The earth 2050 - 2 in Gujarati Fiction Stories by jadav hetal dahyalal books and stories PDF | ધ અર્થ ૨૦૫૦ - 2

Featured Books
Categories
Share

ધ અર્થ ૨૦૫૦ - 2

કેટલાય કલાકો ની બેહોશી પછી જ્યારે મહામહેનતે મે મારી આંખો ઉઘાડી .માથું એકદમ ભારે ભારે લાગતુ હતુ શરીર માં ઉભા થવાય એટલી તાકત નહોતી તો ય બળજબરી પુર્વક મે મારા શરીર ને ઉભુ કર્યું .એ પછી હું ક્યાં કઇ જગ્યાએ છું એ નિરિક્ષણ કર્યું તો મને એ જોઈને આશ્ચર્ય થયુ કે હું એક એવી જગ્યા એ હતો કે જ્યાં ચારે બાજુ માત્ર રેત નો સમુદ્ર હતો . હું કોણ છું ,?આ જગ્યા કઇ છે? ,હું અહિં કેવી રીતે આવ્યો? એના પહેલા શું હતું બધું યાદ કરવા નો પ્રયત્ન કર્યો પણ કંઇ જ યાદ ના આવ્યું.યાદ કરવા ની ઘણી મથામણ કર્યા પછી ય કંઇ યાદ ના આવ્યું .

થોડીક દુર વિમાન જેવું કંઇક પડ્યુ હતુ. હું મહામહેનતે ઉભો થયો વિમાન ની નજીક ગયો ત્યારે ખબર પડી કે એ વિમાન નહોતુ એક સ્પેસયાન હતુ. એનો દરવાજો ખુલ્લો હતો એટલે મે અંદર પ્રવેશ કર્યો .તો સ્પેસ યાન ની અંદર બધા જ પ્રકાર ની સુવિધાઓ હતી .સુવા ના બેડ,સોફા, વિચિત્ર આકારો વાળો અરીસો વગેરે વિવિધ પ્રકારની વસ્તુઓ સેટ કરી હતી .
મે એક પછી એક દરેક વસ્તુઓ ને જોઇ તેના પર હાથ ફેરવ્યો જેને પકડી શકાય એને પકડી ને એનુ નિરિક્ષણ કર્યું .બધી વસ્તુઓ ઓ ને જોતા જોતા વિચિત્ર આકારો વાળા અરીસો સામે આવ્યો.એના ઉપર કોતરેલા આકારો પર હાથ ફેરવ્યો તો એમાંથી એક જગ્યાએ મારો હાથ જરા જોર થી દબાતા અરીસો મોટા અવાજ સાથે ખુલી ગયો.વળી એ જ જગ્યા પર જોર આપતા એ અરીસો બંધ થઇ ગયો.વળી મે એને જોર આપી ને ખોલ્યો.ત્યારે ખબર પડી કે એ અરીસો નહિ દરવાજો હતો જેની પાછળ જગ્યા હતી .હું એમાં દાખલ થયો તો મને એ વાતે ખુબ આશ્ચર્ય થયુ કે એ એક રુમ હતો અને અરીસો એનો દરવાજો.
એ દરવાજા ની અંદર જઇ ને જોતા મારું આશ્ચર્ય એ જોઈને અનેકગણું વધી ગયુ કે એ રુમ માં કેટલીય ખાવા ની ,પીવાની વસ્તુઓ, વિચિત્ર આકાર ના ફળો , માત્ર એટલુ જ નહિ કેટલાય ઝાડ એના મુળિયા સહિત કે જેના મુળિયા કોઈ રસાયણ માં ડુબેલા હતા એવા ઝાડ,નાના મોટા છોડ ,વિચિત્ર પ્રકાર ના પ્રાણી ઓ તેમના નાના બચ્ચાઓ સહિત હતા જે બધા ઘોર નિદ્રા માં સુતેલા હતા.
બીજી એક રેક પર અલગ અલગ બોટલો પડી હતી .એમાં અલગ અલગ જાત ની રંગબેરંગી દવાઓ હતી .એ બોટલો ની બાજુમાં બીજી પણ બોટલો પડી હતી જેમાં કંઇક વાદળી રંગ ના વાયુ જેવું ગોળ ગોળ ઘુમી રહ્યું હતુ.મે એમાંથી એક બોટલ ઉપાડી ને ખોલી જોઇ. તો અંદર થી સ્પ્રે પ્રકાર નું બીજુ ઢાંકણ હતું જેને થોડું દબાવતા એમાંથી થોડું પ્રવાહી બહાર છંટાયું ને થોડી જ વાર માં એ રુમ માં વાદળ બનવા લાગ્યુ ને એમાં થી પાણી વરસવા લાગ્યું .હું ભીંજાઇ ગયો એટલે દોડતો બહાર આવી ગયો કેમ કે વરસાદ ના વરસવા થી પ્રાણીઓ માં થોડી હલનચલન થઇ .હું ગભરાઇ ગયો કેમ કે એમાં થી અમુક હિંસક જેવા દેખાતા પ્રાણીઓ ક્યાંક જાગી જશે તો મારુ આવી બનશે એમ વિચારી હું દોડતો બહાર આવીને ને દરવાજો બંધ કરી દીધો.
થોડી વાર પછી મે ડરતા ડરતા એ દરવાજો ખોલ્યો અને ધીમેધીમે પાછો અંદર ગયો.જોયુ તો પાણી તો વરસતુ બંધ થઇ ગયું હતું પણ રુમ પાણી પાણી થઇ ગયો હતો.પણ પેલા પ્રાણીઓ ઉઠ્યા નહોતા એ બધા ઘોર નિદ્રા માં સુતા હતા ખબર નહિ કોઇ દવા આપી ને જાણે એમને સુવડાવી દેવામાં આવ્યા હતા કે પાણી માં ભીંજાવા છતાં એ બધા માંથી કોઈ જ ના ઉઠ્યુ.
હું રુમ ની બહાર આવ્યો . બહાર નું વાતાવરણ રેતાળ ગરમ હોવાથી મને ખુબ જ તરસ લાગી હતી તો રુમ માં જે પાણી ભરાઇ ગયું હતુ તે એક પાત્ર માં ભરી એ પાણી પી લીધું .સ્વાદ માં એ પાણી એકદમ મીઠું હતુ.એથી થોડુ વધારે જ પી લીધું.
રુમ ની બહાર આવી એ રુમ બંધ કરી દીધો.સ્પેસ યાન કેવી રીતે ચાલુ કરવું એ ખબર નહોતી તો ય આ જગ્યાએ થી બહાર નીકળવા માટે સ્ક્રીન બોર્ડ પર ના બટન દબાવી જોયા પણ કંઇ થયુ નહિ એટલે સ્પેસયાન ની ય બહાર નીકળી ગયો.વિચાર્યું કે થોડું ચાલી ને જોઉં કદાચ આ જગ્યાએ થી બહાર નીકળી શકાય.
ચાલતા ચાલતા બહાર કોઈ સારુ રહેવા લાયક સ્થળ મળશે કે પછી આગળ શું થવાનું છે કે પછી મારું શું થવાનું છે હું જીવતો બચીશ કે પછી આ જગ્યાએ ભટકતા ભટકતા મરી જઇશ કે કોઈ જંગલી પ્રાણી નો શિકાર બની જઇશ મને કંઇ જ ખબર નહોતી બસ એટલી ખબર હતી કે મારે આ જગ્યાએ થી બહાર નીકળવું છે એટલે બસ ચાલ્યે જ જતો હતો .
*************************************
આ જે વ્યક્તિ જે બંજર થઇ ગયેલી પ્રૃથ્વી પર વર્ષો વીત્યા પછી અચાનક અહિં આવી ચડ્યુ કોણ છે એ? માણસ છે કે એલિયન? સ્પેસ યાન કયા ગ્રહ નું છે ? સ્પેસ યાન ની અંદર પ્રાણીઓ , વ્રૃક્ષો ,વરસતા વાદળ , એ બધું કેવી રીતે આવ્યું ? સ્પેસ યાન માં આવી ગોઠવણ કોણે કરી ? કેવી રીતે કરી ?
સ્પેસયાન અને પેલા વ્યક્તિ નું શું થશે ? આગળ જાણવા માટે વાંચતા રહો ' ધ અર્થ ૨૦૫૦'



.