LOVE BYTES - 66 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-66

Featured Books
Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-66

લવ બાઇટ્સ
પ્રકરણ-66
સ્તવનની સામે આશા જોઇ રહી હતી. આશાને લાગ્યું કે અઘોરીજીના અને માં મહાકાળીનાં દર્શન પછી સ્તવન કંઇક વિચારોમાં છે. યુવરાજસિંહે કહ્યું બધાએ અહીંજ રોકાવાનુ છે અને બે દિવસ આરામ મળશે. બધાં ખુશ થઇ ગયાં પણ સ્તવનને નાં સમજાય એવી અકળામણ હતી. એને આજે વેવીશાળ (વિવાહ) થયાંનો ખૂબ આનંદ હતો સાથે સાથે સ્તુતિએ આપેલી માળાનો ભેદ જાણીને વિચારમાં પડી ગયેલો. એને થયું સ્તુતિ પાસેથી બધી સાચી વાત જાણવી પડશે કે એની પાસે આ હાર કેવી રીતે આવ્યો ?
સાંજનું જમવાનું પત્યાં પછી લલિતામાસીએ કહ્યું છોકરાઓ તમે સવારથી વિધીમાં અને કામમાંજ વ્યસ્ત રહ્યાં છો થાક્યા હશો અને એકનાં એક વાતાવરણમાં રહ્યા છો તમે હવે છુટા છો હવે તમારાં રૂમમાં જઇને આરામ કરો. પછી હસ્તાં હસ્તાં ઉમેર્યુ... પણ આરામજ કરજો.
આશા અને મીહીકા બન્ને જણાં શરમાઇ ગયો ભંવરીદેવીએ કહ્યું અહીં આપણે સ્ત્રીઓ જ છીએ એણે આવી મજાક ચાલી જાય. પણ આરામ કરો તમે જઇ શકો છો. પછી શાંતિથી કાલે વાતો કરીશું.
આશા અને મીહીકા બંન્ને હાથ પકડીને વાતો કરતાં કરતાં પહેલાં માળે જવા નીકળ્યાં. આશાએ કહ્યું મીહીકાબેન તમે ખૂબ સુંદર લાગો છો. આજે બધામાં તમે સાવ અલગ લાગો છો મારી નજર ના લાગી જાય.
મીહીકાએ કહ્યું તમે કેટલા સુંદર છો. તમે અને ભાઇ સાથે બેઠાં હતાં હું તમનેજ જોઇ રહી હતી કેવી સરસ જોડી ઇશ્વરે બનાવી છે જાણે સાક્ષાત સીતા રામ.
આશાએ કહ્યું ઇશ્વરનાં આપણાં પર આશીર્વાદ છે કોઇ પણ વિધ્ન વિના સરસ રીતે પ્રસંગ પુરો થયો. ત્યાં મયુરે મીહીકાને જોઇ અને બોલ્યો મીહી આપણો રૂમ આ બાજુ છે... આશા સાંભળીને હસી પડી જાવ તમને રૂમ બતાવે છે મારો ભાઇ છે. હું ઓળખું છું ને એનેય હવે તમારી સાથે બેસીને વાતો કરવી હશે.
મીહીકાએ કહ્યું હાં સાચી વાત છે સ્તવન ભાઇ તો તમારી રાહ જોઇને વેઢા ગણતાં હશે. તમે પણ જાવ રૂમમાં પછી શાંતિથી વાતો કરીએ. આશાએ કહ્યું જઇએ છીએ પણ વેઢા ગણતાં હશે એટલે ? તમે પણ સાથે ચલોને રૂમમાં મયુરને પણ બોલાવી લઇએ. થોડીવાર વાતો કરીએ સાથે બેસીને પછી....
મીહીકાએ કહ્યું હાં ચાલો અને આશા અને મીહીકા સ્તવનાં રૂમ તરફ ગયાં. મીહીકાને જોઇ રહેલાં મયુરને ઇશારો કરીને બોલાવી લીધો. મયુર પણ સ્તવનમાં રૂમ તરફ આવ્યો.
સ્તવન બેડ પર આડો પડીને છત તરફ જોઇ રહેલો એ કંઇક વિચારોમાં હતો ત્યાં આશા અને મીહીકા રૂમમાં આવ્યાં. સ્તવન બેઠો થઇ ગયો. એણે મીહીકાને કહ્યું આવ આવ ઢીંગલી... અને ત્યાં મયુર પણ આવી ગયો.
સ્તવને કહ્યું શું વાત છે અચાનકજ દરબાર ભરાઇ ગયો ? આશાએ કહ્યું મેં બોલાવ્યા કે થોડીવાર વાતો કરીએ પછી... સ્તવને કહ્યું પછી ? આશાએ કહ્યું કંઇ નહીં તમે બહુ લુચ્ચા છો.
મયુર આવીને સ્તવનની બાજુમાં બેઠો અને બોલ્યો કોન્ગ્રેચ્યુલેશન ભાઇ આજે તો તમે લોકો રાજા રાણી જેવા શોભતા હતાં. સ્તવન હસ્યો અને બોલ્યો તમે અને મીહીકા પણ...
મયુરે કહ્યું તમે રાજા જેવાજ લાગતાં હતાં એમાંય તમારાં ગળામાં રહેલી આ મોતીની માળા તો કહેવું પડે કોઇ રાજકુંવરનેજ શોભે એવી છે અને એ બરાબર ગળામાં સ્થાન શોભાવી રહી છે.
મીહીકાએ કહ્યું સાચે જ ભાઇ આ માળાથી કંઇક અલગજ રોબ વર્તાય છે. આશા માળા સામે જોઇ રહી પછી બોલી તમને ઝવેરીને ત્યાંથી સરસ માળા મળી ગઇ પણ તમારે પેરમાં લેવી જોઇએ તમારી અને મારી... તો બંન્ને જણાં શોભી ઉઠતને.. એમ કહીને હસવા લાગી. સ્તવને કહ્યું બીજી હોત તો લઇ લેત પણ આવી આ એકજ હતી અને મેં જીદ કરીને લીધી થોડાં પૈસા વધારે આપ્યાં પહેલાં વેચવીજ નથી એવું કહેલું પણ મેં લેવા માટે આગ્રહ કર્યો... મયુરે પૂછ્યું તો તો ઘણી મોંઘી હશે. સ્તવને વાત ઉડાવતા કહ્યું અરે ઠીક છે ગમી લઇ લીધી. થોડીવાર બધાં પ્રસંગ અંગે અને બધી વાતો કરતાં રહ્યાં પછી મીહીકાએ કહ્યું ભાઇ અમે જઇએ મને તો ઊંઘ ચઢી છે.
સ્તવને કહ્યું હાં હાં તમે લોકો આરામ કરો. આપણે બધાંજ ખૂબ થાક્યા છીએ. અને મીહીકા અને મયુર એમનાં રૂમ તરફ ગયાં.
એ લોકોનાં ગયા પછી આશાએ રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો. સ્તવને AC ચાલુ કર્યુ અને બોલ્યા હાંશ હવે આરામ મળશે કાલે તો ખૂબ મોડા ઉઠીશું. પેટ ભરીને ઊંઘવું છે મને લાગે જાણે કેટલાય દિવસથી ઊંધ્યોજ નથી.
આશાએ કહ્યું હા એવુંજ છે ને.. તમે ઓફીસે કેટલું કામ ખેંચ્યુ પછી રાણકપુર ગયા અને આમ આખોવળ દોડાદોડીજ કરી છે. હવે આરામજ કરજો.
સ્તવને કહ્યું હાં મારી રાણી પહેલાં તો તું પ્રેમ એટલો કર કે મારો થાકજ ઉતરી જાય હું તને એટલો પ્રેમ કરું કે તું પણ રીલેક્ષ થઇ ગયો. એમ કહીને સ્તવને એનાં ભારે કપડાં ઉતારી નાંખ્યા અને કહ્યું આશા પ્લીઝ આને હેંગરમાં ભરાવી ત્યાં કબાટમાં મૂકી દે... આશાએ કહ્યું પણ બદલવાના કપડાં આપુને કે આમજ સૂઇ જવું છે ?
સ્તવને કહ્યું મારો કુર્તો ને લહેંગો લાવજે પણ અહીં મૂક પછી શાંતિથી પહેરુ છું. તું પણ આ ભારે સાડી ઘરેણાં બધુ કાઢીને આવ પછી તારો નાઇટ ગાઉન પહેરજે. આશાએ હસતાં કહ્યું બહુ લુચ્ચા તમે. સ્તવને કહ્યું તું કપડાં બદલ ત્યાં સુધીમાં હું બાથ લઇ આવું ફ્રેશ થઇ જઊં. પછી તું બાથ લેવા જજો. તું આવે એટલે તને બાથમાં લઇ લઊં...
એમ કહીને સ્તવન હસવા લાગ્યો. આશા સ્તવનની પાસે આવીને વળગી ગઇ અને બોલી બસ મને તમારી બાહોમાં લઇ લો મારે બીજુ કશુંજ નથી જોઇતું તમારામાંજ મારાં બધાં સુખ સમાયેલા છે. સ્તવને આશાને મીઠું ચુંબન આપતાં કહ્યું હું બાથ લઇ આવું તું ત્યાં સુધી બધુ ગોઠવીને રાખ. અને સ્તવન બાથરૂમમાં ઘૂસ્યો.
થોડીવારમાં સ્તવન બાથ લઇને આવ્યો અને આશા તરતજ બાથરૂમાં ઘૂસી, સ્તવને બહાર આવીને શરીર લૂછીને આશાની રહા જોઇ રહ્યો. ત્યાં એણે ગળામાં પહેરેલી માળાનાં મણીમાં સ્તુતિનો ચહેરો જોયો. એને ફુલ ACમાં પરસેવો વળી ગયો એણે ધીમા સ્વરે કહ્યું તું કેમ પાછી આવી ? તેં પ્રોમીસ કરેલુ હવે તું વચ્ચે નહીં આવે.
મણીમાંથી સ્તુતિનો ચહેરો ગાયબ થઇ ગયો. સ્તવનને હાંશ થઇ. ત્યાં આશા બાથ લઇને આવી અને સ્તવનને કહ્યું કોની સાથે વાતો કરો છો ?
સ્તવને કહ્યું કોઇની સાથે નહીં આતો ગીત ગણગણતો હતો તારી રાહ જોવામાં. એણે ગળામાં નેપકીન નાંખી દીધો અને આશાની નજીક જઇને કહ્યું હમણાં કંઇજ પહેરવાનુ નથી...પછી મારે ઉતારવાની મહેનત કરવી પડશે. આશા ખડખડાટ હસી પડી એણે કહ્યું નહી કરાવુ કપડાં ઉતારવામાં મહેનત આમેય તમારે બીજી ઘણી મહેનત કરવાની છે.
સ્તવને કહ્યું હું બધી મહેનત કરવા ચારે પગે ઉભો છું એમ કહીને આશાને બાથમાં લઇ લીધી અને એનાં હોઠ ચૂમવા લાગ્યો. આશાએ કહ્યું તમે કેટલું જોર કરો ? જરા ધીમેથી મારાં હોઠ ફાટી જશે.
સ્તવને કહ્યું એય તને જોયા પછી મને કાબૂજ નથી રહેતો. સંગેમરમરનો તારો દેહ મારું સ્વર્ગ છે એમ કહીને આશાને હોઠ પર અને ગળામાં ચુંબન કરવા લાગ્યો આશાએ પણ સ્તવનને ચૂમ્યો અને એંનાં ગળામાં ચૂમવા ગઇ અને મણીને ચૂમાઇ ગયો અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -67