love of friends friendship in love - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 2 - દિલની સુંદરતા

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 2 - દિલની સુંદરતા


કહાની અબ તક: પ્રિયા અને રઘુ બહુ જ સારા મિત્રો છે. પણ પ્રિયા રઘુ પર એક અલગ જ હક કરે છે, અને ખાસ વાત તો એ કે રઘુ પણ એણે હક કરવા જ દે છે! એવી જ રીતે એકવાર માંડ પહેલીવાર જ રઘુ એ પ્રિયાની વાત ના માની ને એને સાથે ક્યાંક જવાનું ના કહી દીધું તો રઘુ કારણ કહે છે કે પોતે એણે જોવા છોકરીવાળા આવ્યા હતા! જોકે પ્રિયા ને ખબર જ હોય છે કે રઘુ એણે એપ્રિલ ફૂલ બનાવે છે. રઘુ પણ એણે થોડી સિરિયસ વાત કરીને એપ્રિલ ફૂલ બનાવે છે! એટલામાં જ રઘુને એક ફ્રેન્ડ સુહાની નો કોલ રઘુ પર આવે છે. રઘુ ને આમ પોતાને બોલાવીને બીજે વાત કરતા જોઈ પ્રિયા ગુસ્સે થઈ જાય છે!

હવે આગળ: "મારી સાથે લંચ કરવા આવીને બીજે જ વાત કરવી હતી તો મને અહીં કેમ બોલાવી?!" પ્રિયાએ ગુસ્સામાં કહ્યું.

"અરે! અરે! સોરી બાબા!" રઘુ એ કહેતા જ ફોન કાપી ટેબલ પર જ મૂકી દિધો.

"એક વાતનો જવાબ આપ તો..." પ્રિયાએ કહ્યું, "હમમ..." રઘુ એ પરમિશન આપી.

"ખરેખર હું મેરેજ કરી લઉં તો!" પ્રિયા ખડખડાટ હસી રહી હતી.

"વધારે કઈ નહિ, એક વ્યક્તિ જ દુનિયામાંથી ઓછી થાય!" રઘુ એ કહ્યું તો પ્રિયા ગુસ્સે થઈ ગઈ - "ઓ... બસ હવે, ઇનફ ઇઝ ઇનફ!"

"શુરુઆત કોને કરી?! તું હંમેશા આવું જ કરે છે!" રઘુ એ ફરિયાદ કરી.

"હા હવે, અમે તો તમારી સુહાની જેવા નહીં ને! હંમેશા તને પરેશાન જ કરું છું હું તો!" પ્રિયાએ એક નિશ્વાસ નાંખ્યો તો રઘુથી ના જ રહેવાયું - "એકસક્યુઝ મી! જો એવું કઈ જ નહિ!"

"હા એટલે જ તો હું સામે છું તો પણ તું સુહાની સાથે વાતો કરે છે! હા, હું એના જેવી મસ્ત નહિ લાગતી ને!" પ્રિયાએ ફરી એક નિશ્વાસ નાંખ્યો!

"ઓ પાગલ! એવું કઈ જ ના હોય, ખૂબસૂરતી તો શરીરની જ હોય, પણ દિલ પણ તો મસ્ત હોવું જોઈએ ને!" રઘુ એ કહ્યું.

"જો દિલની વાત તો બધા કરે છે, પણ મરે છે તો ચહેરા પર જ!" પ્રિયાએ કહ્યું.

"સાફ સાફ જ કહી દે ને કે તને હું પસંદ નહિ, અને અહીં થી જતી રહે એવું કહેવાની તાકાત નહિ..." પ્રિયાએ ઉમેર્યું.

"ઈનફ ઇઝ ઈનફ! જો એ તને પણ ખબર છે કે તું મારા માટે બહુ જ સ્પેશિયલ છું!" હવે રઘૂના શબ્દોમાં ભીનાશ આવી ગઈ હતી.

"અરે બાબા... આઈ જસ્ટ વોઝ... આઈ જસ્ટ વોઝ જોકિંગ!" પ્રિયાએ માંડ વાક્ય પૂરું કર્યું.

"કોઈની ફિલિંગ હર્ટ થાય તો ચાલે, પણ મેડમ ને તો મજાક સૂઝે છે! ગુડ બાય!" રઘુ એ ઊભા થઈને જવાની તૈયારી કરી.

પ્રિયાએ એના હાથને પકડી લીધો - "સોરી, બેટા! આ વખતે મજાક થોડો વધારે થઈ ગયો! સો સોરી!"

"માંડ થોડો ટાઈમ મળ્યો તો તારે તો મને હર્ટ કરવું છે..." રઘુ એ નારાજ થતાં કહ્યું.

"અરે સોરી બાબા..." પ્રિયા એ સાવ રડમસ રીતે કહ્યું.

"આ બધું છોડ મારે તને કંઇક ખાસ પૂછવું છે... પેલા દિવસે તું, સુહાની અને જયેશ કઈ ગયા હતા?!" પ્રિયા એ વાત બદલતા અને ભારપૂર્વક પૂછ્યું.

"એ દિવસે, અચ્છા ત્યારે, ત્યારે તો સુહાની ને કંઇક ખાવું હતું તો ગયા હતા." રઘુ એ કહ્યું તો પ્રિયાએ તુરંત જ કહી દીધું - "ઓહો એવું! અને મેં જ્યારે કહ્યું કે ચાલને ફિલ્મ જોવા જઈએ તો કહે કે દોસ્તો ને ખોટું લાગશે!"

"જો રઘુ, તું જસ્ટ એકવાર મને કહી દે કે તને હું નહિ પસંદ, આઈ પ્રોમિસ તારી સામે આવું પણ નહિ!" પ્રિયા રડમસ હતી, પણ રઘુ પણ સમજી રહ્યો હતો કે એણે આવું બોલતા કેટલી હિંમત કરી હતી.

"જો પિયુ, તું મને ગલત સમજી રહી છું... તું જેમ કહે છે એવું કઈ જ નહિ!" રઘુ એ દલીલ કરી.

"અરે તે કહેલું એટલે જ તો સુહાની ત્યાં આપણા બધા સાથે ગાર્ડનમાં પણ આવી હતી ને!" પ્રિયા એ કહ્યું.

"જો હું તને બધું જ સમજાવી દઈશ, બસ હમણાં તું મારી પર ટ્રસ્ટ રાખ... પ્લીઝ!" રઘુ એ કહ્યું.

"યુ નો વૉટ... આઈ એમ બ્રેકિંગ અપ વિધ યુ!" લવ હતો નહિ તો પણ બ્રેક અપ ની વાત એણે કરી હતી પણ આ દોસ્તી કોઈ પ્યારના સંબંધ કરતા પણ બહુ ઉપર હતી!

"એક મિનિટ... કહું છું... બધું જ કહું છું!" રઘુ એ કહ્યું તો પ્રિયા એ એક ઊંડો શ્વાસ અંદર નાંખ્યો.

વધુ આવતા અંકે...

એપિસોડ 3માં જોશો: "તમે બંને લોકો આમ જઈ શકો તો પછી હું અને સુહાની..." રઘુ વાત પૂરી કરી શકે એ પહેલાં જ પ્રિયા એ કહ્યું - "ઓ! કહેવા શું માંગે છે?! તારી હિંમત શું થઈ!"

"ઓ મિસ્ટર, જો પહેલી વાત એ કે મારી અને જયેશની વચ્ચે કઈ જ નહિ! અને બીજી વાત એ કે જે કોઈ પણ તારી પાસે આવશે, હું એણે ક્યારેય નહિ છોડું! પછી એ સુહાની હોય કે કોઈ પણ!" આંગળી બતાવતા પ્રિયા એ ઉમેર્યું.