Pratyancha - 9 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રત્યંચા - 9

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

પ્રત્યંચા - 9

એ દિવસે મે નક્કી તો કરી દીધું પ્રહર તમારી સાથે લગ્ન કરીશ. જલ્દીથી હું પહેલા આઝાદ થઈ જાઉં અને તમને મળવા આવું એ રાહ જોતી હતી હું. હિયાને એટલામા દરવાજો ખોલ્યો. પ્રત્યંચા તું મારી જ છે એટલું યાદ રાખી લે. આજ પછી એ છોકરા સાથે વાત કરી છે તો તું યાદ રાખજે...ના એ બચશે ના તું. મને એ પોળમા દાદી જોડે મૂકી આવ્યો. જયારે મુકવા આવ્યો ત્યારે પણ એની લાલ આંખો મારી સામે જોઈ રહી હતી. એ નજર આજે પણ મને ડરાવી દે છે. મે નક્કી કરી લીધું કે કોઈ પણ રીતે તમને મળી બધી વાત કહી દઈશ.
તો કેમ નહોતું કહયું પ્રત્યંચા ? કેટલું સહન કરતી રહી તું ? મારી પર વિશ્વાસ નહોતો કે હિયાન નો ડર તને મજબુર કરતો હતો. શુ વીતી હશે તારી પર ? શુ આ જ કારણ છે તે બધાને મારી નાખ્યા ? ના ના ગમે તે હોય તે ખૂન નથી કર્યા પ્રત્યંચા. પ્રહર માથે હાથ મૂકી બેસી ગયો. થોડી વાર એને સમજ ના પડી કે આ બધું ક્યારે બન્યું અને બન્યું તો ક્યારેય એને અંદાઝો પણ ના આવ્યો. એ પોતાની જાતને કહેવા લાગ્યો. જે વ્યક્તિને પ્રેમ કરવાનો દાવો કરતો હતો, એના દુઃખ એની તકલીફ સમજી ના શક્યો. પ્રત્યંચાએ કહયું નહી તો શુ થયુ, એ આટલી નજીક હતી મારી અને હું કેમ સમજી ના શક્યો એની લાગણીઓને ? આટલી બધી લાપરવાહી કેવી રીતે થઈ ગઈ ગઈ. પ્રહર નાના છોકરાની જેમ રડી રહયો હતો. ફરી પોતાની જાતને સંભાળી ડાયરી આગળ વાંચવાનું શરૂ કર્યુ. પ્રહર હું ઘરેથી નક્કી કરી નીકળી ગઈ તમારી પાસે આવવા. યાદ છે ને એ દિવસ પ્રહર ? હું તમને અચાનક મળવા આવી હતી હોસ્પિટલમા ? તમે મને જોઈને ગભરાઈ ગયા હતા. મારા શરીર પર મારના નિશાન હજી દેખાતા હતા. તમે મને પૂછેલું આ શુ થયુ. પ્રહર હું ખોટું બોલી હતી. હું બધું સાચું કહેવાનું નક્કી કરી જ નીકળી હતી પણ ખબર નહી હું ના કહી શકી. અને મે કહેલું હું પડી ગઈ હતી. પ્રત્યંચા, યાદ છે બધું જ યાદ છે મને. પણ કેમ યાર ? આટલું સહન કર્યુ. પ્રહર મને ખબર છે તમને આ બધું જાણીને બહુ તકલીફ થતી હશે. પણ હું એ વખતે હિમ્મત ના કરી શકી તમને કહેવાની. પણ પ્રહર મે તમને આજે જ મારે તમારી સાથે મેરેજ કરવા છે, એમ કહેલું. હા પ્રત્યંચા, હું ચોંકી ગયો હતો. મે કહેલું, આટલી શુ ઉતાવળ છે પ્રત્યંચા ? હજી તો આપણા રિલેશનને ફક્ત બે મહિના જ થયા છે. હું તારી સાથે જ મેરેજ કરીશ પણ પહેલા મારા ઘરે મારા મોમ ડેડ સાથે વાત કરવા દે. એ લોકો એકદમ તૈયાર ના પણ થાય. થોડો આપણે એમને ટાઈમ આપવો પડશે. તારા ઘરે કદાચ પ્રોબ્લેમ નહી હોય. હશે તો આપણે બધાને મનાવી, બધાની રાજી ખુશીથી લગ્ન કરીશુ. ના પ્રહર, મારે આજે જ લગ્ન કરવા છે. બસ તમે ચાલો મારી સાથે. આપણે પછી બધાને મનાવી લઈશુ. એ લોકોની ઈચ્છા હશે તો પછી આપણે એમની સામે ફરી લગ્ન કરીશુ. જો તમે મને સાચો પ્રેમ કરો છો તો તમે મારી સાથે આજે લગ્ન કરશો. નહીતો હું માની લઈશ કે તમે મને પ્રેમ નથી કરતા. પ્રત્યંચા તું આમ ના કરીશ. તું સમજ ને હું જે કહેવા માંગુ છુ. પ્રહર, હું જાઉં છુ. બાય ફોરએવર. પ્રત્યંચા એક મિનિટ. તો આ જ તારી ઈચ્છા છે ! શુ મારો પ્રેમ આમ જ હું સાબિત કરી શકીશ ? સારૂ, તું સ્પેશ્યિલ રૂમ ખાલી છે. ત્યાં જઈ ફ્રેશ થઈ જા. હું પેશન્ટ જોઈ લઉ પછી આપણે નીકળીએ. સારૂ કહી હું બાજુમા આવેલ સ્પેશ્યિલ રૂમમા ગઈ હતી. હું તમને મજબુર કરવા નહોતી માંગતી પ્રહર. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો.
એ શનિવાર હતો પ્રત્યંચા. અને લગભગ 2 વાગી ગયા હતા. મે તને કહયું કોઈ સારા વકીલને મળી આપણે સોમવારે કોર્ટમા મેરેજ કરી લઈશુ. તે ઝિદ પકડી મંદિરમા જઈ લગ્ન કરવાની. બપોર, રાત કે કશુ જોવા માંગતી નહોતી તું. છતા હું સમજી નહોતો શક્યો કે આટલું મોટું પગલુ તું ભરે છે તો કેમ ? અને બસ મારો પ્રેમ સાબિત કરવા તારી સાથે નીકળી પડ્યો લગ્ન કરવા. હજી યાદ છે મને એ નાનકડું મંદિર. જેના દરવાજા પણ બંધ થઈ ગયા હતા. કોઈ પૂજારી કે કોઈ બીજું હાજર નહોતું. પ્રત્યંચા, આપણે રાહ જોઈએ સાંજે મંદિર ખુલશે એટલે પૂજારી કે કોઈ આવશે ત્યારે આપણે લગ્ન કરીશુ. હાલ આપણે ક્યાંય ફરી આવીએ. ના, પ્રહર આપણે કોઈની રાહ જોવી નથી. લો આ કંકુ ને ભરી દો મારી માંગ. અને આ મંગળસૂત્ર પહેરાવી દો મને. પ્રત્યંચા તું સાથે લઈ ને આવી છે બધું ? પ્રહર આટલો મોટો નિર્ણય કર્યો તો જે લગ્ન માટે જરૂરી હોય એતો લાવવાની જ ને હું. પ્રહરે હસી ને પ્રત્યંચાની માંગ ભરી અને મંગળસૂત્ર પહેરાવી દીધું. પ્રહર, માતા અંબેની સાક્ષીએ હું તમને આજથી મારા પતિ માનુ છુ. અને એક પત્ની તરીકે મારી જે પણ ફરજ હશે, એ હું નિભાવીશ. પ્રત્યંચા, હું તારો દરેક પરિસ્થિતિમા સાથ આપીશ. પ્રહર, કોઈ પણ મુસીબત હશે એનો પહેલા હું સામનો કરીશ. તમને હું આંચ પણ નહી આવવા દઉં. પ્રત્યંચા, હું તને ખુશ રાખવા, અને જેની તું હકદાર છે એ બધા સુખ આપવા માટે પૂરતા પ્રયત્ન કરીશ. સામાન્ય રસમ અને સામાન્ય વચનો સાથે આપણે લગ્ન બંધનથી બંધાઈ ગયા. પ્રત્યંચા, હવે શુ વિચાર્યું છે ? ક્યાં જઈશુ ? મારા ઘરે તો કોઈ આપણા લગ્નનો સ્વીકાર કરશે નહી. પ્રહર તો ક્યાં આપણે તમારા ઘરે જવું છે ? આપણે કોઈને જ કહેવાનું નથી કે આપણે લગ્ન કર્યા છે એમ. હું મારા ઘરે જઈશ તમે તમારા ઘરે. પ્રત્યંચા, આ જ કરવાનું હતુ તો લગ્ન શા માટે ? પ્રહર તમે મને પ્રેમ કરો છો, તમે મારી પર વિશ્વાસ પણ કરો છો. લગ્ન કરવા જરૂરી હતા. ઘરમા કહેવું જરૂરી નથી. હાલ સમય નથી કોઈને જણાવાનો. પ્રત્યંચા, હું તને સમજી નથી શકતો. એવા લગ્ન કે જેના કોઈ સાક્ષી નથી, કોઈ પુરાવા નથી કોણ માનશે પ્રહર આ લગ્ન ને ? તો આપણે જઈએ ને કોર્ટ મેરેજ કરીએ પ્રત્યંચા. સોમવારે જઈશુ આપણે. હું પહેલા પણ આ જ કહેતો હતો ને. પ્રત્યંચા થોડું હસી. હા પ્રહર, જઈશુ કોર્ટમા પણ જઈશુ. સમય આવવા દો. બસ, હાલ તો તમે મારા પતિ છો. એ અહેસાસ જ મારા મારા માટે ખાસ છે. પ્રત્યંચા, શુ આજે આપણે આપણા ફાર્મહાઉસ પર જઈએ? કાલ પાછા આવી જઈશુ. પ્રહર, સારૂ હું તમારી પત્ની છુ. શુ થયુ બધી રશમ નથી થઈ. પણ જે રશમ આપણા હાથમા છે એ તો કરીએ. પ્રહરે ફાર્મહાઉસ પર બધી તૈયારી કરવા માટે કહી દીધું. ફાર્મહાઉસ પર બધા જ નોકરોને સાંજ પછી ઘરે જવા કહી દીધું. ગાંધીનગરથી આગળ જ મહેસાણા રોડ પર પ્રહરનું એક મોટું ફાર્મહાઉસ હતું. બંને પ્રેમી પંખીડા ફાર્મ હાઉસ પર જવા નીકળી પડ્યા.
પ્રત્યંચાએ હિયાનના ડરથી પ્રહર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, કેમ પ્રહરને સચ્ચાઈ કહી નહી? કેવું હશે પ્રહર અને પ્રત્યંચાનું આ અનોખું લગ્નજીવન ? જાણો આવતા અંકે.

સોરી વાચકમિત્રો, આ પ્રકરણ લખવામાં વાર લાગી. રાહ જોવા બદલ આપ સૌનો આભાર. હું પ્રયત્ન કરીશ કે સમયસર તમારા સુધી મારી નવલકથાના પ્રકરણ રજુ કરી શકું.