Pret satheno Prem - 3 in Gujarati Love Stories by Chauhan Krishna books and stories PDF | પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 3

Featured Books
Categories
Share

પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 3

આખી રાત આમ ને આમ વિચારો માં ગઈ.સવાર તો પડી પણ હજી બધા આંચકામાં હતા.મને કઇ જ સમજાતું નહોતું.હું મમ્મીની પાસે ગઈ અને મેં ધીમા અવાજે મમ્મી ને કીધું "મમ્મી હું હવે ક્યારેય એ હવેલી માં નહીં જાવ".મમ્મીએ મારા તરફ જોયું ત્યારે એના ચહેરા પર મારા માટે ડર અને દયા બંને નજર આવતી હતી ,એ બોલી,બેટા બોવ મોટી ભૂલ કરી છે તે ત્યાં જઈ ને મને કંઈજ ન સમજાણું, મેં દાદી ને સવાલ કર્યો.શુ હતું દાદી એ કે મમ્મી મને એમ કે છે કે મેં બહુજ મોટી ભૂલ કરી છે,શુ સબંધ હતો એની સાથે મારો?
દાદી ની આંખો માં તે દિવસ પેહલી વાર મેં આંસુ જોયા ,હવે મારો ડર અને સવાલ બંને વધવા લાગ્યા
હતા.દાદીએ ધીમા અવાજે કીધું" પ્રેમ". પ્રેમ,કોનો પ્રેમ,કેવો પ્રેમ? શુ કયો છો તમે બંને મને કંઈજ નહીં સમજાતું હું હાથ જોડું છું મને પુરી વાત કરો. હું ડરતા ને રડતા રડતા બોલી.
બેટા આજ થી લગભગ પંદરસોત્રીસ વર્ષે પેહલા ની વાત છે આ ગામ જ્યારે રજવાડાં ના રાજમાં હતું, આ ગામ ના રાજા વીરદેવ વાઘેલા હતા.વીરપુર ગામ માં એની ધાક હતી અનુશાસન અને સખ્તાઈ માટે જાણીતા આ એક રાજા,આખા રાજ્ય માં એની ખિલાફ જવાની કોઈ ની હિમ્મત ન હતી, રાજ્યમાં ખૂબ સુખ શાંતિ હતી રાજા ની જે સખ્તાઈ હતી એ એના રાજ્યને સાચવીને રાખવા માટે હતી,ત્યારે એ રાજા ની સામે ઉભા રેહેવાની કોઈ ની હિંમત ન હતી. વીરદેવ ને એક નો એક દીકરો વંશરાજ દેખાવે ,સ્વભાવે,શિક્ષાએ,જ્ઞાને ખૂબ હોશિયાર માન્યો જતો .રાજનીતિ નું પુરે પૂરું જ્ઞાન. ગામ ની પ્રજા એને ખૂબ પ્રેમ કરતી કારણ કે રાજા જેટલા સખ્તાઇ વાળા દીકરો એટલો જ પ્રેમાળ બધી પરિસ્થિતિઓ ને શાંતિ થી સંભાળીલે એવો.રાજમહેલમાં માં કોઈ પણ વસ્તુ ની ખામી ના હતી અને એ રાજમહેલ ની પાછળ એક રખેલખાનું જ્યાં રાજા અને તેના મંત્રીઓ મનબેહેલાવા માટે જતા.એ રખેલખાના ની રખવાળી કરવા માટે ખાસ એક હોદ્દો એક ત્યાનીજ સ્ત્રી ને આપવામાં આવેલો, તે રખેલખાના ની હોદ્દેદાર વીણાબાઈ એની દીકરી સાથે ત્યાં જ રહેતી.
એની દીકરી રૂપા દેખાવમાં ખૂબ સુંદર, ગજરારી આંખો.લાલ પંખુડી જેવા હોંઠ લાંબા વાળ, સુંદરતા માં કોઈ ખામી નહીં ત્યાં રહેતી ઘણી બધી સ્ત્રીઓ તેનાથી ઇર્ષા કરતી અને ઘણી સ્ત્રીઓ કહેતી કે આને તો કોઈ રાજવંશી ના ઘરે અવતાર લેવાની જરૂર હતી કોઈ આકાશમાં થી ઉતરેલી અપ્સરા કરતાંય નઝાકત અને સુંદરતામાં જુવાની ઉભરાઈ આવેલી છે.વીણાબાઈ કોઈ દિવસ રૂપાને એના હોજરા માંથી બાર ના નીકળવા દેતી.એને ડર રહેતો કે એને પણ આવી કોઈ ની ગુલામીમાં ના દાખલ થવું પડે.ત્યાંની માન્યતા હતી કે જે એ રખેલખાના માં જન્મ લે એનુ જીવન રાજા ની રાત ની રખવાળી કરવા માં જતું રહે છે.વીણા જલ્દીથી પોતાની દીકરી માટે એક છોકરો ગોતી એના લગ્ન કરવી દેવા માંગતી હતી.પણ એની શકયતા ના બરાબર હતી.ત્યાં રહેલી કોઈ સ્ત્રી સાથે કોઈ પણ પુરુષ લગ્ન કરવા સમર્થ ના થતો પછી એ ભલે ને રૂપરૂપનો અંબર હોઈ.
એક દિવસ મંત્રીમંડળના બોવ કહેવાથી વંશરાજ રખેલખાના માં ગયો અને ત્યાં અચાનક તેનો ભેટો રૂપા સાથે થઇ ગયો.સફેદ વસ્ત્ર ની અંદર જાણે કોઈ બેદાગ સ્ત્રી એની સામે આવીને ઉભી રહી ગઈ હોઇ ,એ એક દમ સ્થંભ થઈ ગયો, અને એની નજર રૂપા સામે થી સહેજ પણ ખસતી ન હતી.પ્રધાનમંત્રી સમજી ગયા કે રાજકુમાર ને રૂપા ગમી ગઈ છે. એ સીધા વીણાબાઈ પાસે ગયા અને ત્યાં જઈને એને કીધું"વીણાબાઈ તારી દીકરી રૂપા અમારા રાજકુમાર ને ગમી ગઈ છે આજ ની રાતે એને રાજકુમાર પાસે મોકલજે".વીણા ને સમજાણું નહીં કે રૂપા રાજકુમાર સમક્ષ પોગી કઇ રીતે, એ સીધી રૂપા ના ઓરડા માં ગઈ ત્યાં જઈ ને એને રૂપા ને પેલા ખૂબ જ મારી અને પછી એ બોલી"લાખ ના પાડવા છતાં તું એ બધા ની સમક્ષ શુકામ આવી, તને ખબર છે આ જીવન શુ છે કઈ રીતે અમે રહીયે છીએ, હા માન્યું કે અમારી મજબૂરી હતી પણ તને તો હું એક સારું જીવન આપવા માટે સક્ષમ હતી, શુકામ તું એની સમક્ષ આવી બેટા"અને પછી વીણા રડવા લાગી રૂપા ને સમજાય ગયું કે રાજકુમારએ એની માંગણી કરી છે એના ચહેરા પર નું નૂર જાણે પળ ભર માં કોઈકે છીનવી લીધું હોય એવું લાગતું હતું.રૂપા ધીમા અવાજે બોલી" ક્યાં ઓરડા માં જવાનું છે માં".ત્યાં તો વીણા એને ગળે વળગી ને રડવા લાગી, માં માટે આના કરતા કોઈ ખરાબ વાતાવરણ નહોઈ કે એની દીકરી ને એ વૈશિયા ના કામ માટે મંજૂરી આપે પણ ત્યારે એ રાજા ની સેવા ગણાતી હતી અને એનો વિરોધ કોઈ ના કરી શકે અહીં રહેનાર કોઈ સ્ત્રી ને કોઈ બંધન થી નહોતી રાખવાનમાં આવતી બધી સ્ત્રીઓ એની ઇચ્છાએ ત્યાં રહેતી હતી.અને દાસી નું કામ કરતી હતી રાજા ની સેવા ચાકરી,થોડી વાર પછી રૂપા સીધી રાજકુમાર ના ઓરડા તરફ પ્રયાણ કરે છે .લોકો એની સુંદરતા નિહારતા ગલોથીયા ખાવા લાગે છે રૂપા ક્યારેય રખેલખાના ની બહાર નહોતી આવી આજે પેહલી વાર એ બહાર ની દુનિયામાં પ્રવેશ કરી રહી હતી.એનો ખીલેલો ચેહરો આજે મુર્જાયેલો હતો ,આંખો માંથી સતત અશ્રુ ની ધાર ને રોકવાના પ્રયત્ન થતા હતા ,એની સાથે જ એ રાજકુમાર ના ઓરડા માં પ્રવેશ કરે છે, ત્યારે વંશરાજ કોઈ પુસ્તક વાંચતા જોઈને રૂપા કઇ સમજાતુ નથી,ત્યાં વંશરાજ એને ઓરડા નું બારણું બંધ કરવાનો આદેશ આપે છે .રૂપા ડર અને ભય સાથે એ બારણું બંધ કરે છે.અને પછી રાજકુમાર પાસે આવે છે રાજકુમાર પલંગ પર થી ઊભાં થઈ અને રૂપા ને ત્યાં બેસવા નું કહે છે, રૂપા ખૂબજ ડરેલી આગળ શું થશે એની કોઈ જાણકારી ન હતી અને થોડી વાર માં રાજકુમાર એના ઓરડા માં પડેલો જરૂખો ખસડાવતા ખસડાવતા પલંગ પાસે લાવે છે અને રૂપા ને પૂછે છે કે મેં સંભાળ્યું છે કે તમને રખેલખાનની અંદર કોઈ ગુરુ શિક્ષા પ્રદાન કરવા આવતું હતા અને એની પાસે થી મળેલી જાણકારી મુજબ તમે રાજનીતિક ક્ષેત્રે ખૂબ હોશિયાર છો ,રૂપા પહેલી વાર નજર ઉપાડી ને એ રાજકુમાર નો ચેહેરો જોવે છે,વંશરાજ એની નજર ઝુકાવી લે છે, એને સમજાતું નથી કે આ રાજકુમાર મારી સાથે આવા વર્તન કેમ કરે છે,જે કાર્ય માટે મને અહીં મોકલવામાં આવી હતી એના કરતાં કાંઈક અલગ જ થઇ રહ્યું હતું.રાજકુમાર રૂપા સમક્ષ એક નકશો ઢાળી ને રાખે છે અને કહે છે કે જ્યાં સુધી મહારાજા વીરદેવ અહીં આવે ત્યાં સુધી માં મારે બાજુ ના તમામ સીમાડાઓ એના નામ કરવા છે ,અને એ પણ કોઈ ખુન ખરાબ વગર તો તમે મને ક્યોં કે હું શું કરું એવું કે યુદ્ધ વગર બાજુ ના બાર સીમાડા પર મારી હુકુમત ઢાળી શકું,પેહેલાતો રૂપા ને સમજાતું ન હતું કે એની સાથે શુ થઈ રહ્યું છે, એ કોઇ પણ જવાબ આપવા માટે જાણે સક્ષમ ના હોઈ એવી પરિસ્થિતિ હતી ,રાજકુમાર સમજી ગયા કે રૂપા ડરેલી છે અને પછી એને રૂપા ને સમજાવ્યું કે મેજ કીધું હતું પ્રધાનમંત્રી ને કે તમને મારી પાસે મોકલે મેં તમારા રૂપ,ગુણ અને જ્ઞાન ના ઘણા વખાણ સાંભળેલા હતા,રૂપ તમારું ત્યાં આવી ને જોઈ લીધું હવે તમારા જ્ઞાન ની પરખ કરવા માગું છું .પછી રૂપા એ એને જણાવ્યું કે કઈ રીતે વગર હથિયારે કોઈ જંગ જીતી જઇ શકે .રાજકુમારે એ બધાજ રાજાઓ ને સંદેશો મોકલ્યો.'હું કોઈ યુદ્ધ કરવા માંગતો નથી,જો યુદ્ધ થશે તો જીત અવશ્ય અમારી જ થશે શસ્ત્ર અને સૈનિક બંને ની રીતે અમે નિપુર્ણ છીએ પણ જો યુદ્ધ વગર તમે અમને તમારું રાજ્ય સોંપી દેશો તો એ રાજ્ય પર હક અમારો અને હુકુમત તમારી ચાલશે એટલે કે તમને તમારા રાજ્ય ના મંત્રી ઘોષિત કરી ને તમારા રાજ્યમાં હુકુમત ચલાવવાનો મોકો આપવા માં આવશે આ તમારી હાર નહિ અમારી સાથે સંધિ ગણાશે'.આ પત્ર સાથે સીમાડા ના દસ રાજાઓ એ રાજકુમાર સાથે સંધિ કરવાનું વિચારી લીધું રાજકુમાર ખુબજ ખુશ થઈ ગયા કે જે વિચાર એમને આવો જોવે એ એક સ્ત્રી ને આવ્યો અને કોઈ પણ બલી ચડાવ્યા વગર એ જંગ જીતી ગયા, એ સાંભળીને એને તરત રૂપા ને બોલવાનો સંદેશો મોકલ્યો .રૂપા ને હવેલીમાં મોકલવાનો સંદેશો સાંભળી ને વીણા ને સમજાય ગયું કે રૂપા પણ મારી જેમ રાજા ની રખવાળી કરવામાં જીવન કાઢી નાખશે પછી રૂપા પાસે જઈને એને કીધું કે તને રાજકુમારે ફરી બોલાવી છે.આ વખતે રૂપાને એના બોલવાથી ડર નહીં પણ ખુશી થતી હતી કારણ હતું કે ત્યાં એના રૂપ નહીં એના ગુણ ની ગાથા ગવાઈ છે, એ દોડતી દોડતી હવેલી માં જાય છે . રાજકુમાર રૂપા ને જોઈ ને એને ગળે વળગી પડે છે અને કહે છે કે વગર હથિયારે મેં પેહેલીવાર કોઇ જંગ જીતી હું ખુબજ ખુશ છું ,
આમ ને આમ રાજકુમાર ની રૂપા સાથે ની મુલાકાત વધતી ગઈ.રૂપાને બીજા કોઈને મળવા દેવામાં ન આવે એવો રાજકુમાર નો આદેશ ,ધીમે ધીમે સમય જતો ગયો એમ રાજકુમાર ને રૂપા સાથે પ્રેમ થતો ગયો .
એક દિવસ વંશરાજે રૂપા સામે પોતાના પ્રેમ ની કબૂલાત કરી .રૂપા એ ઘણુ સમજાવ્યુ કે એ ફ્ક્ત એક દાસી છે એ હંમેશા રાજકુમાર ની દાસી બની ને રેહશે પણ પત્નિ નહિ બની શકે ,લાખો દલીલો પછી રૂપા એ એના પ્રેમ ની કબૂલાત કરી અને રાજકુમાર સાથે લગ્ન કરવાની મંજૂરી આપી.
ત્યાં બીજી બાજુ મહારાજ વીરદેવ પોતાના તમામ રાજનીતિક કાર્ય પુરા કરી ને વીરપુર પાછા આવી ગયા હતા.હવેલીમાં વંશરાજ અને રૂપા ના દરોજ ના મેળાપ ની વાત આગ ની જેમ ફેલાયેલી હતી.રાજાની સમક્ષ આ વાત પોગતા વાર ના લાગી રાજા આ વાત સાંભળતા જ હાફળા ફાફળા થઈ ગયા. આખા ગામ ની પ્રજા વાતો કરવા લાગી કે "જ્યાં રાજા ની રજા વગર કોઈ પાણી ન પીતું ત્યાં એની પાછળ આ બધું કેમ થઇ ગયું.રાજકુમારે એક રખવાળી ની છોકરી ઉપર એટલો કેવો લગાવ થઈ ગયો કે એને હવેલીમાં આવા માટે પણ કોઈ પાબંદી નથી".મહારાજ એ તરત જ વંશરાજ ને દરબાર માં બોલાવ્યો અને વંશરાજે કોઈ પણ શરમ વગર એના પ્રેમ ની કબૂલાત કરી અને મહારાજને એ પણ જણાવ્યું કે એ લગ્ન રૂપા સાથે જ કરશે કોઈ નહીં રોકી શકે એને,વીરદેવ સ્પષ્ટ શબ્દો માં કઇ દીધું કે એ છોકરી આ રાજઘરાના ની વહુ ક્યારેય નહીં બની શકે, તું એની સાથે એશ કર એની ના નથી પણ લગ્ન અસંભવ છે.એટલું કહી ને રાજા નીકળી ગયા.
બીજા દિવસે વંશરાજે રૂપાને મળવા બોલાવી ગામ ની બારોબાર ,બંનેએ નક્કી કર્યું કે ભાગી ને લગ્ન કરી લેશે.રૂપા ને જાણ હતી કે આ બધું કરવા થી રાજા એને જીવતી નહીં મૂકે. એને વંશરાજને પણ કીધું વંશરાજે એને દિલાસો આપતા કીધું કે જ્યાં સુધી હું જીવું છું, કોઈ તને અડી પણ નહીં શકે અને એને ગળેવળગાડી લીધી.આ બધીજ વાતો રાજાના પ્રધાનમંત્રી એ સાંભળી લીધી અને તરત રાજા સુધી પોગાડી દીધી.એજ રાત્રે ગામ ના પાદરે આખા ગામને ઢંઢેરો પીટાવી ને ભેગા કરવામાં આવ્યા.રાજા એ એલાન કર્યું કે ગામમાં મારા વિરૂદ્ધ જઇ ને કોઈ પણ કામ કરવામાં આવશે તો એને કઠોર માં કઠોર સજા આપવામાં આવશે,બધા ને થયું કે કદાચ રૂપા ને રાજા સજા આપશે પણ રાજા ના સૈનિકો રાજકુમાર ને બંદી બનાવી ને લાવ્યા અને ભરબજાર વંશરાજનું માથું તલવાર થી પોતાના હાથે વાઢી નાખ્યું રાજાએ.આખા ગામ ના લોકો ના હોશ ઉડી ગયા પણ કોઈ કઈ ના કરી શક્યું અને બીજી બાજુ રૂપાએ એ સાંભળીને આત્મહત્યા કરી લીધી.રૂપા ની આત્મા ને શાંતિ મળી ગઈ એનુ કારણ હતું કે એ જાણતી હતી રાજા ક્યારેય અમને બંને ને જીવા નહીં દે,બોવ સમજાવા છતાં વંશરાજ ના સમજ્યો અને છેલ્લે આ દશા થઈ.
રાજકુમારે રૂપા ને વચન આપ્યું હતું કે એ એની સાથે જ લગ્ન કરશે અને એના સબંધ રાજા ખુદ માન્યતા આપશે અને કહ્યું હતું,"હું એનો એક નો એક દીકરો છું,વંશ છું કુળનો કોઈ બાપ એટલો કઠોર ના હોઈ કે એ એના દીકરા ની ખુશીના ઇચ્છે".અને એના બાપે ખૂદ એની હત્યા કરી દીધી એટલે રાજકુમાર ની આત્મા હજી એજ આસ માં ભટકે છે કે એ રૂપા સાથે લગ્ન કરશે એ પણ રાજા ની મંજૂરી સાથે.રાજાને ભનક પડી ગઈ કે વંશરાજ ની આત્મને શાંતિ નથી મળી .એને એક જ્ઞાની પંડિત ને બોલાવી ને હવન કરવી એની આત્માને કેદ કરી દીધી વચનો માં અને એ હવેલીમાં.સાધુ એ કીધું કે એની આત્મા ત્યારે જ શાંત થશે જ્યારે તમેં એને લગ્ન માટે મંજૂરી આપશો અને એ રૂપા સાથેએ લગ્ન કરશે રાજા ની મંજૂરી એને મરણ પથારીએ મળી, અને હવે વાટ હતી તો રૂપાના પુન:જન્મની.
આ બધી વાતો એ સાધુ જેને રાજકુમાર ની આત્મા ને હવેલી માં કેદ કરી હતી એના વંશવેલા દ્વારા જાણવા મળી.રાજકુમાર ની આત્મા પવિત્ર હતી, એટલે સાધુ એ એને વચન આપ્યું, કે જ્યારે રૂપા નો જન્મ થશે ત્યારે આજ ગામ થશે ,એ સામે થી આ હવેલી ની નજીક આવશે તારી નજીક આવશે.અને એનો આભાસ મને અને તારા મા બાપને તારા નાનપણથી જ થઈ ગયો હતો.એટલે તને હંમેશા આ હવેલી થી દુર રાખતા હતા તો પણ તું ત્યાંજ રેહેતી એટલે તારા બાપએ શહેર જવાનું નક્કી કર્યું,એને થયું કે સમય સાથે તું ભૂલી જઈશ બધુજ.
ઘર માં એકદમ શાંતિ દાદી એ વાત પૂરી તો કરી દીધી પણ આ કોઈ કહાની જેવું લાગતું હતું,મમ્મી બોલી "તું રૂપાનો પૂન:જન્મ છે" હું શોક માં આવી ગઈ ,"મમ્મી મને પણ એ મારી નાખશે અને પછી એની સાથે લગ્ન કરાવશે?પણ મમ્મી મર્યા પછી લગ્ન થોડી થાય" કંઈજ સમજાતું ન હતું. મેં પછી એ હવેલી તરફ જવાનું બંધ કરી દીધું.પણ ત્યાં થી દરરોજ કોઈ નો જોર જોર થી રડવાનો અવાજ આવતો, જે ફક્ત મને સંભળાતો,મને રાત અને દિવસ સુવા ના દેતો મહિનાઓ વયા ગયા અને આ પરિસ્થિતિ દરોજ ચાલતી.હું જીવતી હતી પણ મર્યા બરાબર હતી.એ આત્મા મને ક્યાંય શાંતિ નોતી લેવા દેતી.અને એક દિવસ મારા મન માં વિચાર આવ્યો કે હું જીવતા આટલી હેરાન થાવ છું એના કરતાં એની સાથે મરી અને એને શાંતિ અપાવી દવ દરોજ આવી રીતે મરવા કરતા શાંતિ થી મોત ને પામી જાવ. મેં વિચારી લીધું હું એને મુક્તિ અપાવીશ અને બીજી રાતે મેં આ વાત મારા ઘરે કઈ દીધી.મને મારા ઘરનાએ રૂમ માં તાળું મારી ને બંધ કરી દીધી,પણ હું એને કેમ સમજવું કે રાત ને દિવસ એનો રડવાનો અવાજ મને જીવા નથી દેતો.મેં જોયું તો ઘર ની બારી ખુલી હતી. પેહેલી વાર રૂપા ને વંશરાજ મળ્યા હતા ત્યારે જેવા રૂપાએ કપડાં પેહેર્યા હતા એવાજ મેં પહેર્યા. અને બારી માંથી કૂદકો મારી અને હવેલી તરફ જવા લાગી હવેલી માં પોહચતા જ જોયું તો દરવાજા પર તાળું ન હતું મને સમજાય ગયું કે મારા મોત નો દરવાજો ખુલો પડ્યો છે ,અને હું મારી જાતે મોત ને ભેટુ છુ.
દરવાજો ખોલી અને હું અંદર ગઈ જોયું તો આખી હવેલી માં ધમધોકાર અંજાવાળું જાણે મારા મોતના જશનની ઉજવણી થવાની હોઈ આ હવેલી માં એવું લાગતું હતું.અને અચાનક મારા પાછળ થી અવાજ આવ્યો રૂપા.......
મેં પાછળ ફરી ને જોયુ તો સામે એક યુવાન પુરુષ ઉભેલો.ચહેરા પર ચમક, લાગતું ન હતું કે એ કોઈ ને મારી શકે પણ મારું મૃત્યુ નક્કી હતું.થોડીજ વાર માં એ મારી પાસે આવી ને મને ભેટી પડે છે.મારા મન માં ડર કરતા એના પ્રત્યે સહાનુભૂતિ વધારે હતી હું પણ એને ગળે જકડી પડું છું. થોડી વાર પછી એ મને હવેલીના ચાર દાદર પર બેસાડે છે અને કહે છે.'બોવ વાટ જોવડાવી તે'.એના ચહેરા પર ખુશી નો કોઈ પાર ન હતો જાણે વર્ષોની તપસ્યા પછી કોઈ ને ભગવાન મળી ગયા હોય. પછી એ મારા ખોળા માં પોતાનું માથું રાખી ને લગભગ કલાકો સુધી બેસે છે.હું કઈ બોલી નહોતી શકતી, તો પણ મેં ડરતા ડરતા પૂછ્યું ,જ્યારે હું પેહેલી વાર આવી ત્યારે કેમ કઈ નહોતું થયું અને જ્યારે હું બીજી વાર આવી ત્યારે આખું વાતાવરણ બદલાય ગયું હતું,કેમ? વંશરાજે હસતા જવાબ આપ્યો પેહેલી વાર તને મારા પ્રત્યે ડર ની અનુભૂતિ નહોતી થઈ જ્યારે તું બીજી વાર આવી ત્યારે તું મારા થી ડરી ગઈ તારા ડરથી મારી આત્મા ડરી ગઈ અને એના કારણે હું ભાંગી પડ્યો કે હવે મારી આત્મા ક્યારેય મુક્ત નહીં થાય આ બધા કારણો થી બધું વિખરાઈ ગયું હતું તે દિવસ.મારા મન માં ઘણા વિચારો ચાલતા હતા કે કોઈ કોઈને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે કે એની પ્રેમિકા ના ડર થી પણ એ ડરી જાય.
થોડી વાર ત્યાં બેઠા પછી મેં એને કીધું.લગ્ન કરીશ મારી સાથે?એની આંખો માં આંસુ આવી ગયા હવે એ ખુશીના કે દુઃખના હતા એ મને ના સમજાણું એને મારો હાથ પકડી ને કીધું હા ...ક્યારે? મેં કીધું અત્યારે જ,મને ખબર હતી કે હું મારા મૃત્યુ ને ભેટી રહી છું પણ એની એક ભેટે મને એની બનાવી લીધી હતી હવે મને જીવન અને મૃત્યુથી કોઈ ફેર નહોંતો પડતો.
પછી એજ હવેલી માં અગ્નિ અને એ હવેલી ની સાક્ષીમાં અમારા બંને ના લગ્ન થયા. મને થયું કે લગ્ન પછી મને પણ એ એની સાથે લઈ જશે.હું પણ મોત ને ગળે વળગીશ પણ કંઈક અલગ જ થયું . જે મારા વિચારો થી અલગ હતું સમજની બાર હતું , કઈક અલોકીક શક્તિથી આખી હવેલી જગજગરા મારવા લાગી અને થોડાજ સમય માં મને વંશરાજ નજર આવતો બંધ થઈ ગયો .હું રાડોરાડ કરવા લાગી
વંશ....વંશ....વંશ...,ત્યાં અવાજ આવ્યો રૂપા હું અને તું બંને હવે આ બંધન માંથી મુક્ત થઇ ગયા છીએ.હું ત્યાં ને ત્યાં પડી ભાંગી કે કોઈ કારણ વગર મેં એના વિશે વિચાર્યું કે એ મને મારી નાખશે.સવાર પડી ગઈ હતી જે હવેલી તરફ કોઈ ના આવતું ત્યાં આજે મારા ઘરના મારી શોધ માટે પોગી ગયા હતા.
અંત એની આત્માંનો થઈ ગયો,પણ સાથે એ મારી આત્માને પણ લેતો ગયો હતો , હું ખુશ હતી કે એની આત્મા મુકત થઈગઈ પણ એનો અહેસાસ હજી પણ મારા રોમરોમ માં છે.આજે એ હવેલી રાજકીય ધરોહર માટે પ્રખ્યાત છે.અને અહીં લોકો પર્યટન કરવા માટે આવે છે.સૌથી મહત્વની વાત એ છે કે એ લોકો ને ગાઈડ હું કરું છું. હું ખૂબ જ ખુશ છું જાણે આજ પણ એ મારો હાથ પકડી ને મને હર એક દિશા બતાવતો હોઈ એવું લાગે છે.એક જ મુલાકાત માં એના પ્રત્યે એ લાગણી બંધાઈ ગઈ કે બીજા કોઈ સાથે મુલાકાત લેવાની ઇચ્છા જ મૂકી દીધી .એવું લાગે છે કે એ હંમેશા મારી સાથે જ છે કેહવાય છેને આત્મા અમર હોઈ અને પ્રેમ પણ.....

લી.ક્રિષ્ના

(પ્રેમ સાથ નહીં સહકાર માંગે છે.ઇચ્છા માંગે છે. ઇચ્છા વગર હોઈ તો એ પ્રેમ નહીં પરોપકાર થયો ગણાય અને એના થી સામે વાળા ની આત્મા પણ દુભાઈ છે.)

આ એક કાલ્પનિક ઘટનાં છે.જો વર્તા સારી લાગે તો મને પ્રોત્સાહન આપવા વિનંતી છે અને ભૂલ હોઈ તો સલાહ આપવા🙏🙏🙏