Lost in the corona in Gujarati Short Stories by Bhanuben Prajapati books and stories PDF | કોરોનામાં ગુમાવી માં

Featured Books
Categories
Share

કોરોનામાં ગુમાવી માં

વાત છે,વર્તમાનની કે કોરોનની પ્રથમ લહેર આવી ને ગયી.ત્યારે લોકો ને બિલકુલ બીક નહોતી બિન્દાસ હતા,સરકાર તરફથી લોકડાઉન આવ્યું.પણ તોયે કોઈ ના સુધર્યું.અને કોરોના એ તેનું ધીમું સ્વરૂપ ને મહાકાય રૂપ માં પ્રવેશ કરી દીધો.બીજી કોરોના ની આ દસ્તક એવી આવી કે ઘણાના સંબંધી ને લૂંટી ને ગયી.હું વાત કરું છું એક મારા નજરે જોયેલી ઘટના.એક ખૂબ સુંદર પરિવાર રહેતો હતો.એ લોકો નેપાળ થી આવ્યા હતા.નેપાળથી ઘણા લોકો મજૂરી કરવા આવે છે.એમ આ લોકો પણ મજૂરી કરવા આવ્યા છે.અને અહી અમારા જ ફલેટમાં વોચમેન તરીકે કામ કરતો હતો.એને એક નાનો બાબો જે દસ વરસનો અને બેબી માંડ નવ વર્ષ ની બાબો જે એની પહેલી પત્ની નું સંતાન હતું.અને આ વોચમેન ની નવી પત્ની પુષ્પાબેનનું સંતાન એક બેબી સોનું જ હતી.એટલો સુંદર પરિવાર હતો,કે આપણે પણ જોઈને ખુશ થયી જઈએ.એ લોકો નેપાળી એટલે એની વાઈફ ખૂબ ભરાવદાર ચેહરો.અને શરીરે ઊંચી દેખાવડી અને ખૂબ સુંદર હતી.અને તેની બેબી જે સોનું કરીને એ બોલાવતી.ખૂબ જ ડાહી છોકરી.ભલે અહી વોચમેન હતો પણ એની છોકરી અને છોકરા ને સારી એવી ઇંગલિશ મેડીયમ ની સ્કૂલ માં ભણવા મૂક્યા હતા.પોતે સોનુ ની મમ્મી એ અભ્યાસ નહોતો કર્યો પણ એને બાળક ને ખૂબ ભણાવવાની ઈચ્છા હતી.પુષ્પાબેન રોજ સવારે ફ્લેટ ની સીડી વાળવા આવે.અને રોજ સવારે મને ગુડ મોર્નિંગ મેડમજી કહે.થોડીક વાર વાતચીત થાય.તેનો સ્વભાવ ખૂબ સારો હતો.ફ્લેટ ના કામ કચરા, પોતા,કપડા આ બધું કામ કરતી.ગાડીઓ ની સફાઈ કરતી.પાણી ચાલુ કરવાનો એનો. ટાઈમ ક્યારે ના ભૂલે.એનો પતિ સવારે બીજી સાઇડ પર કામે જાય.બંને ખૂબ મજૂરી કરતા પણ જીવતા સ્વમાનથી.પુષ્પાબેન તેમની દીકરી સોનું ને ખૂબ પ્રેમ કરતા.રોજ સવારે નવડાવે ,ગરમ નાસ્તો ખવડાવે.અને કપડાં તો એવા સરસ લાવે.કે એ સોનું પરી જેવી લાગે.સોનું ફ્લેટ માં બધા ના ઘરે રમે.બધા જ સારું રાખે.મારે પણ પુષ્પાબેન જોડે ખૂબ સરસ સંબંધ હતો.મારે કંઈ પણ કામ હોય તો તરત આવે.અને સાંજે એ પતિ,પત્ની અને તેમના બે બાળકો હોય.ખૂબ સરસ હસતો ખેલતો પરિવાર હતો.અને .....કોરોનાની બીજી લહેર આવી અને અચાનક પુષ્પાબેન ને કોરીનાની અસર થઇ.અચાનક શ્વાસ લેવાનો બંધ; થયી ગયો.એવું મને બાજુવાળા એ કીધુ એટલે હું ગભરાઈ ગયી.મે એક ભાઈ ને કીધું કે કપૂર અને અજમાની પોટલી આપુ.પણ એ કહે એ પણ કર્યું.પણ બિચારા શ્વાસ નથી લઈ શકતા.ફ્લેટ ના સેક્રેટરી ને બીજા ભાઈ દવાખાને લઈ ગયા.પણ કોઈ જગ્યા એ દવાખાના માં જગ્યા જ નહિ.અને સિવિલ માં લઇ ગયા તો કહે આધારકાર્ડ લાવો.એમનું કમનસીબ કે એ નેપાળ થી આવ્યા પણ એમની જોડે આધારકાર્ડ નહોતું.એ વખતે નિયમ આધારકાર્ડ ફરજિયાત! ભલે પછી સામે વાળા નો જીવ જાય.ખૂબ ફરીને ઘેર લાવ્યા.ઓકસીજન માટે ખૂબ ફર્યા.આખરે પુષ્પાબેન બીજા દિવસે ત્રણ વાગે ભગવાનના દરબાર માં પહોચી ગયા.એક હસતો ખેલતો પરિવાર ભાગી પડ્યો.એક સોનાની જાળ માં રહેતા પંખીઓ ની આશા તૂટી ગયી.એક સોનું જેવી પરી તેની દીકરી નોધારી થયી ગયી.પુષ્પાબેન ની જવાની ઉંમર જ નહોતી,માંડ સાડત્રીસ વર્ષ થયા હતા.સોનું ની સામે કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે સીટી માંથી 108બોલાવી.અને સોનું અને તેનો ભાઈ અને વોચમેન ની નજર સામે એમના માળા નું પંખી વિદાય થયી ગયું.સોનું ને જોઈને બધા ની આંખો માં આંસુ આવી ગયા હતા. ભલે હતા નેપાળી પણ રહ્યા ગુજરાતી ના નિયમથી.ખૂબ સરસ સ્વભાવ ના પુષ્પાબેન એ આમરા ફ્લેટ માંથી હંમેશ માટે વિદાય લીધી..ભગવાન ને બે નાના છોકરાની દયા પણ ના આવી.ખરેખર કુદરત તું કોઈને "માં" કે "બાપ "વિના નોધારા ના બનાવિશ તેની ગયા પછી બે જ દિવસ માં તેનો ભાઈ નેlપાળ ચાલ્યો ગયો.કોઈ રિલેટિવ આવી ને તેની અસલી માં પાસે છોકરાને તો લઈ ગયા.પણ. સોનું નું શું ?; એનું કોણ?સોનું નો ઓરમાન ભાઈ પણ તેનાથી અલગ થયી ગયો.સોનું એક ખુલ્લી જગ્યા ખાટલા પર જાણે લાંબી રાહે તેની માં ને શોધી રહી છે. અત્યારે અહી જ છે.એકલી એના પપ્પા જોડે.આજે બે મહિના થયી ગયા. સોનુ નું નુર ખોવાઈ ગયું છે.જે પરી ની જેમ તૈયાર રહેતી સોનું અત્યારે સાવ ફિક્કી થઇ ગયી છે.એના પપ્પા અને સોનું બંને એકલા જ રહે છે.એના પપ્પા ની પરી ,સોનું નું બાળપણ એકદમ છીનવાઈ ગયું.એનો ભાઈ પણ દૂર થઈ ગયો.સોનું; અત્યારે નાના કામ કરતી થયી ગયી છે. મેન્ટનેશ ની પાવતી આપવા એના પપ્પા જોડે આવે છે.એને જોઈને થાય કે કુદરત આ દીકરી નો શું; ગુન્હો! તું કેમ આટલો આકરો બની ગયો. પુષ્પાબેન ની ખોટ સાલે છે બધા ને યાદ આવે છે.કોરોના એ એવા કેટલાક લોકો ના ઘર ઉજાળી દીધા.હવે તો હવે બસ કરજે.બીજી કોઈ આવી સોનું નો જન્મ ના આપતો......