One unique biodata - 1 - 8 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૮

ફાઇનલી એન્યુઅલ ફંક્શનનો દિવસ આવી ગયો.બધી જ તૈયારી એક દમ ટીપટોપ થઈ ગઈ હતી.બધા જ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવી ગયા હતા.આખું ઓડિટોરિયમ ભરાઈ ગયું હતું.હવે ખાલી ચીફ ગેસ્ટની જ રાહ જોવાતી હતી.દેવ પણ આજે સવારે વહેલા જ તૈયાર થઈને આવી ગયો હતો અને બાકી રહેલ અરેન્જમેન્ટ્સ ચેક કરતો હતો.નિત્યા હજી નઈ આવી હતી.

વિવેક સર આવ્યા અને દેવને કહ્યું કે,"ચાલ એક વાર ફરીથી બધું જ જોઈ લઈએ"

"હા,સર તમે બોલતા જાવ હું ટિક કરતો જાઉં"દેવ બોલ્યો.

"ગેસ્ટ ટેબલ?"

"રેડી"

"સાઉન્ડ?"

"રેડી"

"સ્ટેજ?"

"રેડી"

"ડેકોરેશન?"

"રેડી"

"લાઇટ્સ?"

"રેડી"

"નિત્યા?"

"રેડી સર"નિત્યા આવતાની સાથે જ બોલી.

"ઓકે નિત્યા પણ આવી ગઈ છે બાકી જે વધ્યું એ તમે બંને જોઈ લેજો હું ગેસ્ટને વેલકમ કરવા જાઉં છું"વિવેકસર બોલ્યા.

"ઓહ માય ગોડ,તું આવી પણ લાગી શકે છે મને આજ ખબર પડી"દેવ નિત્યાને સાડીમાં પહેલી વાર જોતા બોલ્યો.

"આવી મતલબ,કેવી લાગુ છું?"નિત્યાએ પૂછ્યું.

"અરે સાડીમાં તો તું કંઈક અલગ જ લાગે છે"દેવ બોલ્યો.

(નિત્યાએ આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી.ઓપન હેર, થોડો થોડો મેકઅપ, ગળામાં એક નાનું ડોકિયું,ઝૂમકા જેવી બુટ્ટી અને હાઇ હિલ્સમાં નિત્યા ખુબ જ સુંદર લાગી રહી હતી.)

"વધુ સારી લાગુ છું એમ ને?"નિત્યાએ પોતાની તારીફ કરતા કહ્યું.

"મેં એવું ક્યાં કહ્યું કે સારી લાગે છે.મેં કહ્યું અલગ લાગે છે"દેવે મજાક કરતા કહ્યું.

"કામ કરીશું હવે?"

"હા,પણ હવે મોઢું ના બગાડ મસ્ત લાગે છે તું આજ.આજ તો બધા જ બોયઝ સ્ટુડન્ટસ તારા પર ફિદા થઈ જવાના છે"

"હાહાહા,મજા ના આવી.કામ કરીએ હવે"

"હા એતો કરીશું જ પણ મને તો કહે હું કેવો લાગુ છું?"

"ઠીકઠાક"નિત્યાએ હાથ હલાવતા ઇશારામાં જ જવાબ આપ્યો.

એટલામાં એક ગર્લ સ્ટુડન્ટ આવી અને દેવને કોમ્પ્લિમેન્ટ આપતા કહ્યું,"સર યૂ આર લૂકિંગ સો હેન્ડસમ"

"થેંક્યું,તમે બધા રેડી છો ને કેમ કે પહેલો ડાન્સ તમારો જ છે"

"હા સર રેડી જ છીએ"આટલું કહીને પેલી છોકરી પ્રેક્ટિસ કરવા જતી રહી.

"અસલી હીરાની પરખ ઝોહરી જ કરી શકે"દેવે નિત્યાની નજીક જઈને કોઈ ના જોવે તે રીતે એના કાનમાં કહ્યું.
"હા,હવે તું પણ સારો જ લાગે છે બસ.કામ કરીએ હવે?"નિત્યા અકળાતા બોલી.

"હા,ચાલ સ્ટેજ પર જઈએ"

નિત્યા સ્ટેજની નજીક આવીને અચાનક ઉભી રહી ગઈ. એને જોઈને દેવે પૂછ્યું,"ચાલ ને હવે ક્યારની ઉતાવળ કરતી હતી"

"બધું બરાબર તો થશે ને.મને બહુ જ ડર લાગે છે"નિત્યા ચિંતા વ્યક્ત કરતા બોલી.

દેવે નિત્યાનો હાથ પકડ્યો અને કહ્યું હું છું ને બધું જ બરાબર થશે.આ સાંભળી નિત્યાને થોડી રાહત થઈ.એ બંને સ્ટેજ પર ગયા અને બોલવાનું શરૂ કર્યું.

"હેલો હું છું નિત્યા પટેલ"નિત્યા બોલી.

"હેલો ગાયસ હું છું દેવ પટેલ"દેવે કહ્યું.

નિત્યાએ બોલવાનું શરૂ કર્યું,"અહીંયા ઉપસ્થિત માનનીય ચિફ ગેસ્ટ,આચાર્યશ્રી, એચ.ઓ.ડી સર,મારા સ્ટાફ મિત્રો અને વહાલા વિધાર્થી મિત્રો નું હું દિલથી સ્વાગત કરતા ચાર પંક્તિ કહેવાનું મન થાય છે મને,

કે આંખોમાં ઉમળકો છે,હૈયામાં ખુશાલી છે.
આજના દિવસની શોભા જ નિરાળી છે.
ને આવ્યા છો તમે આજે તો,લાગે મને એવું કે
આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે.

"આપણી જૂની પરંપરા મુજબ દીપ પ્રાગટય અને સરસ્વતી વંદના કરીને આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીશું"દેવ બોલ્યો.

"દીપ પ્રાગટ્ય માટે હું આપના માનનીય ચિફ ગેસ્ટ અને આચાર્ય શ્રી ને સ્ટેજ પર આમંત્રિત કરું છું"નિત્યા બોલી.

ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના કરી પછી પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ.પહેલા ડાન્સ માટે દેવે બધા ગ્રુપ મેમ્બર્સને સ્ટેજ પર બોલાવ્યા.ડાન્સ પત્યા પછી નિત્યા ડાન્સ માટે આભાર વ્યક્ત કર્યો અને એક મસ્ત શાયરી બોલી,

યે બહારો કી મહેફિલ સુહાની રહેગી,
લબો પર ખુશીયો કી કહાની રહેગી.
ચમકતે રહેંગે સિતારે યૂ હી,
અગર આપકી તાલીઓ કી મહેરબાની રહેંગી

નિત્યાનું આટલું જ કહેતા આખા ઓડિટોરિયમમાં તાળીઓના ગડગડાટ થવા લાગ્યો.

આમ,આખો પ્રોગ્રામ દેવ અને નિત્યા મળીને ખૂબ સારી રીતે હેન્ડલ કરે છે.બધા સ્ટુડન્ટસ પણ પ્રોગ્રામ દરમિયાન તાળીઓ અને ચીસો પાડીને આખા ઓડિટોરિયમ ને ગઝવે છે.બધા પરફોર્મન્સ પત્યા પછી છેલ્લે ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે.દેવ અને નિત્યાને પણ બેસ્ટ એન્કરનો એવોર્ડ મળે છે.

"અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે?
અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે?

તમે બધા જ અહીંયા તમારો કિમતી સમય ફાળવીને આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.જય શ્રી કૃષ્ણ"દેવ અને નિત્યા ફંક્શનનો અંત લાવતા બોલ્યા.

આ બધું સમેટતા એ લોકોને સાડા સાત થઈ જાય છે.
આ બાજુ માનુજ પણ એ બંનેની રાહ જોતો હોય છે.૭:૪૫ થઈ ગઈ છે પણ હજી નિત્યા અને દેવ ત્યાં પહોંચ્યા નથી.
તે છતાં પણ હજી તેને હોપ છે કે એ લોકો આવશે.એવું નથી કે દેવ અને નિત્યા સિવાય માનુજના કોઈ મિત્રો નઈ હતા પણ હમણાં થોડાક સમયમાં એ બંને એના માટે બહુ જ ખાસ બની ગયા હતા.માનુજના પપ્પા રીંગ સેરેમની માટે ઉતાવળ કરી રહ્યા હતા કેમ કે મહેમાનોને જમવાનો સમય પણ થઈ ગયો હતો એટલે માનુજ અને દિપાલી તૈયાર થઈ ગયા રીંગ એક્સચેન્જ કરવા માટે પણ હજી માનુજની નજર તો દરવાજા સામે જ હતી.માનુજ જેવો જ દિપાલીને રીંગ પહેરાવવા જતો હતો ત્યારે દિપાલીએ રોક્યો અને કહ્યું,"તમે ચાહો તો હજી આપણે દેવભાઈ અને નિત્યાની રાહ જોઈ શકીએ છીએ"

"ના,મને લાગે છે એ લોકો હજી પણ ત્યાં બીઝી હશે"માનુજ બોલ્યો.

માનુજ અને દિપાલિની સગાઈ થઈ ગઈ.મહેમાનો જમીને નીકળવાની જ તૈયારીમાં હતા એટલામાં માઇક પર એક અવાજ આવ્યો.

"યૂ તો નહીં જા શકતે આપ મેરે દોસ્ત કી સગાઈ સે,
બીના દેખે હમારા ડાન્સ આપ કેસે જા સકતે હૈ મેરે દોસ્ત કી સગાઈ સે"

અવાજ સાંભળતા જ માનુજના ચહેરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ અને મનમાં જ દેવનું નામ બોલ્યો.એટલામાં દેવ અને નિત્યા એક સાથે બોલ્યા,"ધિસ ઇસ ફોર યુ બોથ"કહીને ડાન્સ શરૂ કર્યો.

"અરે લડકી બ્યુટીફૂલ કર ગઈ ચુલ્લ!
અરે લડકી બ્યુટીફૂલ કર ગઈ ચુલ્લ!
દેખ તેરા રંગ સાવલા હુઆ બાવલા,
લડકી નહી હે તું હે ગરમ મામલા,
બોલતી બંધ મેરી,કહું ક્યાં ભલા,
કુછ ભી કહા નહિ જાયે.
ક્યાં નાચે તું દિલ્લી,હિલે હે લંડન,
મટક મટક જેસે રવિના ટંડન,
આગ લગાને આઈ હૈ બન ઠન,
ગોલી ચલ ગઈ ઢાએ.
નખરે વિલાયતી,
ઈગો મેં રહેતી,
નખરે વિલાયતી,ઈગો મેં રહેતી
ટશન દિખાતી ફુલ્લ.
અરે લડકી બ્યુટીફૂલ કર ગઈ ચુલ્લ.

આમ,દેવ અને નિત્યાએ જોરદાર ડાન્સ કર્યો.બધા આંખો પહોળી કરીને જોતા જ રહી ગયા.તાળીઓનો ગડગડાટ હોલમાં ગુંઝવા લાગયો. માનુજ પણ બહુ જ ખુશ થઈ ગયો.

"યૂ લૂક સો પ્રિટી દિપાલી"નિત્યાએ કહ્યું.

"તું પણ બહુ જ મસ્ત લાગે છે"દિપાલી બોલી.

"કૉંગ્રેચ્યુલેસન્સ માનુજ એન્ડ દિપાલી ભાભી"દેવે મજાક કરતા કહ્યું.

"થેંક્યું દેવ ભાઈ"દિપાલીએ કહ્યું.

"ચાલો હવે જમી લઈએ મને બહુ ભૂખ લાગી છે"દેવ બોલ્યો.

"મને પણ"નિત્યાએ કહ્યું.

"તમે લોકોએ જમી લીધું?"દેવ માનુજ અને દિપાલીને પૂછે છે.

"ના,બાકી છે તમારી જ રાહ જોઈ રહ્યા હતા"માનુજે કહ્યું.

"હા,તો ચાલો અમે આવી ગયા"દેવ બોલ્યો.

દેવ,નિત્યા,દિપાલી અને માનુજ જમવા બેસે છે.

માનુજ પૂછે છે,"કેવું રહ્યું આજ તમારે"

"અરે જોરદાર.બહુ મજા આવી ગઈ"દેવ બોલ્યો.

"નિત્યા તને બહુ ડર લાગતો હતો.તારે કેવું રહ્યું?"માનુજે પૂછ્યું.

"શરૂઆતમાં થોડો ડર લાગ્યો હતો પણ સ્ટાર્ટ કર્યું એટલે બધો જ ડર જતો રહ્યો"

"અને એમાં પણ બાજુમાં હું પોતે દેવ પટેલ ઉભો હોય એટલે ડર તો ભાગી જ જાય ને"દેવ પોતાની તારીફ કરતા બોલ્યો.

"આપણી તારીફ બીજા કરે તો જ સાચું કહેવાય.પોતાને તો પોતે સારા જ લાગવાના હતા ને"નિત્યા દેવની મજાક ઉડાવતા બોલી.

"પારકી આશા સદા નિરાશા.કોઈ ના કરે તો પોતે ખુદની તારીફ કરી લેવાની.સમજ્યા મેડમ"દેવ નિત્યાના ગાલ ખેંચતા બોલ્યો.

જમીને એ લોકો ક્યાંય સુધી વાતો કરતા કરતા દસ વાગી ગયા હતા એટલામાં દેવ બોલ્યો,"ચાલ નિત્યા હું તને ઘરે મૂકી જાઉં"

"ના,હું એક્ટિવા લઈને આવી છું"

"અરે સાચું કહું છું ચાલ.રસ્તામાં ભૂત હોય છે રાત્રે"દેવ નિત્યાને ડરાવતા બોલ્યો.

"મને તો ભૂત ની બીક નથી લાગતી,તને લાગતી હોય તો તું મારી સાથે આવી શકે છે"

"હાહાહા,મજા ના આવી.અરે એક્ટિવા કાલ લઇ જઈશું માનુજના ઘરેથી. આમ પણ હવે તો આપણા ઘરની નજીક જ આવી ગયો છે.અત્યારે ચાલ મારી સાથે.તારા પપ્પા મને કહીને ગયા છે કે નિત્યાને તારી સાથે જ લેતો આવજે"

"સારું"

નિત્યા અને દેવ માનુજ અને દિપાલીને બાય કહેતા હોય છે એટલામાં એક છોકરી આવીને દેવના ખભા પર હાથ મૂકે છે અને બોલે છે,"દેવ તું આટલો સરસ ડાન્સ કરે છે મને તો આજે જ ખબર પડી"

દેવ અને નિત્યા એ છોકરીને જોઈને ચોંકી જાય છે.

કોણ હશે એ છોકરી જેને દેવના ખભે હાથ મુક્યો હતો?

શું નિત્યા અને દેવ એને પહેલેથી જ ઓળખતા હશે?


આશા રાખું છું કે તમને આ સ્ટોરી ગમી રહી હશે.આ સ્ટોરીના અંતમાં એક બીજી નવલકથા જે હું અત્યારે લખી રહી છું એ લઈને તમારી સમક્ષ આવી રહી છું જેનું નામ છે,"પ્રેમ કે વિશ્વાસ".જો તમને આ સ્ટોરી પસંદ આવી રહી હશે તો એતો ચોક્કસ ગમશે.મને બસ તમારા અભિપ્રાયની જરૂર છે તો એ તમે આપવાનું ચૂકશો નહિ.તમારા અભિપ્રાય મને કંઈક નવું લખવા વધારે પ્રેરિત કરે છે.જો કંઈ ભૂલ હોય તો પણ મને કોમેન્ટ કે મેસેજ કરીને જણાવી શકો છો.

તમારો કિમતી સમય કાઢી વાંચવા બદલ ધન્યવાદ🙏🏻.

જય શ્રી કૃષ્ણ🌷🌟