ચલ મન ફરી જીવી લે ભાગ ૭
ACT 2
Scene 5
[ fade in ચારે જોગિંગ અને એકસરસાઇઝ કરીને આવે ]
સુરેશ - વાઉ.... મજા આવી ગઈ બાકી refreshing .
વિનોદ - કેમ માસ્તર ઠીક છે ને ?
દિનેશ - સ્વાસ... સ્વાસ ચડી ગયો છે .
સુરેશ - શું યાર તુ તો રોજ ચાલવા જાય છે તો પણ થાકી ગયો ? લે પાણિ લે .
દિનેશ - ચાલવા.. જાઉ છુ દોડવા નહિં .
દિપીકા - હમણા પાણી નહિં પિતા સ્વાસ ધીમો પડવા દો પછી પાણી લો .
દિનેશ - ભલે ..
સુરેશ - સાલુ જોરની ભુખ લાગી છે .શાંતા બાઇ આજે લેટ છે .
દિપીકા - હમણા નાસ્તો નથી કરવાનો .આપણે હમણા કસરત કરી ને જોગિંગ કર્યુ હવે થોડા યોગા કરી લઈ એ.
દિનેશ - હજી યોગા કરવાના બાકી છે ?
વિનોદ - હા ભાઇ યોગા બાકી છે અને તુ ચિંતા ના કર યોગા બેઠા બેઠા જ કરવાના છે એમાં દોડવુ નહિં પડે.
દિનેશ - મને ખબર છે યોગા મા દોડવાનુ ના હોય પણ..
સુરેશ - આપણે નાસ્તો કરીને યોગા કરી એ તો ?
દિનેશ - નાસ્તો છે ક્યાં ? સવારથી ચા પણ નથી પિધી.
દિપીકા - યોગા ખાલી પેટે જ કરવા જોઇ એ. મને લાગે છે તમે આજે થાકી ગયા છો તો આપણે એક simple exercise કરી લઈ એ ને કાલ થી આપણે જોગિંગ ઓછુ કરશુ ને યોગા વધારે કરશું.
સુરેશ - ok done બોલો આજે શું યોગા કરવાના છે ?
દિપીકા - so today we will start with some simple breathing exercise . જ્યાં પણ comfortable લાગે બેશી જાઓ . નિચે ન ફાવે તો ખુરશી પર બેસો . વજરાસન મા બેશી શકો તો સારુ .નહીં તો પલોટી વાળી ને બેસો .
સુરેશ - હું પદમાસન મા બેશું છું .
વિનોદ - હું પલોટી વાળી ને બેશું છુ .
દિનેશ - હું અહિંજ બેસુ છુ .
દિપીકા - આને વજરાસન ના કેહવાય આને પદમાસન કેહવાય ,પલોટી વાળી ને બેસી યે એને સુખાસન કેહવાય ને સુતા સુતા કોઇ યોગા કરી એ તો એને શવાસન કેહવાય . આ exercise મા પુરુ ધ્યાન આપણે સ્વાસ ઉપર આપ્વાનુ છે એટ્લે આરામથી બેસવૂ જરુરી છે .
[ ડોર બેલ વાગે ]
દિનેશ - હું ખોલુ છુ .
સુરેશ - શાંતા હશે ચા નાસ્તો આવી ગયો .
વિનોદ - દરવાજો ખુલો છે શાંતા હંમેશા બેલ વગાળ્યા વગર નાચ્તી નાચ્તી આવે છે .
[ દિનેશ અને વિઠલ આવે ]
દિનેશ - આ ભાઇ દિપીકા ને મણવા આવ્યા છે .
દિપીકા - તુ ....તુ અહિં શુ કામ આવ્યો છે મે તને ના પાડી છે ને મારી કામની જગ્યા પર આવ્વાની.
વિઠલ - થોડી emergency હતી એટલે આવ્વુ પડ્યુ.
દિપીકા - તને કોણે કહ્યુ હું અહિંયા છુ ?
વિઠલ - તારો ફોન લાગ તો નહોતો એટલે તારિ કંપની મા ફોન કર્યો.
દિપીકા - તને સારી રિતે ખબર છે હું કામ પર હોઉ ત્યારે મારો ફોન બંદ હોય છે. બોલ શું emergency છે ?
વિઠલ - રાતના પેટમાં ખુબ દુખતુ હતુ . ડોકટરે રિપોર્ટ કરાવ્વ્વા કહ્યુ છે હજાર રુપિયાની જરુર છે . હમણા મારી પાસે નથી તારા સિવાય મારુ બીજુ કોણ છે કોની પાસે માંગુ . હમણા આપ હું બે દિવસમા પાછા આપી દઇશ .
દિપીકા - અત્યાર સુધી કેટલા રુપિયા લીધા છે મારી પાસેથી એક રુપિયો પાછો નથી આપ્યો . તને સાના રિપોર્ટ કરાવા છે મને સારી રિતે ખબર છે .આલે હજાર રુપિયા અને આજ પછી મારા કામની જગા પર આવ્યો છે તો એક પણ રુપિયો નહિં આપુ .ચાલ જા હવે અહિંયાથી અઠવાળીયા સુધી તારા રિપોર્ટ નિકળ્શે આટ્લા રુપિયામા .
વિઠલ - thank you...હું જલ્દી પાછા આપી દઈશ sorry તમને disturb કર્યા .
[ વિઠલ જાય દિપીકા ના આંખ મા પાણી આવે છુપાવે ]
વિનોદ - કોણ હતો આ ?
દિપીકા - sorry જવા દો એને આપણે યોગા start કરી એ .
દિનેશ - તમે disturb થઈ ગયા છો . યોગા કાલે કરશું .
દિપીકા - i am really sorry બધી ગડબડ થઈ ગઈ .
દિનેશ - તારો પ્રોબલમ તુ અમારી સાથે શેર કરી શકે છે અમે તારા..
સુરેશ - friends અમે તારા friends જેવા છીએ કોઇ તકલીફ હોય તો બોલ અમે મદદ કરશું .
દિપીકા - કોઇ મારી મદદ કરી શકે એમ નથી . ઉપરવાળા એ મારુ નસિબ જ એવુ લખ્યુ છે કે હું ખુદ પણ મારી મદદ નથી કરી શક્તી.
વિનોદ - પણ એ માણસ કોણ હતો એતો જણાવ ?
દિપીકા - મારો પતિ વિઠલ જાની .
સુરેશ - તારો પતિ પણ તે કહેલુ તુ તો એકલી રહેછે.
દિપીકા - હા સાચુ છે એ. હું એકલીજ રહુ છું .
વિનોદ - તો તારો પતિ.. કાઇ સમજાયુ નહિં .
દિપીકા - હું એની સાથે નથી રેહતી અલગ રહુ છુ . વર્ષો થી અમારી વચ્ચે કોઇ પણ પ્રકાર ના સંબધ નથી.
સુરેશ - એટ્લે તમારા divorce થઈ ગયા છે ?
દિપીકા - ના કોર્ટ મા કેસ ચાલેછે. એ મને divorce આપવા તૈયાર નથી એનો વકિલ કોઇ પણ કારણો બતાવી કેસ લાંબો ખેંચી રહ્યો છે .
વિનોદ - જો તુ અમને વિસ્તારથી વાત કર અમે જરુર તારી મદદ કરીશું .હું ઘણા નામચીન વકિલો ને ઓળખુ છુ .
સુરેશ - હા.. આ અનુભવી માણસ છે એણે પણ divorce લીધા છે
દિનેશ - સુરયા તુ શાંતી રાખ . દિપીકા તુ અમને બધી વાત કર તારા લગ્ન ક્યારે થયા ? તમે કેમ અલગ રહો છો ? તમારી વચ્ચે પ્રોબલમ શું છે ?
દિપીકા - હું ૭ વર્ષ ની હતી ત્યારે મારા મા બાપ એક બસ અક્સમાત મા ગુજરી ગયા . કાકા કાકી એ મોટી કરી એમના માટે તો હું બોજ હતી . એક સમુહ લગ્નમા મારા લગ્ન વિઠલ સાથે કરાવી દિધા . બેંક મા કામ કરતો હતો લાગ્યુ વર્ષો પછી કોઇ પ્રેમ કરવા વાળો મળ્શે મારુ પોતાનુ ઘર બનાવીશ નવો સંસાર માંડીશ ને આનંદ મા રહિશ. પણ નસિબ મા હજી દુઃખ ભોગવ્વાના લખ્યા હતા. એ રોજ દારુ પીને આવ્તો હું રોકુ તો મારપીટ કરતો . પાછુ જવા માટે મારી પાસે પિયર નહોતુ . બધુ સેહતી રહી વિચારતી એક દિવસ જરુર સુધરી જશે .એણે બેંક મા ચોરી કરી ને એની નોકરી ગઈ . લોકોના ઘરના કામ કરી બન્ને નુ પેટ ભરતી હતી જે પણ પૈસા લાવતી મને મારી છિનવી લેતો ને દારુ પિવા જતો . એક સજ્જ્ન માણસને ત્યાં કામ કરતી હતી એ યોગા ના ખુબ મોટા ગુરુ હતા એમણે મને હિંમ્મત આપી એક મહિલા આશ્રમ મા મારી રેહવાની વ્યવાસથા કરી આપી .હું નર્શ નુ કામ શિખી ને હોસ્પીટલ મા કામ કરવા લાગી યોગા શિખી physiotherapy આપ્વાની ટ્રેનિંગ લીધી ને જાતે પગ ઉપર ઉભી રહી . divorce માટે કેસ ફાઇલ કરાવ્યો છે પણ હજી ફેસલો આવ્યો નથી . આશ્રમ મા તો આવી શ્કતો નથી એટલે હું જ્યાં કામ માટે જાઉ ત્યાં આવી ને હેરાન કરે છે .જો હું પૈસા આપવાની નાપાડુ તો ઝગડો કરે એટ્લે એને ભગાવ્વા મારે પૈસા આપ્વાજ પડે નહિં તો કંપની મા complain જાય ને મારો જોબ જાય .
વિનોદ - કેટ્લા વર્ષો થી તમે અલગ છો ?
દિપીકા - ૫ વર્ષો થી .
વિનોદ - તારો વકિલ બરાબર નહિં હોય આટ્લા ટાઇમ માતો divorce મળીજ જવો જોઇએ .
સુરેશ - એ તને મારતો હતો તે પોલિસ complain કરી છે.
દિપીકા - ના ત્યારે મારા મા એટલી હિંમત નહોતી અને કોઇ સપોર્ટ કરવા વાળુ પણ નહોતુ . જો એ મને ઘર માંથી કાઠી મુકે તો મારે જવાનું કયાં એ ડર થી કયારે પણ પોલિસ પાસે ના ગઈ.
વિનોદ - તો અત્યારે તને એ હેરાન કરે છે એની પોલિસ complain કર.
દિનેશ - હા બિલકુલ ને હવે તુ સપોર્ટ ની ચિંતા ના કર અમે તારી સાથે છી એ .
દિપીકા - પણ પોલિસ મા જઇશ તો મારી બદનામી થશે ને મારો જોબ પણ છુટી જાય .
સુરેશ - જો જ્યાં સુધી તુ આમ ડરીશ એ માણસ આજ રીતે તારો ફાયદો ઉઠાવશે ને તને કયારેય divorce નહિં આપે .
વિનોદ - અને જો divorce આપ્શે તો પણ હેરાન કરવાનું બંદ નહિં કરે એકવાર પોલિસ સ્ટેશનની હવાખાશે તો પછી કયારેય હેરાન નહિં કરે .
દિનેશ - તુ complain કર અમે ગવાહી આપ્શુ કે એણે તને અમારી સામે મારી ને તને હેરાન કરેછે .
વિનોદ - પોલિસ મા હાઇ લેવલ પર મારી ઘણી ઓળખાણ છે . અંદર કરી એવો માર મારશે કે ખોળ ભુલી જશે . બીજા જ દિવસે divorce પેપર પર સાઇન કરશે .
દિપીકા - ના..ના.. મને ડર લાગે છે . પોલિસ.. પોલિસ સ્ટેશન જવાની મારામા હિંમ્મત નથી. અને એ જ્યારે છુટી ને આવ્શે ત્યારે .એના બધા મિત્રો દારુડીયા ને ગુંડાઓ છે . તમને પણ નુંકશાન પોહચાડશે . નહિં હું complain નહિં કરી શકુ બધુ જેમ ચાલે છે એમ ચાલવા દો . મારી બીજી appointment છે મને જવાદો .કાલે સવારે આવીશ . તમે આ ચક્કર મા નાપડો . તમે અહિં આરામ કરવા આવ્યા છો અને મારે લીધે મુસિબત મા મુકાશો. i am sorry મારે લિધે તમે હેરાન થયા હું કાલે બીજા instructor ને મોક્લીશ.
વિનોદ - દિપીકા અમારી વાત શાંતી થી સાંભળ ...
[ દિપીકા જાય ત્રણે મિત્રો વિચાર મા પડે ]
સુરેશ - આપણે એની મદદ કરવી જોઇ એ .
વિનોદ - હા કરવીજ જોઇ એ પણ એની ઇચ્છા વિરુધ કેવી રીતે કાંઇ થઈ શકે ?
દિનેશ - કોઇ રસ્તો જરૂર નિકળ્શે .
[ મ્યુઝિક શાંતા બાઇ ટિફીન અને ચા લઈ ને આવે ]
શાંતા - ઇતના શાંતી કેમ છે . યોગા કરકે થાકી ગયા લાગે છે .લો ગરમ ગરમ ઉપમા ખાઓ ઓ ફુદેના વાલા બીના સકર કા ચાય પિવો
સુરેશ - તેરેકો કિસને બોલા હમને યોગા કીયા ?
શાંતા - અરે.. વો દિપીકા બેન કો જોયા ના અભી મે ને .
વિનોદ - તુ દિપીકા ને ઓળખે છે ?
શાંતા - હા... જેસે મે સબ જગા પે કામ કો જાતી હે વોભી જાતી હે કિધર યોગા શિખાતી હે તો કિધર વો બિમાર લોગ કો વો કસરત કરાતી હે બિચારિ બોહત દુઃખીયારી બાઇ હે .ઉસકા નવરા સાલા એક નંબર કા બેવડા ઓર જુઆરી હે .
દિનેશ - તુ ઉસકે નવરે કો જાનતી હે ?
શાંતા - હો ..રે બાબા વોભી બેવડા મેરા નવરાભી બેવડા . મે રેહનો કે હે ના ઉધર પીછે વાલી ચાળ મે રેહતા હે કુછ કામ નહિં કરતા પુરા દિન દારુ પિતા હે ઓર જુઆ ખેલતા હે ફીર મારામારી કરતા હે .
વિનોદ - દોનો સાથ મે રેહતે હે ?
શાંતા - નહિં રે શેઠ દિપીકા બેન તો કિધર વો લેડિસ આસરમ મે રેહતી હે . ઉનકા વો ઘટસ્પોટ કેસ ચાલુ હે ના.તુમ લોક કિતના સવાલ કરતા હે ?
સુરેશ - તુ ઉસકે પતિ કો યહાં બુલા શ્કતી હે? હમકો ઉસસે કુછ કામ હે .
શાંતા - અરે બેવડે સે કૈસા કામ. બહોત હરામી હે સાલા કુછ કામ કરને કો પૈસા દેગા તો પૈસા લેકે ભાગ જાયે ગા કામ નહિં કરેગા .
વિનોદ - નહિં પૈસે કા કામ નહિં હે કુછ ઓર કામ હે તુ હમે ઉસસે મિલવા શકતી હે ?
શાંતા - મેરા કામ થા તુમારેકો સચ બોલનેકા ઇસ લીએ બોલી . બાકી તુમકો મિલના હે તો મિલો બાદ મે કુછ ગડબડ હુઆ તો મેરેકો મત બોલના .
દિનેશ - હમ તેરેકો કુછ નહિં બોલેંગે તુ ખાલી ઉસકો ઇધર બુલા .
શાંતા - ઠીક હે દુપારી ઘર જાયે ગી તો મેરે નવરે કો બોલેગી વો ઉસકો બુલાયેગા .તુમ લોક અભી નાસ્તા કરો ઓર મે કપડા ધોને ૯ બજે આએગી .
[ મ્યુઝિક વગાળતિ જાય ]
દિનેશ - આને બોલાવ્યો તો ખરો પણ આવ્શે તો વાત શું કરશુ ?
વિનોદ - એતો ખબર નથી પણ એને શું જોઈ છે એ જાણવાની કોશિશ કરશુ કદાચ કોઇ રસ્તો મળી જાય .
સુરેશ - પૈસા સિવાય બીજુ શું જોઇતુ હશે ?
વિનોદ - હા માંગશે તો પૈસા જ પણ કેટલા ?
દિનેશ - અરે તમે સાંભળ્યુ નહિં શાંતા એ શું કહ્યુ પૈસા લઈ ને પણ ફરી જાય એવો માણસ છે આ .
સુરેશ - ધમકાવી ને જોઇએ કદાચ ડરી જાય ને દિપીકા નો પિછો છોડી દે.
વિનોદ - એકવાર એને મડી લઈએ એના પેટમા શું છે જાણિ લઈએ પછિ નક્કી કરએ કે શું કરવુ પડશે .
સુરેશ - એજ બરાબર રેહશે . જેવા પડ્શે એવા દેવાશે .
દિનેશ - હમણા તો ચા નાસ્તો કરી લઈ એ ચા અંદર જશે એટ્લે મગજ બરાબર દોડશે .
[ મ્યુઝિક blackout ]
ક્રમશ: