journy to different love... - 26 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 26

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 26


(આપણે આગળના ભાગમાં જોયું કે આલોક અને નીયા વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ થાય છે અને નીયાનાં ઘરે વર્ષો બાદ અભિજીતભાઈ અને હેત્વિબહેન આવવાનાં હોય છે જેથી નીયા ખુશ હોય છે પણ પોતાનો આલુ તેને યાદ આવતા તે દુઃખી થઈ જાય છે. બીજે દિવસે જ્યારે અભિજીતભાઈ અને હેત્વિબહેન નીયાનાં ઘરે આવે છે ત્યારે તેની સાથે તે કારવાળો યુવાન આલોક પણ હોઇ છે જે પોતાને અભિજીતભાઈ અને હેત્વીબહેનનો દિકરો કહે છે. આ સાંભળતા નીયા બેહોંશ થઈ જાય છે,અનન્યા અને આલોક ઉપર નીયા પાસે રહે છે અને નીચે બધાં અભિજીતભાઈ અને હેત્વિબહેનને સવાલોથી ઘેરી લે છે હવે આગળ..)

અભિજીતભાઈનાં કહેવાથી બધાં શાંતીથી સોફા પર ગોઠવાઈ ગયા અને અભિજીતભાઈએ વાત શરૂ કરી," દસ વર્ષ પહેલા આપણને જેનો મૃતદેહ મળ્યો હતો તે આલોકનો મૃતદેહ નહતો." આટલું સાંભળતા તો બધાં ચોંકી ગયા અને એક-બીજા સામું જોવા લાાગ્યા. બધાના મોં ખુલાનાં ખુલા જ રહી ગયા.



હેત્વિબહેન:"હા, અભિજીત સાચું કહે છે."



મેહુલ:તો પછી તે કોનો મૃતદેહ હતો?



અભિજીતભાઈ:રિતિક નો.



પ્રિયા:શું???



અભિજીતભાઈ:હા, એ આલોકનો નહીં પણ તેનાં બેસ્ટ ફ્રેન્ડ રિતિકનો મૃતદેહ હતો. ભગવાનની કૃપા થઈ બેટા..



રિતેશભાઈ:અભિજીત, કાઈ સમજાતું નથી, આખી વાતને આમ ગોળ-ગોળ નાં ફેરવ, સીધી વાત કરને ભાઈ.

અભિજીતભાઈએ પહેલેથી વાત શરૂ કરતા કહ્યુ ,"તમે રશિયાથી એક મહિના પછી જે દિવસે ઈન્ડિયા આવવા માટે નીકળ્યા તે દિવસે સાંજે અમને પોલીસસ્ટેશન પરથી ફોન આવ્યો અને હોસ્પિટલે પહોંચવાનું કહ્યું. એક પણ સવાલ પૂછ્યા વગર અમે તુરન્ત હોસ્પિટલે પહોંચ્યા તો ત્યાં અમને આલોકનો મૃતદેહ સોપનાર આપણાં ગુજરાતનાં જ ઇન્સપેક્ટર કે જે ત્યાં રશિયામાં કામ કરે છે તે મી. તન્ના આઇસીયુંવોર્ડની બહાર ઉભા હતાં તે મળ્યા, અમે તુરન્ત તેમની પાસે ગયા તો તેમણે અમને આઇસીયુંનાં દરવાજામાં રહેલ નાનકડા કાચમાંથી આલોક બેડ પર સૂતેલો દેખાડ્યો, તેનાં કપડા લોહી-લુહાણ હતાં અને ડૉક્ટર તેમનું ઓપરેશન કરવાની તૈયારી કરતા હતા. તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તેની આવી હાલત જોઇ અને હેત્વિ તો બેભાન થઈ ગઇ, અમે એક વોર્ડમાં તેને દાખલ કરી. થોડીવારમાં નર્સ મારી પાસે આવી અને મને ઓપરેશન કરવા માટેનાં જરુરી ફોર્મસ પર સાઈન કરાવી ગઇ.



ત્યાં હેત્વિને હોંશ આવ્યો અને અમે થોડીવાર ત્યાં શાંતીથી બેઠા ત્યાં ઇન્સપેક્ટર તન્ના આવ્યાં મે તેમને પુછ્યું કે, "આ આલોક આમ આવી હાલતમાં કઇ રીતે? અને આ આલોક છે તો પછી અમે અગ્નિદાહ આપ્યો તે કોનો મૃતદેહ હતો?"



ઇન્સપેક્ટર બોલ્યા,"મી. મહેતા આ તમારો દિકરો આલોક છે. હું તમને સમગ્ર ઘટના સમજાવું છુ..
પીકનીકમાં તે દિવસે આલોક અને રિતિક બન્ને જંગલની અંદર ખોવાઇ ગયા હતા. ત્યારે આપણને આલોકનો મૃતદેહ મળ્યો હતો અને રિતિક ખોવાઇ ગયો હતો. બરોબર?"



મે કહ્યુ,"હા બરોબર."



ઇન્સપેક્ટર બોલ્યા,"મી. મહેેેતા સાચેકમાં એવું નથી થયું. હકીકત એ છે કે તે મૃતદેહ આલોકનો નહીં પરન્તુ રિતિકનો હતો અને આલોક ખોવાઇ ગયો હતો."



હેત્વિએ કહ્યુ,"પણ.. ઇન્સપેક્ટર સાહેબ એ કેવી રીતે શકય છે? આલોકનાં દેહમાં તો તેણે પહેરેલું તેનુ પીળું જેકેટ અને હાથ પર બ્લેક વોચ પણ હતી."

ઇન્સપેક્ટર અમને બન્નેને સમજાવતા બોલ્યા, "જુઓ મી. એન્ડ મિસિસ. મહેતા આપણને જે મૃતદેહ મળ્યો તે પ્રાણી દ્રારા ફાડી ખાધેલ હતો. આપણે તો તે દેહ પર રહેલા પીળા જેકેટ અને બ્લેક વોચ પરથી તે મૃતદેહ આલોકનો છે તેમ નક્કી કર્યું અને રિતિક ખોવાઇ ગયો છે તેમ માની લીધુ પણ હકીકત એ છે કે રિતિક એ આલોકનો બેસ્ટફ્રેન્ડ હોવાથી આલોકે પોતાની જેકેટ અને ઘડિયાળ રિતિકને પહેરવા માટે આપ્યાં હોઇ શકે અને આપણને રિતિકનો મૃતદેહ મળ્યો જેને આપણે આલોકનો મૃતદેહ માની બેઠા."

મે કહ્યુ,"હા, એ વાત સાચી કારણકે જો આલોક અહિયાં છે તો પછી આલોકની વસ્તુ પહેરેલો મૃતદેહ રિતિકનો જ હતો."

ઇન્સપેક્ટરે કહ્યુ, "હા આ પાક્કું આલોક જ છે અને આપણને જેનો મૃતદેહ મળ્યો હતો તે રિતિકનો હતો, બસ જેકેટ અને ઘડિયાળને કારણે ગેર-સમજણ થઈ."

"પણ, ઇન્સપેક્ટર સાહેબ મારો આલોક તમને ક્યાંથી મળ્યો?" હેત્વિએ ઇન્સપેક્ટરને પુછ્યું.

ઇન્સપેક્ટરે કહ્યુ,"અમને આજે બપોરે ફોન આવ્યો કે અહિ એક જંગલ નજીક હાઈ-વે પર અચાનક એક છોકરો કાર સામે આવ્યો અને તે કાર સાથે ટકરાઈ અને રોડની બીજી સાઈડ પડ્યો. કારચાલક લેડીઝ હતી તેણે ફટાફટ બ્રેક મારી અને અમને ફોન કર્યો. અમેંં એ છોકરાંનું મોઢું જોયું તો તે આલોક હતો. તે બન્ને ફ્રેન્ડ્સ જ્યારે ખોવાઇ ગયા હતાં ત્યારે તમે મને તે બન્નેની તસ્વીર દેખાડી હતી આ પરથી હું તે આલોક છે તેમ ઓળખી ગયો. તે મને મળ્યો ત્યારેજ તેનુ શરીર લોહી-લુહાણ હતુ અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી આથી તેને અમે તુંરન્ત હૉસ્પિટલે લઇ આવ્યાં અને તમને ફોન કર્યો."

મે કહ્યુ, "પણ આલોક કેમ છેક એક મહિના પછી મળ્યો? ક્યાં હશે અત્યાર સુધી?"

"વેલ,મી. મહેતા..જુઓ મારા અંદાજ પ્રમાણે કદાચ રીતિકને કોઈ હિંસક પ્રાણીએ ફાડી ખાધુ આ જોઇ આલોક ડરી ગયો અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યો અને સાવ જંગલની વચ્ચોવચ આવી ગયો એટ્લે ત્યાંજ છુપાઈ ગયો. થોડા દિવસો જંગલમાં રહ્યાં બાદ, ધીમે-ધીમે રસ્તો શોધતા-શોધતા દિવસો પસાર થઈ ગયા અને અંતે રસ્તો મળ્યો ત્યારે તે હાઈ-વે પર આવ્યો અને કાર સાથે ટકરાઈ ગયો અને બેભાન થઈ ગયો."

"હા અમને પણ એમજ લાગે છે."અમે બન્નેએ કહ્યુ.

થોડી ક્ષણો આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો, હું અને હેત્વિ અમારો આલોક અમને પાછો મળી ગયો છે તે ખુશીથી ગદ-ગદ થઈ ગયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. થોડીવાર બાદ મી. તન્ના હળવેકથી બોલ્યા,"જેની કાર સાથે આલોક અથડાયો હતો તે લેડી બહાર ઉભા છે. જો તમે કમ્પલેઈન કરો તો તેને ગંભીર સજા થઈ શકે છે."

અમે કહ્યુ કે ,"અમારે તેમને એકવાર મળવું છે."અને અમે તેને મળવા ગયા. તે લેડી ત્યાં હોસ્પિટલનાં બાંકડા પર બેઠી હતી. તેેેણે ફોર્મલ કપડા પહેરેલા હતાં અને તેનાં કપડા લોહી લુંહાણ હતાં, અમે તેમની પાસે ગયા, તેની નીજીક જતા ખબર પડી કે તે બહેન રડી રહ્યાં હતાં અમને એમ કે તેને પોતાને સજા થશે એ વાતથી તે ડરી અને રડતા હશે મે તેમને અંગ્રેજીમાં પુછ્યું, "તમે રડો છો શા માટે? અને તમારાં કપડા પર આ લોહીનાં દાગ કેમ થઈ ગયા?"

તો તેણે અંગ્રેજીમાં જવાબ આપ્યો કે,"હું તો મીડીયમ સ્પીડે મારી કાર ચલાવી અને ઓફીસ માટે જતી હતી ત્યાં તે છોકરો અચાનક મારી કાર સામે આવ્યો, ત્યારે તેની હાલત પહેલેથી ખરાબ જ હતી. તે અથડાઇ અને દુર પટકાઈ ગયો, હું દોડીને તેની પાસે ગઇ અને મારા ખોળામાં લીધો અને ઇન્સપેક્ટર અને એમ્બ્યુલન્સને ફોન કર્યો, તેને ખોળામાં લીધો હતો એટ્લે મારા કપડા લોહી-લુંહાણ છે. અને એનો કાર સાથે અથડાતી સમયે અને એકસીડન્ટ થયુ પછીનો તેનો માસુમ ચહેરો યાદ આવે છે એટ્લે મને રડવું આવે છે. તમનેે એમ કે મને સજા થશે એ ડરથી હું રડું છુ પણ એવું કાઈ નથી."



અમે તે લેડીઝની વાત સાંભળીને ગળ-ગળા થઈ ગયા. કેેેવી માનવતા હતી તેેેનામાં. અમે તેમનો આભાર માન્યો અને તેમનાં વિરૂદ્ધ કોઈ ફરીયાદ નાં લખાવી. તેેેઓ અમને તેમનો ફોનનંબર દઇ ગયા અને કહ્યુ કે અલોકને હોંશ આવે એટ્લે તેમને ઇન્ફોર્મ કરીએ અને પછી તે જતી રહી.

આલોકનું ઓપરેશન શરૂ થયુ. અમે બન્ને આમથી તેમ આંટા મારતા હતા. અમને જરાય ચેન નહતું પડતું. અમને ખુબજ ગભરાટ થવા લાગી. હુંં આટા મારતો-મારતો ઘડીક ઓપરેશન થીયેટરની રેડ લાઈટ જોતો તો પાછો જમીન તરફ નજર કરતો. આશરે ત્રણ કલાક બાદ ઓપરેશન થીયેટરની રેડ લાઈટ બંધ થઈ અને ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર સ્મિત હતુ તેમણે મારા ખભા પર હાથ રાખતાં કહ્યુ, "ડોન્ટ વરી....હી ઇસ આઉટ ઓફ ડેન્જર." અને તે નર્સને સુચના દઈને ચાલ્યા ગયા. ઇન્સપેક્ટરે મને અભિનંદન આપ્યાં અને પછી બધી કાનૂની કાર્યવાહી પતાવી. મે ડૉક્ટરને પુછ્યું, "ડૉક્ટર,વેન કેન વી મીટ આલોક?"



ડોક્ટરે કહ્યુ,"નાઉ હી ઇસ એબસ્યુલીટલી ફાઈન બટ હી ઇસ સ્ટીલ ઈન અન-કોંન્સિયસ."



"થેન્ક યું"કહીને અમે બહાર બેેેઠા. થોડા સમય બાદ આલોકને હોંશ આવતાં જ તેને મળવા આઈસીયુમા ગયા. તેણે આજુ-બાજું નજર કરી. તેને જાણે બધુ અજાણ્યું લાગતું હતુ. હેત્વિ તેની બાજુમાં બેસી અને તેનાં માથે હાથ ફેરવતા બોલી, "આલોક બેટા, તને કેમ છે?"


આ પ્રશ્નનાં જવાબમાં આલોકે સામે દસ સવાલો કર્યા,"આંટી, હું કોણ છું? હું અત્યારે ક્યાં છું? અને તમે કોણ? મને શું થયુ છે?" તેણે ઓક્સીજન માસ્ક પહેરેલું હતુ અને તેને અમને જોઈને અલગ જ ગભરામણ થવા લાગી.
આ બધાં સવાલો સાંભળી અમે તો ડઘાઈ જ ગયા, હું અને હેત્વિ એક-બીજા સામું જોવા લાગ્યા. આલોકનાં મોં માંથી પોતાના માટે "આંટી" શબ્દ સાંભળી હેત્વિની આંખો પાણીથી ભરાઈ આવી એટલે હું આલોક પાસે જતા બોલ્યો, "બેટા,અમે તારા માતા-પિતા છીએ અને તું અમારો દિકરો આલોક છો."



"કોણ છો તમે?.....મારા માતા-પિતા? હું તમને પણ નથી ઓળખ્યો.....હું કોણ છુ?" હવે આલોકે તેનો અવાજ સહેજ ઉંચો કર્યો. હું ડૉક્ટરને બોલાવીને ફરીથી વોર્ડમાં દાખલ થયો તો ત્યાં આલોક જોર-જોરથી રાડો પાડી રહ્યો હતો, "તમે કોણ છો? તમે કોઈ મારી પાસે આવો નહીં." તે બેડ પર સૂતેલો હતો એટ્લે વધું જોર તો કરી શક્તો નહતો પણ તે પોતાના હાથ બેડ પર પછાડતો હતો. બે નર્સે તેને હાથેથી પકડ્યો અને ડોક્ટરે તેને ઉંઘનું ઈંજેકશન આપ્યું અને તે ઊંઘી ગયો. હું અને હેત્વિ બન્ને રડી રહ્યાં હતાં, શું કરવું કાઈ સમજાતું નહતું. ડોક્ટરે આલોકનાં ટેસ્ટ કર્યા અને તેનાં રિપોર્ટ્સ આવ્યા. તેના મગજમાં ઇજા પહોચી હોવાને કારણે તેની યાદશક્તિ ચાલી ગઇ હતી. હવે અમારે તેને બધુ અનુકુળ વર્તન કરવાનું હતું. તે ભાનમાં આવ્યો એટ્લે હેત્વિ તુરન્ત અંદર જવા ઊભી થઈ. આલોક ફરી ધમ-પછાડા શરુ કરશે તે ડરથી મે તેનો હાથ પકડી તેને રોકી તો તેણે મારી સામું શાંતીથી એક સ્મિત કર્યું અને તે અંદર ગઇ અને હું તેની પાછળ...તે આલોક પાસે ગઇ, આલોક સૂતો હતો ત્યાં તેની બાજુમાં બેસી અને હું ત્યાં સોફા પર બેેેઠો. તેણે આલોકનાં માથે પ્રેમથી હાથ ફેરવ્યો એટ્લે અસમંજસમાં પડેલ આલોકે હેત્વિ સામું જોયું, જાણે તે આંખો કોઈ પોતાનુ શોધી રહી હતી...હેત્વિ તેનાં વાળમાં હાથ ફેરવતા બોલી, "બેટા, તને કેમ છે હવે?"



તેણે કાઈ જવાબ ન આપ્યો બસ તે હેત્વિની આંખમાં મુંગા મોંએ જોતો રહ્યો. એટ્લે હેત્વિ ફરીથી બોલી, "બેટા, તું અમારાથી ડર નહીં, અમે તને કાઈ જ નહીં કરીએ."



હેત્વિનું આ વાક્ય સાંભળી આલોકનું મન સહેજ હળવું થયુ હોય તેવું લાગ્યું, તે બોલ્યો, "મને હવે સારુ છે. પણ મને કાઈ યાદ નથી આવતું!! હું કેવી રીતે અહિ પહોંચ્યો એ પણ મને ખબર નથી. તમને ખબર છે?"



હેત્વિ સહજતાથી તેની બાજુમાં બેસી અને બોલી," બેટા આપણે ત્રણેય એટ્લે કે તું, હું અને તારા પપ્પા ફરવા ગયા હતાં ત્યાં રોડ ક્રોસ કરતી સમયે તારું કાર સાથે એક્સિડન્ટ થઈ ગયુ અને તને અમે હોસ્પિટલે લઇ આવ્યાં, ત્યાં અમને ખબર પડી કે તું બધુ ભૂલી ગયો છે, તારી યાદદાસ્ત ચાલી ગઇ છે. તું અમને બન્નેને પણ ઓળખતો નથી.. અને.. તું ખુદને પણ ઓળખતો નથી."



તે ઘડીક હેત્વિ સામું તો ઘડીક મારી સામું જોતો હતો પછી તેણે હેત્વિને પુછ્યું, "તમે સાચું કહો છો એ હું કઇ રીતે માની લઉ?" એટ્લે હેત્વિએ અમારાં ઘરનાં નોકર પાસેથી અમારો ફેમેલિ આલ્બોમ મંગાવ્યો અને તેની સાથેના અમારાં ફોટોઝ દેખાડ્યા એટ્લે તેને અમારાં પર વિશ્વાસ બેઠો પછી તો તે અમને બન્નેને ગળે વળગીને ખુબજ રડ્યો અને બોલ્યો, "મમ્મી-પપ્પા ખરેખર હું કોણ છુ એ મને ખબર નહતી પણ તમે જે આલ્બમ દેખાડયો તેનાં પરથી તમે મારા મમ્મી-પપ્પા છો એ ખબર પડી અને હું આલોક મહેતા... હવે મને મારી આ ઓળખાણ મળી ગઇ છે. આઈ લવ યું મમ્મી-પપ્પા."



અમે બોલ્યા," લવ યું બેટા." અમારાં ત્રણેયની આંખોમાંથી આસું સરી રહ્યાં હતાં. પછી હું કોઇક બહાનું કરીને હેત્વિને રૂમની બહાર લઇ ગયો અને પુછ્યું કે, "તું એની સામું ખોટુ શા માટે બોલી? કે આપણે ત્રણ ફરવા ગયા અને ત્યાં તેનુ કાર સાથે એક્સિડન્ટ થયુ?"



તો હેત્વિએ મને શાંતીથી જવાબ આપ્યો કે,"મે ખોટુુ બોલીને જ બરાબર કર્યું છે. બાકી તેને બીજા ઘણાં સવાલો મગજમાં ઉદ્ધભવેત અને તેનાં મગજ પર જોર પડ઼ેત જે તેનાં માટે સારૂ નથી એટ્લે મે જે કર્યું તે બરાબર કર્યું."



પછી અમે પેલી કારવાળી લેડીની બધી વાત આલોકને કહી એટ્લે આલોક પણ ગળગળો થઈ ગયો. અને તેણે સામેથી તે લેડીને ફોન કરી અને પોતાની પાસે બોલાવી. તે લેડી આવી એટ્લે આલોક તેને ગળે લાગ્યો અને પછી તે લેડીઝે તેને ફ્રૂટ્સ આપ્યા. પછી તો અમે બધાએ ઘણી વાતો કરી.

આલોકને હવે નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દીધો હતો. તે હવે ખુશ રહેવા લાગ્યો હતો પણ તેનાં હાથ અને પગનાં ફ્રેકચરને સાજુ થતા વાર લાગી. થોડા દિવસોમાં તેને ડિસ્ચાર્જ મળી ગયો પછી થોડા સમયમાં જ અમે ત્રણેય અમેરિકા શિફ્ટ થઈ ગયા ત્યાં મે મારી સખત મહેનતથી પોતાની હોસ્પિટલ ખોલી, અલોકે તેનો અભ્યાસ કન્ટિન્યુ કર્યો અને ન્યુરોસર્જન બન્યો. અમે આટલા વર્ષ બધાથી દુર રહી અને આલોકને જ પોતાનુ જીવન આપ્યું. અમારાં વર્ષો આપ્યાં, અમે ત્રણેય સાથે ખૂબ મજા કરી.



હવે આલોક મોટો થઈ ગયો એટ્લે અમે અહિ ઈન્ડિયા થોડા સમય માટે આવ્યાં છીએ, જેથી અમે તેને તમારા લોકો સાથે પરિચય કરાવીએ અને તે ભારતીયસંસ્કૃતી વિશે પણ જાણે. અમે બે દિવસ પહેલા આવ્યાં છીએ અને આલોક અહિયાં કમ્ફર્ટેબલ થયો એટ્લે તેને તમારા સહુ સાથે પરિચય કરાવવા લઇ આવ્યાં." અભિજીત ભાઈએ પોતાની વાત પુરી કરી.

આ આખી ઘટના વિશે સાંભળી બધાં ચુપ જ હતાં. હોલનું વાતાવરણ શાંત થઈ ગયું. કોઈ કાઈ બોલતું નહતું બધાં શાંત જ હતા, બધાના આંખોનાં ખૂણા પાણીથી ભરાયેલા હતાં છતા આલોકનાં મળવાથી બધાના ચહેરા પર એક હળવું સ્મિત પણ હતુ.

(આલોકનો ભૂતકાળ તો બધાં જાણી ગયા પણ હજું તેનાં બેસ્ટફ્રેન્ડ નીયા અને અનન્યા બન્ને આ વાતથી અજાણ છે જ્યારે તેઓ આ વાત જાણશે ત્યારે શું થશે? આ બધુ જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની....)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં માતૃભારતી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊