press photo day of photography in Gujarati Short Stories by kantibhai sharma books and stories PDF | આજે ફોટોગ્રાફી દિવસે મારી સાહસિક પ્રેસ ફોટોગ્રાફ

Featured Books
Categories
Share

આજે ફોટોગ્રાફી દિવસે મારી સાહસિક પ્રેસ ફોટોગ્રાફ

આજે ફોટોગ્રાફી DAY મારી પ્રેસ ફોટોગ્રાફી ની યાદ આપ સૌ સાથે શેર કરતા આનંદ અનુભવ,,,
આ ફોટો મારી પ્રેસ ફોટોગ્રાફી ની સાહસિક અને યાદગાર તસ્વીર માની એક છે, જામનગર એર ફોર્સ નો ફોટો છે,જામનગર કલેકટર શ્રી સિકકરી હતા અમારા માહિતિ ના કમિશ્નર હતા એ સ્વ શરદભાઈ મહેતા 1980 નવી સરકાર માં ત્યાં DDO તરીકે નિયુક્ત હતા અમે કવરેજ ટીમ બહુ વહેલી સવારે ગાંધીનગર થી નીકળ્યા રાષ્ટ્રપતિ સ્વં નિલમ સંજીવ રેડી અને એમના પત્ની દિલ્હી થી સિધ્ધાં જામનગર પ્રથમ વખત જ આવી રહ્યા હતા, એરફોર્સ હદ મા પ્રવેશ માટે કોઈ પત્રકાર કે કોઈપણ મીડિયા પરમીશન આપવા બાબત આગલે દિવસ થી માથાકુટ હતી અમારા માહિત અધિકારી રાજકોટ થી અને જામનગર થી ગેઇટ પર હાજર હતા પણ ફોટોગ્રાફી, વિડિઓગ્રાફી, ફિલ્મ કરવા કોઈને પણ પરમીશન ના મળી તેમ છતાં મુખ્યમંત્રી, સાથે મંત્રી સ્થાનિક જામનગર ના હતા એમણે સ્વાગત કરવા આવેલા એરફોર્સ અધિકારીઓ વિનીતિ કરી આ અમારો કવરેજ સ્ટાફ છે, ગાંધીનગર રાષ્ટ્રપતિ પહેલીવાર આવે છે કવરેજ કરવા વિનંતી, પણ તેમણે હોકિટોકી દ્વારા જેતે અધિકારીઓ સાથે વાત કરી પણ ના પાડી. અમે મુખ્યમંત્રી,મંત્રી,કલેકટર સૌ આગમન /પ્રસ્થાન મંડપ સુઘી ગયા ત્યાં ફરજ પર ના એરફોર્સ અધિકારી એ કડક સૂચના આપી કોઈએ અહીથી આગળ જવાનું નથી જશો તો તમારા સાધનો સાથે રૂલ્સ મુજબ જપ્ત થશે.એમની મેં અને એ વખતે T.V.કેમેરા નહિ પણ અમારા વિભાગ દ્વારા ડોક્યુમેટ્રી ફિલ્મ ઉતારવા માં આવતી કેમેરામેને અને મેં વિનિતી કરી પણ એકના બે ના થયા, કેમેરામેને કહ્યું હું આ વજનદાર કેમેરો લઈ ને નહિઆવું, અમારા સ્થાનીક અધિકારીઓ (માહિતિ વિભાગ) કોઈ ને પણ પત્રકારો,અન્ય અખબાર મીડિયા કોઈને પણ નથી આવવા દીધા તો આપણે અહીં પેગોડા રહીએ અને મળે તો ઠીક, મારી પાસે 120, રોલીફલેક્સ કેમેરો ત્યાં નજીક ગયા વગર ફોટો શક્ય નહતો. પણ તપાસ કરતા ભારતીય એરફોર્સ પ્લેન ઉતરવાનું હતું ત્યાં બાજુમાં બે હેલિકોપ્ટર થી સીધા દ્વારિકા જવાના હતા.મને ખુબજ ચિંતા થઇ મનમાં આ વાત સમસમી ગઈ આવવાની પળ થઈ એરફોર્સ ચીફ કમાન્ડર ના પત્ની સાથે બે ત્રણ એરફોર્સ જવાનો બુકે ને વસ્તુ લઈ આવતા હતા મારી પાસે ઉભેલા એરફોર્સના અધિકારી ને પુચ્છા કરી ત્યારે ખબર પડી મેડમ ચીફ ફોર્સ ના પત્ની છે મેં સ્માઈલ આપી બાજુમાં જઈ નમસ્કારક કરી મારો પરિચય આપતા આપતા અને ફોટોગ્રાફ પાડી પ્રેસ માં મોકલવાની વાત પણ જણાવી,તેમની સાથે ચાલવા લાગ્યો અમારી પાછળ એરફોર્સ વડા મુખ્ય મંત્રી ,કલેકટર,અને મંત્રી,એમ ચાર જણા જ આવતા હતા એમને ખબર પડી કે આ સાથે સાથે જાય છે ત્યાં તો લાલ જાજમ અને પ્લેન ઉતર્યું ત્યાં પહોંચી ગયા એમને અને મેં વાતો તો આજુ બાજુ જોતા ચાલુ રાખી હતી.બપોર નો સમય હતો રાષ્ટ્રપતિ તેમના પત્ની ઉત્તરીયાં સૌ એ સ્વાગત કર્યું મારા હદયમાં ધબકારો કોઈ અંદાજ નહિ .અંદર પ્રેરણા થઈ જે થાય તે જોયું જશે. કલેકટર ને મુખ્યમંત્રી ,મંત્રી શ્રી જોઈ રહ્યા હતા એમને પણ મારા તરફ જોઈ વ્યાકુળ જણાયા,સ્વાગત પત્યું અને મેડમ ને કહી રાખેલું તેમ મેં રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ચીફ કમાડર વિનિતી કરી ત્યાંજ ગ્રુપ ગોઠવ્યું એર ફોર્સ ફોટોગ્રાફર દિલ્હી થી આવેલા રાષ્ટ્રપતિ ફોટોગ્રાફર ઓળખીતા નીકળ્યાએમની સાથે હાથમિલાવ્યો એમને પણ હેલિકોપ્ટર માં જવાની ઉતાવળે, ઉપરોક્ત ફોટોગ્રાફ એક બે લીધા ને મેં એ લોકો હેલિકોપ્ટર માં મૂકી ને આવે એ પહેલાં દોડતે પગલે જલ્દીથી પાર્કિંગ જગ્યા સુધી નીકળી કેમેરો બેગમાં મૂકી ગાડી માં ગોઠવાય ગયો.. મુખ્યમંત્રી શ્રી માધવસિંહ જી હું નીકળો ત્યારે મરક મરક હસતા હતા એમને હેલિકોપ્ટરથી હાથ પણ ઉંચો.કર્યો. દ્વારિકા માં ફોટોગ્રાફર બીજા યુનિટ ની જીલ્લા દ્વારા વ્યવસ્થા હતી એમ અમે તાબળ તોબ રાજકોટ પહોંચી એ વખતે પ્રેસ B/W. ફોટોગ્રાફ હતા લેબ માં બનાવી રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રેસ નકલો આપી તુરત અમદાવાદ આવવા નીકળ્યા અમદાવાદમાં પણ પ્રેસ માં એજ દિવસે રિલીઝ પણ કર્યા.
એ પછી એક વખત એરફોર્સ ચીફ કમાન્ડર ગાંધીનગર રાજભવન શ્રીમતીસાથે આવેલા,સ્વં શારદમૂકરજી ને જામનગર એર ફોર્સ કાર્યકમ્ અંગે મળવા આવેલા મેડમ પણ સાથે હતા,તે ઓળખી ગયા,ત્યારે તેઓ એ કામને બિરદાવ્યું રાજ્યપાલ શ્રી ને વાત પણ જાણી થોડું હાસ્ય પણ રહ્યું, અમોને પણ એરફોર્સ આવવાનું નિમ્નતરણ પણ આપ્યું...