Jarjrit Mahal - 1 in Gujarati Horror Stories by Binal Jay Thumbar books and stories PDF | જર્જરિત મહેલ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

જર્જરિત મહેલ - 1

ઐતિહાસિક રાજય‌ રાજસ્થાન અને રાજસ્થાન ના ઉદયપુર પાસે આવેલ શિવરાજગઢ નગર. પ્રાચીન સમયથી જ સમૃધ્ધ આ નગરની ભવ્યતા આજે પણ અકબંધ છે.
ચારે તરફ લીલોતરીથી ઘેરાયેલું એક સુંદર નગર અને આ સુંદર નગર ની અંદર આવેલું એક એવું રહસ્ય શોધવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો પરંતુ આ રહસ્ય પરથી હજુ પણ પડદો ઉપાડ્યો નથી.
ચારે તરફ લીલા ઝાડવા સુંદર ડુંગરાઓ અને કુદરતી વાતાવરણથી ભરપૂર એવું આ નગર પોતાનામાં એક અનોખું રહસ્ય દબાવીને બેઠું છે.
પ્રાચીન સમયમાં અતિ સમૃદ્ધ એવા આ નગરમાં મહારાજા જયસિંહ રાજ્ય કરતા હતા. પ્રજા ખૂબ સુખી હતી. નગર ઘણી બધી વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, દૂર-દૂરથી વ્યાપાર કરવા માટે લોકો શિવરાજગઢ માં આવતા હતા અને પોતાનું ભાગ્ય અને ભવિષ્ય ઉજ્જવળ બનાવતા હતા.
પણ કહેવાય છેને કે સુખને હંમેશા દુઃખ ની નજર લાગે છે, એવી જ રીતે આ સમૃદ્ધ નગર ક્યારે રાખના ઢગલા માં ફેરવાઈ ગયું , એ એક રહસ્ય જ રહી ગયુ. શું થયું, કોની નજર લાગી? એ બધા પ્રશ્નો બનીને રહી ગયા.
મહારાજા જયસિંહ, તેમની ત્રણ રાણીઓ અને તેના પુત્ર રાજકુમાર અજય સિંહ નું શું થયું તે હજુ પણ રહસ્ય છે.
અચાનકથી હસતા ખેલતા લોકોનું શું થયું, અને ક્યારે આ નગર બરબાદ થયું તે પ્રશ્નોના જવાબ શોધવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યા, ઘણા વર્ષોથી પ્રાર્થના કર્યા, પરંતુ હજુ સુધી સત્ય ઉજાગર થયું નથી.
રાજા જયસિંહ નો મહેલ હાલમાં જર્જરિત અવસ્થામાં ઉભો છે, પરંતુ નવાઈની વાત એ છે કે દર અમાસની કાળી રાત્રે આ મહેલ નવો નક્કોર હોય એમ દુલ્હનની જેમ શણગારેલો દેખાય છે. મહેલમાંથી રડવાના અને ચીસ ઉપાડવાના અવાજો આવે છે. એક સ્ત્રીની ભયાનક ચીસ સંભળાઈ છે, અને એક બાળક "મને બચાવો મને બચાવો" કહેતા કહેતા દોડતું હોય તેવા અવાજો સંભળાય છે. અને અચાનક ઝગમગાટ પ્રકાશ પાથરતો તો મહેલ નર્યા અંધકારમાં ડૂબી જાય છે.
થોડા જ સમયમાં ફરીથી આ મહેલ વર્ષો જૂના જર્જરિત મહેલમાં ફેરવાઈ જાય છે. હવે જો આ મહેલ નું રહસ્ય જાણવું હોય તો અમાસની રાત્રે જ્યારે મહેલ જીવંત અવસ્થામાં હોય, ત્યારે જ મહેલમાં પ્રવેશ કરીને મહારાજા જયસિંહ ની આત્મા સાથે મુલાકાત કરવી પડે.
આવું કોણ કરે?
અરે! આ દુનિયામાં કોઈ માથાફરેલા ની કમી છે?
તો મળીએ આપણી આ માથાફરેલ ટીમને! જે આ રહસ્ય છતું કરવા માટે તૈયાર છે.
ટીમ બહાદુર!
આ ટીમના સભ્યો માં ગોપી, બ્રિન્દા, કૃતિ, ધૃતિ, વિનીત, આકાશ અને સાર્થક વગેરે છે. હંમેશા બહાદુરીના કાર્યો કરતા, આ નવ યુવાનો એ રાજા જયસિંહ ને મળવાનું નક્કી કરી લીધું. અને પોતાની સંપૂર્ણ તૈયારી સાથે શિવરાજગઢ નગરમાં જવા માટે નીકળી ગયા છે.
ગોપી: જો મિત્રો અમાસ ને ફક્ત બે દિવસની વાર છે. આપણે પૂરી તૈયારી સાથે જવું પડશે, રાત્રે બાર વાગ્યે જર્જરિત મહેલ નવીનીકરણ સાથે પ્રગટ થાય છે. ત્યાં પાસે આવેલા પીપળાના વૃક્ષ પરથી મહેલી ગેલેરીમાં આપણે આરામથી પહોંચી શકીશું.
આકાશ: હા બરાબર છે. યોજના પ્રમાણે હું અને બ્રિન્દા નીચેના ભોયરામાં જાસુ, કૃતિ અને ધૃતિ પ્રથમ માળે સ્ત્રીઓની ચીસો કયા સ્થળેથી સંભળાય છે તેની તપાસ કરશે. વિનીત અને સાર્થક સૌથી ઉપરના મજલે રાજા જયસિંહ ના રૂમમાં જશે. અને ગોપી પોતાની શક્તિથી ત્યાં રહેલી નકારાત્મક ઉર્જા અને કાબૂમાં રાખવાની કોશિશ કરશે.
ઓકે .... બધા એકસાથે બોલ્યા.
બસ આમ જ વાત વાતમાં તેઓ શિવરાજગઢ ના નગરમાં આવી પહોંચ્યા.

શું આ લોકો મહેલ નું રહસ્ય ઉકેલી શકશે?

જાણવા માટે વાંચતા રહો રહસ્ય થી ભરપુર ગુજરાતી હોરર નવલકથા.
નવા ભાગ સાથે ઝડપથી મળીશું...