Daityaadhipati - 21 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - ૨૧

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

દૈત્યાધિપતિ - ૨૧

‘મારુ નામ મનસ્કારા છે.’ તે મને જોઈને બોલી.

અને મનસ્કારા મરવા સુધાની ગાડી પર પડી હતી.

એકદમ જે ક્ષણ તે ગાડી પર પડી, કે તરત જ ગાડી માંથી બહાર નીકળી ગયો. તે સુધાને જોઈ રહ્યો. અને તે સ્ત્રી ને પણ. બહાર નીકળતા તે ફૂટેલા કાચ પર પડયો. અને તેના હાથ પર લોહી - લોહીના ડાઘા થયા. સુધા પર, વિચિત્ર રીતે, કશુંજ ન પડ્યુ. તે છોકરી ડ્રાઇવરની સીટ પર પડી. અને સુધા તેણે જોતાંજ ચિત્કારી.

‘હવે શું કરીશું?’ તરતજ તેના મોઢા માંથી નીકળ્યું.

અમેય શાંતિથી જોઈ રહ્યો. પછી તે દેહ પાસે આવ્યો.

‘તે હજી જીવે છે. એનામાં જીવિત લોહી છે.’

‘શું?’ તેવું સુધા પૂછીજ ન શકી. તેજ ક્ષણે તે સ્ત્રી પાછી ફરી જોર - જોર થી ઊંડા શ્વાસ લેવા લાગી. અને સુધાને જોઈ કઇક બબડવા લાગી. અમેય તેની જીપની ડિકકી તરફ ગયો અને એક બોક્સ લઈ ને આવ્યો. તેમાંથી એણે ચાર નંબર કાઢ્યા, અને એક ફોન. તે ફોનમાં એણે ચારેવ નંબર વારા - ફરતી લગાયા. ત્રીજો ફોન ઉપળ્યો.

‘ડૉક્ટર અશ્વિન?’ એણે પૂછ્યું, અને સામે કોઈક જવાબ મળ્યો.

‘પોર્ત - અવિઓંસ!’ અમેય એ મોટે થી જવાબ આપ્યો.

પછી લાઇન કપાઈ ગઈ. સુધા આ બધુ જોતી રહી. અમેયની આંખો. તેની લાલ આંખો મનસ્કારાના લોહીને જોઈ વધુ લાલ લગતી હતી. જાણે કોઈ લોહીનો દરયો..

સુધા તેની જગ્યાએથી હલી નહોતી શક્તિ. તેની હાલત કોઈ ચીપકાયેલા કાગળ જેવી થઈ રહી હતી. તેના પેન્ટ પર લોહીના ડાઘ હતા. સીટના કવર પર કાચ વેરેલા હતા. જીપ ખુલ્લી હતી, પણ અચાનક તે જેલ જેવી લાગતી હતી. તેના પગ હલી શકે તેમ ન હતા. તે સીટ પર આડી બેસી હતી અને અમેય કઈક બોલ - બોલ કરતો હતો.

પછી લોકો આવ્યા. બધી બાજુથી લોકો આવવા લાગ્યા. જટ જોવો ત્યાં સફેદ કપડાં પહેરેલા લોકો ભીડ કરી રહ્યા હતા. તે ગાડીની બહાર કઇ રીતે નીકળી, તે સુધાને નહોતી ખબર. અને ઉપર એક નાનું વિમાન ઉડવા લાગ્યું, જે જોતા સુધાને ડર લાગતો હતો.

પછી તે વિમાન નીચે ઉતર્યું, અને તે શરીરને લઈ જવા લાગ્યું. સુધા અને અમેય એક નાની વાનમાં બેસ્યા. બંનેવ કઇ બોલે તેવી હાલતમાં ન હતા. માઇક પર એક માણસ જોર - જોરથી અંગ્રેજીમાં કઈક બોલતો હતો. લોકો તેના કહવા પર આમ થી તેમ થતાં હતા, ઘણા ગાડીએ જઈ લોહી સાફ કરતાં તો ઘણા આજુ બાજુની જગ્યા પર કઈક કરતાં હતા.

આ બધુ એક લાઇટ જેવુ લાગ્યું, જેમ - જેમ દૂર ગયું, સર્વ ભુસાઈ ગયું. અને વાનની બહાર કાળા કાળા વૃક્ષો બધી દિશામાં ફેલાઈ ગયા. અમેયને કોઈ નર્સ ઇજા પર કઈક લગાવી આપી રહી હતી. અને સુધા બેભાન થઈ જાય તેવી ઊંઘમા ઘેનાઈ હતી. તેની આંખો બંધ થઈ જવાનું ટાળી રહી હતી.

પણ પછી તે લોકો એક બંગલામાં પોહંચ્યા. આ જગ્યા બે માળની હતી, સાવ સાદી, રેલિંગ વાળી અને છો બારીઓ સમિત ઘેરાયેલી. તે લોકો અંદર પોહંચ્યા, અને જ્યાં નર્સ લઈ ગઈ ત્યાં પહલે થી મનસ્કારા હતીજ. તે બેડ પર હતી, તેના શરીર પરથી ઘણી નળિયો પસાર થતી હતી. અને તેના માથા પર એક કે બે મોટા કાચ લાગ્યા હતા.

તે સામે પડી, ત્યારે તમે શું કરતાં હતા? આ સવાલ ખબર નહીં ક્યાંથી સુધાના મગજમાં આવી ઘર કરી ગયો.

જો કોઈ આ પૂછશે તો? શું તે સાચ્ચું જણાવી દેશે?

અમેય કઈક વિચારી રહ્યો હતો. તે તેના હોશો - હવાઝમાં ન હતો, સુધા ને જોઈ, તે બે શબ્દ બોલ્યો.