Vishvas - 16 in Gujarati Fiction Stories by Rathod Niral books and stories PDF | વિશ્વાસ - ભાગ-16 (અંતિમ ભાગ)

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

વિશ્વાસ - ભાગ-16 (અંતિમ ભાગ)

(આપણે આગળના ભાગમાં જોયું કે રાધિકા ગૂમ થઇ ગઈ હતી જે માધવ ના ગેસ્ટહાઉસ માંથી બેભાન અવસ્થામાં મળે છે,તેના માથામાં ઇજા થયેલી હોય છે માધવ તેને દવાખાને લઇ જાય છે.હવે આગળ...)

ભાગ-16 વિશ્વાસ ની જીત

માધવ રાધિકાની હાલત જોઈને ખુબજ દુઃખી થઇ જાય છે તે તેના મમ્મી પપ્પાને ફોન કરીને દવાખાને બોલાવી લે છે,ડોક્ટર રાધિકાને ચેક કરીને બહાર આવે છે તો માધવ તેમને પૂછવા લાગે છે,

ડોક્ટર મારી રાધિકાને શું થયું છે? એને ક્યારે હોશ આવશે?માધવ ઉપરા ઉપરી સવાલ પૂછે છે.

"દેખો,રાધિકાની હાલત ખુબ જ ખરાબ છે એના શરીરમાં અશક્તિ આવી ગઈ છે અને માથા પર જે ઇજા થઇ છે તે દેખાય છે તો સામાન્ય પણ જો અંદર ના ભાગે ઇજા થઇ હશે તો થોડુંક મુશ્કેલ છે".

માધવ આ સાંભળીને ઉદાસ થઇ જાય છે,છતાંય હિંમત કરીને ધડકતા હ્રદયે પૂછે છે,

"ડોક્ટર રાધિકાને ક્યારે હોશ આવશે?"

"જો,માધવ રાધિકાને ચોવીસ કલાકમાં હોશ આવી જવો જોઈએ નહીંતર પછી એના બીજા રિપોર્ટ કરાવવા પડશે અને ઓપરેશન પણ કરવું પડે અને એમાં પણ વ્યક્તિ પુરી રીતે સાજો થાય તેની ગેરંટી નથી કેટલીક વખતે વ્યક્તિ કોમામાં પણ ચાલ્યું જાય છે એટલે ભગવાન ને પ્રાર્થના કરો કે તેને ચોવીશ કલાક માં હોશ આવી જાય.

આ સાંભળીને માધવ ને તો લથડિયું આવી ગયું રાધિકાની આવી હાલત એનાથી જોવાતી નથી તોપણ હિંમત રાખીને બેશે છે.

આ,બાજુ રાધિકાના સાસુ રમાબેન રાધિકાની હાલત જોઈને ગભરાઈ જાય છે,તેમને રાધિકાને તેમની જિંદગીમાંથી બહાર કાઢવી હતી પણ આ રીતે તેની જિંદગી ખતરામાં મૂકીને નહિ,એમને તો હતું કે રાધિકા એમના મેના ટોના સાંભળીને ક્યાંક દૂર જતી રહી હશે એટલે તો તે ગેસ્ટહાઉસ પર ગઈ એ વાત તેમને કોઈને જણાવી નહોતી,તે રાધિકાનો જીવ નહોતો લેવા માંગતા, હવે તેમને ખુબ જ દુઃખ થાય છે તે બસ ભગવાનને પ્રાર્થના કરતા રહે છે કે રાધિકા જલ્દી સારી થઇ જાય.

એટલામાં રાધિકાના મમ્મી પપ્પા અનેગોપાલભાઈ અને મીનાબેન આવે છે આવતા વેંત જ રાધિકાના મમ્મી તો રડવા લાગે છે અને બોલે છે,

"હે,ભગવાન મારી દીકરી કેટલી સારી છે,હંમેશા બધાનું ભલુ કરે છે અને તું એને જ દુઃખ આપે છે એના નસીબમાં તે સુખજ નથી લખ્યું કે શું?"

એમ કહીને એતો વધારે રડવા લાગે છે ગોપાલભાઈ અને મીનાબેન એમને ધીરજ રાખવાનું કહે છે પણ એમની પણ ધીરજ ખૂટી પડી હતી.એમના માટે તો હવે દીકરો ગણો કે દીકરી રાધિકાજ હતી પણ કોને કહે બધાજ તો દુઃખી હતા રાધિકા હતીજ એવી કે કોઈને પણ એની હાલત જોઈને રડવું આવી જાય.

રાત પડી એટલે માધવ અને મીનાબેન દવાખાને રોકાયા કારણકે રાધિકાની મમ્મીની હાલત સારી નહોતી એટલે એમને આરામ કરવા માટે ઘરે મોકલી દીધા,માધવે મીનાબેનને કીધું કે આંટી તમે ઊંઘી જાવ,હું જાગું છું,કોઈ પણ જરૂર હશે તો હું તમને જગાડીશ એમ કહીને માધવે પરાણે તેમને સુવડાઈ દીધા.

માધવ આખી રાત એક જોખું પણ માર્યા વિના રાધિકાનો હાથ પકડીને બેસી રહ્યો,તે ઘડિયાર ને જોતો રહેતો,જેમ જેમ ઘડિયાર નો કાટો ફરતો તેમ તેમ તેની ધડકન વધતી જતી છતાં તેને વિશ્વાસ હતો કે રાધિકાને હોશ આવીજ જશે એને કઈ નહિ થાય.

હવે તો સવાર પણ થઇ ગઈ પણ રાધિકાને હોશ નહોતો આવ્યો,ડોક્ટર પણ ત્રણ વાર ચેક કરીને ગયા પણ રાધિકાના શરીરમાં કોઈ ફેર જનાતો નહોતો,હવે તો માત્ર બે કલાક જ બાકી હતા બધાજ ચિંતામાં હતા પણ માધવને વિશ્વાસ હતો કે રાધિકાને હોશ આવી જશે તે તો તેનો હાથ પકડીને જ બેસી રહ્યો હતો અને જાણે ભગવાને બધાની પ્રાર્થના સાંભળી હોય તેમ રાધિકાને હોશ આવી જાય છે.

બધા ખુબજ ખુશ થાય છે,રાધિકા ની તબિયત માં સુધારો થતા રમાબેન તેના સાસુ બધાની સામે તેની માફી માંગવા જાય છે પણ રાધિકા તેમને ના પાડે છે અને રમાબેન તેને ભેટી પડે છે અને રડવા લાગે છે રાધિકા ના વિશ્વાસ ની આજે જીત થઇ હતી,તેને વિશ્વાસ હતો કે એક દિવસ રમાબેન તેને જરૂર પ્રેમ કરવા લાગશે,તે ખુબ જ ખુશ થઇ ગઈ અને માધવ તેને જોઈને વધારે ખુશ થઇ ગયો.

ખરેખર આપણે જો કોઈ પણ બાબતમાં પૂર્ણ વિશ્વાસ રાખીએ તો આપણને પણ સફળતા મળે છે એ પછી કોઈ કાર્ય હોય કે કોઈનો પ્રેમ મેળવવો હોય,અને કોઈની પણ સાથે ઝગડો કરવા કરતા તેનું હ્ર્દય પ્રેમ થી જીતી લેવું જોઈએ.

સમાપ્ત