Nabadi - 8 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | નબળી: રાજવીની સંઘર્ષ કથા - 8

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 8

(8)

નિહાલને બાજોઠ પર બેસાડીને નયનાબેન, માસી, મામી, કુટુંબની કાકી અને ફોઈ બધા પીઠી ચોળવા તૈયાર ઊભા હતા. ફોટોગ્રાફી ચાલી રહી હતી. પીઠી ચોળતા જ દમયંતીબા એ ગીત ઉપાડયું

' પીઠી ચોળો રે....

પહેલી પીઠી ચોળે રે વરની મામી રે....'

બધાએ પીઠી ચોળી લીધા પછી નિહાલ નાહવા ગયો.

બીજા બધા ચા નાસ્તો પતાવીને તૈયાર થવા લાગ્યા. બધા ખૂબજ સુંદર સજીધજીને તૈયાર થઈ ગયા. ગ્રહશાંતિ ચાલુ થઈ, એમાં રમેશભાઈ અને નયનાબેન બેઠા હતા. વિધિ ચાલતી હતી અને સોનલભાભી વિગેરે બધા વાતો કરી રહ્યા હતા. તો કોઈ બોલ્યું કે, "અલી વાતો કર્યા વગર ગાણાં ગાવ."

એટલે નીતાબેને ગીત ઉપાડયું અને બીજા બધા ઝીલવા લાગ્યા. ચંદરવો બાંધતી વખતે પણ ગીતોની રમઝટ ચાલી રહી હતી.

વિધિ પતી જતા નિહાલના મામાએ મામેરું ભરવાની તૈયારી કરી. સોનલભાભી અને નીતાબેને મામેરાની છાબો.લાવીને બધા વચ્ચે મૂકી. મામેરાની છાબમાં નયનાબેન માટે સિલ્કની સાડી, સોનાનો સેટ હતો, રમેશભાઈ માટે સોનાની ગીની, સૂટનું કાપડ હતું. નિહાલ માટે જોધપૂરી, સોનાનો દોરો અને ઘડિયાળ હતું, રાજવી માટે ચણિયાચોળી અને જયારે દમયંતીબા માટે આસમાની રંગની ચીકનવર્કની સાડી હતી. બીજા કવરો મૂકયા હતા. નયનાબેને મામેરું વધાવ્યું. રમેશભાઈએ મામેરાની છાબમાં મામી, માસી માટે સિલ્કની સાડી, મામા, માસા માટે પેન્ટ શર્ટનું કાપડ અને પતાસાં અને સવા કિલો કિલો ગોળ મૂકયો.

રસોરણબેને રસોઈ બનાવી દીધી હતી. બધા જમવા બેઠા હતા. શુકનમાં લાપસી, બરફી, ફલાવર વટાણાનું શાક, ચણા, કાકડી મરચાં ના ભજીયાં, ચટણી, પૂરી, દાળ ભાત, પાપડ અને છાશ હતી.

આ બાજુ વનિતાના ઘરમાં પણ ધમાલ ચાલી રહી હતી. તેના હાથમાં મહેંદી મૂકાઈ ગઈ અને તેના હાથમાં સરસ કલર પણ ચઢયો હતો. સુધીરભાઈના ઘરે પણ ગોર મહારાજે ગણેશ સ્થાપન કર્યું, ગણેશ માટલી વધાવી અને વનિતાને પીઠી ચોળવાની વિધિ પૂરી કરી તેના મામા મામીએ ગોળ ખવડાવીને પાટેથી ઉભી કરી, કવર આપ્યું.

નીકેતાબેને તેને એક રૂમાલમાં લીબું અને ચપ્પુ આપતાં કહ્યું કે, "આ લીબું અને ચપ્પુ સતત જોડે રાખજે. ઘડીવાર પણ છેટું ના મૂકતી."

નિહાલના ઘરમાં આખા ઘરે જમી લીધું પછી બધા બેસીને ગપ્પાં મારવા લાગ્યા. નિહાલ પાણી પીવા રસોડામાં ગયો તો રાજવી એકલી એકલી જમી રહી હતી. નિહાલ તેને જમતી જોઈને બોલી કે, "એ ભૂખડ... ખૂબ કામ કર્યું છે કે શું, તે પાછી જમવા બેઠી."

તેની આંખોમાં આસું આવી ગયા તો તે જોઈને તે બોલ્યો કે, "શું થયું?"

"કંઈ નહીં ભાઈ, બસ તને ખુશ જોઈને આંખમાં આંસુ આવી ગયા." તે બોલી.

તેણે પૂછ્યું કે, "પણ તું કેમ કોઈ વિધિમાં ના દેખાઈ."

"અરે ના...ના... આ તો હું કામમાં પડી હોઉં એટલે ભાઈ તને ના દેખાઈ. અને છાબો પણ તૈયાર થઈ ગઈ છે, તે જોઈ કે નહીં. જા જોઈ લે" તે વાત બદલતાં બોલી.

"અને તું કેમ અત્યારે જમે છે?" તેણે કંઈક વાત લાગતાં એને પૂછ્યું.

"બસ ભાઈ, ઈન્કવાયરી કેટલી કરે છે, વનિતાની ડરી જશે તારા આ પ્રશ્નોથી." લાવણીએ આંખોથી ડરાવતા બોલી.

તે બોલ્યો કે, "વાત ના બદલ."

"અરે, ના.. હું તો કામમાં વ્યસ્ત હતી. પલ્લાની છાબો અંદર સરખી કરી રહી હતી એમાં જ જમવાનું ભૂલી ગઈ. મમ્મીએ કહ્યું પણ કામ પૂરું કરવું હતું એટલે થાળી કાઢી ઢાંકીને રાખવા કહ્યું. કામ પતી જતાં જમવાનું યાદ આવ્યું અને જમવા બેઠી. લે મીઠાઈ ખા...." કહીને તેણે નિહાલના મ્હોંમાં મીઠાઈનો ટુકડો મૂકયો.

સ્ત્રી એ ત્યાગની મૂર્તિ ગણવામાં આવે છે. એટલે જ દરેક વખતે ત્યાગ કરવાનું એના ભાગમાં જ આવે છે. પછી પત્ની બની કે મા બનીને કે વધૂ બનીને કે બહેન બનીને. ભાઈ બહેનના નિર્દોષ સંબંધમાં પણ બહેનના રૂપે ભાઈ માટે કે તેના કુટુંબ માટે સૌ કોઈ તેને જ ત્યાગ કરવાનું કહે છે.

રાજવીની બાબતમાં પણ આવું જ બન્યું. જયારે રાજવી અચાનક અથડાઈ ગઈ ત્યારે જ દમયંતીબાએ ફરમાન બહાર પાડી દીધું હતું કે, "જો આ છપ્પરપગી લગ્નમાં આવશે તો તે નહીં આવે. નક્કી નયના તમારે કરવાનું?" જો તે ના આવે તો રમેશભાઈ પણ ના આવે. સમાજ સામે, વેવાઈ સામે ઘરનું ખરાબ ના દેખાય તેમજ પોતાના ભાઈની ખુશી અને તેના નવા જીવનમાં પ્રવેશના સમયે કકળાટની જગ્યાએ ખુશીઓથી થાય એ માટે રાજવીએ પોતાની રૂમમાં પૂરાઈ જવાની વાત સ્વીકારી લીધી.

નિહાલ અને રાજવીની વાતો સાંભળીને નયનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમને ખબર હતી કે વિધિના સમયે હાજર નહીં રહેવાની શરતે જ ઘરમાં શાંતિથી લગ્ન થઈ રહ્યા હતા.

તેમને રસોડામાં જઈને રાજવીને ગળે લગાડી દીધી અને બોલ્યા કે, "બેટા મને માફ કરી દે, પણ જો હું ઘરમાં તારી સાઈડ લઉં તો નિહાલની ખુશીઓને નજર લાગી જાય અને ઘરની ઈજ્જત પણ જતી રહે અને જો હું ઘરના લોકોની સાઈડ લઉં તો તારી ખુશીઓ ખોવાઈ જાય અને તને અન્યાય પણ થાય."

"વાંધો નહીં, આમ પણ મને ખુશ થવાનો અધિકાર ભગવાને જ નથી આપ્યો તો બીજા પાસેથી અપેક્ષા કેમ રખાય. પણ એ બધી વાત છોડ, તું ભાઈની ખુશીમાં કયાંય કચાશ ના રહે તે જો. બાકી હું સંભાળી લઈશ." વનિતા બોલી.

તે પોતાની રૂમમાં જવા લાગી પણ અચાનક ઊભી રહીને બોલી કે, "મમ્મી હું લગ્નમાં ભલે નહીં આવું પણ મેં તૈયાર કરેલી છાબો તો ત્યાં હાજર રહેશે. બસ ભાઈના માટે મારી ગીફટ તે જ છે." અને તે આસું સાથે તેની રૂમમાં જતી રહી.

શહેર ભરઘેનમાં સૂતું હોય એમ શાંતિ છવાયેલી હતી. પણ રમેશભાઈ અને સુધીરભાઈના ઘરમાં બધા તૈયાર થઈ રહ્યા હતા. બંગડીઓ નો રણકાર અને પાયલની ઘૂઘરીઓનો અવાજ વાતાવરણમાં સંગીત ફેલાવી રહ્યા હતા.

"અરે આ લાવો, પેલું મૂકયું? ફટાફટ કરો, મુહૂર્ત પહેલાં તૈયાર થાવ." એવા રમેશભાઈના ઘરમાં અવાજ આવી રહ્યા હતા.

જયારે વનિતાના ઘરમાં "જલ્દી તૈયાર થઈ જાવ, બ્યુટી પાર્લર વાળીને કોઈ કહેજો પાછા જલ્દી કરે. હોલમાં લઈ જવાનો સામાન તૈયાર કરી દીધો છે, કયાં છે? અલ્યા આ લઈ જા, કંસાર બનાવી દીધો છે તે લઈ જા."

તો કોઈ કહે કે, "વનિતાનો સામાન બરાબર તૈયાર કરી દીધો ને પછી તેને ત્યાં અગવડ ના પડે. વનિતાને બરાબર નાસ્તો કરાવી દો, વિધિ નહીં પતે ત્યાં સુધી તે કંઈ પણ નહીં લઈ શકે. વનિતા બરાબર નાસ્તો કરી લે, બેટા."

નિકેતાબેન તો ઘડીકમાં આમને ઘડીકમાં તેમ એક પગ પર દોડી જ રહ્યા હતા. છોકરીવાળા બધા તૈયાર થઈને હોલમાં પહોંચી ગયા. વનિતા પણ બ્યુટી પાર્લરમાંથી સીધી ત્યાં જ પહોંચી અને એક રૂમમાં પોતાના ફોટા પડાવી રહી હતી.

જયારે નિહાલના ઘરે નિહાલના મિત્રોએ તેને તૈયાર કરવા લાગ્યા. એને લીલારંગની ગોલ્ડન વર્કવાળી શેરવાની, ગોલ્ડન ધોતી પહેરી. ગોલ્ડન સ્ટૉલ એક સાઈડ પહેરાવી અને કમરપટ્ટો પહેરાવ્યો. પેપર સિલ્કનો ગ્રીન કલરનો સાફો પહેરાવી અને તેના પર કલગી લગાવી.

ત્યાં જ દમયંતીબા આવ્યા અને કહે કે, "વાહ ભાઈ, મારો દીકરો તો રાજા જેવો લાગે છે. નયના.. કાળું ટપકું કરજો." નયનાબેને કાન નીચે ટપકું કર્યું.

"ચોઘડિયું વીતી જશે... મીંઢળ બાંધી દો... નિશિતા." દમયંતીબા ની બૂમ સાંભળીને નિશિતા આવી અને નિહાલ તો જોઈ જ રહ્યો.

દમયંતીબા પાછું નિશિતાને કહ્યું કે, "એ નિશિ... મીંઢળ બરાબર બાંધજે અને લૂણ બરાબર ખખડાવજે."

તેને કાકાની દિકરી નિશિતાએ ચાંદલો કરીને બોરમાળા પહેરાવી. પછી મીંઢળ પણ બાંધ્યું અને હાથમાં શ્રીફળ આપ્યું. દમયંતીબા આ જોઈને નિહાલના ઓવરણાં લઈ રહ્યા હતા.

જયારે નિહાલ તો જોઈ જ રહ્યો કે, "જે વિધિ બહેનને કરવાની હોય, જેના પર રાજવીનો હક છે. તેની જગ્યાએ કુટુંબના કાકાની દીકરી નિશિતા કરી રહી હતી." તે કાંઈ બોલે પહેલાં જ નયનાબેને 'ઉતાવળ થાય છે' એમ કહીને ઘોડે ચડાવી દીધો અને એમણે રમણદીવો લીધો.

ઘોડા પર નિહાલના બેસ્યા પછી તેના મામાએ ચાંદીનું શ્રીફળ આપ્યું અને ગોળની વંદના કરાવી અને વરઘોડો નીકળ્યો.

નીતાબેને ગીત ઉપાડયું કે,

'શુકન જોઈને સંચરજો રે...

સામે મળ્યો છે માળીડો રે...

ફૂલ આપીને પાછો વળ્યો રે..."

આમ તેઓ હોલ પર આવ્યા. એટલે સુધીરભાઈએ તેમના કુટુંબઓને કહ્યું કે, "જાન આવી ગઈ, ગોર મહારાજ ચાલો વરને પોંખવા."

નિકિતાબેન પોંખવા આવ્યા તો નિહાલના મિત્રો કહે કે, "પહેલાં વરમાળા પહેરાવો... પછી બીજી વાત..."

બીજો મિત્ર કહે કે, "હા ભાઈ... પહેલાં ભાભી દર્શન કરાવો."

વનિતાની બેહનપણીઓ સુધીરભાઈના કહેવાથી વનિતાને લેવા ગઈ. બધાએ જ દિશામાં જોઈ રહ્યા હતા. થોડીવારમાં ધીરે ધીરે પગલાં ભરતી વનિતા દેખાઈ.

વનિતાએ લીલારંગની ચણિયાચોળી અને તેના પર ગોલ્ડન દુપટ્ટો પહેર્યો હતો. વાળમાં અંબોડો વાળીને ગજરાથી શણગાર્યો હતો. કપાળમાં લાલ બિંદી કરી. ગળામાં સોનાનો સેટ, હાથમાં સોનાનો પાટલો આજુબાજુ લીલારંગની કાચની બંગડીઓ પહેરી હતી. પગમાં ચાંદીની ભારે પાયલ પહેરી અને કેડમાં ઝૂડો ભરાવ્યો. હાથની આંગળીઓમાંવીંટી પહેરી હતી. બ્યુટી પાર્લરવાળીએ વનિતાને માથે ચૂંદડી ઓઠાડી બરાબર પીનથી ફીટ કર્યો હતો.

વનિતાતો આજે સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી હતી. નિહાલ પલકો ઝપકાવ્યા વગર જોઈ જ રહ્યો હતો કે જાણે એ આંખોથી જ વખાણ કરીના રહ્યો હોય.

વનિતાના હાથમાં ગોરમહારાજે ફૂલોનો હાર પકડાવ્યો. તે નિહાલના ગળામાં પહેરાવવા ગઈ તો નિહાલના મિત્રોએ તેને ઊંચો કરી લેતાં વનિતાના ભાઈએ તેને ઊંચી કરી એટલે તેણે નિહાલના ગળામાં હાર પહેરાવી દીધો. બધાએ તાળી પાડીને વધાવ્યા.

વનિતા પાછી રૂમમાં જતી રહી અને નિકેતાબેને પોંખવાની વિધિ કરવા લાગ્યા. નિહાલનું નાક ખેંચીને અંદર લાવ્યા. બાકી બધા પણ અંદર આવીને બેઠા. એમના વચ્ચે વેલકમ ડ્રીન્કસ અને સ્નેકસ ફરવા લાગ્યાં.

નિકેતાબેન અને સુધીરભાઈ માંયરામાં કન્યાદાન કરવા બેઠાં. બધા વાતો કરી રહ્યા હતા અને સગાસંબંધીઓ એકબીજાને મળી રહ્યા હતા. એવામાં 'કન્યા પધરાવો સાવધાન' કહેતાં જ વનિતાના મામા મામી તેને લેવા ગયા. વનિતાને આવતી જોઈને અંતરપટ કરવામાં આવ્યો.

મંત્રોચ્ચાર પછી અંતરપટ દૂર કરવામાં આવ્યો.

સુધીરભાઈએ વનિતાનો હાથમાં નિહાલના હાથમાં મૂકી તેના પર ઘડિયાળ મૂકી કન્યાદાન કર્યું. તેના પછી ફેરા ફરવાના ચાલુ થયા. ફેરા પત્યા તેવો જ નિહાલ ઝડપથી ખુરશીમાં બેસી જતાં દમયંતીબા બોલ્યા કે, "વાહ મારા દીકરા, તું તારા દાદાનો જ પૌત્ર છે."

વનિતાની બહેનપણી બોલી કે, "શું તુંય વનિતા, હવે જીજાજી દરેક વખતે જીતી જશે."

જયારે નિહાલના મિત્રે કહ્યું કે, "કેમ, કાંઈ નવું છે આમાં!" બોલતા જ બધા હસવા લાગ્યા.

ગોરમહારાજે આગળ વિધિ ચાલુ કરી તેમાં પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ આવીને વનિતાના કાનમાં 'અખંડ સૌભાગ્યવતી' કહ્યું. ગોરમહારાજે આગળ વિધિ વધારતાં સિંદુર પૂરવાની અને મંગળસૂત્ર પહેરવાની વિધિ પતાવી પછી તેમણે બધા વડીલોને પગે લાગવાનું કહેતાં તેઓ ગોરમહારાજે પગે લાગ્યા પછી ઘરના બધા વડીલોને પગે લાગ્યા.

સુધીરભાઈએ વરઘોડિયા અને પંચકલાને આગ્રહપૂર્વક જમવા બેસાડયા.

દુનિયાનું સૌથી કરૂણ દ્રશ્ય હોય તો તે છે કન્યા વિદાયનું. એક માતા અને પિતા જયારે પોતાના કાળજાનો ટુકડો બીજાને સોંપી દે અને કાળજાના ટુકડા જેવી દીકરીની વિદાય આપી દે છે. જયારે બીજો પરિવાર પોતાની દીકરીને લઈને બીજા ઘરે જાય એ વખતે સૌથી વધારે માતા પિતાની આંખોમાં આંસુ હોય એના કરતાંય વધારે હ્રદયમાં હોય.

વનિતાની વિદાયનો સમય પણ નજીક આવવા લાગ્યો એમ એમ નિકેતાબેન અને સુધીરભાઈનું મન ભારે થઈ ગયું. બીજી બાજુ વનિતા પણ તે જ યાદ કરી કરીને આંખ ભરાઈ ગઈ હતી.

એવામાં રમેશભાઈએ સમય થઈ જતાં કહ્યું કે, "સુધીરભાઈ, હવે અમે રજા લઈએ, અને જાનને વિદાય કરો."

આ સાંભળીને સુધીરભાઈએ બે હાથ જોડીને કહ્યું કે, "મારી દીકરીથી કોઈ ભૂલચૂક થાય તો તેને પ્રેમથી સમજાવજો, દીકરી સમજીને માફ કરી દેજો. અને અમારીથી જાન સાચવવામાં કોઈ ભૂલચૂક થઈ હોય કે તમને કોઈ અગવડ પડી હોય તો અમને માફ કરજો."

રમેશભાઈએ કહ્યું કે, "સુધીરભાઈ ચિંતા ના કરો, વહુ નહીં દીકરી લઈ જઈએ છીએ."

વનિતા અને નિહાલે કંકુ થાપા દરવાજે કર્યા અને તે ભીંતને વળગી રોવા લાગી. સુધીરભાઈએ તેને હાથ જેવો લગાડયો ત્યાં જ તે તેમને વળગી પડી. સુધીરભાઈ અને નિકેતાબેન રોઈ રહ્યા હતા.

"પપ્પા, મમ્મી તમારી તબિયત સાચવજો." વનિતા બોલી.

નિકેતાબેને રોતાં રોતાં કહ્યું કે, "રડ નહીં બેટા, આપણા ઘરનું નામ અજવાળજે અને અમારા સંસ્કાર દીપાવજે. બધા વડીલોને માન આપજે, મહેમાનોની સત્કાર કરજે,

સાસુ સસરાની સેવા કરજે, તે કાંઈ પણ કહે તો તેમની વાત સમજજે અને ખુશ રહેજે."

"પણ મમ્મી હું તારા અને પપ્પા વગર કેવી રીતે રહીશ?" વનિતા ડૂસકાં ભરતાં બોલી.

"જો બેટા દિકરીને સાસરે જવું જ પડેને. અને દિકરી તો બે કુળ અજવાળે, પિયર અને સાસરીનું. બસ તું તે જ કરજે. ભણવાનું પણ ધ્યાન રાખજે અને તૈયારી બરાબર કરજે. નિકેતાબેન બોલ્યા.

"અને બેટા એક જ શહેરમાં છીએ તો ચિંતા ના કર, આપણે મળતાં રહીશું." નિકેતાબેને તેના માથે હાથ મૂકીને બોલ્યા.

તેમણે નયનાબેન અને દમયંતીબાની હાથ જોડી માફી માંગી અને વનિતાનું ધ્યાન રાખવા કહ્યું. જાને વિદાય લઈને રમેશભાઈએ ઘર તરફ પ્રયાણ કર્યું.

અભિષેકની વાત સાંભળીને લાવણી પર જાણે કોઈ વીજળી પાડી ના હોય તેવી અસમંજસ સ્થિતિમાં આવી ગઈ. તે કરે તો શું કરે? આ અસમંજસે તેને એટલી હદે ઘેરી લીધી કે તે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. થોડીવાર રડીને શાંત થયા પછી તેણે જાતે પાણી પીધું.

"હું શું કરું? મમ્મીની સલાહ લઉં, શું મારી વાત મમ્મી સમજશે? ના...ના... મમ્મી નહીં સમજે. તો કરૂ તો શું કરૂ?...સૌમ્યા દીદીને જણાવું, તેમની મદદ માંગું, પણ તે તો બહાર ગયા છે. એક કામ કરું, મમ્મીની જ સલાહ લઉં પછી જોઉં કે તે શું કહે છે? કદાચ હવે તે મારી વાત સમજે પણ ખરી..."

આમ વિચારીને લાવણીએ તેની મમ્મીને ફોન કરીને અભિષેકે કહેલી બધી વાત કરી અને કહ્યું કે, "મમ્મી, હવે હું શું કરું? તું જ કહે."

"જો બેટા આમાં તો હું શું કહું? તું જ વિચાર... પણ એટલું યાદ રાખજે કે જે પણ કરે તેનાથી અમારું માન રહે એવું કરજે." રમીલાબેને કહ્યું.

લાવણી અકળાઈને કહ્યું કે, "પણ મમ્મી આ તો કોઈ ઉપાય નથી ને.."

"તું અકળાઈ ના જા, પણ તું જ કહે કે દસ લાખ અમે કયાંથી લાવીએ. અને આગળ પાછળનો વિચાર તો કરવો જ પડે ને." તે બોલ્યા.

"તો પછી મારા વિશે શો વિચાર છે, એ પણ જણાવી દો..."લાવણી બોલી.

"એક કામ કર તું તારી નણંદ સૌમ્યાને વાત કર, કદાચ તે તને સમજે અને મદદ કરે." તેની મમ્મીએ કહ્યું.

"મમ્મી તું જ જયારે મારી વાત નથી સમજતી કે નથી મને કોઈ ઉપાય બતાવતી તૌ પછી સૌમ્યાદીદી તો આ ઘરની દિકરી છે. તે કયાંથી મારી વાત સમજશે કે કોઈને સમજાવશે." લાવણી થોડી ગુસ્સામાં બોલી.

લાવણી થોડીવાર રહીને બોલી કે, "મમ્મી હું દસ લાખ આપવાની વાત કયાં કરું છું. બસ, મને ઘરે કાયમ માટે પાછી આવવા દે. હું નોકરી કરીશ અને તમારા પર જરાય બોજારૂપ નહીં બનું. મને ડિવોર્સ લેવા દે..."

"ના હો બેટા, તું પિયરમાં પાછી ના આવતી નહીંતર અમારા સંસ્કાર લાજે. એકવાર તને આ વાત મેં સમજાવી પણ હતી. રમીલાબેને સમજાવતાં કહ્યું.

"તો પછી હું મરી જાવ, પછી તો આ છોકરી અને મારા પ્રોબ્લેમથી તમારો છૂટકારો થઈ જશે." લાવણી ગુસ્સામાં બોલી.

"જો લાવણી બ્લેકમેઈલ ના કર, ફોન મૂક હવે. તારા ભાઈનો ફોન આવે છે. ફરીથી કહું છું તને, જે કરે તે સમજી વિચારીને કરજે." રમીલાબેને બોલીને ફોન મૂકી દીધો.

લાવણીએ ના છૂટકે સૌમ્યાને ફોન કર્યો. ટ્રીંગ...ટ્રીંગ... ટ્રીંગ... રીંગ સાંભળીને જ સૌમ્યાએ ફોન ઉપાડયો અને બોલી કે, "બોલ લાવણી મજામાં? ઘરમાં શાંતિને?"

"હા દીદી, તમે મજામાં અને ફંકશન પતી ગયું?" લાવણી જવાબ આપતાં બોલી.

સૌમ્યાએ કહ્યું કે, "હા, હું મજામાં અને ફંકશન બાકી છે. કાલે છેલ્લું..."

"દીદી... મારે..." લાવણી બોલવા જતી હતી ત્યાં જ સૌમ્યા બોલી કે, "લાવણી હું તૈયારી કરી રહી છું, જો જરૂરી વાત ના હોય તો પછી કરું."

લાવણીએ કહ્યું કે, "દીદી..."

ત્યાં જ નયનકુમારે સૌમ્યા નામની બૂમ પાડેલી સાંભળી તો લાવણીએ કહ્યું કે, "દીદી તમે કામ પતાવો, પછી હું વાત કરીશ. મૂકું બાય..."

"બાય, તારી જોડે કાલે વાત કરું" કહીને સૌમ્યાએ પણ ફોન મૂકયો.

અભિષેકનો ફોનમાં એવામાં જ આવ્યો અને પૂછ્યું કે, "શું વિચાર્યું લાવણી ઓફર વિશે? કેવી રીતે મને પ્રમોશન અપાવીશ?"

લાવણી બોલી કે, "પણ આમાં હું શું કરી શકું? તમે મારી વાત તો સમજો."

"એ હું કાંઈ ના જાણું, હું તારા માટે કહું છું." અભિષેકે કહ્યું.

"પણ...." લાવણી બોલી.

"જો તારા માટે મારો પ્રેમ રિયા છોડી દીધી, તો તું મારા માટે એટલું જ કરી શકે." અભિષેક પાછો બોલ્યો કે, "જો તું મારા માટે કંઈ ના કરી શકે તો હું મારા પહેલાં પ્રેમ જોડે પાછો જતો રહીશ."

"એટલે તમે મારી જોડે દગો કર્યો." લાવણી ડઘાઈને બોલી.

"હાસ્તો, હું કાંઈ તને પ્રેમ બ્રેમ કરતો નથી. જો તું મને પ્રમોશન ના અપાવી શકે તો રહેવા માટે બીજું ઠેકાણું શોધી લેજે. મારી મરજી પ્રમાણે કરીશ તો આ ઘરના દરવાજો ખુલ્લા નહીં તો....તારે વિચાર કરવાનો છે. જે હોય તે કહેજે, હું કાલ રાતે મેનેજર જોડે ડેટ ફીકસ કરું છું." અભિષેક ધમકાવતો બોલ્યો.

લાવણી મનમાં જ વિચારવા લાગી કે, "જયારે મારી મમ્મી જ મને મદદ નથી કરતી તો સૌમ્યાદીદી તેમના મા બાપ કે ભાઈ વિરુદ્ધ શું કામ જાય? જે કરવું પડશે તે મારે જ કરવું પડશે, અને અભિષેકને મારી જોડે પ્રેમ નથી તો પછી હું શું કામ તેના માટે મારું માન સન્માન ખોવું. મને કોઈ રાખવા તૈયાર નથી તો હું કયાં જઈશ... પણ બસ હવે, મારે પણ કોઈને કહીને બિચારાપણું કે મારા માટે કગરવાની જરૂર નથી. હું જ યોગ્ય પગલું લઈશ." આમ વિચારીને તેણે ડાયરીમાં કંઈક લખવા લાગી.

રાત્રીના અંધકાર પછી દિવસની શરૂઆત થાય, ત્યારે સૂરજનું ધરતી પર આગમન થવાની તૈયારીમાં આવતી લાલાશ પડતી કિરણો જેમ અંધકારને દૂર કરવા લાગે, પંખીઓ પોતાના કોલાહલથી મધુર ગાયન ગાઈને વધામણી આપે. તેમ જ રમેશભાઈના ઘરમાં કોલાહલ હતો અને વરવધૂ ઘરના આંગણે આવીને ઊભા રહ્યા હતા.

નયનાબેન અને કુટુંબની બધી સ્ત્રીઓ પોંખવાની તૈયારી બાકી હોવાથી ઝડપથી કામ કરવા ઘરમાં પ્રવેશ કર્યો તો સામે જ બધી વસ્તુઓ તૈયાર પડેલી જોઈ. આરતીની શણગારેલી થાળી, જોડે જ પોંખવાની વસ્તુઓ, પગલાં પાડવા માટેની કંકુ થાળી, કપડું વિગેરે તૈયાર હતું.

વનિતા અને નિહાલ મિત્રની કારમાં બેઠા હતા અને તેના મિત્રો તેમની મજાક ઉડાવી રહ્યા હતા. નિશિતાના બોલવવાથી તેઓ ઘરના દરવાજે આવ્યા. નયનાબેને તેમને પોંખ્યા, પછી આવી બારણું રોકવાની વિધિ.