jajbaat no jugar - 25 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 25

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જજ્બાત નો જુગાર - 25

સૂરજની કોમળ કિરણો બર્ફીલા પહાડોને પીગાળાવવાની શકવાની ક્ષમતા ધરાવતા હોય એમ વજ્ર સમાન પુરુષના હ્રદયને પીગાળવાની ક્ષમતા એક સ્ત્રીમાં હોય છે. કુદરતને પણ માત આપતો હોય એમ વિરાજ વધારે ખુશીઓની શોધમાં કલ્પનાને કદાચ દુઃખી કરી રહ્યો હતો. જેટલા પૈસા જુગાર માંથી આવે નહીં એટલાં તો જતા રહે. પ્રાપ્ત કરવાની લાલચામાં ઘણું બધું ગુમાવી રહ્યો હતો. દિવસે દિવસે વધતી લાલચમાં ઊંડાણ વધતું ગયું જુગારની ઘેલછામાં શું ખોઈ રહ્યો હતો તે ભાન ન રહ્યું. ખુશીની શોધમાં એ દુઃખને નોંતરી રહ્યો હતો. સપના સાકાર કરવાની ઘેલછામાં વેરવિખેર થઈ રહેલું ઘર એને નજરે ન ચડ્યું.
બીજી તરફ કલ્પના પોતાના બેબીશાવરના સપનાંઓ આકાર આપી અંતરના ઉમળકાને ઉજવવા થનગની રહી હતી. અચાનક આવનાર ઓટને કોણ રોકી શકે...!?
આખરે અતળ અધીરાઈનો અંત આવી જ ગયો. વૈશાલી પણ પોતાની નાની બહેન જેવી લાડકી દેરાણીનાં છેલ્લા પ્રસંગમાં બધાના વિરુદ્ધ જઈ હાજરી આપી.
કલ્પનાને વૈશાલીએ તૈયાર કરી છે. મરૂન કલરની સાડી સાડીમાં ગોલ્ડ બોર્ડર, બોર્ડરમાં ઝીણું ઝીણું જરદોશી વર્ક વચ્ચે વચ્ચે લીલા અને લાલ રંગની ગાંઠ વર્ક. આખી સાડીમાં ઓલ ઓવર ઝીણું ઝીણું કેરી આકારના વર્કથી સાડીની સાથે સાથે કલ્પના પણ નવવધૂની જેમ ખીલી રહી હતી. હાથની મહેંદીનો ઘેરો રંગ હાથની સાથે સાથે કલ્પનાને મહેકાવી રહ્યો હતો. કલ્પના માથાથી લઈને પગની પાની સુધી એવી સોહામણી લાગતી હતી કે જોઈને કોઈની નજર લાગી જાય. એમની સાસુથી બોલ્યા વગર ન રહેવાયું આટલું તૈયાર થવાની શું જરૂર હતી. કોઈકની નજર લાગી જશે એમ બોલતાં બોલતાં આંખમાંનુ કાજલ આંગળીના ટેરવે લઇ કલ્પનાને કાન પાછળ લગાડ્યું.
હોલની બંને બાજુ ગાદલાં તકિયાની ગોઠવણી કરેલ લાઈનમાં મહેમાનો સજ્જ કતારમાં ગોઠવાઈ ગયેલાં એની પાસે જ સળંગ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલ ગાદલાંમાં સ્ત્રીઓની લાઈન બધ્ધ બેઠેલી. આગળનાં ભાગમાં થોડું નાનું સ્ટેજ, સ્ટેજ પર મધમાખીઓ જેમ મધપૂડાને ઘેરી વળે તેમ કલ્પનાને થોડી સ્ત્રીઓ ઘેરો કરીને સીમંત વિધિ માટે ઘેરાવો કરી ઉભી રહી ગઈ હતી.
હ્રદયના એક એક તારોને ઝણઝણાટી થી ગમગીન વાતાવરણ વચ્ચે કલ્પનાની સીમંત વિધિ પુરા જોશ ઉત્સાહ અને ઉમંગ ઉલ્લાસમાં ઉજવણી શરૂ હતી. શુભવંતા ચોખા ભરેલ એક લીલાં રંગની વેલ્વેટની થેલી. થેલીને કલ્પનાની સાડીના પાલવમાં મૂકીને કંકુવંત ચોખા કપાળે છોડી સીમંત વિધિ કરનારને ભેટીને છુટાં પડવું આવી રીત લગભગ ચાર વખત પુનરાવર્તિત થયું. ત્યાર બાદ કલ્પનાને કોઈ સગો દિયર ન હોવાથી પરિવારજનોનાં કહેવા મુજબ કુટુંબ માંથી બોલાવેલ ને બુહટિંયો બનાવાયો. બુહટિંયાને કંકુ વડે ગાલ લાલ કરવાનો રીવાજ. રીવાજ સાથે થોડી રમૂજ પણ...
કલ્પનાની વિદાયથી ફૂલોની મહેંક થી ધમધમતું મધમધતુ રંગોળીના કલરથી સુશોભિત ઘર આજે વિલિનતાના વાદળો થી ઘેરાઈને સુમસાન ભીંતીને ભયના ઓરડા સરીખું લાગતું હતું. વૈશાલીનું મન આજે ગહનના વમળોમાં ઘુમરાઈ રહ્યું હતું. બેચૈનીના ડહોળાય રહેલા મન પર કાબૂ કરવા મથતી વૈશાલીની અશ્રુ઼ં સારવણી ફૂટી નીકળી. કલ્પનાની વિદાયથી અભાક બની પોતાના પ્રસંગે ભૂલી ગયેલ સીમંત વિધિની લીલી ચોખાવંત થેલીની ગાથા યાદ આવી ગઈ.
કલ્પનાએ આર્યનને તેડીને વ્હાલના વરસાદથી નવડાવી દીધો. રીવાજ અનુસાર બુહંટિયાને શુકનવંતુ ગીફ્ટ આપ્યું. વૈશાલીને તો ભેટતા જ અશ્રુબાંધ ટૂટી ગયા. સાસુ સસરાને હરખથી હૂંફાળા પ્રણામ કર્યા. વસમી વિદાયને આટોપી.
કલ્પના પીયર જતી રહી હતી. વૈશાલી સાસુ સસરા સાથે ગામ જતી રહી. કંઈ કામ ન મળતા વિરાજ પણ ગામ જતો રહ્યો.
કલ્પના મમતાબેન સાથે આજે પણ ખુલીને વાત ન કરી શકતી. અનંત ઉચાટ અને અશાંત મનને કાબુમાં રાખવા ખુબ પ્રયત્ન કરતી. રણમાં તરસથી કોઈ મૃગજળ વલોપાત વલખાં મારતું હોય તેમ રેખાબેનની યાદમાં તેનું મન ઘણીવાર ખાલીપો વર્તાયા કરતો. તેનાં વ્યથિત મનને સમજાવી વરવી વાસ્તવિકતા સ્વીકાર કરવા સીવાય કોઈ વિકલ્પ ન હતો.
કાગડોળે જોવાતી રાહની આખરે આતુરતાનો અંત આવ્યો. કલ્પનાને નવ નવ માસ હાથમાંથી રેતી સરી પડે એમ પસાર થઈ ચુક્યા છે.
હોસ્પિટલ જવાની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. બસ હવે ક્યારે પ્રસુતિનુ દુઃખાવો થાય તે રાહ જોવાઇ રહી હતી. રાત જાય તો દિવસ ન જાય ને દિવસ પસાર થાય તો રાત ન થાય. ક્યારેક તો આખી આખી રાત ઉંઘ ન થાય કલ્પનાને.
કલ્પનાના શ્વસુરગૃહેથી ફોન આવતાં કલ્પના ઉતાવળા ઉભી થતાં તો થઈ પણ પછી બેસી ન શકાય કે ન સુઈ શકાય અડધી રાતે બધાને જગાડવા કલ્પનાને હીતાવહ ન લાગ્યું. દાદીમાને પણ બૂમ ન પાડી શકી ત્યાં ને ત્યાં અટકી ગઈ.
વિધીને આધીન અણધાર્યા અચાનક આવી પડેલ વિપદા માંથી કેમ નીકળી શકાય તે વિચારવા કલ્પના ખુદ પણ જાણતી નહોતી...
ક્રમશઃ

કલ્પનાની મદદે સમયસર કોઈ આવશે...!?
ફોનની રીંગટોન સાંભળી કોઈ જાગશે....!?

આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.


એક લેખક માટે આપનો પ્રતિભાવ જ પ્રોત્સાહન બની આગળ વધવા માટે પ્રેરિત રૂપ સાબિત થાય છે...
તો આપનો કિમતી પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહો.
🙏🙏🙏🙏🙏