આઇ હેટ યુ
પ્રકરણ-43
નંદીની ઓફીસનાં પહેલાં દિવસે ભાટીયાને મળી એનાં વિશે જે સાંભળ્યુ હતું એનાંથી કંઇક જુદોજ જણાયો. નંદીનીને મળી ભાટીયાએ બધુ જાણી લીધું ઘર અંગે ઓફીસનાં કામ અંગે. નંદીનીની સામે જોયા વિના એણે પોર્ટફોલીયો જે નંદીનીને આપવાનો હતો એની ફાઇલ ત્થા સોફટ ફાઇલ જ્યાં સેવ હતી એ સીડી, યુએસબી વગેરે આપીને કહ્યું આમાં બધીજ ડીટેઇલ્સ છે. તારો અત્યાર સુધીનો એક્ષ્પીરીયન્સ વગેરે જોતાં તને આ પોર્ટફોલીઓ આપુ છું. એમાં આનાં અંગેનાં બધાં સોફટવેર ડાઉનલોડ છે અને એનાં પાસવર્ડ વગેરે ફાઇલમાંજ છે એટલે તું તારુ કામ શરૂ કરી શકે છે હાં બીજી ખાસ વાત કે કોઇપણ કામ શરૂ કરે એ પહેલાં આ ફાઇલનો પૂરો અભ્યાસ કરજો તારાં લેપટોપમાં બધુજ સેવ કરેલું છે તું પાસવર્ડ નાંખીશ એટલે બધુંજ જોઇ કરી શકીશ.
નંદીની હમણાં તું સીધોજ કોઇ સાથે સંપર્ક કે કોરેસ્પોન્ડેન્સ ના શરૂ કરીશ એક વીક તું મને બધીજ મેટરમાં જણાવજે હું તને ગાઇડ કરીશ એ પ્રમાણે પછી તું સ્વતંત્ર રીતે કામ કરી શકીશ કારણ કે ઓવરસીસ કલાયન્ટસ સાથે તે હજી કામ કર્યુ નથી એટલે આ ફાઇલનો પાસવર્ડ આઇ.ડી હમણાં આપણાં બંન્ને માટે કોમન રહેશે પછી હું તને બધુજ સોંપી દઇશ. સો. સ્ટડી ફર્સ્ટ એન્ડ ઘેન પરફોર્મ ઓકે ? ટેઇક યોર સીટ એન્ડ પોઝિશન એન્ડ સ્ટાર્ટ વર્ક બેસ્ટ લક એન્ડ ટેઇક કેર.
નંદીની થેંક્સ સર કહીને બહાર નીકળી ગઇ. એ એની ગ્લાસની બનેલી ક્યુબ ડીઝાઇનની કેબીનમાં ગઇ અને એણે જોયુ એની અને ભાટીયાની કેબીનનો ગ્લાસ કોમન હતો. ભાટીયા કદાચ એની કેબીનમાં જોઇ શકતો હશે પણ એને ભાટીયાની કેબીનનું કંઇ દેખાતું નથી એણે ચેક કર્યુ કે ત્યાંથી મને મારી કેબીનનું બધુ દેખાતું હતું પણ હું સરની કેબીનની અંદરનું કંઇજ જોઇ શક્તી નથી. એને મનમાં હસુ આવી ગયું વાહ કેવાં કેવાં આઇડીયા આઇ મીન પેંતરા કરે બધાં.....
એણે લેપટોપ ઓન કર્યું ફાઇલમાંથી આઇ.ડી. અને પાસવર્ડ નાંખીને ઓપન કરી ફાઇલ.. ત્યાંજ એનાં મોબાઇલ પર રીંગ આવી.. સરલામાસીનો ફોન હતો એણે નામ વાંચી વિચાર્યું અત્યારે માસીનો ફોન ? એણે તરતજ ઉપાડી એકદમ ધીમા અવાજે પૂછયું હાં માસી શું થયું ? સરલામાસીએ કહ્યું નંદીની બેટા અમદાવાદથી તારું સ્કુટર અને બે મોટાં ખોખા આવ્યાં છે. સામાનનાં એ ઉતરાવી લીધાં છે. બીજુ કામ નથી આ તને જણાવવા માટેજ ફોન કરેલો. સાંજે આવે એટલે વાતો કરીશું. નંદીનીએ ઓકે કહીને ફોન કાપ્યો.
નંદીનીએ ફાઇલ ઓપન કરીને ઓવરસીસનાં ક્લાયન્ટનું લીસ્ટ કંપનીનું નામ ઓનરનાં નામ એ લોકો સાથે કેટલી રેવન્યુમાં બીઝનેસ કર્યો કોની સાથે કેવી ડીલ ચાલે છે. બધી માહિતીનો અભ્યાસ કરવા માંડી.
એણે જોયું કે મેક્ષીમમ બીઝનેસ ઓસ્ટ્રેલીયા દ.આફીકા, જર્મની, યુ.એસ. અને બ્રાઝીલ સાથે છે. બધાની ડીટેઇલ્સમાં અભ્યાસ કરીને યાદ રાખવા માંડી.
***********
સાંજે નંદીની ઘરે પાછી આવી ત્યારે માસા માસી વરન્ડામાં હીંચકા પર બેઠેલાં હતાં અને જાણે એનીજ રાહ જોઇ રહેલાં. માસીએ નંદીનીને રીક્ષામાંથી ઉતરી ઘરમાં આવતાંજ પૂછી લીધું કેવા રહ્યો પહેલો દિવસ.
નંદીનીએ હસતાં હસતાં કહ્યું ખૂબ સરસ પણ અહીં કામ ઘણુ છે મારે ઓવરસીસનું કામ જોવાનું છે.ઓફીસ સ્ટાફ બોસ બધાં સારાં લાગે છે વાંધો નહીં આવે.
સરલામાસીએ કહ્યું બેટા તું ક્યાંય ઘરના શોધીશ આ તારુજ ઘર છે અહીં તું વિના સંકોચ નિશ્ચિંત થઇને રહી શકે છે. બધાં ની ઇચ્છા છે તું અહીં રહે.. બીજે ઘર શોધીને કોઇ કામ નથી અને સાચું કહુ છું કંઇ નહીં તું હાથપગ ધોઇ લે હું તારાં માટે ચા બનાવી લાવું છું આમેય કાલે શુક્રવાર છે એટલે વીક એન્ડ આવી ગયું.
નંદીનીએ કહ્યું માસી મારું સ્કુટર હું જોઇ લઊં એ ચાલુ તો થાય છે ને કાલથી એનાં પરજ ઓફીસ જઇશ. માસીએ કહ્યું જોને ગેટની અંદરજ છે સામેજ તારી નજર ના પડી ? નંદીનીએ કહ્યું ના. હું જોઇ લઊં એમ કહીને એનાં પર્સમાંથી એક્ટીવાની બીજી ચાવી કાઢીને સ્કુટર પાસે ગઇ ત્યાં સ્કુટરનાં સ્ટીયરમાં બાંધેલી બેગ હતી એણે એ જોઇ એ બેગને કાઢવા પ્રયત્ન કર્યો પણ ના નીકળી એટલે કીચનમાં જઇને કાતર લઇ આવીને કાપી એમાંથી ચલણની કોપી, ચાવી, અને નાનો કાગળ નીકળ્યો.
એણે બીજુ બધુ પર્સમાં મૂકી ચાવીથી સ્કુટરને ચાવી આપી અને સ્ટાર્ટનું બટન દબાવ્યુ તો ચાલુ થઇ ગયું એણે કહ્યું હાંશ કાલે સવારે કોઇ મહેનત નથી. એણે સ્કુટર બંધ કરીને ચાવી અને બધુ અંદર લઇ ગઇ પર્સ વગેરે. બધુ એનાં રૂમમાં મૂકીને જોયું બે મોટાં બોક્ષ પણ ત્યાંજ મૂકેલા હતાં. એણે પેલું ચલણ અને કાગળ પણ પર્સમાં મૂક્યાં.
પછી બાથરૂમમાં ઘૂસી અને કપડાં ચેઇન્જ કર્યા અને ફ્રેશ થઇને બહાર આવી. ત્યાંજ માસીની બૂમ આવી નંદીની બેટા ચા થઇ ગઇ છે બહાર વરન્ડામાંજ લાવી છું બહાર આવ થોડીવાર બેસીએ પછી બધું પરવારીએ છીએ.
નંદીની મનમાં વિચારવા લાગી કે ઇશ્વરે ઘણાં દુઃખ તકલીફ આપી પણ સુરતમાં પગ મૂકતાંજ મંમીની ગરજ સારે એવાં માસી આપ્યાં અને રહેવા સુરક્ષિત આશરો હું કેટલાં વર્ષે મળી છું છતાં પણ હમણાંજ છૂટા પડી પાછા મળ્યાં હોય એવી માયા લાગી છે. માસા અને માસી બંન્ને જણાં ખૂબ કાળજી લે છે. વળી વિરાટ તો મને અહીંજ રહેવાં આગ્રહ કરી રહ્યો છે શું કરું ? કંઇ નહીં વિચારીશ... એમ મનનાં વિચારો કરતી બહાર વરન્ડામાં આવી ગઇ.
માસી અને નંદીની બંન્ને જણાં હીંચકા પર બેઠાં અને માસાં સામે ખુરશી ઉપર.. માસાએ પૂછ્યું. બેટાં ઓફીસમાં બધુ ઠીક છે ને ? તને ઓફીસ લોકેશન સમજાઇ ગયુ અને મળી ગયું ને ?
નંદીનીએ કહ્યું હાં માસા મળી ગયેલું રીક્ષામાં ગઇ હતી એટલે રીક્ષાવાળાએ સીધી ત્યાંજ ઉતારી હતી પણ હું આખો રસ્તો ઘરથી જોતી જોતી નીકળી હતી એટલે કાલે એક્ટીવા પર જતાં અગવડ નહીં પડે અને અટવાઇશ તો કોઇને પૂછી લઇશ. એમ એકલી નીકળીશ તોજ બધી સમજણ પડશે.
માસાએ કહ્યું વાત સાચી છે. માસીએ કહ્યું નંદીની સાચી વાત કહુ ? વિરાટ US ગયો છે ત્યારથી ઘરમાં જાણે સાવ એકલું લાગતું હતું. આમ તો વરસ ઉપર થઇ ગયું પણ તું આવી છે ત્યારથી ઘર ભર્યું ભર્યું લાગે છે ભલે તને વરસો પછી જોઇ પણ ખબર નહીં. તને જોઇને મારું મન ભરાય છે સંતોષ થાય છે મારાં મહાદેવે તને મોકલી. તને થશે અમે તને અહીં રહેવા આગ્રહ કરીએ છીએ એમાં અમારો કંઇ સ્વાર્થ હશે ? સવાર્થ ગણે તો બસ આ ઘર ભર્યુ લાગે છે બીજુ કંઇ નહીં.
નંદીનીની આંખમાં આંસુ આવી ગયાં માસી આવું કેમ બોલો છો ? સ્વાર્થ તો એમા મારો પોષાય છે મને રહેવા સુરક્ષિત આશરો મળી ગયો. તમે મારાં મંમીનાં બહેને ભલે આપણે મળતાં નહોતાં વારંવાર બધાં પોતપોતાની જીંદગીમાં વ્યસ્ત હતાં પણ માં ક્યારેક પણ બસ તમારીજ વાતો કરતી અમારાં કુટુંબમાં સગા નામે નથી કોઇ કાકા મામા, ફોઇ ફુવા બસ તમે માસીજ હતાં અને એટલેજ હું વિના સંકોચે તમારી પાસે આવી ગઇ એમ બોલતાં બોલતાં નંદીની ધુસ્કે ને ધુસ્કે રડી પડી માસીએ કહ્યું દીકરાં આમ ઓછું ના લાવ એમ કહીને નંદીનીને પોતાની છાતીએ વળગાવીને માથે હાથ ફેરવવા લાગ્યાં એમની આંખો મીચીં ગયાં. એમની આંખો પણ ભરાઇ આવી હતી નંદીનીને આજે વરસો પછી મન હૃદયમાં શાતા મળી રહી હતી એને માં જેવું વાત્સલ્ય અને પિતા જેવી છત મળી હતી આજે એણે મોકળા મને ખૂબ રડી લીધું. આજ સુધીની બધી કસર નીકળી ગઇ.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-44