Rakshash - 15 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | રાક્ષશ - 15

The Author
Featured Books
Categories
Share

રાક્ષશ - 15

દ્રશ્ય ૧૫ -
" તારી વાત તો સાચી છે. આ જંગલ નો કોય પણ ખૂણો સુરક્ષિત નથી. અને અહી બચવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જવાનું છે. મારું મન મને આ પરિસ્થિતિ માં સતત લડવાનું કહે છે."
" સમીર સર હું સમજી શકું છું તમે જાનવી મેડમ ને શોધવા માગો છો પણ આમ જંગલ માં શોધવું મુશ્કેલ છે. જો રોડ પર થી શરૂ કરીએ તો સરળતાથી શોધી શખીશું."
" તારી વાત રોડ પર આવી ને કેમ અટકી જાય છે કઈ એવું છે જેના વિશે તું મારાથી છૂપાવે છે. જો કઈ હોય તો તું મને કહી શકે છે."
" હા.....ના...એવું કશું નથી બસ...."
" તું તારા મનની વાત મને કહી શકે છે હું તેને મારા સુધી રાખીશ."
" સર મારી ગર્લ ફ્રેન્ડ હમણાં જે એકસીડન્ટ થયું એમાં એના પરિવાર સાથે હતી એના પરિવાર ના સદસ્ય તો આવી ગયા પણ મને તે ક્યાંય દેખાઈ નથી મને લાગે છે તે કોય તકલીફ માં છે. હું એ જગ્યા પર જઈ ને એક વાર તેને શોધવા માગું છું."
" મયંક તું મને પેહલા નથી કહી શકતો તારી ગર્લફ્રેન્ડ ને કદાચ આપડી મદદ ની જરૂર હોય તું આમ આટલી ગંભીર વાત કેવી રીતે છુપાવી શકે."
" મને માફ કરજો સર હું એના પરિવાર ને જોઈ ને ખુશ હતો મને લાગ્યું તે પણ એના પરિવાર ના સાથે આવી હસે પણ મને તે ક્યાંય દેખાઈ નહીં માટે હું તમારી સાથે એને પણ શોધવા આવી ગયો."
" સારી વાત તો એ છે કે આપણને ખબર છે તારી ગર્લફ્રેન્ડ ને શોધવા ની ક્યાં છે. તો ચલ જ્યાં એકસીડન્ટ થયું હતું ત્યાં તેને શોધીએ."
" સમીર સર હું તમારો આભાર કેવી રીતે માનું તમે જાનવી મેડમ ને શોધવા આવ્યા હતા ને મારા કારણે એમને શોધી ના શકયા."
" જાનવી ક્યાં છે એની આપણને જાણ નથી તેને શોધવાની શરૂવાત કરવા ની કોય જગ્યા પણ નથી. તો જે વ્યક્તિ ને હાલ શોધી શકાય એમ છે તેને શોધીએ."
" તો અહીથી રોડ તફર.....સર ફરી થી એક વાર આભાર માનું છું."
" બસ કર હવે અને જલ્દી થી પગ ઉપાડ સાંજ થવા આવી છે પછી રાત પડશે તો શોધવામાં તકલીફ આવશે."
_

" મયંક હાલ રિસોર્ટ માં નથી તો તેની જગ્યા ચેતન કામ સંભાળ શે અને બધા પોતાનું કામ ચાલુ રાખજો કોય પણ વ્યક્તિ ગમે તેવું બોલે પણ વળી ને જવાબ નઈ આપવાનો."
" સર હું મયંક નું કામ નથી કરવાં માગતો અને હું કામ પણ નથી કરવાનો આમે જીવનનું કઈ નક્કી નથી. માટે હું કામ શું કરવા કરું હવે કોય મને ઓર્ડર આપી શકે નઈ હું કામ છોડી ને આરામ કરવા માગું છું અને રિસોર્ટ માં પણ રોકાવા નથી માગતો કોય જગ્યા અત્યારે સુરક્ષિત નથી."
" ક્યાં જાય છે ચેતન તને લાગે છે એટલી સરળતપૂર્વક હું તને અહી થી જવાની પરવાનગી આપીશ. તારી હિંમત ઘણી વધી ગઈ છે.."
" તો શું તમે મને ધમકી આપો છો શું કરી લેશો તમે. મારું કઈ બગડી શકવાના નથી હું હવે આઝાદ છું. કોય મારો માલિક નથી કે હું કોયનો નોકર નથી."
" હા કદાચ તું રિસોર્ટ માંથી નીકળી ને રાક્ષસ થી બચી શકીશ પણ તારી પાસે જમવા માટે કઈ નહિ હોય. અને પીવા મટે પાણી પણ નઈ હોય. તો વિચારી ને તારા પગ ને આગળ મુક. એક વાર નીકળી જયિસ તો પાછું આવવું મુશ્કેલ છે. "
" હજુ તમારી ધમકી પૂરી નથી થયી આખ્ખું જંગલ પડ્યું છે હું શાંતિ થી જીવી લયીશ."
" ગણી મૂર્ખતા ભરી વિચાર શ્રેણી છે તારી...."
ચેતન રિસોર્ટ ની બહાર પગ મૂકે છે એના સાથીદારો એને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે મૂર્ખ કોય ની પણ વાત સાંભળ્યા વિના ચાલ્યા કરે છે બધા તેને પાછળ થી જતા જોઇ રહ્યા હતા. ચેતન રિસોર્ટ ની થોડી દૂર ચાલી ને જાય છે અને ત્યાં સંતાઈ ને બેસેલો રાક્ષસ એક દમ આવી ને ઝપટ થી તેને ખેચી ને લઈ ને જાય છે.
" નિખિલ સર....ચેતન...ચેતન....."
" શું થયું તમારા ચેહરા પર શેની બીક છે. શું થયું ચેતન ને."
" રાક્ષસ....આવીને તેને લઈ ગયો....રાક્ષસ..."
" બધા શાંત થયી ને રૂમ બાજુ જતા રહો અને ધ્યાન થી એક વાર ચેક કરિલો કોય દરવાજો ખુલ્લો નથી."
" સર જો રાક્ષસ બહાર છે તો મયંક સર અને સમીર સર કેવી રીતે પાછા આવશે એમને જોડે વાત થાય એમ નથી અને ફોન માં પણ સિગ્નલ નથી હવે શું કરીશું."
" એમની રાહ જોવી પડશે જેવા તે દેખાય તેવા એમની મદદ માટે આપડે દોડતા જવું પડશે ત્યાં સુધી કેયુર તું ઉપરના કોય રૂમ માં જઈ ને છૂપાઇ ને નજર રાખ અને ધ્યાનથી તારા પર રાક્ષસ ની નજર ના પડવી જોઈએ."
" હું ધ્યાન રાખીશ."
" બીજા બધા રૂમમાં જઈ ને બધાની સુરક્ષા કરવા તૈયાર રહો અને પોતાના બચાવ માટે કઈક હાથ માં રાખો."