The Natural Love - 1 in Gujarati Short Stories by Dhinal Ganvit books and stories PDF | ધ નેચરલ લવ - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ધ નેચરલ લવ - 1

શા માટે છે જરૂરી!
ભવિષ્ય નો રસ્તો શોધવાની?
ખરેખર જીવતા તો છીએ!
પરંતુ શું વર્તમાન જીવી રહ્યા છે?
ભૂતકાળ ને!
શું ખરા અર્થ માં ભૂલી શક્યા?
વિચારરૂપી કરોળિયો બનીને!
શું ખરા અર્થ મા,
ભવિષ્યરૂપી જાળું તૈયાર કરવામાં!
સફળ બન્યા ખરા?

- બોલ્ડ_ફેરી(Dhinal Ganvit)


એક કલ્પના જીવનસાથી ના પ્રેમ વિશેની? સવાલ વાચતા જ મનમાં ઉભો થતો પ્રશ્ન બોલી જાય છે કે પ્રેમ તો કોઈ પણ ક્ષણે, કોઈ પણ વ્યક્તિ માટે થઈ આવે છે. તો પછી જીવનસાથી નાં પ્રેમ ની કલ્પના કઈ રીતે કરી શકાય? તે પણ વ્યક્તિ ને જાણ્યા વગર સમજ્યા વગર તો તેના પ્રેમ ની કલ્પના કેવી રીતે શક્ય બની શકે? પ્રેમ મનુષ્ય ના જીવનનો એ દરવાજો છે જ્યાંથી મનુષ્ય ને જીવનમાં ખુશ રેહવાની તેમજ મુશ્કેલી નાં સમયે લાગણીઓ વસરાવી તેની મુશ્કેલી ને હળવી કરવાની તક તેને પોતાના પ્રેમી પાસેથી મળતી હોય છે.

આજના વાસ્તવિક જીવન માં મનુષ્ય પોતાના જીવનની ભાગદોડ કરવાના સફરમાં પોતાના મનોરંજન માટે પણ સમય ભૂલી જતો હોય છે. ભણતા વ્યક્તિ હોય કે પછી નોકરી, ધંધો કરતા હોય, તે માત્ર પોતાના વ્યવસાયની બાબતોમાં જ અટવાયેલો રહે છે. એવું નથી કે પોતાના રોજી-રોટી ના કાર્યો છોડી દેવા જોઈએ. પરંતુ વ્યક્તિને પોતાના જીવનમાં પોતાના માટે જીવન જીવવાની નવરાય આજના સમયમાં મળતી જ નથી. કારણ કે દરેક વ્યક્તિનું આજનું જીવન ભાગદોડથી ભરાય ગયેલું છે.

આવા સમયે આજના જીવન માં વ્યક્તિ પોતાના ભવિષ્યની કલ્પના તો દૂર પોતાના વર્તમાનનો પણ આનંદ નથી માણી શકતો. પરંતુ અહી હું મારા વિષય તરફ ધ્યાન વાળું તો જે વ્યક્તિ સાથે આખા જીવનનો સફર પાર પાડવાનો છે એ વ્યક્તિ કેવો હોવો જોઈએ?- વિચાર નો ઉકેલ વ્યક્તિ નાં સારા ભવિષ્ય તરફ વણાંક લેય એ કેહવુ ખોટું નથી.

આજના જીવનમાં દરેક વ્યક્તિના રસ્તે કોઈકને કોઈક એવી એક ક્ષણ તો આવતી હોય જ છે. જ્યારે વ્યકિત ને પોતાના માટે કોઈક પાત્ર ગમી જતું હોય છે. તે પછી કોઈક પ્રેમી કે પ્રેમિકા હોય તો ઘણી વખત મન આકર્ષણ ના અભાવે તેમજ તે વ્યક્તિના પ્રભાવને કારણે મન ચંચળતામાં આવીને બોલી જ ઉઠતું હોય છે કે “જીવનમાં આજ વ્યક્તિ સાથે હોવો જોઈએ”. અને તેમ છતાં જો એ વ્યક્તિ જીવનમાં ના મળતો હોય તો “ભવિષ્યમાં કોઈક વ્યક્તિને સ્થાન આપવું જ નથી”. ઉપરાંત એ પાત્ર જો ના મળે તો એ જ પ્રેમી કે પ્રેમિકા નાં ગુણોને વ્યકિત આવનારા જીવનસાથી માં શોધે છે ભલે તે પછી એક સ્ત્રી હોય કે પુરુષ. પરંતુ “શું વાસ્તવિક જીવનમાં આ ખરું છે?”

આવનાર જીવનસાથી માં પ્રેમી કે પ્રેમિકા કરતા બે ગુણો સારા પણ હોઈ શકે છે. જેને વ્યક્તિઓ ચંચળ મનના લીધે અનદેખા કરી દેતા હોઈ છે. શું આ જીવન માં ખરું છે? આવનાર જીવનસાથી નાં વ્યક્તિત્વ ને ઓળખવાનો પ્રયત્ન કરીશું તો જ ભાગદોડ નું જીવન સુખી જીવાશે. દરેક વ્યક્તિના પોતાના જીવનમાં અનેક ગુણોથી તો ભરેલો હોય જ છે. પરંતુ જીવનના દરેક ગુણો નો અનુભવ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જુદી જુદી રીતે કરતો હોય છે. આથી જ દરેક વ્યક્તિ એ અન્ય વ્યક્તિ થી અલગ પડતો હોય છે. જેને સહજ રીતે સમજવાની સમજણ દરેક મનુષ્ય માં હોવી જ જોઇએ.

વ્યવહારિક જીવન માં જીવનસાથી નાં રૂપ માં આપણા સાથે જે વ્યક્તિ આવે તેના સાથે ટેવાઈ ને, તેને સંપૂર્ણ રીતે સ્વીકારીને જીવન ની તમામ પરિસ્થિતિ ને સંભાળવી એ પણ એક આદર્શ જીવન જીવવાની કળા છે. પરંતુ પોતાના જીવનસાથીના પ્રેમની કલ્પના જો વ્યક્તિ વર્તમાન સમયમાં જ કરી લેય કે “પાત્ર આપણા સાથે કેવી બરાબરી નું હોવું જોઈએ?”– પ્રશ્ન નો ઉકેલ જ જો જીવનસાથી નાં આવા પહેલા ઉકેલી લીધો હોય તો જીવનના સફર દરમિયાન આવનાર કોઈ પણ વ્યકિત નાં પ્રભાવ થી પ્રેમ માં પડી ને જીવનનો કીમતી સમય વ્યક્તિ વેડફતો નથી. જીવનમાં આવા જ વિચારો આપણા એક સારા ભવિષ્ય નું નિર્માણ કરી દેતા હોય છે.

નોંધ: આ લખાણ પુખ્તવયના વ્યક્તિઓ માટે છે નહિ કે તરુણ બાળકો જેથી તરુણ બાળકો લખાણ થી ખોટી સમજણ નાં લેય તેની ખાસ કાળજી લેવી.

અહીં ગુજરાતના ભાવનગર જિલ્લાની એક વ્યકિત ભાવિની નાં જીવનની વાત છે જે પોતાના જીવનસાથી માટે… રૂમ ની બારી પાસે બેસીને પોતાના જીવનસાથી ની કેટલીક એવી ક્ષણો નું ભવિષ્ય જોઈ રહી છે… વાચતા જ પ્રશ્ન થાય છે કે શું વિચારો હશે ભાવિની નાં મનમાં પોતાના આવનાર જીવનસાથી માટે? (ક્રમશ:જીવનસાથી કેવો હશે?)