Dashing Superstar - 12 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-12

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-12


( એલ્વિસ અને કિઆરા અનાયાસે આયાનની બર્થડે પાર્ટીમાં આવ્યાં હતાં.આયાનના પિતાના આગ્રહના કારણે એલ્વિસને ત્યાં રોકાવવું પડ્યું.કિઆરાને આયાન ફરીથી પ્રપોઝ કરે છે જેને કિઆરા પ્રેમથી ના કહે છે.એલ અને કિઆરા આ બોરીંગ પાર્ટીથી બચવા દરિયાકિનારે ગયા.જ્યાં તે બંને એકબીજાને મળ્યાં.કિઆરાએ બે પ્રશ્ન પુછીને એલને ક્લિનબોલ્ડ કરી દીધો.)

એલ્વિસના ગળામાંથી અવાજ ના નિકળી શક્યો.કિઆરા મોટી મોટી આંખોથી તેની સામે જોઇ રહી હતી.તેના જવાબની રાહ જોતી હતી.તેટલાંમાં જ તેને એક ફોન આવ્યો તે તેને એટેન્ડ કરવા જતી રહી.

એલ્વિસના જીવમાં જીવ આવ્યો.તેણે ફટાફટ વિન્સેન્ટને ફોન લગાવ્યો.
"વિન્સેન્ટ,ફટાફટ ઇંગ્લીશ અને હિન્દીના બે સારા લેખકના નામ આપ અને તેમની ફેમસ બુકના નામ બોલ."એલ્વિસે કહ્યું.

"ઓહ ગોડ,હવે આ શું નાટક છે?એક જુઠ છુપાવવા સો જુઠ બોલવા પડે આ કહેવત આજે સમજાઇ.સારું સાંભળ તું એમ કહી દે કે ઇંગ્લીશમાં વિલિયમ શેક્સપિયર અને જેન ઓસ્ટન.હિન્દીમાં મુનશી પ્રેમચંદ અને બુકનું નામ પુછે તો કહી દેજે તેમના દ્રારા લખાયેલી બધી જ."વિન્સેન્ટે કહ્યું.

એલ્વિસે ફોન મુક્યો અને તે કિઆરાની ખૂબજ આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો.કિઆરા ફોન પતાવીને આવી.
"હા તો એલ,તમે મને મારા બંને સવાલોના જવાબ ના આપ્યાં."કિઆરાએ પુછ્યું.

"જીસસ,આ છોકરી કશું ભુલતી નહીં હોય."એલ્વિસે વિચાર્યું.

"કિઆરા,ઇંગ્લીશ ઓથરમાં વિલિયમ શેક્સપિયર અને જેન ઓસ્ટન જ્યારે હિન્દીમાં મુનશી પ્રેમચંદ.તેમની બધી જ બુક્સ મને ગમે છે."એલ્વિસે ગર્વ સાથે કહ્યું.

"અરે વાહ,તમારી ચોઇસ તો એકદમ સરસ છે.તેમની કઇ બુક ગમે છે?"કિઆરાએ કહ્યું.

"બધી જ બે બે વાર વાંચી છે."ફરીથી મોટું ગપ્પું માર્યું.

"વાહ!આઇ એક ઇમ્પ્રેસડ.બીજા સવાલનો જવાબ."કિઆરાએ પુછ્યું.

"કિઆરા,મારે કામ હતું શુટીંગ રીલેટેડ અને બસને હવે હું કોઇ ગુનેગાર નથી."એલ્વિસે કંટાળીને કહ્યું.

"ઓ.કે ઓ.કે."

"હેય કિઆરા,એક વાત કહું."એલ્વિસ થોડો ગંભીર થઇને બોલ્યો.
કિઆરાએ હકારમાં માથું હલાવ્યું.
"કિઆરા,હું એક સેલિબ્રીટી છું.મારા ઘણાબધા ફેન્સ છે.કહેવા માટે ઘણાબધા ફ્રેન્ડ્સ છે પણ વિન્સેન્ટ સિવાય કોઇ મિત્ર નથી.શું તું મારી મિત્ર બનીશ?"એલ્વિસે કિઆરા સામે હાથ લંબાવતા કહ્યું.

કિઆરા એલ્વિસની આંખોમાં જોઇ રહી હતી.
"એલ,હું પહેલેથી ખૂબજ શરમાળ પ્રકૃતિની છું.તમે નહીં માનો કે મે મારી લાઇફમાં અત્યાર સુધી છોકરા સાથે મિત્રતા તો દુર પણ વાત સુધ્ધા નથી કરી."કિઆરા ખચકાતા બોલી.

"હા તો શું થયું ? જે ક્યારેય નથી કર્યું તે આજે કરી શકે છે."

"સારું,હું તેનો જવાબ જ્યારે તમારી વર્લ્ડ બેસ્ટ લાઇબ્રેરી જોવા આવીશને ત્યારે આપીશ.હવે જઇશું?મને લાગે છે કે તે બાબાની બર્થ ડે કેક કટ થઇ ગઇ હશે." કિઆરાએ કહ્યું.

એલ્વિસ અને કિઆરા બર્થડે પાર્ટીમાં ગયાં.આયાનની બર્થ ડે કેક કપાઇ ચુકી હતી.કિઆરાની ગેરહાજરીના કારણ તે ખૂબજ અપસેટ હતો.તેણે કિઆરા સાથે વાત કરી પણ કિઆરાએ તેને ઇગ્નોર કરીને એલ્વિસ સાથે વાત કરવાનું પસંદ કર્યું.

આયાન ખૂબજ ગુસ્સે થયો.
"કિઆરા,હું ખૂબજ જિદ્દી છું અને આટલી સરળતાથી તારો પીછો નહીં છોડું."આયાને નિશ્ચય લીધો.

અહીં બર્થડે પાર્ટી પતી ગઇ હતી.એલ્વિસના ઘરે લાઇબ્રેરી બનવાનું કામ જોરશોરથી ચાલું હતું.ફર્નિચરનું મોટાભાગનું કામ પતી ગયું હતું.વિન્સેન્ટ બુક્સની ખરીદીમાં લાગ્યો હતો.

એલ્વિસ તે ગાયનના શુટીંગ માટે આવ્યો હતો.તે ગીતના શુટીંગનો આજે અંતિમ દિવસ હતો.અકીરા એલ્વિસ પાસેથી કડક શબ્દોમાં જવાબ સાંભળ્યા પછી ચુપ હતી.

તેણે આ વાત તેની મમ્મી મધુબાલાને કરી.
"અકીરા,આ એલ્વિસ અલગ જ માટીનો બનેલો છે.તે અન્ય પુરુષોની જેમ લંપટ નથી.તારે તેની સહાનુભૂતિ મેળવીને તેના હ્રદયમાં સ્થાન મેળવવું પડશે.એક કામ કર અત્યારે તેની પાસે જઇને બે હાથ જોડીને માફી માંગ અને હું કહું તેમ બોલજે."મધુબાલાએ કહ્યું.
મધુબાલાની વાત સાંભળીને અકીરાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.તે સંપૂર્ણ ભારતીય પોશાક પહેરીને એલ્વિસના વેનીટીમાં ગઇ.એલ્વિસ અને વિન્સેન્ટ આશ્ચર્ય પામ્યાં.

"એલ્વિસ સર અને વિન્સેન્ટ સર,હું તે દિવસ માટે માફી માંગવા આવી છું.હું કબુલ કરું છું કે મે તે દિવસે એલ્વિસ સરની નજીક જવા કોશીશ કરી હતી.તેમને મોહિત કરવા પ્રયત્ન કર્યા હતા પણ તેનું કારણ છે હું મનોમન એલ્વિસ સરને એકતરફી પ્રેમ કરવા લાગી હતી.

એલ્વિસ સર,તમે પણ ક્યારેક કોઇને પ્રેમ કર્યો હશે અને તમે જાણતા હશો કે પ્રેમમાં પાગલ બનેલી વ્યક્તિ કઇપણ કરી શકે.મે પણ એમ જ કર્યું હતું.હવે હું તેવું નહીં કરું.પ્રોમિસ.સર,પ્લીઝ મને માફ કરી દો અને મારી મદદ કરો."અકીરા નકલી આંસુ વહાવતા બોલી.

એલ્વિસને અકીરાની વાતમાં સચ્ચાઈ લાગી કેમ કે તે પોતે કિઆરાના પ્રેમમાં પાગલ બનીને કઇપણ કરી રહ્યો હતો. જોકે વિન્સેન્ટને હજી તેની વાત પર વિશ્વાસ નહતો.

"શું થયું ?"વિન્સેન્ટે પુછ્યું.

"વિન્સેન્ટ સર,મને અજયકુમારથી બચાવો.મને કહેતા સંકોચ થાય છે પણ કહેવું પડશે કેમ કે મને લાગે છે કે તમે અને એલ્વિસ સર જ મારી મદદ કરી શકશો.સર,મે ઘણો સમય મોડેલિંગ કર્યું.સીરીયલમાં નાના નાના રોલ કર્યા બાદ જ્યારે મને આ ફિલ્મના ઓડિશન માટે બોલાવવામાં આવી ત્યારે લુક ટેસ્ટ ,એકટીંગ ટેસ્ટ અને ડાન્સ ટેસ્ટ પાસ કર્યો.

મને લાગ્યું કે હવે મને રોલ મળી જશે.અંતે મારી અને મારી મમ્મીની મહેનત સફળ થઇ પણ પછી મને હોટેલના રૂમમાં બોલાવવામાં આવી.જ્યાં અજયકુમાર અને ડાયરેક્ટર સાહેબ હાજર હતાં.

મને કહેવામાં આવ્યું કે મારે આ રોલ જોઇતો હોય તો અજયકુમારને ખુશ કરવા પડશે કોમ્પ્રોમાઇઝ કરીને નહીંતર લિસ્ટમાં અન્ય ઘણીબધી હિરોઇન છે જે કોમ્પ્રોમાઇઝ કરીને આ રોલ મેળવી શકે.

સર,હું એક આઉટ સાઇડર અને સામાન્ય પરિસ્થિતિ વાળી મોડેલ શું કરતી?કોઇ ગોડફાધર નહતું મારે.હું મારા દમ પર અહીં સુધી આવી હતી અને અહીંથી પાછળ જવું મતલબ મારું કેરિયર ખતમ.

તો મે તે વખતે અત્યારે જેમ મારું માથું ઝુકાવ્યું હતું તેમ માથું ઝુકાવીને કોમ્પ્રોમાઇઝ કરી લીધું.પણ સર મારી તકલીફનો અંત ના આવ્યો.હવે વારંવાર તે અજયકુમારએ મને ધમકાવીને વારંવાર મારી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો.

સર,હું તમને વિનંતી કરું છું મને આ અજયકુમારની ગંદી માંગણીથી છુટકારો અપાવો.સર,હું ખૂબજ ટેલેન્ટેડ છું અને મને તક મળીને તો હું આ ઇન્ડસ્ટ્રીમાં નંબર વન બની શકું છું."અકીરાએ ભીની આંખો સાથે કહ્યું અને આ વખતે તેની ભીની આંખોમાં સચ્ચાઈ હતી.

એલ્વિસ અને વિન્સેન્ટ નીચું જોઇ ગયાં.તે બંને ઇન્ડસ્ટ્રીની આ કાળી અને ખરાબ બાજુથી વાકેફ હતાં.

"અકીરા,તું જા અત્યારે અમે કઇંક કરીશું.આ અજયકુમારની અક્કલ અમે ઠેકાણે લાવીશું."એલ્વિસે કહ્યું.
અકીરા પોતાની દુખભરી દાસ્તાન કહીને એલ્વિસના હ્રદયમાં તેણે સહાનુભૂતિ વાળું સ્થાન મેળવી ચુકી હતી.તે સાથે તેને રાહત હતી કે હવે એલ્વિસ અજયકુમારની માંગણીઓથી છુટકારો અપાવશે.

તેના ગયાં પછી એલ્વિસ ક્યાંય સુધી ઉદાસ હતો.
વિન્સેન્ટ તેની પાસે આવ્યો,તેના ખભા પર હાથ મુકીને બોલ્યો,"એલ,તું બાર વર્ષથી પણ વધારે આ ઇન્ડસ્ટ્રીમાં છે અને આ કોમ્પ્રોમાઇઝ આ ઇન્ડસ્ટ્રીની ગંદી હકીકત છે."

"હા વિન્સેન્ટ ,પણ હંમેશાં કેમ આવું થાય છે?શું ટેલેન્ટ ની કોઇ કદર નથી ?કેમ અહીં યુવતીઓ સાથે હંમેશાં ખરાબ વર્તન થયું છે?હું આ બધું નહીં ચલાવી લઉં.હું લાવીશ બદલાવ.મારો સાથ આપીશને?

શરૂઆત આ અજયકુમારથી કરીશું.તેને તો એવો સબક શીખવાડીશુંને કે તેની પત્નીની નજીક જતા પણ ડરશે.તેની ઇજ્જતના લીરેલીરા ઉડાડી દઇશું.મારા પર ખોટો રેપનો આરોપ મુકવા માંગતો હતોને."એલ્વિસ ગુસ્સામાં બોલ્યો

"પણ એલ્વિસ,તું કરવા શું માંગે છે?તારી પાસે કોઇ પ્લાન છે?"વિન્સેન્ટે પુછ્યું.

"હા એ પણ એકદમ જડબેસલાક.તું અકીરાને ફોન કરીને સાંજે કોઇ કોફી શોપ પર બોલાવ અને તેને કહેજે કે કોઇ તેને ઓળખી ના શકે તે રીતે આવે."એલ્વિસે કહ્યું.

શુટીંગ પતાવીને એલ્વિસ અને વિન્સેન્ટ કપડાં બદલી આંખો પર ગોગ્લસ ,મોઢા પર માસ્ક અને કેપ પહેરીને શહેરથી દુર એક કોફી શોપ પર પહોંચ્યા.થોડીક વારમાં બુરખો પહેરીને એક યુવતી આવી અને તે તેમના ટેબલ પર આવીને બેસી.
"ઓ હેલો,તમે કોણ છો?"વિન્સેન્ટે કહ્યું.

"વિન્સેન્ટ સર,હું અકીરા."અકીરાએ હળવેથી બુરખામાં પોતાનો ચહેરો દેખાડ્યો.

"એલ્વિસ સર,તમે મને અહીં આવી રીતે કેમ બોલાવી?"અકીરાએ પુછ્યું.

"અકીરા,તે કહ્યું હતું ને કે તને અજયકુમારની ગંદી માંગણીઓથી છુટકારો જોઇએ છે.મારી પાસે એક જોરદાર પ્લાન છે.તેના માટે હું કહું તેમ તેમ કરતી જજે અને કહેતી જજે.તે લંપટ માણસનો અસલી ચહેરો તેની પત્ની સામે લાવીશુ."એલ્વિસે કહ્યું.એલ્વિસે તેનો પ્લાન કહ્યો.

"સર,અજયકુમાર બહુ મોટા માણસ છે.મને ડર લાગે છે અગર કઇ ઊંધુ થયું તો હું તો ગઇ."અકીરાએ કહ્યું.

"અકીરા,ચિંતા ના કર.કશુંજ નહીં થાય.હું છું ને."એલ્વિસે અકીરાને વિશ્વાસ દેવડાવતા કહ્યું.

એલ્વિસ અજયકુમારને સબક શીખવાડી શકશે?
આયાનનો એકતરફી પ્રેમ તેનું પાગલપન બની જશે?
કિઆરા અને એલ્વિસની ફરીથી મુલાકાત ક્યારે થશે?

જાણવા વાંચતા રહો.