Ek Pooonamni Raat - 34 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-34

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-34

એક પૂનમની રાત
પ્રકરણ-34
દેવાંશ અને વ્યોમા બંન્ને જણાં પ્રેમની કબૂલાત કરી રહેલાં. દેવાંશે કહ્યું હવે તને હું ઘરે જ છોડી દઊં પછી ઘરે જઊં સારું કર્યું. આજે થાક પણ ખૂબ લાગ્યો છે. વ્યોમા એની વાત ઉપર હસી પડી.. હાં હાં આજે તને પેલીએ મહેનત ખૂબ કરાવી છે.. થાક્યોજ હોય ને તારી બધી તાકાત વપરાઇ ગઇ છે.
દેવાંશે પણ હસતાં હસતાં કહ્યું એજસ્તો મારી બધી તાકાત તારામાં આવી ગઇ પણ સાચવજે સંગ્રહી ના રાખીશ નહીતર મોટાં પ્રોબ્લેમ થઇ જશે. વ્યોમાએ કહ્યું નાના કશુંજ નહીં થાય મેં ક્યાંક વાંચ્યુ છે પ્રેત પ્રેમનાં વારસદારના હોય એ માત્ર સાથીજ બની રહે ફળ ના મળે.
દેવાંશ હસતો હસતો બોલ્યો ઓહો એવી વાત છે પણ મને જોરમાં સૂ સૂ આવી છે હું જઇ આવું પછી આપણે નીકળીએ દેવાંશ જીપથી નીચે ઉતર્યો અને એણે ઝાડી નજીક જઇને ઉભા રહીને ચેઇન ખોલી અને સૂસૂ કરવા લાગ્યો ત્યાં એની નજર એની પોતાની સૂ સૂ પર પડી એ અવાક રહી ગયો એની સૂ સૂ એકદમ લાલ રંગની થઇ રહી હતી એ ગભરાઇ ગયો કે આવું શું થયું ? સૂ સૂ કરી એ જીપમાં આવી ગયો એણે વ્યોમા તરફ જોયું. વ્યોમાએ દેવાંશનો ચહેરો જોઇને પૂછ્યું દેવું શું થયું ? તારો ચહેરો આટલો ઉતરેલો અને ગભરાયેલો કેમ છે ? પાછું કંઇ થયું ? કંઇ જોયું તે ?
તું જીપમાં બેસ હવે અંધારુ થઇ ચુક્યો આપણે વેળાસર ઘરે પહોચીએ પ્લીઝ હવે વધારે કોઇ પરચા નથી જોવાં... વ્યોમા... વ્યોમા આપણે ઘરેજ જઇએ છીએ પણ મારી વાતતો સાંભળ. ગભરાયેલો દેવાંશ બોલ્યો. મેં મારું યુરીન તદ્દન ઘાટા લાલ રંગનું જોયું આવું કદી નથી થયું આજે આમ અચાનક શું ગરબડ હશે ? કોઇ શારીરીક તક્લીફ કે કોઇ શેતાની શક્તિની અસર ?
વ્યોમા સાંભળીને ચોંકી ગઇ ઓહ નો એવું કેવી રીતે થયું ? આપણે સીધા ડોક્ટર પાસે જઇએ દેવું.
દેવાંશે કહ્યું ના આમ ઉતાવળી ના થા. મને થોડો સમય આપ પહેલાં તને ઘરે ઉતારી દઊં હું મારાં ઘરે જઊં વિચારુ શું કરવું છે ? ડોક્ટર પાસે જઊ કે અઘોરી તાંત્રીકબાબા પાસે ? આમાં કોઇ જાણકારની મદદ લેવી પડશે. હમણાં ઘરે તો જઇએ એણે જીપ સ્ટાર્ટ કરી બંન્ને જણાં ફરીથી મોન થઇ ગયાં. બંન્ને જણાં આવું કેમ થયું એનાં ઊંડા વિચારોમાં પડી ગયાં.
દેવાંશ વિચારોમાં પરોવાયેલો જીપ વ્યોમાનાં ઘર તરફ જઇ રહેલો. વ્યોમાં વિચારો કરતાં કરતાં ક્યારે ઊંધી ગઇ ખબરજ ના પડી. દેવાંશે એની સોસાયટી આવતાંજ એનાં ઘર પાસે ઉભી રાખી અને બોલ્યો વ્યોમા... વ્યોમા... તારું ઘર આવી ગયું. ઉઠ... વ્યોમાં ઝબકીને જાગી અને બોલી ઓહ ઓકે નીંદર આવી ગઇ મને ઠીક છે ચાલ આજે તને ઘરમાં આવવા નથી કહેતી હું જઊં અંદર રાત્રે ફોન કરજે ભૂલ્યા વિના અને આ ડોક્ટરને કે કોઇને જેને બતાવવું હોય બતાવી દેજે મને જણાવજે.
દેવાંશે કહ્યું ઓકે તું ચિતાં ના કર જે હશે જણાવીશ બાય જાન... બંન્ને જણાએ બાય કીધું વ્યોમાં ઘરમા જતી રહી અને દેવાંશે જીપ ટર્ન મારીને ઘર તરફ લીધી.
દેવાંશને કૂતૂહૂલ હતું જાણવાનું કે આમ કેમ થયુ ? આટલો લાલ લાલ યુરીન ? પણ થાક એટલો હતો કે ના ડોક્ટર પાસે ગયો ના તાંત્રિક અઘોરી પાસે એ સીધોજ ઘરે આવ્યો. જીપ પાર્ક કરીને એ ઘરમાં ગયો.
માં એ કહ્યું આવી ગયો દીકરા ? ચલ તું ફેશ થઇને આવ ત્યાં સુધીમાં હું થાળી પીરસુ છું આજે તું ખૂબ થાકેલો જણાય છે.
દેવાંશે કહ્યું હાં માં થાકેલો છું તું થાળી પીરસ હું આવું છું દેવાંશ બાથરૂમમાં ગયો એને ફરીથી યુરીન કરવાનું મન થયું એણે યુરીન કર્યું તો અત્યારે નોર્મલ યુરીન થયું. એને અચરજ થયું આ કેવું ? પછી એ વધારે વિચાર્યા વિનાં ફ્રેશ થઇ કપડાં બદલીને જમવા માટે ગયો.
માઁ દેવાંશની સામે જોયાં કરતી હતી એણે કહ્યું શું વાત છે દિકરા ? તું ચિંતામાં કેમ જણાય છે ? બધુ બરાબર છે ને ? કંઇ થયુ નથી ને ? દેવાંશે કહ્યું માઁ બધુજ બરાબર છે કોઇ ચિંતા નથી આતો આજે મને ખૂબ થાક લાગ્યો છે. હવે સીધો સૂવાજ જઉ છું તરુબહેને દેવાંશને સાંભળી કંઇક કહેવા જતાં હતાં પણ ચૂપ થઇ ગયાં. મનમાં ને મનમાં કંઇક ગણગણ્યાં દેવાંશે પૂછ્યું માં શું થયુ ? તું કંઇ બોલી ?
માં એ કહ્યું કંઇ નહીં તું ખુબ થાક્યો છે એટલે જમીને શાંતિથી સૂઇજા જે કંઇ વાત કરવી હશે કાલે સવારે વાત. તું તારું ધ્યાન રાખ. હમણાંથી તું બહું દોડાદોડી કરે છે.
દેવાંશને કૂતૂહૂલતો થયું જાણવાનું પણ થાકેલાં મને ઇચ્છા ના કરી એમણે જમીને એનાં રૂમમાં સૂવા માટે જતો રહ્યો. રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો.
દેવાંશ એનાં બેડ પર આડો પડ્યો થોડીવાર સીલીંગ તરફ જોઇ રહ્યો પછી એ ફોન લેવા જાય ત્યાંજ રીંગ વાગી એણે જોયું વ્યોમાનો ફોન છે એણે કહ્યું બોલ શું વાત છે હું હમણાં તનેજ ફોન કરવાનો હતો.
વ્યોમાએ ગભરાયેલો સ્વરે કહ્યું અરે દેવું મને પણ યુરીન ખૂબ લાલ લાલ થયું ઘરે આવીને મેં જોયું... અને મને ખૂબ ડર લાગે છે કાલે આપણે જેને બતાવવાનું હોય બતાવી દઇએ. મને ડર લાગે છે પણ હું ઘરમાં વાત નથી કરવાની.
દેવાંશે કહ્યું વ્યોમા ડરીશ નહીં મે ઘરે આવીશ યુરીન કર્યું સાવ નોર્મલ થયું પહેલાની જેમ પણ કાલે આપણે બતાવીશું અથવા પૂછી લઇશું તું ડરીશ નહીં હમણાં ઘરમાં કોઇને કંઇજ કહીશ નહીં....
વ્યોમાએ કહ્યું આમાં આજે જે કંઇ થયું એ ઘરમાં કહેવા જેવું ક્યાં છે ? હોઠ સીવાયેલાંજ રહેશે જીંદગીભર... પણ આ યુરીનનું પણ નહીં કહું તારે ઘરે નોર્મલ થયો તો મારે પણ કદાચ ફરીવારમાં ... કંઇ નહીં તું થાક્યો છે સૂઇ જા કાલે સવારે વાત કરીશું.
દેવાંશે કહ્યું ઓકે વ્યોમા માય લવ ટેઇક કેર આઇ લવ યુ સવારે ફોન કરીશ અને ખરી તને ઘરે લેવા માટે આવીશ. બાય...
સવારે ઉઠીને દેવાંશે જોયું કે બધુ નોર્મલ છે એને યુરીન પણ નોર્મલ થયુ છે એને યાદ આવ્યું કે કાલે રાત્રે માં કંઇક કહેવા જતી હતી પણ અટકી ગઇ હતી એણે પૂછ્યું માં કાલે તું શું કહેવા જતી હતી ? હવે કહીદે બધું
તરુબહેને કહ્યું કંઇ નહીં દીકરા હવે તારો થાક ઉતર્યો ? કેવું છે તને ? આજે ક્યાં જવાનું છે ? ટીફીન લઇ જઇશ ? તો એ પ્રમાણે બધી તૈયારીઓ કરું
દેવાંશે કહ્યું બધુ બરોબર છે થાક પણ ઉતર્યો છે પણ માં તમે શું કહેવા જતાં હતાં એ કહો આજે અમારે પાછા જંગલ તરફ જવાનું છે સાંજે લેટ થશે ચિંતા ના કરીશ.
તરુબહેનને કહ્યું અરે એતો મીલીંદની દીદી વંદના આવી હતી તારાં માટે પૂછતી હતી કે દેવાંશ ક્યાં છે ? એની જોબ ચાલુ થઇ ગઇ ? હમણાં ક્યાં ગયો છે ? આવીને તારાં એટલાં પ્રશ્ન કરેલાં. મેં કીધું એની જોબ ચાલુ થઇ છે પણ ખબર નથી કઇ તરફ ગયો છે.
ત્યાં વંદના બોલી કે દેવાંશ કોઇ છોકરીને લઇને મને મળવા ઘરે આવેલો પણ હું મળી શકી નહોતી એટલે મળવા આવી હતી. કંઇ નહીં ઘરે આવે ત્યારે કહેજો મને ફોન કરે. તો મેં એને કહ્યું તુંજ એને અત્યારે ફોન કરી દેને... પણ એ કહે ના ના મારે ફોન પર વાત નથી કરવી રૂબરૂ કરીશ. એમ કહીને એ જતી રહી હતી. પણ થોડી ગુસ્સામાં લાગતી હતી.
દેવાંશને આષ્ચર્ય થયું કે એ ગુસ્સામાં હતી ? મેં એવું કંઇ કર્યુ નથી નથી એ મને મળ્યા. તો મારાં પર ગુસ્સો શા માટે ? કંઇ નહીં એમનાં આવવાનાં સમયે વાત હું એમને મળવા ઘરે ગયેલો મને મળેલા નહોતાં એટલે આવ્યાં હશે.
દેવાંશે ફોન ઊપાડ્યો અને એક નંબર ડાયલ કર્યો એવો ફોન લાગ્યો એ બોલ્યો.. હાં હાં હું દેવાંશ મેં કીધેલી છે એ વાત સાચીજ છે. કંઇક ગરબડ તો ચોક્કસ છેજ હું હમણાં બહાર નીકળું છું આપણે બહારજ ક્યાંક મળીએ... અશોક નગર હું રાહ જોઇશ.
વધુ આવતા અંકે - પ્રકરણ - 35