Ajani jagyani mulakaat - 3 in Gujarati Horror Stories by કાળુજી મફાજી રાજપુત books and stories PDF | અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 3

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 3

નમસ્કાર વાચકમિત્રો હું કાળુજી મફાજી રાજપુત તમારી લોકપ્રિય રચના ને મુકવા માં થોડો ટાઈમ લગાવી દીધો તેથી હું તમારી માફી માગું છું.
રચનાને આગળ વાંચો .

આમ વિચાર કરતા કરતા સવાર પડી ગઈ પણ
મારા મનમાં રાત્રી ની એલી વાત હજી સુધી મનમાં ને મનમાં જ જકળાતી હતી આટલા માં તો મારી મમ્મી
મને જગાડવા આવી ગઈ . મમ્મી બોલી:: અરે આજે તો તું વહેલો જાગી ગયો. મમ્મીએ પ્રશ્ન કરતાં મને પૂછ્યું કેમ બેટા રાતે ઊંઘ નથી આવી ?હું પથારીમાંથી ઊભો થઈને આળસ મરોડી ને બોલ્યો ::: .. એવું કંઈ નહીં મમ્મી રાત્રે વહેલો સૂતો હતો એટલે સવારે પણ વહેલો ઉઠી ગયો.

મમ્મી બોલી : ચાલ તો હવે તું નાઈ ધોઈને ફ્રેશ થઈ જા હું તારા માટે ચા-નાસ્તો લઇ આવું અને હા હવે તારી તબિયત સારી છે .ને .મેં મમ્મીને સ્મિત આપતા કહ્યું . મારી પ્યારી માં હું બિલકુલ ફિટ અને ફાઈન છું
તું મારી જરાય ચિંતા ના કરતી મમ્મીએ મારા ઉપર હાથ ફેરવીને બોલી મારો લાડકો દીકરો ચાલ ચાલ
હવે તું જલ્દી ઊભો થા તારે પાછું ડોક્ટર પાસે પણ જવાનું છે.

મેં સ્મિતા કહ્યું હા.. હા .મમ્મી જાઉં છું. આમ કહીને બોલીને હું ન્હાવા માટે બાથરૂમમાં ગયો પણ મારા કાનમાં હજુ સુધી તેના શબ્દો ગુંજી રહ્યા હતા તેનો ભયાનક ચહેરો એ ચહેરાને હું ક્યારેય નહીં ભૂલી શકું
આજે પણ જ્યારે યાદ કરું છું ત્યારે હું કાપી ઉંઠુ છું
તેનું અટહાસ્ય મારા કાનમાં હજુ સુધી જાણે ગૂંજી રહ્યું હતું.

કલ્પના ન કરી શકું એવી પરિસ્થિતિ માંથી હું ગુજરી રહ્યો હતો મેં મારા ઇષ્ટદેવ ને યાદ કરતા અને મારા મનને મનાવતા હું નાઈને બહાર આવ્યો ત્યાં તો મમ્મી
ડાઇનિંગ ટેબલ ઉપર ચા નાસ્તો લઈને બેઠી હતી.મે
મમ્મી ને જોઈને સ્મિત આપીને આગળ વધ્યો મમ્મીએ જાણે મારા મોઢા ઉપરની નિરાશા અને ચિંતા વાંચી ન લીધી હોય એ મને પ્રશ્ન કરતા કહ્યું બેટા શી વાત છે?.
મેં કહ્યું ; શે ની વાત કરે છે મમ્મી ....

મમ્મી બોલી; દેખ હવે તું વધારે ભોળો મત બંન સાચું સાચું કે તને શી ચિંતા છે બોલ

મમ્મી ને જવાબ આપતા મેં કહ્યું મમ્મી તું સાની ચિંતાની વાત કરે છે મને કંઈ ખબર નથી પડતો

મમ્મી બોલી ; દેખ તું વધારે નાટક મત કર મને ખબર છે તારે કઈક ના કઈક તો ચિંતા છે તારા મોઢા ઉપર
ચિંતાની લકીર દેખાઈ રહી છે બેટા હું તારી માં છું.
મને ખબર ન પડે તો કોને પડે ?

મમ્મીએ પ્રશ્ન કરતાં મને કહ્યું

મારા પાસે હવે વાત છુપાવવાનો કોઈ ચારો ન હતો એટલે મેં મમ્મીને વાત જણાવવા નું નક્કી કર્યું મને ચિંતા હતી કે મમ્મી મારું ઘણું ટેન્શન લેશે છેવટે મારે
તેમની વાત કહેવી પડી.

મેં ધ્રુજતા અવાજે કહ્યું; મમ્મી... તારી વાત બિલકુલ સાચી છે હું તારાથી એક વાત છુપાવતો હતો.

મમ્મી બોલી: શું વાત છુપાવતા હતો બેટા !

મેં મમ્મીને કહ્યું; મમ્મી જો તું આ વાત કોઈને ન કરે તો કહું

મમ્મી બોલી: હા બેટા કોઈને નહીં કરું તને મારા ઉપર વિશ્વાસ નથી .

હું બોલ્યો;. એમ નહિ મમ્મી તું મારી સોગંદ ખા કે
આ વાત ફક્ત ને ફક્ત તારા મનમાં રાખી આ વાત તો કોઈની નહીં કરે તો હું તને કહું

મમ્મી મારા સામે આશ્ચર્ય ચકિત થઇ ને મને જોઈ ને તે
બોલી; એવી તો શું વાત છે?.

મેં કહ્યું; તું મારી સોગંદ ખા તો કહું.

મમ્મીએ ગુસ્સાથી મારે સામે જોયું અને હું પણ ગભરાઈ ગયો.

મમ્મી બોલી; કાળુ હવે તારું બહુ થઈ ગયું મને હવે ગુસ્સો આવે છે.

હું બોલ્યો ; મમ્મી પ્લીઝ !.. મારી વાત માંન ને રિક્વેસ્ટ કરું છું મમા પ્લીઝ પ્લીઝ પ્લીઝ .......

મમ્મી સ્મિત આપતા બોલી ; બેટા મને તારી સોગંદ
હવે તો કહે તુ બહુ જીદ્દી થઈ ગયો છે આ બધું તારા પપ્પાના લાડ પ્રેમ નો ફાયદો ઉઠાવી રહ્યો છે.

હું હસતાં હસતાં બોલ્યો ; મમ્મી એ રાતે મારી સાથે એક ઘટના બની હતી.

મમ્મીના ચહેરા ઉપર જાણે ચિંતા ની લહેરો ન આવી ગઈ હોય તેણે મને ધ્રૂજતા ...અવાજે બોલી બેટા... બેટા ....! શું ઘટના બની હતી તારા સાથે મારા થી કઈ છુપાવતો.. નહી! તને મારા સોગંદ

હવે મમ્મીએ મને સોગંદ આપીને ધર્મસંકટમાં મૂકી દીધો હતો થોડી ઘણી વાત તેમનાથી મારે છુપાવવાની હતી ખેર.. સોગંદ કાંડ તો મારાથી ચાલુ થયો હતો ને

હું બોલ્યો ; મમ્મી એ રાતે મારે બહુ મોડું થઈ ગયું હતું અને હું ઘેર જલ્દી આવવા માંગતો હતો અને મેં સોટ કબ્રસ્તાન વાળો રસ્તો આવવાનું નક્કી કર્યું.

હજુ સુધી મેં આટલી વાત કરી હતી અને મમ્મીએ વચમાં મને ટોકતા બોલી.: ગધેડા મેં તને કેટલી વાર કહ્યું છે. આ રસ્તે સંધ્યા ઢળતાં ‌અને મધમ બપોરે
આ રસ્તે ચાલવું નહીં કઈ કંઈને ગળું બેસી ગયું મારું
ગધેડો સાંભળે તો ને. હરેક વાતમાં રિસર્ચ કરવું છે.

હું ખડખડ હસી પડ્યો . જ્યારે જ્યારે મમ્મી મને બોલે ત્યારે મને હસવું જ આવતું .

તે પણ હસી પડી અને બોલી ; દાંત કાઢવાનું બંધ કર
એક નંબરનો મૂર્ખ આગળ શું થયું ?કે

હું બોલ્યો; મેં કબ્રસ્તાન તો પાર કરી લીધું અચાનક મને કોઇનો રડવાનો અવાજ સંભળાયો

મમ્મી ફરી મને અટકાવતા બોલી ; વાહ !વાહ !બાદુર માણસ તો રાત્રે 11 વાગ્યે કોણ રડે છે કબ્રસ્તાનમાં તે જોવા ગયો હતો એક નંબરનો ગધેડો છે તું
મમ્મી પણ હસી પડી

હું હસતાં હસતાં બોલ્યો; મમ્મી તારે વાત કરવા દેવી છે કે નહીં વારંવાર અટકાવે છે તું સરખું બોલવાતો દે

મમ્મી બોલી; બોલ મારા બહાદુર બેટા!

હું બોલ્યો; તે રડવાનો અવાજ કબ્રસ્તાનમાં થી આવી રહ્યો હતો. હું એ અવાજની દિશામાં ચાલતાં ચાલતાં ગયો તો ત્યાં આગળ એક નાની આઠેક વર્ષની છોકરી બેઠી હતી રડવાનો અવાજ તેનો હતો
મમ્મી મને પણ બહુ ડર લાગવા લાગ્યો મેં એ છોકરીને એક પ્રશ્ન કરતાં કહ્યું બેટા તારું નામ શું છે?
તુ અહીંયા કેમ બેઠી છે? તુ શા માટે રડે છે? એ છોકરી એનું નામ ફરીદા બતાવ્યું . તેના મમ્મી-પપ્પા નો એક્સિડન્ટ થયો છે. એવું કહીને મને કહી ને રોડ પાસે લઈ ગઈ હું જ્યારે રોડ પાસે પહોંચ્યો ત્યાં આગળ કોઈ ન હતું અચાનક મે પાછળ જોયું તો વિધુત બોર્ડ પાસે ફરીદા મને દેખાણી હું એના પાસે ગયો.
બેટા ફરીદા અહીં તો કોઈ એક્સિડન્ટ થયો નથી
બેટા તારા મમ્મી પપ્પા ક્યાં છે બેટા તું કેમ કંઈ બોલતી નથી જ્યારે તેણે મારી સામે જોયું હું પણ આશ્ચર્યચકિત અને ગભરાઈ ગયો તેનો લોહીલુહાણ ચહેરો તેના બે મોટા મોટા દાંત તેમાંથી. આવીતી
માસની દુર્ગંધ આ બધું જોઈને હું બેહોશ થઈ ગયો જ્યારે મારી આંખ ખુલી ત્યારે મમ્મી તું મારી પાસે બેઠી હતી . આમ કરીને મમ્મીને સઘળી વાત કરી દીધી.

અનુસરે ભાગ ૪ માં
લેખક :કાળુજી મફાજી રાજપુત
ફોન નં: 9081294286