નોકરિયાત માતાની વ્યથા શબ્દોમાં રજૂ કરી શકાય એટલી ટૂંકી નથી . હું આજે રેશ્માની વાત જ કરી રહી છું, કે જે ઘરમાં તમામ જવાબદારી પણ નિભાવી રહેતી હોય છે અને નોકરી પણ કરતી હોય છે પરંતુ એની વ્યથા શું છે! એ નીચેના શબ્દોમાં રજુ કરું છું.
પ્રલય ; ઊઠતાની સાથે બુમ પાડે છે. અરે.. રેશ્મા ડાર્લિંગ શું કરે છે !જલ્દી મને ચા આપને....
રેશમા કહે: ટેબલ પર જ પડી છે લઈ લો ને. મારે જોબ પર જવાનું મોડું થાય છે..
રેશ્માના સાસુ કહે છે કે , મારા ચશ્મા ક્યાં મૂક્યા છે! મને મળતા જ નથી શોધી આપો ને...... રેશ્મા વહુ....
રેશ્માના સસરા બૂમ પાડીને કહે;અરે ... રેશ્મા જમવામાંથોડું મીઠું ઓછું રાખજો ઘણી વખત મીઠું વધુ પડી જાય છે અને ડોક્ટરે મને ના પાડી છે.....
રેશ્માની દીકરી રીન્કુ ;.અરે ..મમ્મી ઓનલાઈન ક્લાસ ચાલુ થવાના છે ...મને પાસવર્ડ નાંખીને ચાલુ કરી આપને...
રેશ્માની નજર ઘડિયાળ સામું હોય કે હમણાં ઓફીસનો ટાઈમ થયી જશે.અને હું લેટ પડીશ..અને મારી અડધી રજા થયી જશે..આ તો બોસ મને ગુસ્સે થયી જશે..
રેશ્માની વાત કરીએ 'તો રેશ્મા જ્યારથી લગ્ન કરીને આવી છે ત્યારથી ઘરના બધા સભ્યોનો ખ્યાલ રાખતી આવી છે, એમાં નોકરી પણ સરસ રીતે સાચવતી આવી છે રેશ્મા સવારે વહેલી ચાર વાગે ઉઠી જાય ઊઠીને પોતાના નિત્યક્રમ પતાવી દે અને તરત જ ફટાફટ ઘરના સાસુ-સસરા એના પતિ પ્રલય અને એની દીકરી રીન્કુ આ બધાના કામમાં પરોવાઈ જાય.
ઘરમાં બધા જ રેશ્મા પર હુકમ ચલાવતા જાય, પરંતુ રેશ્મા એટલી શાંત હતી કે ધીમે ધીમે બધું જ કામ કર્યે જતી હતી હા, એના દિલમાં ઘણી બધી વ્યથા ભરાઇ જતી હતી પરંતુ કહે કોને!
આપણા સમાજમાં તો એવું શીખવાડવામાં આવી રહ્યું છે કે "લગ્ન જઈને સાસરીમાં લોકોના રીતિરિવાજ પ્રમાણે સેટ થઈ જવાનું ભલે તમે નોકરી કરતા હોવ પરંતુ તમારે તમારી જવાબદારી માનીને કામ કરવું જોઈએ,એટલે કે આજની નોકરી કરતી સ્ત્રીઓને ઘરમાં અને નોકરીમાં બેલેન્સ જાણવું ખૂબ જ કઠિન બની રહ્યું છે. ઘણા બધાના ઘરમાં તો સપોર્ટ મળી પણ રહે છે પરંતુ ઘણી જગ્યાએ સ્ત્રી ઘર અને નોકરીમાં પીસાઈ રહી છે અને પોતાની કાળજી લેતી બંધ થઈ ગઈ છે એવું જ રેશ્મા સાથે બની રહ્યું છે...
રેશમા આજે ઓફિસે ગઈ ત્યારે ઘણી બધી સખીઓ ભેગી થઈને બેઠી હતી તેમાં અંજના એ કહ્યુ; રેશ્મા મારા ઘરે આજે પાર્ટી રાખી છે .તો રેશ્મા તું આવી જાજે.
રેશ્મા એ કહ્યું; કંઈ વાંધો નહીં ,હું મારા ઘરે જઈને બધાની રજા લઈને આવી જઈશ.
બીજા દિવસે રેશ્માએ પ્રલયને કહ્યું કે; હું મારી સખીઓ સાથે પાર્ટીમાં જવા માગું છું એક દિવસ ઘરની જવાબદારીઓ અને કામ કાજ મમ્મીને કહેજો ને સંભાળી લે!
પ્રલય કહ્યું ; રેશ્મા, એવો ખોટો ટાઈમ બગાડવા ની ક્યાં જરૂર છે! અને તને ખબર તો છે કે બા "થી કામ થતું નથી અને રીન્કુ ના ઓનલાઈન ક્લાસ પણ સવારે હોય છે એટલે એને ઓનલાઈન કામ પણ તારે કરાવવાનું હોય એ બાને ન ફાવે..
રેશમાને કહ્યું; પ્રલય એક દિવસ તમે ઓનલાઈન ક્લાસ જોઇન્ટ કરાવી લો તો ન ચાલે!
પ્રલય કહ્યું ,;જે કામ તું સંભાળે છે એ તારે સાંભળવાનું છે મારે ઓફીસના કેટલા બધા કામ હોય છે, હું ક્યાં ફ્રી હોઉ છું અને વળી બા"ને પણ રસોઈ અને નાસ્તો એ બધું ના ફાવે !પપ્પાને પણ અલગ નાસ્તો કોણ બનાવે! એટલે તું ફોન કરીને તારી સખીયો ને કહી દે કે તું પાર્ટીમાં નહીં જઈ શકે!
રેશમાને કહ્યું; તમે એકવાર બાને પૂછી તો જુઓ જો એ કહેશે તો હું જઈશ નહિ તો ચાલશે.
રેશમાના સાસુ પાછળ ઊભા હતા એમને કહ્યું તમને મારી તો ખબર જ છે હું ક્યાં બહુ ઊભા રહીને કામ કરી શકું છું અને રીન્કુ ને પણ હું સાચવી શકું એમ નથી તમારા સસરા ને પણ અલગ રસ્તો જોઈએ આ બધા કામ મારાથી ન થાય અને વળી રોજ તમે બહાર તો જાઓ છો !ફરો છો અને જલસા કરો છો! રોજ પાર્ટી છે ને તમારે તો વળી બીજી કઈ પાર્ટીમાં તમારે જવું છે!!
રેશમાને કહ્યું; બા "હુ પાર્ટી માં ના કહેશો તો નહીં જાઉં, પણ હું બહાર એટલા માટે જાઉં છું કે હું જોબ કરવા જાઉં છું કંપનીમાં જાઉં છું અને ત્યાં પહોંચું તે સમયથી મારે કામ ચાલુ થાય તો સાંજ સુધી હું કંપનીમાં કામ કરું છું અમને ટિફિન ખાવાનો ફક્ત ૨૦ મિનિટનો સમય મળે છે અમે એવા કોઈ જલસા કરતા નથી. તમે ભલે બધા કહેતા હોય ,પણ જોબ કરતી સ્ત્રી ની હાલત કેવી હોય છે! એ તમને નહીં સમજાય! અને સવારે ઘરે એટલા કામ હોય છે કે ઓફિસ જાઉં ત્યાં સુધી મારું કામ ચાલુ રહે છે. અને ઓફિસે પહોંચું ત્યાંથી ઓફિસનું કામ ચાલુ રહે છે સાંજે આવું ત્યારે તમને બધાને ચા-નાસ્તો રાતે જમવાનું અને રીન્કુ ને ભણાવવાનું આ બધું જ કામ કરતાં ,કરતાં મારું મગજ થાકી જાય છે એટલે હુ એક દિવસ ફ્રેશ થવા માટે જવા માગતી હતી પરંતુ હવે તમે ના પાડે છે એટલે કોઈ કંકાશ કરીને કોઈ પાર્ટીમાં જવા માગતી નથી.
રેશમા ના સાસુ કહે ;પહેલાથી સમજી ગયા હોય તો આટલું બધું ના કહેવું પડે ,ખરું!
બીજા દિવસે રેશમા ઓફિસે ગઈ ત્યાં એની સખી અંજના મળી, તેને કહ્યું; અરે રેશ્મા કાલે પાર્ટીમાં એટલી બધી મજા આવી કે ન પૂછો વાત. તું કેમ ના આવી ?તારી અમે ખૂબ જ રાહ જોઈ હતી પરંતુ અમને ખબર જ હતી કે તું નહીં આવી શકે!
રેશ્મા અચાનક રડવા લાગી અને કહ્યું; શું વાત કરું! અંજના હું નોકરી અને ઘર બંને બાજુ બેલેન્સ જાળવતાં -જાળવતા પોતાની જાતને ભૂલ થઈ ગઈ છું !મને મારી જાત સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી. હું એક મશીનરી બની ગયું હોય એવું લાગે છે તો આ નોકરી બાબતે અને ઘર બાબતે ગમે તેટલું કરવું તો પણ મને માનસિક સંતોષ મળતો નથી..
મારી અંદર એક મમતા ભર્યું દિલ છે અને હું મારી દીકરીને થોડોક પ્રેમ અને હૂંફ પણ આપી શકતી નથી. મારી દીકરી રીન્કુ ને હું સવારે ઓનલાઈન ક્લાસ વખતે જ મળી શકું છું બિચારી એની જાતે મેનેજ કરી રહી છે પરંતુ થાય છે એક ઘર અને નોકરી એ બંનેમાં હું મારા બાળકને ન્યાય આપી શકતી નથી, કારણકે અત્યારે એને "મા"ની ખાસ જરૂર હોય છે.
અંજના કહે: પરંતુ તારી રીતે ટાઈમ કાઢીને તારી દીકરીને સમય આપને
રેશ્મા કહે; મેં ઘણા બધા પ્રયત્નો કર્યા કે હું, મારી દીકરીને ન્યાય આપુ ,ઘરના લોકોને ન્યાય આપુ, પરંતુ એટલી બધી પીસાઈ રહી છું કે ન પૂછો !!!વાત કારણકે સ્ત્રી નોકરી કરે છે ત્યારે એને ઘરના દરેક સંબંધોમાં સમતુલા જાળવવી પડે છે સવારે ઉઠતાની સાથે બધાની ચિંતા મનમાં રહ્યા કરે છે .દરેકને મન મનભાવતા નાસ્તા મન ભાવતા ભોજન પણ યાદ રાખીને બનાવવા પડે છે દરેકની અલગ અલગ ફરમાઈશ હોય છે એક" આદર્શસ્ત્રી" બનવામાં પોતાની જાતને પૂરેપૂરી રીતે ભૂલી ગઈ છે!
અંજના કહે ;હું જાણું છુ કે તુ નોકરી અને ઘરમાં ઘણી બધી પીસાઈ રહી છે.
રેશ્મા કહે અંજના; ખરેખર સ્ત્રી નોકરી કરે છે એટલે લોકોને એવું લાગે છે કે તો જલસા કરવા જતી હોય એવું બધાને લાગે છે. તું વિચાર કે,આપણે ઓફિસમાં કેટલું બધું કામ કરીએ છીએ .આપણે પણ ટાર્ગેટ પૂરા કરવાના હોય છે આખો દિવસ ઓફિસમાં આવીને લેપટોપ પર આપણું વર્ક કામ ચાલુ કરવાનું માથું નીચું રાખીને કામ કરતા, કરતા ઘણી વખત આપણી ગરદન થાકી જાય છે તેમાં ટાર્ગેટ પૂરા ના થાય તો બોસ પણ ખખડાવી જાય છે, એટલી હદે હું કંટાળી જવું છું કે ઘણી વખત તો એમ થાય કે જોબ છોડી દઉં .પરંતુ આ મોંઘવારીના સમયમાં બંને જણા કમાય એ ખૂબ જરૂરી છે.ઘરમાં બધાંનો સહકાર મળી રહેતો હોય તો બધી બાજુ બેલેન્સ કરી શકું
અંજના તું કહે; તું કેવી રીતે બેલેન્સ કરી રહી છે! કારણ કે હું તો તને ખુશ જોતી હોઉં છું.
અંજના કહે :હું મારા પતિના સાથ અને સહકાર ના કારણે ખુશ રહી શકું છું. મારા સાસુ ,સસરાના પ્રેમથી ખુશ રહી શકું .છું અને મારું બાળક આ બધાના પ્રેમને કારણે મારા વિના ખુશ રહી શકે છે.
રેશ્મા કહે; સાચી વાત છે , બધાનો સાથ સહકાર મળે તો સ્ત્રીને પોતાની જિંદગીમાં ઘર અને નોકરી બંનેમાં પીસાતી અટકી શકે છે.
અંજના કહે હું મારી વાત કરું તો રેશ્મા સવારે વહેલા મારા સાસુ જાગી જાય એમના પછી ,હું જાગું હું તૈયાર થવા જવું ત્યારે મારાસાસુ ચા -નાસ્તો બનાવી રાખેલો હોય કારણ કે પોતે એવું જ કહે છે કે મારાથી જેટલું કામ થાય ત્યાં સુધી કરીશ .અને મારા સસરા એમનું કામ જાતે કરી લે છે એવું વિચારે છે કે બેટા" તું પણ જોબ પર જાય છે અને યંત્રની જેમ તું કામ કરે એ યોગ્ય નથી. મારો પતિ મનીષ પણ એનું કામ જાતે કરી લે છે અને મારી દીકરીને પણ એ પોતે જ "ફ્રી' હોય ત્યારે અભ્યાસ કરાવી લે છે. એટલે હું મારા ઘરના કામમાં ક્યારે પણ કંટાળી શકતી નથી બહારના રીતિરિવાજો મારા સાસુ-સસરા સાચવી લે છે .જ્યારે કંઈ પણ ના ચાલે તેવું હોય એ જગ્યાએ જઈએ છીએ. મારા સાસુ હું નોકરીથી ઘરે જાઉં તો સરસ મજાની ચા લઈને આવી જાય છે અને એટલું જ કહે છે બેટા "ખૂબ થાક લાગ્યો છે! એવું હોય તો લાવો થોડી રસોઈમાં મદદ કરાવું. પરંતુ જ્યારે સાસુ એક "મા" બનીને વહાલ કરે ત્યારે આપણો બધો થાક ઉતરી જતો હોય છે .અને હું કહું મારા સાસુ ને કહું છું ,ના ,મમ્મી મારો બધો થાક ઉતરી ગયો છે એટલે હું ખુશ થઈને મારા ઘર માં બેલેન્સ જાળવી શકું છું અને ઘરમાં શાંતિ હોય એટલે નોકરીની જગ્યા એ પણ આપણું મગજ એક દમ શાંત હોય છે એટલે આપણે સરસ રીતે કામ કરી શકતા હોઈએ છીએ.
અંજના કહે: મારા ઘરમાં તો કોઈને સમજાવવા બહુ અઘરી બાબત છે! કારણ કે એ લોકો સમજવા તૈયાર નથી એ તો એવું જ માને છે કે , ઘરનું બધું કામ તું કર .યંત્રની જેમ હું એમના ઓર્ડરો પૂરા કરુંછું છતાં મને કોઈ સમજવા તૈયાર નથી. ખૂદ પ્રલય જ મને સમજવા તૈયાર નથી ,તો પછી બીજાને મારે કેવી રીતે સમજાવવા!!!
અંજના; સાચી વાત છે ,તારા જેવી કેટલીક નોકરી કરતી સ્ત્રીઓની આવી હાલત છે! નોકરી કરતી સ્ત્રીને જ્યારે ઘર પતિ સાસુ-સસરા ,બાળકો, સમાજ ,પિયર આ બધાને જ્યારે સાચવવાના હોય ત્યારે એ પોતે એટલી હદે પીસાતી જાય છે કે આજની નારી નોકરી કરતી હોય છતાં પણ હિંમત હારી રહી છે .અને એનું કારણ છે ઘરમાં રહેતાં સભ્યોનો સ્વભાવ ,સાથ અને સહકાર નો અભાવ.
રેશ્મા કહે; સાચી વાત છે ,સૌથી વધારે નુકસાન તો સ્ત્રીની મમતા ઉપર થાય છે કારણ કે નોકરી કરતી સ્ત્રી પોતાના બાળકોને જોઈએ એટલો ટાઈમ આપી શકતી નથી એને પોતાના બાળક માટે જે કરવું હોય એ કરી શકતી નથી સમાજમાં પોતાનું અસ્તિત્વ જાળવવા માટેના પ્રયત્નોમાં એ પોતે જ ખોવાઈ જાય છે. એના પતિના સહકાર વિના એ પોતાની ઓળખ ખોઈ રહી છે. નોકરી તો બધાને કરાવી જ છે ,પગાર પણ લેવો છે, પણ સ્ત્રીના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયત્નો કોઈને કરવા નથી!!!! સાચી વાતને!!
અંજના કહે; સાચી વાત છે નોકરી કરતી' "મા" ની વેદના અસહ્ય હોય છે! એક પત્નીની લાગણી ને ઠેસ પહોંચી શકે છે. એક સાસુને વહુ વચ્ચેના સંબંધમાં મોટી ઓળખ અપાવી જાય છે ,જો આ બધા સંબંધો ને સમજી વિચારીને આગળ વધારવામાં આવે તો આજ ની નોકરી કરતી સ્ત્રી પોતાની ઘર અને કંપની બંનેને સફળતાના શિખરે પહોંચાડી શકે છે..
રેશમા કહે; મારી જિંદગીમાં તો કદાચ આ કિનારેથી સામેના કિનારે જવું અશક્ય છે! એ લોકોને મારા પ્રત્યેની લાગણી વિશે વિચારતા કરવા એ અશક્ય બાબત છે. મારી જિંદગી તો નોકરી અને ઘરમાં પૈસાથી જવાની છે અને મારી જિંદગી આ રીતે પૂરી થવાની છે...
અંજના કહે;શું કામ! તું આટલી દબાયેલી રહે છે. અને તુ કમાય છે ,સારો પગાર અને પોતાનો પાવર છે, તમે સ્ત્રીઓ જાતે કરીને તમારી જાતને નીચી અને સહનશીલતાની મૂર્તિ કરીને સહન કર્યે જાઓ છો. મારું માનવું છે કે તુ બધા જ ઘર કામને બંધાવી દે કમાય છે પગાર તો તારે ચૂકવવાનો છે ને!! તારા નોકરીના પૈસા તો ઘરમાં જ રહેવાના છે . તારું કામ ઓછું થઇ જાય અને એવું લાગે તો ઘરઘાટી આખા દિવસ રાખી દે. ઘરના બધા કામ જાતે કરે એવી રીતે તું સમજાવ, એટલે ધીમે, ધીમે તું પોતાની જાતને પણ ટાઈમ આપી શકીશ અને તારી દીકરી ને પણ તું ટાઈમ આપી શકીશ., બીજું કે ધીમે-ધીમે એ લોકોને તું સમજાવ કે દવા ચશ્મા ,પાણી આ બધુ નાની ,નાની વસ્તુઓમાં તારા પર ડીપેન્ડ ના રહે પરંતુ એવા પોતાના કામ જાતે કરતા થાય તો, એટલો સમય તું તારી દીકરીને આપવા માટે બચાવી શકીશ .તું જાતે જેટલું શીખવીશ એટલું એ લોકો શીખશે.તારી જિંદગીમાં તારે નક્કી કરવાનું છે કે તારે પોતાને કયો રસ્તો અપનાવવો છે!!!
રેશ્મા કહે: તું બોલે છે ,એટલું સહેલું નથી હોતું .આપણે ઘરઘાટી કામવાળા ને લાવી દઈએ પણ ઘરવાળા ને તો કહેવું જોઈએ ને! એ લોકો તો એવું જ કહશે ,કે તમને કામ કરતા જોર આવે છે . એટલા બધા કારણો મારા ઘરમાં ઊભા થયી જાય.
અંજના કહે ;બસ તમારા જેવી સ્ત્રીઓ નોકરીમાં પાવર કરી શકે છે પણ ઘરમાં દરેકને નિયમો સમજાવતા ડરી રહી છે તમે તમારા પગ પર ઊભા છો તો ,શા માટે!! તમે ગભરાવો છો! અને એવું તો તમે ક્યું ખરાબ કાર્ય કરી રહ્યા છો. તમે તમારા શરીર પર પડતું ભારણ ને દુર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો ,એટલે તુ આવતી કાલથી તારા ઘરના દરેક મેં સમજાવવાનો પ્રયત્ન કર અને પોતાની જાતને અને તારી દીકરી અને સમય આપવાનો પ્રયત્ન કર. આવી રીતે નોકરી અને ઘરમાં તું તો તારી જિંદગીમાં તારા જીવવા માટેનું કોઈ લક્ષ્ય રહેશે નહીં..
રેશ્મા કહે'; તારી વાત સાચી છે અંજના, દરેકના ઘરમાં દીકરી અને વહુ બંનેમાં ભેદભાવ રાખવામાં ના આવે અને નોકરી અને ઘરમાં એને સાથ અને સહકાર આપે તો એક નોકરી કરતી સ્ત્રી ની વેદના છે એની અંદરની જે ભાવના છે એ જીવતી રહે છે નહીંતર તો એક દિવસ નોકરી કરતી સ્ત્રી હાલતી રોબર્ટ જેવી હાલતી -ચાલતી મૂરત બનીને રહેશે..
અંજના કહે; કોઈની વાત જવાદે તું તારી વાત કર. આવતી કાલથી તું તારા ઘરમાં પ્રયત્ન કરજે .તારા માટે બીજા કોઈના માટે નહીં. તો જ તું જીંદગીમાં ખુશ રહી શકીશ. હંમેશા નોકરી અને ઘરને બેલેન્સ જાળવવા માટે દરેક નો સાથ સહકાર જોડે રાખજે. અને પોતાની જાતને જીવવા માટે એક અંદરથી ઉર્મીઓને જગાડજે અને જિંદગીમાં ખૂબ જ આગળ વધવાનો પ્રયત્ન કરશે..
રેશ્મા કહે; અંજના તે નવી દિશા બતાવી છે હવે તારા બંને રસ્તા ઘર અને જોબમાં અપનાવીને મારા સુખી જીવનની શરૂઆત કરીશ અને બંને પક્ષે સફળતા મેળવીશ. સારું, ત્યારે અંજના હવે હું ઘરે જાઉં છું. હવે ઓફિસ ટાઈમ પણ પૂરો થઇ ગયો છે.
અંજના કહે; સાચી વાત છે, વાતોમાં ને વાતોમાં ટાઇમ પૂરો થઈ ગયો અને કામ પણ પૂરું થઈ ગયું સારું ત્યારે હવે તું રેશ્મા નીકળ. હું તારી પાછળ જ આવું છું..
બંને સહેલીઓ પોતાની હૃદયની વાતો ની વહેંચણી કરીને એકબીજા સાથે વહેંચીને મનને હળવું કરીને ત્યાંથી ઘરે જવા નીકળી જાય છે...
બસ, આ વાર્તા ને આધારે એટલું જ કહી શકું છું કે ખરેખર નોકરી કરતી સ્ત્રીઓ ની વેદના અસહ્ય હોય છે. એ લોકોની જિંદગી એક દોડધામ જેવી બની ગઈ છે એમને જમવાનો પણ ટાઈમ હોતો નથી .ઘરે બાળકોને આપવાનો પણ ટાઈમ હોતો નથી. ઓફિસમાં કામના કાર્યમાં પણ પોતાનું મગજ પરોવીને મગજમાં પણ ઘણા બધા વિચારોનું ભંડોળ ઊભુ થયી જાય છે.સમાજમાં એક બાજુ અસ્તિત્વ જાળવવા માટે પ્રયત્ન કરવા માં જ" સ્ત્રી" રહી ગઈ છે સવારથી થાકીને સાંજ સુધી એક રોબોટની જેમ કામ કરે છે . એક યંત્રવત્ બનીને આજની "સ્ત્રી "જીવી રહી છે .એને પોતાના માટે બિલકુલ ટાઈમ રહેતો નથી. એ પોતાનું સ્વાભિમાન મૂકીને આખો દિવસ દોડધામ અને નોકરીમાં પોતાની જિંદગી ગુજારવાનો પ્રયત્ન કરી રહી છે. એને પોતાની અંદરની સ્ત્રી ને મારી નાખી છે એ પોતે નોકરી અને ઘરમાં પોતાની જાતને તૈયાર કરવાનું પણ ભૂલી ગઈ છે. લગ્ન પહેલા જે" સ્ત્રી " સોળે શણગાર સજીને મજા માણતી હોય છે, એ જ સ્ત્રી લગ્ન કરીને પત્ની બનીને સાસરે આવે છે ,ત્યારે ઘરમાં એક રોબટ ના જેવી થઈ જાય છે. નથી એને કોઈ ખુશી કે ઈચ્છા! એટલે કે નોકરી કરતી સ્ત્રી ની વેદના અસહ્ય બની ગઈ છે!
બધી જોબ કરતી સ્ત્રીની વાત નથી, પરંતુ અમુક અંશે જોવા મળતી સ્ત્રી ની વાત કરી રહી છું ,ઘણી સ્ત્રીઓ નોકરી અને ઘરમાં ખુશ રહીને જીવે છે અને એનું કારણ બીજું કાઈજ્ નહીં ,પોતાના લોકોનો સાથ અને સહકાર હોય છે ,એટલે એ લોકો નોકરી અને ઘર વચ્ચે એક સફળતાના ટોચે હોય છે અને પોતાનાં સ્વાભિમાન અને પોતાના સૌંદર્યને પણ જાળવી રાખવામાં સફળ બને છે.
આભાર
પ્રજાપતિ ભાનુબેન