AGHORI NI ANDHI - 1 in Gujarati Short Stories by Urmeev Sarvaiya books and stories PDF | અઘોરી ની આંધી - 1

Featured Books
Categories
Share

અઘોરી ની આંધી - 1

સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય આપણને ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન પણ કરાવે છે અને કાળા કામ પણ કરાવે છે. આવીજ ઘટના હાલમાં થઈ છે. આ ઘટના ચમનગર ની છે.

ચમનનગર નાં ચાની ચોકે ચવુદ(૧૪) ચાકોરા (પક્ષી) ચાદનાં ની ચોવીસ તારા ઓની સાથે જોઇ રહ્યા હતા. ચમનનગર ખેતર વાળા વિસ્તાર માં ચોળી નો પાક લહેરાતો હતો. ચમ નનગર નાં પાદર નાં ચોરે દોશિયોન ભજન ચાલતા હતા.ચેતન ચોટલી ગામનો સરપંચ હતો.સમય ચાલતો હતો અને ગામમાં ભક્તિમય વાતાવરણ સુર તાલ સાથે ચાલતો હતો.આવા ભક્તિમય વાતાવરણ માં સવ કોઈ વિલીન હતા . બાળકો ગામના પાદરે ચોર પોલીસ રમતા હતા . નવરાત્રી નજીક હતી.સવ કોઈ આનદ ઉલાસ સાથે જોશે ગરબા પણ રમતા, ડોસા ઓ ચોકઠાબાજી રમતા.યુવાનો કાલે થવાના યજ્ઞ માટે તૈયારી માં વિલીન હતી.ગામની યુવતીઓ અને બહેનો ગામના ભજન માં જોડાયા હતા.ગામની વસ્તી પણ ૭૦૦-૮૦૦ જેટલીજ. સવકોઈને શાંતિ હતી.

ગામમાં સવારે ઘંટી નો અવાજ ગામની શોભા વધારતો હતો. ઘરે ઘરે છાસ નાં વલોના ચાલતા. ગામ કુંભાર, ખેડૂત,દરજી ,મિસ્ત્રી,મોચી,અને વાણિયા રહે .આવા ગામના લોકોની તો બીજા ગામ માં વખાણ થતાં.

એ ગામની જો કવિતા માં વાત કરીએ તો...

એક ગામડા ગેમ કેવા હોઈ....

ગામડા ગામ માં ખોવડાના ઘર હોઈ,
સવાર સાંજ ઝાલર નાં જાણકાર હોય .

ગામમાં વસ્તી નાની હોઈ ,
ઘરે ઘરે જ્ઞાની હોઈ.

ઘરમાં ઘરડા વૃધ્ધ હોઈ,
જાણે ભગવાન બુદ્ધ હોઈ.

વૃધ્ધ માગતા પાણી હોઈ,
પાણી માગતા હજાર દૂધ હોઈ.

શહેરોમાં કોલેજ હોઈ
અને ગામડા ગામ માં નોલેજ હોઈ(કોપી)

આ ગામડા,......................

આવા એક ગામડાઓ માંથી એક ગામ ચમનનગર હતું, પણ કહેછે ને કે સમય સ્થિત નથી રહેતો . દિવસ પછી અંધારું આવે ને ગામમાં એક દિવસ અઘોરી પંથ આવ્યો. ગામના લોકો એ તેમનું સ્વાગત કર્યું.પણ ન જાણે એ અઘોરીઓ એ ગામના લોકોએ કરેલા સ્વાગત નો બહિષ્કાર કર્યો હોઈ તેમ ચાલવા લાગ્યા અને પાસેની પડતર જમીન પર ડેરો જમવ્યો. ગામના લોકો એ તેમને કઈ નાં કીધું, લોકો ડરતા પણ હતા . પણ અમુક લોકો તેને જમવાનું આપવા જતા ત્યાંથી તે ડરીને ભાગી જતા. જ્યારે જમવાનું દેવા ગયેલ લોકો મૂંગા થઈ ગયા. લોકો માં ખુબજ ડર નો માહોલ છવાઇ ગયો.ગામના સરપંચ પણ કઈ નાં કરી શકે .

આ વર્ષે ગામમાં વરસાદ સારો થયો હતો. લોકો એ એ મુજબ વાવણી પણ કરી હતી. પણ કોણ જાણે પાક ઉગતોજ નહિ.ગામના કૂવાના પાણી નીચા ચાલ્યા ગયા.ગામની ચોલ નદી પણ સુકાઇ ગઇ. ગામમાં ઉજવાતા પ્રસંગો બંધ થઈ ગયા. જ્યાં જોવો ત્યાં અગ્નિ વરસવા લાગી. ગામમાં મૃત્યુ દર વધવા લાગ્યો. એમાં પણ વધારે મૃત્યુ યુવાનો નાં હતા. ધીરે ધીરે બાળકોના મૃત્યુ થવા લાગ્યા. હવે તો કેટલાક લોકો ગામ છોડીને ચાલ્યા ગયા .ગામમાં ધીરે ધીરે અઘોરી પંથ વધવા લાગ્યો. ગામનો ચોરો પંચ ભૂતથી ઘેરાયેલો થઈ ગયો. ગામ માં ધુવડો છવાય ગયો. વૃક્ષો બળી ગયા. લોકો તો ગામતો છોડીને ચાલ્યા ગયા હતા. હવે નાતું લાગતું કે ગામમાં સોનાનો સૂરજ. ઉગવનો હોઈ.............

..................................................................................

લેખક અને કવિ ઉર્મ એટલેકે ઉર્મિવ સરવૈયા ની પ્રથમ હોરર વાર્તા માતૃભારતી એપ પર મૂકી છે. સર્વે વાચકો ને આ હોરર સ્ટોરી વાચી ને આગળ ના ભાગ ની રાહ હશે એવી આશા સહ ટીમ ઉર્મિવ સરવૈયા ( @theurmeev_s_ )