Armaan in Gujarati Motivational Stories by Bhanuben Prajapati books and stories PDF | અરમાન

Featured Books
Categories
Share

અરમાન

આ પૃથ્વી પર માણસ ,એટલે કે ઈચ્છાઓનું પોટલું " એક ઈચ્છા પૂરી થતી નથી અને બીજી ઈચ્છા દિલમાં થી ઉભરાઈ ને બહાર આવે છે. અને કેમ ઇચ્છા ના હોય!!! માણસ અનેક ઇચ્છાઓથી ઘેરાયેલો હોય છે; એનું જીવન ઇચ્છાઓથી શરૂ થાય છે અને ઇચછાઓથી જ પૂર્ણ થાય છે તમે ક્યારે છેલ્લી ઘડી ગણી રહેલા માણસ ને પૂછ્યું છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે?? લગભગ એ વખતે પણ એની ઈચ્છા એ દર્શાવ્યા વિના રહેતો નથી કારણકે; એની અંદરની લાગણીઓ ભરાતી નથી અને ઈચ્છાઓ પૂરી થતી નથી. હા પણ જીવનમાં અમુક ઈચ્છા તો હોવી જોઈએ એટલેકે જીવનમાં અરમાનો થી જ માણસનો આનંદમય જીવન શરૂ થાય છે નાનું બાળક હોય તોપણ એને કંઈ સમજણ ન હોય છતાં પણ; એની ઈચ્છા તો એની માતા જોડેજ રહેવાની રાખે છે એને પણ ગમતું માણસ ગમે છે એ એક પ્રકારની ઇચ્છા જ કહેવાય...તમે બધા; ઇચ્છાઓ પર કંટ્રોલ રાખી શકોછો?; ના,; કારણકે તમારૂ મન એ એટલું બધું ભટકતું રહેલું છે તે તમે એને કોઈ પણ રીતે બાંધી શકતા નથી .ચારે બાજુ ફક્ત અને ફક્ત એના અરમાનોથી ભરેલો બગીચો એના હૃદયના ખૂણામાં કંડારીને મૂકી દે છે અને પછી માણસ ના મગજ માં ઈચ્છાઓનો કીડો સળવળી ઉઠે છે અને માણસ ઈચ્છાઓ પૂરી કરવા માટે જીવનભર રખડતો રહે છે..અરમાનો થી ભરેલી જિંદગીમાં ઈચ્છાઓ તો સારી -સારી જ રહેવાની ઘણી વખત માણસના જીવનમાં સંતોષકારક બધી જ વસ્તુ હોય છે પરંતુ બીજાની દેખાદેખીમાં એને પણ એના જીવી ઇચ્છાઓ હૃદયમાં ઘર કરી જાય છે પોતાની જિંદગીમાં ભગવાને જે આપ્યું હોય એમાં એને બિલકુલ સંતોષ હોતો નથી મનુષ્ય અને સંતોષ ?કેવું એ વાક્ય !ખરેખર સત્ય ને આધીન છે!સામાન્ય રીતે માણસ જોડે સાયકલ હોય એટલે ધીમે ધીમે એને સ્કૂટરની ઈચ્છા થાય એ ઈચ્છા પૂરી થાય એટલે બાઈક ની ઈચ્છા થાય બાઈક લાવ્યા પછી ગાડી લાવવાની ઈચ્છા થાય બસ ઈચ્છા થતી જ રહે છે થતી જ રહે છે માણસનો મને ઇચ્છાઓથી ભરાતું જ નથી પરંતુ આટલું બધું અસંતોષકારક મન કેમ હોય છે !આપણને જે વસ્તુ કુદરતે આપી છે એ સંતોષકારક આપી છે આપણા જીવનમાં કંઈ ખૂટે એવું હોતું નથી ,છતાં પણ માણસ કામ વગરની ઇચ્છાઓ રાખીને દુઃખી થઈ રહ્યો છે..આપણે બધાને કહેવું સહેલું છે કે અરમાનો છોડી દેવા જોઈએ પરંતુ કહેવાવાળા પણ છોડી શકતા નથી અને સાંભળવા વાળા પણ અરમાનને; છોડી શકતા નથી..લોકો માને છે કે ઇચ્છાઓ ના હોય તો માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે નહીં!! ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે; જ તનતોડ મહેનત કરી રહ્યો છે જોકે એક બાબત સાચી પણ છે કે ઇચ્છા વગર નો જીવન પણ નકામું ફરે છે હા ,પણ અતિશય ઈચ્છાઓનો ટોપલો ન હોવો જોઈએ...જીવનમાં અરમાનો એવા હોવા જોઈએ કે જે આપણાથી તૃપ્ત થઇ શકે તેવા હોવા જોઈએ.; કોઇને પણ આપણી ઇચ્છાઓ અને અરમાનોથી સહેજ પણ તકલીફ થાય તેવા અરમાનો હોવા જોઈએ નહિ.. અમુક ઈચ્છાઓને પૂરી કરી શકાતી નથી...જેવી કે ફોરેન જવું હોય તો ઈચ્છા કરી શકાય પરંતુ તે ઈચ્છાને પૂરી કરવી અશક્ય છે .આપણે ફોરેનના દ્રશ્યો જોતા હોય ત્યારે થાય છે કે આપણે પણ ફોરેન જવા મળી જાય તો ત્યાં જીવન જીવવાની મજા આવી જાય. પણ આ તો ખાલી આપણા મનની ઈચ્છા છે એને ક્યારે પૂર્ણ કરી શકાય નહિ; કદાચ પૂરી થાય તો એ વખતે મોડું થઈ; ગયું હોય...બસ, એટલું જ કહેવાનું કે માણસે અતિશય ઇચ્છાઓ ન કરવી જોઈએ કે જેથી તેના અંતરાત્માને તકલીફ પહોંચે અને તેના જીવનમાં સંતોષ જેવું જીવન રહે નહીં.આભાર