Pret satheno Prem - 2 in Gujarati Love Stories by Chauhan Krishna books and stories PDF | પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 2

Featured Books
Categories
Share

પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 2

સવાર ના સૂર્ય ની પેહલી કિરણ મારા માથા પર પડતા જ જાણે કેટલા સવાલો સાથે લઈ ને આવી હોય એવું લાગતું હતું .હું સમજી નોતી શકતી કે રાત્રે જે હવેલી માં થયું એ શું હતું ખાલી એક સપનું હતું કે જે સવાર પડતા જ પૂરું થઇ ગયું, અને જે સ્પર્શ નો મને અનુભવ થયો હતો તો પછી એ શું હતું? હવેલી માં તો હું ગઈ હતી અને જે થયું એ ભ્રમ તો ન જ હતો.ઘણા સવાલ મન માં હતા પણ જવાબ કોઈ નહીં અને જો જવાબ હતો તો એ કે ગામ ના લોકો જે કે છે એ સાચું હશે, ત્યાં સાચું કોઈ આત્મા નો વાસ હશે.હું ડરવા લાગી કે કંઈક એ આત્મા મને એના વશ માં ના કરી લે,મને કઈ સમજાતું નહોતું કોઈ ને કહેવાની પણ હિંમત નહોતી કારણ કે બધા ના લાખ ના પાડવા છતાં હું એ હવેલી માં ગઈ એ મારી ભૂલ.
પછી હું ફ્રેશ થઈ ને ઓફિસ જવા નીકળી , સવાલો હજી એજ હતા અને જવાબ ની શીટ ખાલી પડી હતી,હું એક બાજુ જો એમ વિચારું કે એ મારો ભ્રમ હતો તો વાત ત્યાં ની ત્યાં પતી જાય પણ એનો સ્પર્શ હજી નથી ભૂલતો મને, એ યાદ કરું તો હજી મારુ રોમ રોમ કંપી ઉઠે છે.અને હું અવગણના ના કરી શકું કે એનો એ સ્પર્શ ખાલી મારો ભ્રમ હતો એ હું ક્યારેય ના માની શકું.
જાણે મારા વિચારો એક બીજા સાથે અથડાય રહીયા હોઈ અને એની ધડબડાતી માં મારુ મન પીસાય રાહીયું હોઈ એવી પરિસ્થિતિ સર્જાયેલી હતી.
મેં વિચારી લીધું ગમે એ થાય મારે જાણવું છે કે એ હવેલી સાથે મારો શુ સબંધ છે જે મને વારે વારે એના તરફ આકર્ષિત કરે છે અને એ કોણ હતું જેનો અનુભવ તે રાતે મને થયો હતો .
આખો દિવસ નું કામ પતાવી અને હું ઘરે નીકળી જવા ગઈ ,ઘરે પોહચી ત્યાં જોયું મમ્મી અને દાદીમાં બંને બાર ના હિંડોળે બેઠા હતા . મેં વિચાર્યું કે જઇ ને હું પૂછું કે આ જે સામે બંધ પડેલી હવેલી છે એનું રહસ્ય શુ છે.મમ્મી અંદર ગઈ એટલે હું તરત ત્યાં દાદી પાસે જઇ બેઠી ,દાદી એ તરત મને સવાલ કર્યો."બેટા કાઈ પૂછવું છે?" મેં કીધું હા દાદી મારે એમ પૂછવું હતું કે આ જે સામે હવેલી છે એ કેમ બંધ પડી છે,ત્યાં મારા મમ્મીનો અવાજ આવ્યો,"તને પાનસો ને પચાસ વખત કીધું છે કે એ હવેલી ના નામે કોઈ પણ જાત ની ચર્ચા આ ઘર માં નહીં થાય તને સમજાતું નથી લાગતું... પ્રીત!!" હું ચૂપ ચાપ પોતાના ના રૂમ માં ચાલી ગઈ અને ફરી એ બધા સવાલો કોરા અને નવો સવાલ એ કે માં મારા પર આટલો ગૂસ્સો કેમ કરે છે જ્યારે હું આ હવેલી વિશે પૂછું ત્યારે નાનપણથી લઇ ને આજ સુધી મને આ હવેલી દૂર રાખવામાં આવતી.કેમ?પપ્પા એ એનો આખો બીઝનેસ ફેરવી નાખ્યો ખાલી એટલા માટે કે હું આ હવેલી ની નજીક ના જાવ.પણ અત્યાર સુધી મને એક વાત સમજાય ગઈ હતી જ ઘર માં થી મને કોઈ નહીં જણાવે કે એ હવેલી નું રહસ્ય શુ છે મારે બાર જ પૂછપરછ કરવી પડશે .અને બીજા દિવસે હું મારા કામે લાગી ગઇ ,"મને આ આત્મા વાત્મા માં કોઈ પણ વિશ્વાસ નથી બધી અંધશ્રદ્ધા છે" એવું માનનારી હું પ્રીત રાઠોડ આજે એ એક આત્મા ની શોધે નીકળી પડી છે.એક વાત નક્કી હતી કે જવાબ તો મને એ જ આપી શકશે જે આ ગામ નો મુખ્ય જાણકાર હોઈ હું સીધી રામુકાકા પાસે ગઈ દાદી અને રામુકાકા બંને અમારા ગામ ની પંચાયત ના સભ્ય અને અમારે એમની સાથે ઘર જેવા સબંધ એટલે મને લાગ્યું કે એમની પાસે દરેક સવાલ ના જવાબ હશે.ત્યાં પોગી તો રામુકાકા એ સીધો સવાલ કર્યો 'શુ જાણવું છે બેટા?'અને પછી મેં હવેલી વિશે પૂછ્યું તો રામુકાકા એ કીધું કે એ બધી અફવાઓ છે તું તારા કામ માં ધ્યાન આપ એ બધું ના વિચાર.વાત મને ગળે ના ઉતરી કે મમ્મી એક અફવાના સવાલ ને લઇ ને મારા પર આટલો ગૂસ્સો કાઈ રીતે કરે અને વિચારતા વિચારતા હું ઘરે પોગી.
જમી ને પલંગમાં પડી ત્યાં તો થોડી વાર પછી પાછો એ અનુભવ મને કોઈક બોલાવે છે એની પાસે અને મારે પણ જવું છે એની પાસે અને રાત ના બાર વાગે જોયું તો બધા સુઈ ગયેલા હું ધીમેક થી દરવાજો ખોલી અને બહાર નીકળી ગઈ.અને હવેલી તરફ પર્યાણ કર્યું ત્યાં પોગી તો સવારે જે દરવાજા પર તાળું હતું એ અત્યારે ખુલો, ભયનો અનુભવ ત્યારે મને થઇ રહ્યો હતો કે જાણે આ દરવાજો મારા મોત માટે ના ખુલો હોઈ .છતાં પણ ત્યાં જવાની ઇચ્છા થતી હતી .મારા હૃદય ના ધબકારા જેમ જેમ હું અંદર પ્રવેશ કરું તેમ તેમ વધતા હતા પણ એ ડર ના કારણે નહીં એ હકારાત્મક સ્પર્શ ના કારણે જે તે દિવસે મને અનુભવ થયો હતો, હું અંદર ગઈ અને જોયું તો એ ઓરડો તે દિવસ ની જેમ સાજ સજાવટ વાળો આખી હવેલી અંધકારમય અને એ એક ઓરડા માં જાગમતી રોશની પછી એ પલંગ પર સૂતી અને રાહ જોવ છું કે એ અનુભૂતિ મને ક્યારે થાય .ફરી કલાકો વઇગઈ અને મારા થી ત્યાં સુવાઈ ગયું ત્યાં અડધી રાત્રે ફરી એ અનુભવ મારુ આખું શરીર પાણી પાણી થઇ ગયું શ્વાસ અને હૃદય ના ધબકારા વચ્ચે હરીફાઈ લાગી હોય એમ મને ઝડપી પ્રક્રીયા કરવા લાગ્યા.આંખો ડર ના કારણે ખોલી નોતી શકતી એટલે બંને હાથ ની મુઠ્ઠી વાળી દીધી. ત્યાં અચાનક જાણે એને મારા ચહેરા પર થી હાથ હટાવી લીધો હોય એવું અનુભવ થવા લાગ્યું.હું કઈ સમજી ન શકી ,મને થયુ નક્કી આ કોઈ માણસ છે .લોકો અમથા અમથા આ ભૂત પ્રેત ની અફવા ફેલાવે છે આંખો ખોલી ત્યાં સામે કોઈ નહીં જે ઓરડા માં મેં પ્રવેશ કર્યો હતો એની હાલત વેર વિખેર થઈ ગયેલી ત્યાં બધી વસ્તુ જેમ તેમ ફેકેલી હોઈ એમ બધુ પડ્યું હતું.આખા રૂમ માં જાળા થયેલા .મને સમજ ન પડી કે હું આવી ત્યારે આ ઓરડો સુંદર સજાવેલો હતો અને થોડી વાર માં એવી હાલત થઈ ગઈ કે જાણે પચાસ સો વર્ષો થી બંધ પડ્યો હોય હું ત્યાં થી ઝડપ થી ઉભી થઇ અને મારા ઘર તરફ જવા હવેલી ના દરવાજે પોગી જોયું તો દરવાજે તાળું મારેલું હતું .હું ખુબજ ડરવા લાગી અને રડવા લાગી સમજાતું નહોતું કે જે દરવાજે થી હું આવી ત્યાં અત્યારે કેમ તાળું લાગી ગયું ત્યાં તો અંદર થી કોઈક પુરૂષનો જોર જોર થી રડવાનો અવાજ આવા લાગ્યો મને સમજાતું નહોતું કે જે હવેલી માં મને કોઈ ના દેખાણું ત્યાં કોણ રડે છે.અત્યારે ફક્ત મારે આ હવેલી માંથી બાર નીકળવુ હતું, હું સીધી એ પાંચફીટ નો ગેટ કુદી ગઈ અને દોડતા દોડતા મારા ઘેર પોગી, હાફ ચડી ગયેલો આંખો માં ભયનકર ડર ,નજર ઉપાડી ને જોયુ તો માં અને દાદી સામે ઊભા હતા હું સીધી દાદી ને ભેટી ને રડવા લાગી.ત્યાં દાદી એ અચાનક મને કીધું કે "બેટા એ હવેલી માં એક રાજવંશ રાજકુમાર ની આત્માનો વાસ છે" હું ચોંકી ઊઠી ત્યાં મમ્મી એ બાજુ માં આવી અને મને એક થપાટ જીકી દીધી. હું કઈ સમજી ન શકી ત્યાં મમ્મી એ કીધું કે "એ તું છે જેના કારણે આ આત્મા હજી ભટકી રહી છે અને એ ફક્ત તારી હાજરી એ મુક્ત થશે એટલે તને એ હવેલી થી અમે દૂર રાખવા માંગતા હતા" હું ચોકી ગઈ....હું? પણ માં હું એને નથી ઓળખતી...મારા મન માં અઢળક સવાલો ફરી રહ્યા હતા,કોણ હતી હું એની?શુ સબંધ હતો મારો એની સાથે? અને જો હું એની મુક્તિ નું કારણ છું તો મારે પણ મરવું પડશે?આખા ઘર નું વાતાવરણ શાંત થઇ ગયેલું હતું


૧.શુ સબંધ હશે પ્રીત નો એ રાજકુમાર સાથે?
૨.કેમ એની આત્મા મુક્ત ના થઈ અને પ્રીત નો પુનઃજન્મ થઈ ગયો.