LOVE BYTES - 67 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-67

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-67

લવ બાઇટ્સ
પ્રકરણ-67
આશા અને સ્તવન ગળાડૂબ પ્રેમમાં હતાં. સ્તવનને એકજ ડર સતાવી રહેલો કે વચ્ચે કોઇ વિધ્ન ન આવે. એને વિચાર આવી ગયો કે સ્તુતિએ પહેરાવેલી માળા ઉતારી નાંખે બધાની વારે ઘડીએ નજર જાય છે અને પ્રશ્નો કર્યા કરે છે.. પછી પાછો મનમાં ડર લાગી ગયો ના.. ના.. માળા કાઢવામાં ક્યાંક બકરુ કાઢતાં ઊંઠ ના પેસી જાય એટલે કે વધારે કોઇ બીજો પ્રોબ્લેમ ના થઇ જાય એટલે આશા જેવી બાથરૂમમાંથી આવી એવી એણે બેડ પરજ ખેંચી લીધી.
આશાએ કહ્યું અરે અરે મને કપડાં તો પહેરવા દો આવી કેવી ઉતાવળ ? સ્તવને પ્રેમથી ચૂમતાં કહ્યું. તું પહેરે પાછાં મારે ઉતારવા પડે કેટલી મહેનત કરાવે ? એમ કહીને હસી પડ્યો. આશાએ કહ્યું ઓકે બાબા સમજી ગઇ નહીં કરાવુ મહેનત બસ ? આમ પણ તમારે બીજી ઘણી મહેનત કરવાની છે એમ કહીને એ પણ હસી પડી.
સ્તવન આશાને વળગીને એને ચૂમી રહેલો. એનાં હોઠને એનાં હોઠથી પકડીને જોર કરી મધુરસ ચૂસી રહેલો. આશાએ કહ્યું એય મારાં વ્હાલાં સ્તવન ધીમેથી આમતો મારાં હોઠજ બહાર આવી જશે. તમારાં હોઠનો આ મધુરસ મને પગાલ બનાવે છે આઇ લવ યુ.. એમ કહી આશા સ્તવનને એનાં ગળા કાનમાં બધે ચુંબન કરવા લાગી. રાત્રીનાં રૂપાળાં છતાં કાળા એવાં રેશ્મી અંધારામાં બંન્ને દેહ એકબીજાને વળગીને તન થી તનનો ખૂબ આવેગથી પ્રેમ કરી રહેલાં અને આશાથી સ્તવનનાં ગળામાં રહેલાં મણીને ચુંબન થઇ ગયું અને એની માળાનાં મણીમાં જાણે જીવ આવ્યો હોય એમ થર થર ધુજારી આવી સ્તવનને મહેસુસ થયું કે માળામાં રહેલાં મણીમાં ધ્રુજારી છે આશાને તો કંઇ ખબરજ નહોતી એતો સ્તવનને વળગીને ચૂમી રહી હતી.
સ્તવનને થયું આ મણી અત્યારે મારી આવી સુંદર મધુરજનીમાં અડચણ કરે છે એણે ગળામાંથી માળાને ઉતારીને બાજુની ટીપોય પર મૂકી દીધી અને આશાને વળગીને બમણાં જોરે પ્રેમ કરવા લાગ્યો. સ્તવને આશાનો ચહેરો હાથમાં લઇને કહ્યું એય મારાં ચાંદ આજે તો આકાશમાં દેખાતાં ચાંદ કરતાં પણ તેજ્સવી લાગે છે જો બારીની બહાર આજે પૂનમની રાત અને તારો મારો સાથ. આશાએ બારીની બહાર ચાંદને જોયો અને બોલી મારાં સ્તવુ મારાં માટે તો આજની રાત ખૂબજ મહત્વની છે હું તને પ્રેમ કરું છું. આજની રાતે મારી બધી આશાઓ પૂરી થવાની આજે આપણાં દેહથી દેહનું મિલન આત્મા થી આત્માનું મિલન અને વળી સામાજીક રીતે રીવાજો અને શાસ્ત્રોક્ત પણ મિલન હવે આપણી વચ્ચે કોઇ નહીં આવી શકે. હું આજની રાત્રીનીજ રાહ જોઇ રહી હતી.
સ્તવન મારાં પ્રાણ મને અઘોરીજીએ પણ કહેલું કે તમારાં વિવાહની પૂનમની રાત તમારું મિલન થઇ ગયુ પછી કોઇ શક્તિ કે આત્મા કોઇ પ્રેત કે જીવતી વ્યક્તિ તમારી વચ્ચે નહીં આવી શકે સ્તવન બસ ફક્ત તારોજ થઇ જશે. અને મારાં સ્તવન આજે આપણાં તન એક બીજાને પરોવાયેલાં અંગથી અંગ મળેલાં છે.. એમ કહીને મારાં સ્તવન કહીને એ વ્હાલથી વળગી ગઇ.
સ્તવન પણ આશાને એનાં અંગ અંગને સહેલાવતો હતો એનાં પયોધરોને દાબતો ચૂસતો મંથન કરી રહેલો એને ધીમે ધીમે શરૂ થયેલું મંથન અતિ તરફ આગળ વધી રહેલું એનું મંથન મૈથુનનું સ્વરૂપ લઇ રહેલું એ ધીમે ધીમે પરાકાષ્ઠા તરફ આગળ વધી રહેલો એણે આશાને ચૂમતી જોઇ એનાં ચહેરાં પર મહોરુ જોયું શારીરીક એટલી મૈથુન ક્રિયામાં હતો કે પરાકાષ્ઠા આંબી ગયો બંન્ને જણાં એકમેકનાં હોઠ ચૂમતાં પરાકાષ્ઠાનો આનંદ લઇ રહેલાં. સ્તવનને આશાનાં ચહેરામાં સંતોષનો ભાવ જોયો અને એણે આશાને ચૂમી લીધી.
આશા સંતોષનાં સ્મિત સાથે બેડ પર સૂઇ રહેલી સ્તવન એનાં ઉપરજ સવાર હતો અને આશાનો ચહેરો જાણે એણે બદલાયેલો જોયો એને આશાનાં ચહેરામાં સ્તુતિનો અણસાર થયો અને એ એકદમ બેઠો થઇ ગયો.
સ્તવન એકદમ બેઠો થઇ ગયો એને થયું આશાનાં ચહેરામાં સ્તુતિનો ચહેરો કેવી રીતે દેખાય ? આ મને ભ્રમ છે કે સ્તુતિની કોઇ ચાલાકી ? એ આશાની સામે જ જોઇ રહેલો ધીમે ધીમે સ્તુતિની અસર ઓછી થઇ હોય એમ એનો ભ્રમ ઓછો થયો હવે આશા સ્પષ્ટ દેખાતી હતી એણે આશાને જોયું તો એ એકમદ ગાઢી નીંદરમાં સરી ગઇ હોય એમ સૂઇ રહી હતી. એનાં ચહેરાં પર હજી સંતોષનું સ્મિત હતું.. એણે આશાનાં હોઠને ચૂમ્યાં અને બેડ પરનું બ્લેન્કેટ આશાને ઓઢાડી દીધુ અને એને સૂવા દીધી.
સ્તવન ઉઠ્યો ઉઠીને તરતજ બાથરૂમમાં ગયો ત્યાં જઇને ફ્રેશ થઇ બહાર આવ્યો એણે ટીપોય પર મૂકેલી માળા જોઇ એણે મણીને સ્પર્શ કર્યો અને એને મણીમાં સ્તુતિ દેખાઇ પણ એ સ્તુતિને એણે સોનાનાં અને હીરાનાં અલંકારથી સજેલી જોઇ એ કોઇ રાજકુંવરી જેવી દેખાતી હતી સ્તવને એને જોઇ આર્શ્ચય અને પ્રશ્નાર્થ કરવા ગયો ત્યાંજ સ્તુતિએ કહ્યું હું વચ્ચે નહીં. આવું એવું વચન આપ્યુ છે તારી પત્નિએ મણીને ચૂમ્યો એટલે હું આપો આપ એનામાં પરોવાઇ ગઇ હતી એનો દેહ મારો આત્મા બંન્ને હાજર હતાં મેં મારી કોઇ શરત કે વચન નથી તોડ્યું પણ જો મારો પ્રેમ આજની તારી મધુરજનીની આ પૂનમની રાત્રે પણ તેં નહીં તો તારી પત્નિએ મને શાક્ષી રાખી પ્રેમ તેં એનાં તનને મારાં આત્માને કર્યો.
સ્તવને કહ્યું તું એક કાળા માથાની માનવી છે સ્ત્રી છે તો તું આવું સૂક્ષ્મ રૂપ કેવી રીતે લઇ શકે છે ? ખરેખર તું છે કોણ ? આ મણિમાં તારુ પ્રતિબિંબ કેવી રીતે દેખાય છે ? અને આટલાં અમૂલ્ય શણગાર હીરા-સોનાનાં દાગીના પહેરેલી તું કોણ છે ? અને શા માટે મારી પાછળ છે ? તું તો કોઇ રાજ્યની રાજકુમારી જણાય છે હું સાવ સામાન્ય ઘરનો છોકરો છું શા માટે મારી પાછળ સમય બગાડે છે ? આ આશા મારી પત્ની છે અમે સુખી ઘરનાં ખૂબ મહેનતથી આગળ આવેલાં સામાન્ય માણસો છીએ. અમને મુક્ત કર અને અમારુ સામાન્ય જીવન જીવવા દે. તું પણ જે હોય એ કોઇ ઋણ હોય તો હું એમાંથી તને મુક્ત કરુ છું તું પણ મને મુક્ત કર.
આવી સૂક્ષ્મ અને અગોચર શક્તિઓ ધરાવતી એવાં જીવાત્મા એવી તું સુંદર સ્ત્રી છે તું મને વારે વારે બોલાવે છે આકર્ષે છે. હું તારી મોહજાળથી મુક્ત નથી થઇ શક્તો હું આવી રીતે મારી આ પત્નીને પણ દગો દઇ રહ્યો છું એની સાથે છળ કરી રહ્યો છું મારી પાત્રતા એવી નથી... નથી હું એવો વિલાસી કે વાસના ભર્યો માણસ હું માત્ર મારી પતિને પ્રેમ કરુ છું હું ખૂબજ પ્રેમાળ વ્યક્તિ છું એક પુરુષ તરીકે મારાં પ્રિયપાત્રને અપાર પ્રેમ કરી રહ્યો છું અને કરતો રહીશ. શા માટે તારું પણ જીવન બરબાદ કરે છે ? મારું પણ થઇ જશે. એવો ડર રહે છે.
સ્તુતિએ કહ્યું સ્તવન હજી તને મારી કે તારી કોઇ સાચી ઓળખજ નથી હું કોણ છું ? આ જન્મે એક સામાન્ય બ્રાહ્મણ કુટુંબમાં જન્મી છું પણ મારો આત્મા કેવો છે ? કઇ પેઢી ક્યા વારસામાંથી હું આવી છું ? તારો ભૂતકાળ આ જીવનનો નહીં ગત જન્મનો શું છે તને ખબર નથી. તારો અને મારો શું સંબંધ છે એ તને ખબર નથી મારાં દેહ પર તેં આપેલાં નિશાન કેમ છે ? ક્યારે આપેલાં ? શું થયેલું ? મેં તને આપેલી માળામાં જે મણી છે એનું સત એનો પ્રભાવ તને ખબર નથી.
તારે બધુજ જાણવું છે ? તને કંઇજ ખબર નથી પણ મને બધીજ જાણ છે હું ગત જન્મોનો હિસાબ રાખીને બેઠી છું તું મારો પ્રિયતમ તુંજ મારો પતિ હતો છે.
ત્યાંજ આશાએ આંખો ખોલી એને થવુ સ્તવન આમ અંધારામાં કેમ બેઠાં છે ? અને સ્તવનનાં હાથમાંથી માળા સરકીને ટીપોય પર જતી રહી અને આશા ઉભી થઇ સ્તવનની સામે આવી એની આંખોમાં જોયું અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -68