ. અને એને સ્વીકારીશ પણ. પણ તુ પણ મારી વાત પર ધ્યાન આપજે. અને આગળનુ વિચારીને કોઈ પણ નિર્ણય લેજે..


ઝંખના : સારુ તો કાલે સાંજે જ્યા આપણે કાલે મળેલા એ કૉફીશૉપ પર મળીશુ.


અરમાન : ok.. bye.. see u tomorrow.. take care


ઝંખના : bye.. u also take care..


** ** ** ** **


વધુ આગળના ભાગમા..


Tinu Rathod - Tamanna