Chal Mann fari jivi le - 1 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | ચલ મન ફરી જીવી લે (નાટક ) - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 1

ચલ મન ફરી જિવી લે ભાગ ૧

કથા સાર

વિનોદ , દિનેશ ,સુરેશ ત્રણ લંગોટીયા મિત્રો સ્કુલ કોલેજ મા સાથે ભણેલા . ૬૫ વર્ષ ની ઉમરે વર્ષો પછી ભેગા થાય છે અને નક્કી કરે છે બચેલુ જીવન આખુ ભારત ફરતા ફરતા સાથે રેહ્શે .
કોઇ પણ જગા ઉપર બે મહિનાથી વધારે રોકાવુ નહિં એમ નક્કી કરી શરુઆત નાશિક ના એક સેનીટોરીયમ થી કરે છે .
એક યોગા ટિચર દિપીકા પાસે યોગા શિખે છે જે દિખાવે સુંદર છે.ત્રણે એને impress કરવાની કોશિશ કરે છે.પણ એમને ખબર પડે છે કે દિપિકા દુઃખી છે અને એની મદદ કરવાનુ નક્કી કરેછે અને એક મુસિબત મા ફસાય છે.

વાચક મિત્રો આ વાર્તા એક નાટક રૂપે લખાયેલી છે પડદો ખુલે અને સ્ટેજ ઉપર નાટક ભજવાય એ રીતે આને જોવાનો પ્રયત્ન કરશો.

પાત્રો

વિનોદ સતરા - ૬૫ વર્ષ
દિનેશ જોશી - ૬૫ વર્ષ
સુરેશ યાદવ - ૬૫ વર્ષ
ચીમનલાલ રાવલ ‌- ૮૦ વર્ષ
દિપીકા જાની - ૪૦ વર્ષ
વિઠલ જાની - ૪૦ વર્ષ
વૈશાલી કાંબળે - ૩૦ વર્ષ
ઇન્સ્પેક્ટર - ૩૦ વર્ષ

પાત્ર પરિચય
વિનોદ સતરા - કરોડ પતિ બે ફેકટરી ના માલિક.ખુબ ભણેલા.શાંત અને સમજદાર.અપટુડેટ રેહવાનુ .યુવાની મા પૈસા પાછળ ગાંડા હતા. ૨૫ વર્ષ પેહલા છુટા છેડા થઈ ગયા. એક છોકરો છે .પત્ની એ બીજા લગ્ન કરી લીધા અમેરીકા મા રહે છે.હવે પૈસા કમાઈ થાક્યા છે .પોતાની ભુલ સમજાઈ ને હવે બધુ છોડી બચેલુ જીવન આનંદ મા જીવવા માંગે છે. જુના મિત્રો ને ભેગા કરી ફરવા નિકળી પડ્યા છે.

દિનેશ જોશી - રિટાયર શિક્ષક . ૫ વર્ષ પેહલા પત્ની નુ અવસાન થયુ. બે બાળકો દિકરો ને દિકરી બન્નેના લગ્ન થઈ ગયા છે. દિકરી અમદાવાદ મા રહે છે. પોતે દિકરા વહુ અને પોત્ર સાથે મુંબઈ મા માટુંગા મા એક રુમ રસોડા ની નાની જગ્યા મા રહે છે . સ્વભાવે કંજુશ છે . દિકરા વહુ ને ખરચો કરતા જોઈ રોજ કકળાટ થાય .૨૦૦૦૦ પેંનસન આવે છે . દિકરા જોડે ના જગડા થી કંટાળી એ પણ મિત્રો સાથે ફરવા નિકળી પડ્યા છે .

સુરેશ યાદવ - વ્યવસાયે ફોટોગ્રાફર છે , મુંબઈમા મલાડ ખાતે પોતાનો એક ફોટો સ્ટુડિયો છે .યુવાની મા એક છોકરી જોડે પ્રેમ હતો પણ જાતી ના ભેદ ભાવ ને લીધે લગ્ન ના થયા . આ જીવન કુંવારા રેહવાનુ નક્કી કર્યુ .કોઇ જ ટેન્શન લેતા નથી સ્વાભાવે મોજીલા એને મસ્તીખોર છે .સ્ટુડિઓ ભાડે આપી મિત્રો સાથે મજા કરવા નિકળી પડ્યા છે.

દિપીકા જાની - ૪૦ વર્ષ ની દેખાવળી પરણેલી સ્ત્રી . યોગા ટિચર છે.અનાથ છે મા બાપ નહોવા થી મામા મામી એ બળજબરી પરણાવી દિધી .

વિઠલ જાની - ૪૦ વર્ષ નો નકામો ગુંડા જેવો માણસ .

વૈશાલી કાંબળે - ૩૦ વર્ષની મહારાસ્ટ્રીયન બાઈ. ખુબ બક બક કરવા જોઇ યે. કામવાળી બાઈ .ચાર ભાષાઓ ભેગી કરી બોલે .ડાંન્સ ની શોખીન . આખો દિવસ મોબાઇલ મા ગીતો સાંભ્ળે .

ચિમનલાલ ભટ્ટ - ૮૦ વર્ષના સેનેટોરીયમ ના મેનેજર વાંકા ચાલે . એકદમ ચોખાઇ અને ચોકસ કામ મા માને.



ACT I

Scene 1

[BLACKOUT ON STAGE VOICE OVER - એક ગાડી ચાલવા નો અવાજ આવે છે ઉભી રહેછે
વિનોદ "આને પુછ "
સુરેશ " અરે સુનો ભાઇ યે ગોવરનદાસ સેનોટેરીયમ કિધર હે ".
માણસ " યે ક્યા થોડા આગે હે વો બડા પેડ દીખ રહા હે ઉધર લેફટ મે ગેટ હે ". સુરેશ " થેંકયુ " ગાડી નો અવાજ
સુરેશ " લો ભાઇ ઓ પોહચી ગયા "
સ્ટેજ ઉપર લાઇટ્સ. મેનેજર અને ત્રણે મિત્રો પોતાનો સામાન લઈ ને એન્ટ્રી લે . મેનેજર (ધોતી ને ગંજી મા ) વિનોદ (જીન્સ ટી શર્ટ ) સુરેશ ( ટી શટૅ અને શોર્ટ્સ ) દિનેશ ( લેંગો જભો ) ચારે અંદર આવે બંગલો જુવે ]

મનેજર - આ તમારો બે મહિના માટે બુક કરાવેલો બંગલો . આહિંયા મોટો બેડ રુમ છે બાજુ મા રસોડુ અને આ બાજુ મા નાનો બેડ રુમ બન્ને બેડ રુમ મા એસી લાગેલુ છે આ એના રિમોટ ચેક કરી લો તમે જશો ત્યારે હું પણ બધુ ચેક કરી ને લઇશ . કાંઇ પણ નુકસાન થયુ તો તમારા ડિપોઝિટ માથી કાપી લઈશ .

સુરેશ - વડિલ આપનું નામ શું છે ?

મેનેજર - ચિમનલાલ રાવલ .

સુરેશ : ઓ... બ્રાહમણ છો .

મેનેજર - હા નાગર બ્રાહમણ . એ બધુ જવા દો હવે તમે રસોડા મા આવો એટ્લે વાસણો ગણાવી દઊ તમે જશો ત્યારે હું પણ ઘણી ને લઈશ અને ઓછા હશે તો...

સુરેશ - તો...તમે અમારા ડિપોઝિટ માથી કાપી લેશો.

મેનેજર - બરાબર ..આવો .

વિનોદ - માસ્તર આ ગણવાનું કામ તને ફાવશે તુજ ગણી લે .

[ દિનેશ ની ફોન ની રિંગ વાગે કટ કરે અને રસોડા મા જાય ]

સુરેશ - વિનયા બંગલો તો મસ્ત છે કલાઈમેટ પણ મસ્ત છે મજા આવ્શે .

વિનોદ - હા આ સેનિટોરિયમ નો સારા મા સારો બંગલો છે .trustee નો છે . મારી સાથે એણે ગણુ કામ કર્યુ છે એટ્લે મળી ગયો.

સુરેશ - તો પછી ડિપોઝીટ ...?

વિનોદ - ઓણખાણ છે એટ્લે સારો બંગલો આપી શકે પણ trust ના નિયમો ન તોડી શકે .આ દિનેશ નો મુડ હજી બદલાયો લાગતો નથી ?

સુરેશ - આ decision આપણા માટે જેટલુ આસાન હતુ એના માટે એટલુજ મુશ્કેલ હતુ .જમાનો બદલાયો છે પણ એ હજી અટકેલો છે મુડ મા આવતા ટાઇમ લાગશે .

વિનોદ - મને લાગે છે એણે ઘરે વાત કરી નથી. કિધા વગર આવ્યો લાગે છે.

સુરેશ - હા.. કાલે એના ઘરે મોટુ મહાભારત થયુ પછી જ આવવા તૈયાર થયો. મને તો લાગે છે ઘરે થી રિસાઇ ને આવ્યો છે .

[ મેનેજર અને દિનેશ આવે મેનેજર એક પેપર ઉપર દિનેશ ની સાઇન લે ]

મેનેજર - બધુ બરાબર ગણાવી દિધુ છે જશો ત્યારે ગણી ને લઈશ . મોટા બાથરુમ મા ગિજર છે . પાણી નો બગાળ કરશો નહિં ,રાત્રે દસ વાગે મેન ગેટ બંદ થઈ જશે ,બંગલા મા માસ મછ્છી ખાવાની મનાઈ છે , દારુ પિવાની મનાઇ છે ,બહાર ગાર્ડ્ન મા રમત ગમત ની મનાઇ છે , શાંતતા જાળવવી ,બે મહિના થી વધારે કોઇને રેહવા માટે નથી આપતા , રાતના દરવાજા બારી ઓ બંદ રાખવી ઉંદર આવી શકે ,બહારગામ જાઓ અને રાત્રે ન આવ્વાના હો તો પેહલા જણાવી દેવુ ,ગેશ નો બાટલો ખાલી થાય તો નવા બાટલા ના એકસ્ટ્રા પૈસા લાગશે , જરુરત પુરતી લાઇટ વાપરવી , સોફા ઉપર પગ મુકવા નહિં , ઓશીકા ,ગાદલા , ચાદરો અને ઓઠવાના સંભાળી વાપરવા , નાહવા માટે પોતાનો રુમાલ વાપરવો , કોઇ પણ જરુરત હોય તો મને જણાવજો .

સુરેશ - બસ આટલાજ નિયમો છે હજી કાંઇ ભુલી તો નથી ગયા ને .

મેનેજર - તમારે બાઇ જોઇએ છે .

સુરેશ - બાઇ...

મેનેજર - કામવાળી બાઇ ઝાડુ પોતુ કરવા ,કપડા ધોવા , વાસણ ધોવા જોઇએ તો રસોઇ પણ બનાવી આપશે .આ તો તમારી જોડે કોઇ બાઇ માણસ નથી એટલે પુછુ છુ .

વિનોદ - હા...હા.. કામવાળી તો જોઇશે .

મેનેજર - હા તો હમણા બાજુના બંગલા મા કામ કરતી હશે મોકલાવુ પછી .પૈસા તમારે નક્કી કરી લેવાના અને તમારે જ આપવાના સંસ્થા એના માટે જવાબદાર નથી .પેહલાજ ચોખ્વટ કરી લેજો પાછળ થી ઝગળા ન થાય .

વિનોદ - ભલે વડિલ અમે નક્કી કરી લેશું અને સંસ્થા ના બધાજ નિયમો નુ પાલન કરશુ અને અમને કાંઇ પણ જરુરત હશે તો તમને જણાવશુ તમારો ખુબ ખુબ આભાર.

મેનેજર - ભલે હુ જાઉ પિવા ના પાણી નો જગ મોકલાવુ છુ . બાકી રોજ તમારે પિવાનુ પાણી ઓફિસે થી ભરી લેવુ નહિં તો રસોડા મા નળ નુ પાણી ફિલટર મા ભરી પાણી ની વ્યવસથા જાતે કરી લેવી.

[મેનેજર જાય દિનેશ ના ફોન ની રિંગ વાગે એ કટ કરે ]

વિનોદ - કોનો ફોન આવ્યા કરે છે ઉપાડ તો કેમ નથી... એ દિનેશ તને કહુ છુ .

દિનેશ - મારા...દિકરા નો .

વિનોદ - તો ઉપાડ અને વાત કર તુ ઘરે કહી ને આવ્યો છે ને ?

દિનેશ - ના.. ઘરે જણાવ્યા વગર આવ્યો છું .

સુરેશ - અરે ઓ માસ્તર ફોન કર અને કહિ દે બધુ તે કાંઇ ચોરી થોડી કરી છે .

દિનેશ - મારે એની સાથે કોઇ જ વાત નથી કરવી .

વિનોદ - મને આપ હુ વાત કરુ છુ એ ચિંતા કરતો હશે .

[ પાછી રિંગ વાગે વિનોદ ઉપાડે ]

દિકરો - હે.. લો.. પપ્પા ક્યાં છો તમે ?

વિનોદ ‌- બેટા હું દિનેશ નો મિત્ર વિનોદ વાત કરુ છુ .

દિકરો - પપ્પા ક્યાં છે ? એ ઠીક તો છે ?

વિનોદ - હા એ બિલકુલ ઠીક છે અને અમારી સાથે દેવલાલી આવ્યો છે .

દિકરો - દેવલાલી.... તમે શુ બોલો છો પપ્પા સાથે વાત કરાવો પ્પ્લીઝ .

વિનોદ - એ વાત નહિં કરે રિસાયેલો છે .

દિકરો - અરે અંકલ આટલી નાની વાત મા કોઇ ઘર છોડી ને જતુ હશે તમે મારી એમની સાથે વાત કરાવો .

વિનોદ - જો બેટા તારા પપ્પા એકદમ મજા મા છે ,એમની તબિયત પણ સારી છે ,એ મારી અને સુરેશ ની સાથે છે , અમે અહિ ફરવા આવ્યા છીએ , એ હમણા રિસાયેલો છે . હુ એને સમજાવી ને પછી ફોન કરાવુ છુ તુ જરા પણ ચિંતા ના કર તો .

દિકરો - ઓ કે અંકલ એમનુ ધ્યાન રાખજો અને ફોન કરાવજો . તમારો ફોન નંબર આપો ને .

વિનોદ - હું તને મેસેજ કરુ છુ બાય..

સુરેશ - અરે ઓ માસ્તર શું બઈરાઓ ની જેમ રિસાય છે. વાત કર બિચારો કેટ્લી ચિંતા કરે છે તારી.

દિનેશ - ચિંતા....નાટક છે બધા એટલી જ ચિંતા હોત તો રોજ રોજ મારુ અપમાન ન કરતો હોત .. આ ફોન તો જાણવા માટે કરે છે ..કે જીવતા છે કે ગયા . વહુ દિકરો બન્ને મારા મરવાની રાહ જુવે છે .

વિનોદ - એવુ ન હોય દિનેશ એના અવાજ પર થી સમજાતુ હતુ એને ખરેખર તારી ચિંતા છે .

સુરેશ - જો ભાઇ એને ચિંતા હોય કે ના હોય . તુ એને જણાવી દે કે તુ તારી મરજી થી રાજી ખુશી થી અમારી સાથે આવ્યો છે. અને જીવીશ ત્યાં સુધી અમારી સાથે રેહવા નો છે . અમારી સાથે આખુ ભારત ફરીશ અને જો તુ ટપકી ગયો તો અમે એને જણાવી દેશુ .

વિનોદ - જે સાચુ છે એ કેહવામા ખચકાય છે શું કામ . અને જો તારે અમારી સાથે ન રેહવુ હોય તો અમે તને હમણાં પાછો મુકી આવીએ મુંબઈ અહિં થી ત્રણ જ કલાક છે .

દિનેશ - ના મારે હવે એ ઘર મા પાછુ જવુ નથી જ્યાં મારી વાત નુ કોઇ માન નથી અરે એક એક રુપિયો બચાવી ને એમણે ભણાવ્યા ,ગણાવ્યા ,પરણાવ્યા આખી જીંદગી દિકરા દિકરી માટે ધસી નાખી . આતો સારુ છે મહિને ૨૦૦૦૦ નુ પેન્સન આવે છે નહિં તો કયારો ને મને કાઠી મુક્યો હોત .એમની ખુશી ઓ માટે મેં અને મારી પત્ની એ અમારી બધીજ ખુશિઓ નુ બલિદાન આપ્યુ .વિદ્યા પણ મને એકલો મુકી દુનિયા છોડી ચાલી ગઈ . પોત્રનુ મોઠુ જોઇ ને જીવતો તો પણ હું એમને બધી વાતે નળુ છું મારા લીધે એમની આઝાદી છીનવાય છે. કરી દીધા આઝાદ એમને બધાજ બંધનો માથી મુક્ત કરી દીધા . હવે તો બચેલુ જીવન તમારી સાથે જ છુ .દોસ્તો બાકી રહેલા બધા શોખ પુરા કરીશ , મોજ થી જીવીશ આનંદ મા જીવીશ .

સુરેશ - વાહ શાબાશ મેરે શેર જોશ ઠંડો થાય એ પેહલા ફોન લગાડ

[ દિનેશ ફોન લગાડે રિંગ વાગે ]

દિનેશ - હેલ્લો..જીગનેશ

જીગનેશ - હા..પપ્પા ક્યાં છો તમે ઘરે પાછા આવો .

દિનેશ - ના બેટા હવે હું પાછો નથી આવ્વાનો .હું મારા બે મિત્રો સાથે છુ અને મજા મા છુ .અમે નક્કી કર્યુ છે કે હવે અમે હંમેશા સાથે રેહ શું . અમે આખુ ભારત ફરવાના છીએ કોઇ પણ જગા ઉપર બે મહિના થી વધારે રોકાવા ના નથી .જીવશુ ત્યાં સુધી ફરતા રેહશુ અને જો મને કાંઇ થઈ જશે તો મારા મિત્રો તને જાણ કરી દેશે .હું તને અને વહુ ને મારી બધી જ જવાબદારી ઓ માથી મુક્ત કરુ છુ. રાહુલ ને મારા વતી પ્યાર કરજે . તારી બેન તો મારી સાથે વાત કરતી નથી એટ્લે તુ જ એને ફોન કરી બધુ જણાવી દે જે .

જીગનેશ - પપ્પા તમે શું બોલી રહયા છો મને કાંઇ સમજાતુ નથી.

દિનેશ - તુ સમજવા ની કોશીશ ના કર હું જે કહુ છુ એ સાંભળ . મારુ બચેલુ જીવન તમને નળ્યા વગર મારી મરજી થી જીવ્વાનો છુ. તમારે મારી કોઇજ ચિંતા કરવાની જરુર નથી. લોકર ની ચાવી મારી જુની લોખંડ્ની પેટી મા છે. એમા ઘરના કાગળ અને તારી મા ના દાગિના છે . ઘર તુ રાખજે અને દાગિના તારી બેન ને આપી દેજે.મારુ બેંક એકાઉંટ જ્યાં સુધી હુ જીવુ છુ હું વાપરીશ અને મારા મ્રુત્યુ પછિ બચેલા પૈસા રોહન ના ભણતર માટે વાપર જે.

જીગનેશ - પપ્પા તમારુ સરનામુ આપો હુ તમને અત્યારે લેવા આવુ છુ.

દિનેશ - દિકરા જો તુ ખરેખર મારી ખુશી ઇછ્તો હોય તો મને ગોતવા આવીશ નહિં. મને જ્યારે જ્યારે તમારી યાદ આવશે હુંજ તમને ફોન કરીશ .ભગવાન તમને બધાજ સુખ આપે એવા આશિર્વાદ .જય હાટકેશ .

જિગનેશ - પપ્પા....

[ ફોન કટ કરે ]

ક્રમશઃ