love of friends friendship in love - 5 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 5 - નારાજ પ્રિયાનો કોલ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 5 - નારાજ પ્રિયાનો કોલ


કહાની અબ તક: પ્રિયા અને રઘુ એકમેકના ખાસ દોસ્તો છે. બંને રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા હોય છે. બંને એકમેકને કહે છે કે પોતે રઘુ સુહાની અને પ્રિયા જયેશ સાથે કેમ રહે છે! છેલ્લે એ વાતો બંધ થાય છે તો રઘુને પ્રિયા પોતાની માટે ટાઈમ વેડફવા ધન્યવાદ કરે છે તો રઘુ એણે પ્રોમિસ કરે છે કે હવેથી એનો બધો જ ટાઈમ પ્રિયાનો! પણ પ્રિયા તો રઘુને ખુદથી વધારે જાણે છે એ એણે કહી દે છે જ્યારે તને ટાઈમ મળે તું મને ત્યારે મળજે, તારી ખુશીમાં જ મારી ખુશી! અમુક દિવસો પછી સુહાની ની બર્થડે પર રઘુ પ્રિયાને પણ પરાણે બોલાવે છે. પ્રિયા કેકનો ટુકડો રઘુને ખવડાવે છે તો પ્રિયા દુઃખી થઈ ને ફ્રેન્ડ કહે છે તો રઘુ હચમચી જાય છે! વધુમાં વધુ ખુદને સંભાળી નહિ શકતી અને રડી પડે છે. એક હળવો ઝાટકો પ્રિયા રઘુને મારીને ચાલી જાય છે. પોતે પ્રિયાને લાઇફમાંથી ખોઈ તો નહિ દીધી ને એમ વિચાર આવતા રઘુને ચક્કર જેવું આવે છે!

હવે આગળ: અચાનક જ રઘુના ફોનની રીંગ વાગી તો એની ખુશીના ઠેકાણા જ ના રહ્યા! કોલ પ્રિયાનો જ હતો!

"સોરી યાર! આમ અચાનક જ તારા વિના જ હું આવી ગઈ! દર વખતે તું કોલ કે મેસેજ કરવાનું કહે છે ને તો કોલ કરી દિધો કે હું મસ્ત રીતે પહોંચી ગઈ છું. તું અને સુહાની તમે પાર્ટી કરો! બીઝી હોઈશ ને તું તો? ઓકે બાય!" કહીને એણે કોલ કટ જ કરી દિધો!

રઘુ એ સામેથી કોલ કર્યો તો માંડ બીજી રિંગે એણે કોલ રીસિવ કર્યો. આ પહેલાં એણે ક્યારેય બીજી રીંગ વાગવા જ નહોતી દીધી!

"નારાજ છે તું મારાથી?!" કેટલું અઘરું હોય છે એ વ્યક્તિ સાથે આમ હિન્ટ આપી આપીને વાત કરવી જે વ્યક્તિ એક સમયે પોતાની વાતને કહ્યા વિના જ સમજી જતી હતી!

"અરે! ના! હું નહિ નારાજ! બસ... બસ બધાના પ્યારની વચ્ચે આવવાનું નહિ મારે!" એક ગહેરો નિશ્વાસ નાંખતા પ્રિયા એ કહ્યું તો એના આ શબ્દો કોઈ સાપની જેમ રઘૂનાં આખાય શરીને વિંટાઈ જ ગયા!

"જો હું તને બધું જ એક્સપ્લેઇન કરી શકું છું!" રઘુ માંડ બોલી શક્યો.

"હવે કઈ જ કહેવા માટે નહિ!" પ્રિયા બોલી તો એના અવાજમાં ભીનાશ આવી ગઈ હતી.

"હું નાસમજ હતી! એટલે જ તને પામવા માગતી હતી, પણ સોરી! હવે હું તમારી બંનેની વચ્ચે નહિ આવું! ક્યારેય પણ નહિ આવું!" હવે પ્રિયા રીતસર રડી રહી હતી!

"અરે બાબા... જો તું પ્લીઝ એક તો રડીશ ના!" રઘુ એણે કઈક સમજાવવા માંગતો હતો.

"જો એણે જસ્ટ મને કેક નો પીસ જ તો ખવાડ્યો છે, હજી એણે મને કઈ પ્રપોઝ પણ કર્યું છે!" રઘુ એ દલીલ કરતા કહ્યું.

"એક વાત નો જવાબ આપ તો..." પ્રિયા એ પૂછ્યું.

"હા... બોલ." રઘુ એ કહ્યું તો એણે પૂછ્યું - "મેં જ્યારે કહેલું કે રઘુ મારે લેટ થાય છે મને મૂકવા આવ ત્યારે એણે તને શું કહેલું?!"

"હમમ... એણે મને કહ્યું કે ના હમણાં તું ના જઈશ! મારે તને કઈક ખાસ વાત કહેવી છે!" કહેતા કહેતા જ જ્યારે રઘુને ભાન થયું કે શું બોલે છે તો એણે પોતાના હાથને જ મોં પર મૂકી દિધો! પણ શબ્દો તો બહાર આવી ગયા હતા!

શું કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને આટલા હદ સુધી ચાહી શકે કે એના જીવનની દરેક ઘટના એના ખુદ કરતા પણ વધારે સારી રીતે જાણી શકે?!

"જો બેટા, હું તને જાણું છું! તારા માટે મને સુહાની નજ આંખોમાં પ્યાર પહેલાં દિવસથી જ દેખાતો હતો! અને એક છોકરી આવી વાત એમના બર્થડે ના દિવસ જેવા મોકા પર જ કહેતી હોય છે!" પ્રિયા એ કહ્યું.

"સારું મેડમ! તારે જે કહેવાનું હતું કહી દીધું! હવે કાલે મને મળ... બધું કહેવું છે તને!" રઘુ એ કહ્યું.

"સો સોરી! કાલે તો હું જયેશ સાથે..." એના વાક્યને પૂરું થયા પહેલાં જ રઘુ એ કહી દીધું - "ઓ પાગલ! સુહાની મને લવ કરે છે પણ તું કેમ જયેશ સાથે?! જો ઈનફ ઇઝ ઈનફ!" રઘુ ગુસ્સામાં હતો.

"એક વાત કાન ખોલીને સાંભળી લે! સુહાની મને લવ કરે છે, હું એણે નહિ! અને આ જયેશનું નામ તારા મોં પર આવ્યું એ જ આવ્યું! તું કારણ વિના જ મારી પર શક કર્યા કરે અને પોતે જયેશ નું નામ લેવું છે... મને તો લાગે જ છે કે..."

"આઈ લવ યુ! આઈ લવ યુ! આઈ લવ યુ, રઘુ!" પ્રિયા એ આજે એ કહી દીધું હતું જે બસ કહેવાયું જ નહોતું! હા, જોકે ઘણી વાર ઘણી જગ્યાએ નિભાવવામાં તો આવ્યું હતું જ!

"બેશરમ! તું પણ તો આઈ લવ યુ બોલ ને! એ તો ખબર છે મને તારા મનમાં તો એ પેલી સુહાની જ હશે હે ને?!" પ્રિયા બોલી.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 6(અંતિમ એપિસોડ - કલાઈમેક્સ)માં જોશો: "વૉટ! જયેશ સુહાનીને પ્યાર કરે છે!" પ્રિયાએ પીધેલા જ્યુસની પિચકારી બનીને બહાર નીકળતા રઘુ જોઈ રહ્યો હતો. બંને એ જ રેસ્ટોરન્ટમાં હતા.

"રિલેક્સ..." રઘુ એ એનાં રૂમાલથી પ્રિયાનાં મોંને સાફ કર્યું.

"કેમ, જયેશ તારો છે?!" રઘુ એ એક અલગ જ અદાથી પૂછ્યું!