Shwet Ashwet - 13 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૧૩

Featured Books
Categories
Share

શ્વેત, અશ્વેત - ૧૩

અમને જોઈ તનિષ્ક હસવા લાગ્યો. અને થોડીક જ વારમાં અમે પણ હસતાં હતા. આશું? મજાક.

તેઓના આંસુ નિકળી ગયા. એટલું હસ્યા કે પછી પેટ દુખવા લાગ્યું, વચ્ચે વચ્ચે તનીષા બોલતી, ‘ઓહ ગોડ! તમારા મોઢા જોવા લાયક હતા, સો હીલેરિયસ!’

પણ મને ડર લાગ્યો. ખબર નહીં કેમ પણ ખુલ્લા દરવાજા આગળ મે કોઈને જોયું હોય તેમ લાગ્યું. કોઈ પડછાયો. પણ હું કઇ બોલી નહીં. હું હસ્તી રહી.

સિયાને જોઈ મને એતો ખબર પડી ગઈ હતી કે હું એકલી ન હતી જે આ ઘરમાં કઈક અજીબ ફીલ કરતી હોય. અને ક્રિયાને કહવું તે તો પોઈંટલેસ હતું.

આ બંગલો એટલો મોટ્ટો હતો કે અહીં કણ - કણ જોવા કદાચ જ પોસિબલ હોય. પણ હા, મને એ ખબર હતી ક્યાંથી શરૂઆત કરવી.

બપોર પછી સાંજ આવી. જમવામાં ખિચડી હતી. ક્રિયા, જે પેહલા એવું બોલી હતી કે એણે “પાણી પણ બાળી નાખ્યું હતું” તેણે ખિચડીના માપ મોઢે યાદ હતા. ક્રિયા જુઠ્ઠું નથી બોલતી. કેમકે તે પોતાના પગ પર હથોડા મારીજ દેછે. આ તેનું એક ઉદાહરણ હતું.

સાંજ પછી મે ફોટા પાળ્યા. જરૂરી વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું. અને અમારી યુનિવર્સિટિની વેબસાઇટ જોઈ. એની પર મારો ફોટો ખૂબ જ ગંદો હતો. મને સહેજ પણ ન હતો ગમતો. આમ કરતાં રાત આવી. પછી બધા ઊંઘવા જતાં રહ્યા. ક્રિયા વાંચતીજ રહી. અને છેલ્લે ૧ વાગ્યે તે પણ પુસ્તકમાં મોઢું નાખી, બગાસા ખાતી, ઉપર જતી રહી. જેમ તે ઉપર ગઈ હું નીચે આવી.

અને ધીમે થી કોઈને સંભળાઈ નહીં, તેવી રીતે ટેલિફોન પાસે ગઈ. અહી પોહંચી મે રિસીવર કાને ધર્યું, અને સાંભળ્યું.

‘કેશવ?’ કોઈ બોલ્યું.

અને કોઈ જવાબ ન આવ્યો. હું બોલી, ‘હા.’ ખબર નહીં મારામાં શું ભૂત આવ્યું હતું. મારો અવાજ પણ બદલાયેલો સંભળાતો.

‘તું સાંભળે છે ને. તને ખબર છે ને..’

‘શું?’

‘કોડ.’

‘કોડ?’

‘શિવલિકા સાખરે માટે નો?’

‘શું હતો?’

‘તું પાછો ભૂલી ગયો. ૮૭૮૯૯.’

‘હું આનું શું કરું?’

‘અરે! તને કીધુ હતું આપણા ચાર રસ્તે ઊભો રહજે.’

‘કેમ?’

‘તને ચિરાગ લેવા આવશે. તું હજી હોસ્ટેલે જ છે?’

‘ના.’

‘એ જુઠ્ઠા! તું હોસ્ટેલના ફોન પર તો વાત કરે છે!’

‘એ હા!’

‘તારા અવાજ ને શું થયું?’

‘શું થયું?’

‘કેમ આટલો.. મીઠ્ઠો લાગે છે?’

‘તારા કાન સુધરી ગયા છે.’

‘શું બોલેછે તું!’

‘સાચ્ચું.’

‘એ! હવે નિકળ.’

‘હા.’

‘તને યાદ છે ને?’

‘શું?’

‘કોડ!’

‘હા. હવે યાદ છે.’

‘મૂકી દે.’

મે રિસીવર જોરથી નીચે મૂકી દીધો.

આ શું હતું? શું મારા માં - બાપના ઘરની લાઇન લોકોની ફોન લાઇન સાથે ક્રોસ થઈ છે. કે શું આ કોઈ રેકોર્ડીંગ છે?

આ માણસ કોઈ હોસ્ટેલની વાત કરતો હતો. હોસ્ટેલ એટલે ડોરમીટોરી. શું આ માણસ જૂની ડોરમીટોરીનું પૂછતો હતો.. કે શું આ કોઈ મરેલા માણસ સાથે હું વાત કરી રહી હતી?

મારુ માથું ભમી રહ્યુ હતું.

મે પાછું રિસીવર ઉપાડ્યુ. મારા હાથ જોરદાર થથરી રહ્યા હતા.

કાન પર થી રિસીવર હલીજ જાય. પછી હિમ્મત કરી મે સાંભળ્યું. ઊંડો શ્વાસ લીધો.

કોઈ સ્ત્રી હતી.

રડવાનો અવાજ આવી રહ્યો હતો.

આ ફોન છે કે ભૂતોનું રેકોર્ડર?

પછી અવાજ કપતો ગયો. અને મારા હાથ થી રિસીવર નીચે પળી ગયું. હું, પેલી રડતી સ્ત્રીનું અવાજ અને ઘોર અંધારું એકલા હતા. મારુ મન સુન્ન પળવા લાગ્યું હતું.

હું કોને કહું? ક્રિયાને નહીં કહી શકું. મમ્મીને કહું?

હા કાલેજ મમ્મીને કહું.