Jaguar - 10 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જેગ્વાર - 10

The Author
Featured Books
Categories
Share

જેગ્વાર - 10

આસમાન પણ વરસીને થાકી ગયું હોય એમ વાતાવરણમાં કોઈ હલચલ દેખાતી ન હતી. વિલિનતાના વિમશમા વાયરો ફૂંકાયો હોય એમ
"ભાઈ ઈતના સન્નાટા કંયો હૈ" રાજ વધારે મૌન ન રાખી શક્યો ને બોલ્યો.
હોલમાં રહેલા બધા લોકોની હાલત કફોડી બની હતી. ખૂંખાર દેખાતા ઝોમ્બી પણ સુંદરતાની ચાદર ઓઢીને સૂઈ રહ્યા હોય એમ હોલમાં સુમસાન શાંતિ છવાયેલી હતી. શાંત જળશયમાં અચાનક કોઈ શિકારી શિકારને પકડી ફફડાવી અંદર પાણીમાં ખેંચી લીધા પછી ફરી શાંતિ છવાઈ ગઈ હોય એમ અચાનક ભયંકર ચીસ સંભળી બધા હાંફળા ફાંફળા થઈ અભાક બની ચીસના અવાજ તરફ ડોટ મૂકી. જેગ્વારને પેલા અજાણ્યા માણસ પાસેથી કંઈ માહિતી પ્રાપ્ત ન થતાં તેના પર ગુસ્સો કરી તેના વાળ પકડી બાતમી મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. તે અજાણ્યા માણસ ચીસો પાડી રહ્યો હતો.
જેગ્વાર પોતાની જાતને શાંત કરી કંઈક યાદ આવ્યું હોય તેમ સીધો જ રુદ્ર પાસે આવ્યો ને પુછ્યુ શું હું તારાને તારા ફાધર બંનેનુ બીઝનેસ કાર્ડ જોઈ શકું !? "ઓફકોર્સ કેમ નહીં" પોકેટ માંથી કાર્ડ કાઢી બતાવતા રુદ્રએ કહ્યું. અર્જુને રુદ્રને પેલા અજાણ્યા શખ્સ પાસે આવવા માટે કહ્યું. રુદ્રએ તે માણસને પાછળથી જોતાં જ અભાક બની ગયો. કંઈ બોલ્યા વગર ચૂપચાપ રૂમની બહાર નીકળી ગયો ને કોઈ ઊંડો ઘા વાગ્યો હોય તેમ અચરજમાં પડી ગયો. એને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો નથી કે જે જોયું તે હકીકત ન હોય શકે.
અર્જુને ફરીથી રુદ્રને અંદર આવી બરાબર મોં તો જો. રુદ્રનું મન માનવા તૈયાર ન હતું છતાં અર્જુનના કહેવાથી અંદર ગયો જોયું તો પાછળથી અચરજ પમાડનારી વ્યક્તિ ન હતી. "પરંતુ આ તો એ નથી જે હું સમજતો હતો" રુદ્ર બોલ્યો. રુદ્રને પોતાની જાત પર વિશ્વાસ ન બેસતા ફરી ફરી પેલા અજાણ્યા માણસનું મોં જોવે છે પણ કંઈ સમજાતું નથી.
અર્જુને રાજને બોલાવીને કહ્યું આને કસ્ટડીમાં લઇ જવા એમ્બ્યુલન્સની જોગવાઈ કરો. "પરંતુ જે..જેગ્વાર બોલતાં અટકી કહ્યું સસ...સર કસ્ટડીમાં લઇ જવા એમ્બ્યુલન્સની જરૂર ન પડે" સરનુ ચસ્કી ગયું લાગે છે ધીમે થી રાજ બોલ્યો. અર્જુન દહાડયો, મિ.રાજ મને મારું કામ ન સમજાવો ને કહ્યું એટલું કરો. એક આંખ મીંચકારી ને રાજને સમજાવ્યું હોય એમ અર્જુન બોલ્યો.
અર્જુને જાણ હતી કે જો કસ્ટડીમાં લઇ જવા વેન બોલાવી તો આ બહાર કાગડોળે રાહ જોતી મિડિયા સમજશે નહીં ને સવાલોની વર્ષા ઝૂડી કરી કામમાં વિક્ષેપ પડશે.
રાજ અને અર્જુન ઘણા વર્ષથી સાથે રહેતા હોવાથી રાજને તો સમજાય ગયું કે સર શા માટે કહે છે. તેમણે તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવી ને તુરંત જ પેલા અજાણ્યા માણસને સ્ટ્રેચર પર સુવડાવી ને હોસ્પિટલની જગ્યાએ સીધો કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો. તાત્કાલિક કોર્ટ અરજી કરવા પણ રાજને જ કહ્યું.
બીજી તરફ પેલા ઝોમ્બી સ્વરૂપ અદ્રશ્ય થઇ ગયા. સૌમ્યા મલ્હારને આંખો ચોળતી શોધી રહી હતી. મલ્હાર ન દેખાતા સૌમ્યા બેબાકળી બની આમતેમ નજર કરી પણ મલ્હાર ન દેખાતા જોરથી બૂમાબૂમ કરી મૂકી. સૌમ્યાની બૂમો થી બધા ત્યાં એકઠા થઇ ગયા. સુવર્ણા સૌમ્યાને જોતાં જ ધીરજનો બાંધ તોડી ભેટી ને અશ્રું સરવાણી ફૂટી નીકળી. એટલામાં રુદ્ર પણ તાબડતોડ આવી મલ્હાર ને શોધતો બોલ્યો ક્યાં છે મારો જીગરજાન એવું લાગે છે કે ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો મળ્યા ને. વોશરૂમ તરફ થી આવતો જોઈ મલ્હાર પણ રુદ્રને બાથ ભીડીને વળગી પડ્યો.
કસ્ટડીમાં પેલા અજાણ્યા માણસ પર પાણીના જગ ફેંકી હોંશમાં લાવવા પ્રયત્ન શરૂ હતાં. અનેક પ્રયાસો બાદ હોંશ આવ્યો. હોંશ આવ્યો તો તે માણસ બોલવા તૈયાર નથી. કોર્ટના આદેશ મુજબ હજુ રિમાન્ડ મંજૂર થઇ ન હતી. તો કસ્ટડીમાં લઇ રીમાન્ડમા ન લઈ શકાય. અર્જુન આઝાદ હોવા છતાં કૈદમાં હોય એવું લાગતું હતું. કોર્ટ ઓર્ડર ની રાહ જોઈ રહ્યા હતા.
હોલમાં રહેલા બધા એક પછી એક બધા લગભગ હોંશમાં આવી ગયા હતા. મલ્હાર અને રુદ્ર, સૌમ્યા અને સુવર્ણા બધા ઘરે જવા નીકળતાં હતાં ત્યાં રુદ્રએ અટકાવતાં કહ્યું પેલો બ્લેક એન્ડ વ્હાઈટ કલરના કપડાં વાળો કોણ છે ખબર પડી ? આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં તો રુદ્રએ અર્જુને કોલ કરીને એ બાબતે પુછ્યું શું થયું પેલો માણસ કોણ છે ખબર પડી.
અર્જુન : ના પ્રયત્નો શરૂ છે. બાતમી મળશે તો ઈન્ફોર્મ કરીશું
રુદ્ર : ઓકે. અહીંયા બધાને હોંશ આવી ગયો છે તો અમે પોતપોતાના ઘરે જઈ શકીએ...!?
અર્જુન : ઓકે પણ સંભાળીને મિડિયા વાળા કંઈ પૂછે તો અત્યારે કંઈ જ બોલવાનું નથી પ્લીઝ.
રુદ્ર : ઓકે સર તો અમે અહીં જ રોકાણ કરીએ.
અર્જુન : ઓકે સરસ.
રાજના મોબાઈલમાં બીપ વાગતા જ
રાજ મોબાઈલ ચેક કરે છે તો પેલા અજાણ્યા માણસના રિમાન્ડ ઓર્ડરની કોર્ટે મંજૂરી આપી નો મેસેજ છે. રાજ તુરંત જ આ ઇન્ફોર્મેશન અર્જુનને આપે છે. અર્જુન તુરંત જ કસ્ટડી રૂમમાં દાખલ થયો કે તુરત જ અર્જુનના મોબાઈલમાં મેસેજ બીપ વાગતા મોબાઈલ ચેક કરે છે તો અર્જુન આશ્ચર્ય ચકિત થઈ મોબાઈલ રાજને બતાવતા બોલે છે લો જુઓઆ સંદેશો રાજ તો મેસેજ જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. ગળગળા અવાજે બોલવા પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી.


એવો શું મેસેજ આવ્યો કે બંને સ્તબ્ધ થઈ ગયા..?
જાણવા માટે વાંચતા રહો
આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જેગ્વાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.
ક્રમશઃ......