Nabadi - 6 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | નબળી: રાજવીની સંઘર્ષ કથા - 6

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 6

(6)

તે બોલ્યા કે, "અને મારી ના હોય તો...."

તેણે ગંભીર થઈને કહ્યું કે, "તો દાદી... મારે કંઈક વિચારવું પડશે?"

દમયંતીબા બોલ્યા કે, "તો તું શું વિચારીશ?"

તેણે જવાબ આપતાં કહ્યું કે, "મારે મંડપ કેવો રાખવો, પત્રિકાઓ કેવી છપાવવી, ઘોડા પર ચડીને કે પછી ગાડીમાં બેસીને જાન કાઢું.' આવું વિચારવું પડશેને બા..."

દમયંતીબા હસવા લાગ્યા અને કહ્યું કે, "મારો ડાહ્યો અને લાડલો દીકરો... જબરો છે હે... તને મારી મજાક પણ ખબર પડી ગઈ. હું તારી પસંદગી ને ના પાડું એવું બને ખરું? કયારે મળાવીશ મને બોલ?"

નિહાલ હસવા લાગ્યો અને કહ્યું કે, "હાસ્તો... મારી દાદીના મનની વાત મારા સુધી ના પહોંચે એવું બને ખરું? પણ તને ખબર કેવી રીતે પડી?"

તેમણે જવાબ આપતાં કહ્યું કે, "કાફેમાં તારા પપ્પા જોઈ ગયા હતા અને એના વિશેની બધી તપાસ પણ કરી લીધી છે અમે, સમજયો."

તે બોલ્યો કે, "હમમમ... દાદી...દાદી... યુ આર ગ્રેટ, અને મળવા માટે તો તું કહે તો હાલ જ બોલાવી લઉં."

રમેશભાઈએ કહ્યું કે, "આજ સાંજે ડીનર પર બોલાવી લે, પછી કુટુંબને મળીએ."

નિહાલે પપ્પા અને દાદીની મંજુરી મળી જતાં વનિતાને ડીનર પર આવવા કહ્યું.

ડીનર પર વનિતા, દાદી અને પપ્પા જોડે મીટીંગ સારી રહી. તે લોકોને વનિતા પસંદ પડી અને તેમણે બંનેના સંબંધને મંજુરી આપતાં, તેના પરિવાર જોડે રવિવારે મુલાકાત પણ નક્કી કરી દીધી.

નિહાલ વનિતાને મોડી રાત્રે તેના ઘરે મૂકવા ગયો ત્યારે તેણે રાજવીને જોવા આવેલા સંદીપ વિશે બધી વાતો કરી.

વનિતાએ વિચારીને કહ્યું કે, "નિહાલ એ માટે તો 'સંદીપને સમજાવીએ ને કે તે ના પાડી દે."

તેને પૂછ્યું કે, "પણ કેવી રીતે?"

"એ મારી સોસાયટીમાં રહે છે. હું ઓળખું છું. અને એને કેવી રીતે સમજાવવો એ પણ મને ખબર છે. કાલે આપણે તેને કાફેમાં બોલાવીએ અને હું સમજાવી જોઉં." વનિતા આવું કહેતા તેની જોડે સંમત થયો.

સંદીપને મળવા નિહાલ અને વનિતા કાફેમાં પહોંચ્યા ત્યાં નિહાલ બીજા ટેબલ પર બેઠો અને વનિતા સંદીપને મળી.

વનિતાએ કહે કે, "સંદીપભાઈ તમે રાજવીના વિશે વધારે વિચાર્યા ના કરતાં, અને તેને તમે ના પાડી દો."

સંદીપે પૂછ્યું કે, "પણ કેમ હું ના પાડું?"

"જુવો સંદીપભાઈ રાજવી મારી કોલેજમાં જ ભણે છે. મને તેના વિશે બધી જ ખબર હોય. તે અમારા કોલેજની લેડી ડોન છે. તેને મારઝૂડ કરવાનું, તોડફોડ કરવાની જ આવડે છે. અને તમે જેવું વર્તન ભાભી જોડે કરતાં હતા, તેવું તો તે ચલાવી નહીં જ લે. અને કયાંક તે તમારી આદતોથી હેરાન થઈને મારઝૂડ કરશે તો...'

સંદીપ વિચારમાં પડી ગયેલો જોઈને વનિતા બોલી કે, "એવા તો કેટલાય કિસ્સા મેં જોયા છે એના, એટલે જ તો હું તમને ના પાડવાનું કહું છું નહીં તો એને જ ના કહેત.તમને તો બીજી મળી જશે, પણ માર ખાઈને તમારી ઈજ્જત જતી રહેશે તો...."

સંદીપ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતો રહ્યો.

કંપનીના મેનેજરે અભિષેકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને કહ્યું કે, "જો અભિષેક આ વખતનું તારું પર્ફોર્મન્સ સરસ રહ્યું છે. એટલે આ વખતે તો તારું નામ પ્રમોશન માટે રેકમેન્ડ કર્યું છે અને તારું પ્રમોશન પણ પાક્કું જ છે. અને તને સારું એવું પેકેજ પણ મળશે. કોન્ગ્રેચ્યુલેશન"

અભિષેકે કહ્યું કે, "થેન્ક યુ વેરી મચ સર, પ્રમોશન માટે મને રેકમેન્ડ કરવા માટે."

મેનેજરે કહ્યું કે, "પણ એ રેકમેન્ડ હું કરું તો મારો ફાયદો શું?"

અભિષેકે સમજી જવા છતાં ના સમજ્યો હોય તેમ કહ્યું કે, "આપણાવાળી પાર્ટી નક્કી સર"

તે બોલ્યા કે, "એ તો સમજયા, પણ હું મારો ફાયનાન્સલી ફાયદો કહું છું."

અભિષેકે કહ્યું કે, "એ વાત સાચી, પણ હું તમને શું આપી શકું."

મેનેજરે કહ્યું કે, "જો તું મને દસ લાખ આપે તો જ તને રેકમેન્ડ કરી દઉં. નહીં તો...."

અભિષેક વિચારમાં પડી ગયો. અસમંજસ સ્થિતિમાં જ અભિષેક ઘરે આવ્યો અને પોતાના મૂડ ના હોવાથી જમવાની ના પાડી પોતાની રૂમમાં ચાલી ગયો.

શારદાબેન તેનો ઉખડેલો મૂડ જોઈને તેની જોડે ગયા અને કારણ પૂછયું. એટલે અભિષેકે કહ્યું કે, "મમ્મી રહેવા દે, જે વાત શકય જ નથી તે કરીને પણ શું ફાયદો!"

શારદાબેને સમજાવતાં કહ્યું કે, "પણ વાત કર્યા વગર શકય છે કે નહીં તે કેમ નક્કી કરે છે. કહે તો ખરા"

તેણે મેનેજર જોડે થયેલી બધી વાત કરી અને પૂછ્યું કે, "તું જ કહે કે આ શક્ય છે ખરું! બોલ, દસ લાખ કયાંથી લાવીશું?"

શારદાબેને કહ્યું કે, "એ વાત તો સાચી, તારા પપ્પા આપશે નહીં. વળી, તારા લગ્નમાં પણ દહેજ નથી મળ્યું તો પછી... દસ લાખ કયાંથી લાવી શકાય?'

તે પાછા બોલ્યા કે, "કાશ તારા લગ્ન આવી ભૂખડી બારસની છોકરી કરતાં સારા ઘરમાં થઈ હોત તો... પણ શું થાય?"

આ વાત રૂમની બહાર ઊભેલી લાવણી સાંભળી રહી હતી.

આ બધી જ વાતો લાવણીના કાનમાં રહી રહીને ગુંજી રહી હતી. પણ તે સમજી નહોતી શકી કે, 'તે કરે તો શું કરે? જયારે જોવા આવ્યા હતા ત્યારે ઘર જોયું હતું અને સાથે સાથે ઘરની પરિસ્થિતિ પણ જોઈ જ હતી ને. અરે મારા પપ્પાએ સાસરીના કહ્યા પ્રમાણે વ્યવહાર કરવા માટે તેમણે કેટલુંક તો દેવું પણ કરવું પડયું હતું. અને એમના તાકાત કરતાંયે વધારે વ્યવહાર કર્યો પણ હતો. છતાંય ભૂખડી બારસ, ભૂખડી બારસની છોકરી વિગેરે કેમ કહ્યા કરે છે. એવું હતું તો પોતાના જેવા જોડે સંબંધ કરવો હતો કે પોતાની હેસિયત કરતાં વધારે લોકોની સાથે બાંધવો હતો.

વળી, આ કેવું પ્રમોશન પોતાને લેવું છે તો એ દસ લાખ પોતે લાવે, ભલે લોનથી લાવે કે વ્યાજે. અરે, દાગીના પણ ગિરવે મૂકે એનો પણ વાંધો નથી. એ માટે મારા પિયરના દાગીના આપીશ અને ઊફફ પણ નહીં કરું, પણ મારા પિયરના પાસેથી જ લેવા એ કેવું. ફાયદો પોતાનો અને ભરવવાના બીજાને, જલસા તમારે કરવાના અને દેવામાં બીજાને ડૂબાડવાના, આ કેવું?' આમ વિચારોને વિચારોમાં આંખ લગી ગઈ.'

સૌમ્યા સવારે પિયરમાં સરપ્રાઈઝ આપવા આવી તો લાવણી રસોડામાં ફટાફટ ચા-નાસ્તો બનાવી રહી હતી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, પપ્પા પેપર વાંચવામાં, બા પૂજા કરવામાં અને અભિષેક ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. એણે પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે તેણે ટહુકો કર્યો કે, "ભાભી સરસ મજાની ગરમ પૂરી અને ભાજીનો નાસ્તો બનાવો. અને સાથે સાથે સોજીનો હલવો પણ. આજે તો હું તમારા હાથનો નાસ્તો જ ખાવા આવી છું."

લાવણી ફટાફટ રસોડામાં થી બહાર આવી અને બોલી કે, "અરે, સૌમ્યાબેન આવો..આવો, તમે અચાનક જ..."

એટલામાં તો શારદાબેન આવી ગયા અને બોલ્યા કે, "એય આ ઘરની છોકરી છે તે, તારા ઘરે તો નથી આવી પણ પોતાના ઘરે આવી છે. એને મરજી હશે ત્યારે આવશે, તું આવું બોલનારી કોણ?"

લાવણીએ કહ્યું કે, "પણ બા..."

સૌમ્યાએ કહ્યું કે, "શું મમ્મી તું પણ, વહુ આવી પણ તારા સ્વભાવમાં હજી સુધારો જ નથી. એ મને એવું કહેવા માંગે છે કે ખબર હોત તો અભિષેક મને લેવા આવત. પણ મને તો તમારા જમાઈ ચાર દિવસ માટે મૂકી ગયા છે. પોતાની ઓફિસ ટૂર પર જતાં હતાં ને, તેમને મોડું થતું હતું એટલે અંદર પણ ના આવ્યા અને મને સોસાયટીના ઝાંપે ઉતારીને જતાં રહ્યા."

નાથાભાઈએ ઠપકો આપતાં કહ્યું કે, "અરે, નયનકુમાર આવ્યા હતાં તો ઘરે લઈને આવવા પડેને, એમ ઝાંપેથી મોકલાય. નાસ્તો કરીને આરામથી જાત તે"

સૌમ્યા બોલી કે, "એટલે જ પપ્પા, તમે ઘરે આવવાનો આગ્રહ કરો, પછી નાસ્તો કરવાનો વિગેરે. એટલે જ તે બારોબાર જતાં રહ્યાં."

શારદાબેને કહ્યું કે, "સારું.. લાવણી સૌમ્યાને ભાવતો અને કહ્યો છે તે નાસ્તો બનાવજે, આવડે છે ને પાછો?"

લાવણીએ હા માં માથું હલાવ્યું. શારદાબેન બહાર જઈ બેઠા.

લાવણીએ સૌમ્યાને કહ્યું કે, "થેન્ક યુ દીદી, પણ મારો એવો ઈરાદો નહોતો."

તેણે કહ્યું કે, "મને ખબર છે મારી મમ્મીનો સ્વભાવ, તું ચિંતા ના કર. ચાલ નાસ્તો બનાવીએ."

લાવણી બોલી કે, "રહેવા દો દીદી, હું હમણાં જ નાસ્તો તૈયાર કરી લઈશ તમે ફ્રેશ થઈ જાવ." બોલીને લાવણી રસોડામાં ગઈ.

ચા નાસ્તો પતાવીને અભિષેક ઓફિસ જતો રહ્યો, પણ તેનો મૂડ ગઈકાલના જેવો જ હતો. એનો ઉખડેલો મૂડ જોઈને તેને નવાઈ લાગી.

સૌમ્યા તે જાણવા શારદાબેનના રૂમમાં ગઈ અને પૂછ્યું કે, "શું વાત છે, મમ્મી? અભિનો મૂડ કેમ આવો છે?"

શારદાબેન બોલ્યા કે, "શું થાય, નસીબ જ ફૂટેલા છે અમારા?" કહીને બધી વાત કરી.

"તો શું થયું? પ્રમોશન અભિષેકનું અને પૈસા લાવણીના પિયરના, આ તો બરાબર નથી. મમ્મી આમ કરીએ તો તેના મનમાં આપણે લાલચી છીએ એવી ઈમેજ બને?'

સૌમ્યાએ સમજાવતાં નાથાભાઈને કહ્યું કે, "પપ્પા દસ લાખ કયાંક થી વ્યાજે લાવો, પણ તેના પિયર જોડે કેવી રીતે માંગી શકાય."

તે બોલ્યા કે, "આપણે વ્યાજે લાવીએ તો વ્યાજ ભરવું પડે. એના કરતાં તેના પિયરથી લાવીએ પછી પાછા આપી દઈશું. પોતાના જમાઈ માટે આટલું તો તે કરી જ શકે ને? જલસા પણ એમની જ દિકરીને જ કરવા મળશે ને? અને મદદ સગાં સંબંધી જ ના કરે તો બીજું કોણ કરશે, અને આમાં ખોટું પણ શું છે?"

સૌમ્યા બોલી કે, "પણ એ માટે એમને વ્યાજે નહીં લાવવા પડે. એમના ઘરની સ્થિતિ આપણને કયાં ખબર નથી."

"તો પોતાના દાગીના વહેંચી દે કે તે વ્યાજ ભરે. તેમાં શું ખોટું છે?" શારદાબેને કહ્યું.

સૌમ્યા મમ્મી વિશે જાણતી જ હતી પણ તે તો પોતાના પપ્પાનો વિચાર જાણીને જ નવાઈ લાગી.

છગનભાઈ તરફથી જવાબ ના આવતા રમેશભાઈને નવાઈ લાગી પણ તે ફોન કરીને શરમમાં પડવા કે પાડવા નહોતા માંગતાં. એમણે દમયંતીબા ને કહ્યું કે, "બા, આ છગનભાઈ નો તો જવાબ ના આવ્યો. હવે..?"

બા નિસાસો નાખીને બોલ્યા કે, "રહેવા દે રમેશ, આ છપ્પરપગી થી છૂટકારો જલ્દી નથી મળવાનો. અને આવી છોકરીને કોણ પસંદ કરે. જેના લીધે આપણા ઘરમાં આટલી તકલીફ પડી હોય એવી છોકરીને કોઈ પોતાના ઘરમાં ના જ ઈચ્છે ને, પાછી દેખાવ પણ સાધારણ માટે જવા દે."

રમેશભાઈ એ પણ નિસાસો ખંખેરીને કહ્યું કે, "બા આવતીકાલે વનિતાના ઘરના લોકો આવશે તો પછી આપણે નક્કી જ કરી દઈશું ને?"

બા બોલ્યા કે, "હા, જો ને એવી ઈચ્છા હતી કે આના અને નિહાલના લગ્ન જોડે લઈ લઈશું. પણ જવાબ આવ્યો નહીં, કંઈ નહીં નિહાલના જલદી લગ્ન લઈ લેશું. બ્રાહ્મણ બોલાવી રાખજે, જેથી મુહૂર્ત પણ જોડે જ જોવડાવી લેશું."

રમેશભાઈ કહ્યું કે, "સારું.."

વનિતાના ઘરના લોકો નિહાલના પરિવારને મળ્યા.

દમયંતીબા એ કહ્યું કે, "નિહાલ અને વનિતા એકબીજાને પસંદ કરે છે તે તો આપને ખબર જ હશે?"

વનિતાના પપ્પા સુધીરભાઈ બોલ્યા કે, "હા, મને ખબર છે, તો પછી આપનો આગળ શું વિચાર છે?"

રમેશભાઈ બોલ્યા કે, "જો તમારી હા હોય તો બ્રાહ્મણ જોડે સગાઈ અને લગ્ન નું મુહૂર્ત જોવડાવી લઈએ."

તે બોલ્યા કે, "હા, કેમ નહીં, શુભ કામમાં દેર ના કરવી જોઈએ."

રમેશભાઈ એ તરતજ બ્રાહ્મણને ફોન કરીને બોલાવ્યો અને મુહૂર્ત જોઈ આપવા કહ્યું.

બ્રાહ્મણે કહ્યું કે, "પંદર દિવસ પછી એટલે કે આસો સુદ બીજ અને લગ્ન માટે કારતક વદ ત્રીજ સારી છે. બંનેના ગ્રહો પ્રમાણે અનુકૂળ પણ છે."

દમયંતીબા એ કહ્યું કે, "સરસ તો પંડિતજી, બંને મુહૂર્ત નક્કી કરીને વિધિ માટે લખી રાખજો. તમે પણ આ તારીખ બુક કરી દેજો. વિધિ તમારે જ કરવાની છે. બરાબરને સુધીરભાઈ."

તે બોલ્યા કે, "હા, બા તમે નક્કી કરો તે બરાબર. તમે વડીલ છો અને તમે જે કરો તે સારું જ હોય."

નયનાબહેને દક્ષિણા આપીને વિદાય કર્યા. બંને પક્ષે સામસામે ગોળધાણા ખાઈને મ્હોં મીઠું કર્યું અને સંબંધ પર

સૌમ્યા પપ્પાની વાત સાંભળીને વિચારમાં પડી ગઈ કે કેવી રીતે મહોર મારી દીધી.

આમને શું સમજાવું? મમ્મી તો સ્વાર્થી હતી જ, પણ પપ્પા સ્વાર્થી છે એ આજે જ ખબર પડી. એટલામાં જ લાવણી રૂમમાં આવી ચડી અને શારદાબેન અને બધાને વાત કરતી જોઈને તે ઓઝપાઈ ગઈ.

શારદાબેન તાડૂકીને બોલ્યા કે,"છૂપાઈને અમારી વાતો સાંભળે છે. તારા માં બાપે આવું જ શીખવાડ્યું છે."

લાવણી બોલી કે, "માજી, મારા મમ્મી પપ્પા આમાં કયાંથી આવ્યા અને હું કાંઈ તમારી વાતો છૂપાઈને સાંભળતી પણ નહોતી. હું તો બપોરે જમવામાં શું બનાવું એ જ પૂછવા આવી છું."

શારદાબેને મ્હોં ચડાવીને બોલી કે, "લ્યો, પકડાઈ ગયા એટલે હવે જૂઠું બોલવાનું અને આજકાલની આ ઘરમાં આવી છે ને સામે પણ બોલવા લાગ્યાં. હવે તો સાપના મ્હોં માં દાંત આવી ગયા. ઓ બાપરે, મારું શું થશે? જોઈ લો... જોઈ લો, અભિના પપ્પા હું કહેતી હતી ને કે આ જેટલી બહાર છે એટલી જ અંદર છે. પણ મારી વાત આમેય સાંભળે જ છે કોણ!"

સૌમ્યા બોલી કે, "બસ મમ્મી... બસ, આ વાત એટલી મોટી તે નથી કે તું આડુંઅવળું બોલે છે?"

રોતી લાવણીને ચૂપ કરવા તે પાણી આપીને કહે છે કે, "મમ્મી તને શું કરવું, શું ના કરવું તે પૂછે છે. પણ તું કયારેય નહીં સમજે, એની કદર નહીં કરે તો જ્યારે તને નહીં પૂછે ત્યારે ખબર પડશે. લાવણી તું રોટલી બે શાક, દાળ, ભાત અને સલાડ.વિગેરે બનાવી દે."

લાવણી રોતી આંખે જતી રહી. શારદાબેન પાછાં બોલવા લાગ્યા કે, "જોયું... જોયું, દસ લાખ જાણે પિયરમાં થી લાવી હોય તેમ જોર કાઢે છે. આ બધું અમારું છે અને તું અમારા ઘરમાં રહે છે તો જોર નહીં કાઢવાનું. તારા જેવી હજાર લાવી દઈશ. તારા જેવી શું કામ તારા કરતાં હજાર ઘણી સારી સમજી. જોર કાઢવું હોય તો દસ લાખ લાવે પછી કાઢજે. હાય...હાય મારું ઘર બરબાદ કરી નાખ્યું આને, શું થશે?"

સૌમ્યાએ કહ્યું કે, "મમ્મી બસ આ શું માડયું છે, આ રીતનું વર્તન યોગ્ય છે ખરું? અને એ શું કામ પિયરથી દસ લાખ લાવે? મમ્મી શું કરવું તારું એ જ સમજાતું નથી." નિરાશાપૂર્વક તે ત્યાંથી જતી રહી.

સગાઈ નો દિવસ આવી ગયો હતો. બંને ઘરમાં ખૂબજ ચહલપહલ હતી, બંને ઘરમાં અત્યાર સુધી જોરશોરથી તૈયારી ચાલી રહી હતી. નિહાલના ઘરમાં વનિતાને આપવા માટે ની છાબ સુંદર શણગારવામાં આવી હતી, જયારે બીજી બાજુ વનિતાના ઘરમાં જમાઈને આપવા માટેની છાબ શણગારેલી.

વનિતાના ઘરના લોકો હોલમાં પહોંચી ગયા હતા, બધી તૈયારી બરાબર છે કે નહીં તે જોઈ લીધું. એટલામાં જ નિહાલ અને તેના પરિવારના લોકો આવી ગયા અને સામે જઈને એમનું સ્વાગત કરીને હોલમાં લાવ્યા.

નિહાલે બ્રાઉન કલરની શેરવાની પહેરી હતી. તે એકદમ સોહામણો અને રાજકુમાર જેવો લાગી રહ્યો હતો. એણે ગળામાં મોતીની માળા પહેરેલી અને એમાંય બનારસી ગોલ્ડન કલરનો સ્ટોલ ખૂબજ સુંદર રીતે શોભી રહ્યો હતો. મુખ પરની સરસ મજાની સ્માઈલથી ચાર ચાઁદ લાગી ગયા. તેમને માન સાથે એક રૂમમાં ફ્રેશ થવા લઈ ગયા.

વનિતા પણ ત્યાં આવી. વનિતાએ નિહાલના શેરવાની માં જેવું વર્ક હતું એવી જ ગોલ્ડન કલરની ચણિયાચોળી પહેરી હતી, અને તેમાં તે ખૂબજ શોભી રહી હતી. એના ઉપર બ્રાઉન કલરની ઓઢણી પહેરી હતી. વનિતા ઘાટા રંગની ભલે હતી, છતાંય તે આ કપડામાં ખૂબજ સુંદર લાગી રહી હતી. એને પહેરેલા દાગીનાથી તે કે દાગીના તેનાથી શોભી રહ્યા હતા એ જ ખબર નહોતી પડતી. એમાંય એના ગાલ શરમના માર્યા ગુલાબી થઈ ગયા હતા. એના ચહેરા પર સુંદર હાસ્ય જોઈને નજર ઉતારવાનું મન થાય. એની આંખોમાં કહો કે શરીર પર શરમના શેડા ઉતર્યા હોય એવું લાગતું હતું.

બંનેએ સાથે ઘણા ફોટા પડાવ્યા પછી ધીમે ધીમે બંને ચાલીને સ્ટેજ પર જઈ રહ્યા હતા. અને આટલી સુંદર વહુ જોઈને તો નયનાબહેન અને દમયંતીબા પણ તેના ઓવારણાં લઈ રહ્યા હતા. બંને ખુરશી પર બેઠા.

પહેલાં તેમનું મ્હોં મીઠું કરીને તેમના બોલ બોલાણા, પછી એકબીજાને રીંગ પહેરાવી. વેવાઈ વેવાઈ ગળે વળગીને સગાઈની વિધિ સંપન્ન કરી. જમવાનો પ્રોગ્રામ શરૂ થયો. વનિતા અને નિહાલે એકબીજાને કોળિયો ખવડાવ્યા. પછી બધા મહેમાન સાચવવા આઘાપાછા થયા.

સગાઈની વિધિમાં નિહાલનો ઓફિસ સ્ટાફ પણ આવેલો હતો. એમાં અભિષેક જોડે સારી એવી મિત્રતા હોવાથી તે લાવણી જોડે આવેલો હતો. બધા જ મિત્રો અભિષેકની પત્ની જોઈને જ મ્હોં માં આંગળી નાખી ગયા અને નવો નવો પરણેલો હોવાથી તેને જ ટાર્ગેટ બનાવી મસ્તી કરી રહ્યા હતા.

એક મિત્ર બોલ્યો કે, " વાહ અભિષેક તારી પત્ની એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી છે."

બીજો બોલ્યો કે, "હા.. હો, ઈર્ષ્યા થાય છે તારી, કયાં અમારી અને કયાં તારી પત્ની."

ત્રીજો બોલ્યો કે, "કાગડો દહીંથરુ લઈ ગયો ભાઈ, એના કપડાં પહેરવાની સેન્સ, વાળની સ્ટાઈલ, સ્માઈલ. વાઉ યુ આર લકી મેન."

એવામાં જ લાવણી મિત્રોની પત્ની જોડે ત્યાં આવી, એમાંની એક બોલી કે, "હા અભિષેકભાઈ લાવણી ખૂબજ સુંદર દેખાય છે."

લાવણી શરમાઈ ગઈ, જયારે બીજી બોલી કે, "શું તમેય! લાવણી શરમાઈ ગઈ જુઓ તો ખરા. તમને તો પારકા ભાણેજ લાડવો દેખાય છે."

અભિષેક બોલ્યો કે, "રહેવા દો, ભાભી. આ લોકો કયારેય સુધરવાની નથી. લાવણી આમની વાતોથી તું ના શરમાય. હમણાં ચણાના ઝાડ પર ચડવાશે અને ઘડીકમાં નીચે ઉતારી દેશે." બધા હસતાં હસતાં ડીનર કરવા લાગ્યા.

એવામાં જ વનિતા અને નિહાલ ત્યાં આવ્યા એટલે બધાએ તેમને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું અને નિહાલે બધાને ઈન્ટ્રોડયુસ કરી અને પછી વાતો કરવા લાગ્યા. જયારે વનિતા અને રાજવી લાવણીને જોઈને ગળે વળગી પડી, અને વનિતાએ કહ્યું કે, "તું અહીં?"

ત્રણે જણા વાતો કરવા લાગી, થોડીવાર પછી બંને જણા બીજાને મળવા ગયા અને રાજવી બીજા મહેમાનને સાચવવા.

ડીનર કરતાં કરતાં એક મિત્રે કહ્યું કે, "અલ્યા રિયા તો હવે રહી ગઈ, બધા ને ખબર છે કે નિહાલ અને અભિષેક બંને વચ્ચે અવઢવમાં હતી."

બીજો બોલ્યો કે, "પણ રિયાના મનમાં સોફટ કોર્નર અભિષેક માટે હતો અને અભિષેકને રિયા માટે, એ તો મને ખબર છે."

ત્રીજો બોલ્યો કે, "બિચારી રિયા, એણે તો હવે બીજો શોધવો પડશે."

"ના યાર, હું ટ્રાય મારી જોઉં. કદાચ નંબર લાગી જાય." બીજો આંખ મારતાં બોલ્યો.

એક કહે કે, "ટ્રાય મારવવાળા, ભાભી તો છે લ્યા, બાવાના બેય બગાડીશ."

બીજો કહે કે, "તો એમાં શું થયું? એક ઘરમાં અને બીજી બહાર."