Chal Mann fari jivi le - 2 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | ચલ મન ફરી જીવી લે (નાટક ) - 2

Featured Books
Categories
Share

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 2

ચલ મન ફરી જીવી લે ભાગ ૨

દિનેશ [ ફોન કટ કરે )

સુરેશ - કેવુ લાગે છે ?

દિનેશ - બધો બોજ ઉતરી ગયો . બધુ શાંત થઈ ગયુ .

વિનોદ - બોલી નાખવાનુ દોસ્ત મનમા ભરી ને નહિં રાખ્વાનુ .આપણે કાંઇજ ખોટુ નથી કરી રહ્યા .

સુરેશ - એકદમ કરેક્ટ ઇસ બાત પે તો પાર્ટી બનતી હે બોસ .

દિનેશ - મેનેજર શું કહિ ને ગયો ભુલી ગયો . દારુ પિવાની શ્ખ્ત મનાઇ છે .

સુરેશ - દોસ્ત કાયદા બનેજ તોડવા માટે . એક્વાર દરવાજો બંદ. પછી અંદર આપણે શું કરિએ છીએ કોણ જોવાનુ છે?

[ દરવાજો બંદ કરવા જાય ત્યાં કામવાળી બાઇ આવે મોબાઇલ મા મરાઠી ગીત વાગતુ હોય ડાન્સ કરતી આવે સુરેશ પણ સાથે ડાન્સ કરે]

દિનેશ - અરે ઓ બાઇ શાંતિ શાંતિ.. રખો.

શાંતા - શાંતી નહિં મેરા નામ શાંતા બાઈ હે .

સુરેશ - શાંતા બાઇ ? એક મિનિટ .

[સુરેશ એના મોબાઇલ મા શાંતા બાઇ નુ ગીત વગાળે પાછા બન્ને ડાન્સ કરે ]

વિનોદ - અરે સુરેશ બંદ કર યાર . ઓ શાંતા બાઇ કિસકા કામ હે ?

શાંતા - અરે મેનેજર બોલ્યુ તમને કામવાળી બાઇ જોઇતા હે એટ્લે આવેલી છે . બોલો શું શું કરવાના છે ?

સુરેશ - શુ શુ નહિં કામ કરવાના છે .

શાંતા - હા એજ બોલો કામ બોલો .

વિનોદ - દેખો હમ તીન લોગ યહા દો મહિને રહને વાલે હે.સબ કામ કરના હે સફાઇ ,બરતન ,કપડા ,ખાના સબ કામ કરના હે . તુમ પગાર કિતના લોગી બોલો .

શાંતા - સાથ મા એક્પણ લેડિસ નથી ?

સુરેશ - નો લેડિઝ હમ તીન લુખા લોગ હે .

શાંતા - અરે બાપ રે તો પછી ઇધર કામ કરને મે લફડા હે બાબા. તુમ તીન તીન મરદ ઓર મે અકેલી ગરીબ ઓરત. કુછ થઇ ગયા તો.

વિનોદ - હમ લોગ અછ્છે ઘર કે લોગ હે શરીફ હે.

સુરેશ - ગુજરાતી હે .

શાંતા - અરે કીસીકી સરાફત થોબડે પે થોડી લિખી હોતી હે .

દિનેશ - દેખો શાંતા તુમ તો હમારી બેટી જૈસી હો .

શાંતા - ઠીક છે પણ કુછ ગડબડ કર્યા તો મારા નામ શાંતા બાઇ છે ઓર મેરા પતિ શંભુનાથ પેહલવાન હે પટક પટક કે મારે ગા.

વિનોદ - તુમ્હે યહાં કોઇ પરેશાન નહિં કરેગા .તુમ પગાર બોલો.

શાંતા - દેખો મેરેકો બીજા પણ કામ હોતા છે તો મે અપને ટેમ સે કામ કરને આયેગી. ખાનાભી બનાના હે તો રાસન તુમકો ભરવાના પડેગા. ઇધર માસ મછ્છી નહિં બનેગા ફક્ત શાકાહારી જેવણ બનેગા . સબેરે કો મને બહોત કામ હોતા છે એટ્લે નાસ્તા ઘર સે બના કે લાએગી . કપડા... બરતન... ઝાડુ પોછા... ખાના...તીન લોગ ...સબ છે હજાર હોગા.

દિનેશ - ૬...હજાર... તો બોહત જયાદા હે.

શાંતા - અરે તીન તીન આદમી કા કામ હે મે તો કમ બોલ્યુ છે .પરવડતા હે તો બોલો નહિં તો મે ચાલી મે રે કો બોત કામ હે.

સુરેશ - દિનેશ યાર તુ શાંતી રાખ . હમ કો પરવડતા હે તુમ આજ સે કામ ચાલુ કરદો .બોલો રાત કો ખાને કયા બનાઓ ગી.

શાંતા - આજ નઈ કલ સે કામ પે આએગી .આજ શામ કો મેરેકો ડિ જે પાર્ટિ મે જાના હે. કલ સવારે નાસ્તા લેકે આએગી. નાસ્તે મે શુ જોતા હે બોલો પોહા,ઉપમા,ઇડલી, ઠોકળા,થેપલા,મિસળ ક્યા ખાના હે બોલો.

વિનોદ - બોલો મિત્રો શું ખાશો ઇડલી ચાલસે.

દિનેશ - હા ચાલશે .

વિનોદ - ઇડલી ઓર સાથ મે ચટ્ની લેકે આના.

શાંતા - માલુ હે તુમ ગુજરાતી લોક કો ઇડ્લી સે જ્યાદા ચટ્ની પસંદ હે.પાંસો રુપિયા દો .

દિનેશ - ત્રણ જણ ની ઇડ્લી ના પાંચસો રુપિયા !

શાંતા - અરે ઓ કાકા એક એક પેસે કા હિસાબ દેગી. બચેગા તો વાપસ દેગી . આટા લેના પડેગા ,નારિયેલ, તેલ ,મિરચી,ઘન્યા ઓર ચાય કે લીયે દુધ, સકર,ચાયપતી ખાને કો સબજી સબ કિતના લાના પડેગા .તુમ લોક સબ લાકે દેતા હે તો તુમ લાઓ.

વિનોદ - અરે હમ લોગ કુછ નહિં લાયેંગે સબ તુમ લેકે આઓ ઓર યે લો પાંચસો રુપિયા ખતમ હોજાયે તો માંગ લેના.

શાંતા - શેઠ તુમ સમજદાર લગતા હે . ઓર ઘર મે જો રાશન લગેગા મે સામને બનિયે કો બોલતી હે ઉસકા માણુસ દે જાયેગા તો સબ ચેક કરકે લેના ઓર ફીર પૈસા આપ્વાના.કલ નાસ્તા ઓર ચાય લેકે આઇગી ચલ્તી હે .

[ મોબાઇલ મા મરાઠી ગીત ચાલુ કરે ને ડાન્સ કરતી કરતી જાય સુરેશ પણ નાચે ]

દિનેશ - તમે લોકો એની બધી વાતો કેમ માનો છો ? લુટી લેસે આપણ ને .

સુરેશ - ઓ ફાધર ઇંડયા તારી બેટી જેવી છે ને તો બેટી ને બે પૈસા વધારે આપીને તુ લુટાઇ નઈ જાય. જો આપણાથી તો કોઇ કામ થવાના નથી બીજા પાસે કરાવશું તો પૈસા તો આપવાજ પડ્શે. મુંબઈ મા આટ્લા કામ ના કમ સે કમ દસ હજાર લેછે .

વિનોદ - જો એણે શુ કીધુ એક એક પૈસા નો હિસાબ આપ્સે. તુ લઈ લેજે હિસાબ એની પાસે થી.

દિનેશ - અરે આમ તો દર મહિને આપણ ને કેટલા રુપિયા જોઇશે. ખુબ ખર્ચો થાશે .

સુરેશ - વિન્યા આને પાછો મુંબઈ મુકી આવીએ એક એક રુપિયા માટે રડ્શે બધી મજા બગાળ્શે.

વિનોદ - દિનેશ તુ પૈસાની ચિંતા ના કર બધો ખર્ચો ત્રણ જણના ભાગે આવશે. તારે મહિને પંદર હજારથી વધારે નહિં આપવા પડે . વિસ હજાર તો તારુ પેન્સન છે પાંચ હજાર બચશે .મોજ મજા પાર્ટી અને ફરવાનો એક્સ્ટ્રા ખરચો તો હું આપ્વાનો છુ. લાખો રુપિયા પડ્યા છે બેન્કમાં અને અને કરોડોની મિલ્કત મારી પાછ્ળતો ખાવા વાળુ પણ નથી બધુ દાન મા જશે. તુ પૈસા માટે જીવ ના બાળ આખી જીંદગી આપણે એજ કર્યુ છે પૈસાની પાછળ એવા દોડ્યા કે જીવવાનુ રહિ ગયુ. હવે પૈસા પૈસા ના કર.

સુરેશ - હું તો કહુ છુ તુ પંદર હજાર પણ નહિં આપ્તો . મારી દુકાન નુ ભાડુ આવ્શે પચાસ હજાર ને ફલેટ ભાડે આપીશ તો એના ત્રિસ હજાર બધો ખર્ચો મારા તરફ થી બોલ શું કે છે .

દિનેશ - ના મારે મોફત માં નથી રેહવુ . હું પુરા વિસ હજાર આપી દઈશ. આતો આખી જીંદગી કરકસર કરી છે એટ્લે આમ ખર્ચો થતો જોઇ જીવ બળે છે. એક એક રુપિયા માટે મન મારી ને જીવ્યો છુ . પણ આજ પછી તમને નહિં રોકુ તમને જેમ ઠીક લાગે તેમ વાપરો પણ મારી લિમિટ વિસ હજાર નીજ.

સુરેશ - શાબાશ મેરે શેર યે હુઇ ના બાત તો ચાલો સાંજ ની પાર્ટી નો બંદોબસ્ત કરી આવી એ ખુબ જમેગા રંગ જબ બેઠેં ગે ચાર યાર.

દિનેશ - ચાર યાર...?

સુરેશ - આપણે ત્રણ અને .....

[ દારુ ગીત મ્યુઝિક black out ]

ક્રમશઃ