બાળપણની મિત્ર.
લેખક.
વાળા મનહર.
આ જિંદગી પણ કેટલી લા જવાબ છે,
હર ક્ષણે નવો ખેલ બતાવે છે.
કુદરતે સાવ નવરાશ લઈને એને ઘડી હશે નહિતર, કોઈ દિવસ એનું રૂપ આ રીતે કંઈ થોડું ખીલે?
આવા વિચારોને આંખમાં આંજીને રાજવીર, ક્યારનો ભૂતકાળની સફર ખેડી રહ્યો હતો, એવામાં અચાનક, એની પાંચ વર્ષની રિંકલ દોડતી આવીને ખોળામાં બેસી ગઈ. તે પપા, પપા કરતી, રાજવિરના મો પર, હાથ ફેરવવા લાગી.
ઉંબર વચ્ચે ઉભેલી રેશમાં આ દ્રશ્ય એક ધ્યાને નિહાળી રહી છે. રીંકલ રાજવીરને ક્યારનીયે પપા, પપા, કહીને બોલાવી રહી છે પણ, રાજવીરને ભૂતકાળમાંથી પાછા ફરવાની ફુરસદ મળે તોને.
રાજવીરની આંખોએ રીંકલને જ્યારથી જોઈ છે ત્યારથી તે, રાજવિરને, એના બાળપણ તરફ દોરવા લાગી છે.
/////////////////////////////////////
ઓહ હું પણ, આ મારી રીંકલની જેમ જ, બાલમંદિરે જતો હતો. મારી સાથે મારી જેવડી રાજોલ પણ, બાલમનડિરે આવતી હતી. હું અને રાજોલ, પ્રથમ દિવસથી જ, સારા દોસ્ત બની ગયા હતા.
અમે બન્ને નાના હતા તો પણ, કેટલી એકબીજાની કાળજી રાખતા હતા.
છ મહિના પછી તો, અમે બપોરે નાસ્તાનો આનંદ પણ, સાથે લેવા લાગ્યા હતા. એ ખૂબ ધનવાન કુટુંબની છોકરી હતી એટલે, રોજે નાસ્તો પણ, એ એવા પ્રકારનો લાવતી. એને સુખડી બોવ ભાવતી એટલે, નાસ્તા સમયે મારા હાથમાંથી ડબ્બો ઝૂંટવી લેતી અને, દોડતી વડલા નીચે જતી રહેતી.
હું હળવા પગે એની બાજુમાં જતો ત્યારે, એ એક બટકું સુખડીનું મોમાં મૂકીને, ખડખડાટ હસી પડતી.
સુખડીના બદલામાં એ એના ચટાકેદાર નાસ્તાનો ડબ્બો, મારા ખાલી થયેલા ડબ્બામાં ઊંધો વાળી દેતી. આવો ચટાકેદાર નાસ્તો હું જ્યારે ઘરે લાવતો ત્યારે, મારું આખું ઘર, નવીન વસ્તુનો સ્વાદ માણતું.
આવી અણમોલ દોસ્તીના સહારે સમય ક્યાં, વીતી ગયો? કશી જ, ખબર ન પડી.
ધોરણ સાતનું રિજલ્ટ જાહેર થયું કે તરત, હું હરખાય ગયો. 88 ટકા સાથે બે નામ જાહેર થય ગયા હતા. હું અને રાજોલ શાળાના કમ્પાવુન્ડમાં ઉભા હતા. એકપછી એક, મિત્ર, અમને શુભકામનાઓ પાઠવતા હતા.
થોડા દિવસ પછી મને એ ખ્યાલ આવ્યો કે, રાજોલ હવે શહેરમાં ભણવા જવાની છે. મને પણ, એની સાથે જવાની ઈચ્છા થઈ પણ, ઘરની સ્થિતિ આમ કરવાની સ્પષ્ટ ના પાડતી હતી.
વેકેશનના દિવસોમાં મન ભરીને રાજોલ સાથે મજાક મસ્તી કરવી છે. એવા હેતુથી, હું રોજે એના ઘરે જવા લાગ્યો. એને પણ, મારાથી દૂર નથી જવું. એમ, એની આંખો મને રોજ કહેતી પણ, એના મા બાપની ઇચ્છા સામે એનું કશું જ, નહિ ચાલે એય એ સારી રીતે જાણતી હતી.
હું ને રાજોલ બધું દુઃખ ભૂલીને, વેકેશનના દિવસોને ભરપૂર આનંદ સાથે, વિતાવવા લાગ્યા. રાજોલની બા પણ, અમારી આ ઘાડ મિત્રતાથી ખૂબ ખુશ હતી.
કહેવાય છે ને કે, નસીબ જ્યારે ખુલે છે ત્યારે, અશક્ય પણ, શક્ય બની જાય છે.
એક દિવસ હુને રાજોલ, એના વિશાળ દીવાન ખંડમાં રમી રહ્યા હતા. રાજોલના મમી પપા પણ, આ સમયે ત્યાં હાજર હતા. આ અર્સામા હું રમતા, રમતા પડી ગયો ને, થોડું વાગી ગયું. આ જોઈને રાજોલ રડી પડી.
રાજોલના આ વર્તનથી, રાજોલના મમી બોલી ઉઠ્યા કે, આપણે, રાજોલ સાથે રાજવિરને પણ, શહેરની સ્કૂલમાં ભણવા મોકલીએ. એની ફી અને કપડાં લતાનો ખર્ચો પણ, આપણે આપીશું. શુ કહેવું છે તમારું?
તરત રાજોલના પિતા બોલી ઉઠ્યા, હા કેમ નહિ. આપણી રાજોલને પણ, આમ કરીશું તો, ખૂબ મજા પડશે.
આ સાંભળીને હું અને એ, ખૂબ ખુશ થઈ ગયા.
વેકેશન ખુલ્યું એટલે, રાજોલના પિતા અમને બન્નેને હોશટેલ મૂકી ગયા.
પ્રથમ દિવસ હતો એટલે, હું અને રાજોલ, સાંજ સુધી સાથે રહ્યા. સાંજે, હું મારી રૂમમાં સુવા જતો હતો ત્યારે એ બોલી, રાજવીર તારું ધ્યાન રાખજે હો. મને તો, કહ્યું પણ, મારા મિત્રને પણ, કહ્યું કે, એ ભાઈ તું આ રાજવીરનું ધ્યાન રાખજે હો.
એના કરતાં મને બોવ ઘર યાદ આવતું. હું જ્યારે, જ્યારે રડી પદુ ત્યારે, ત્યારે, એ બોલી ઉઠતી, તુતો સાવ ગાંડો છે. પાગલ, છોકરા થોડા કંઈ આમ રડે. એના આ શબ્દો મને તરત હસાવી મુકતા.
એક મહિનામાં આ સ્કૂલ પણ, અમને બન્ને મિત્રોને, હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખવા લાગી.
જેમ નસીબ સાથ આપે છે, તેમ,
ક્યારેક નસીબ, દગો પણ, ભારે કરે છે.
રાજોલને આ પરિષદનું વાતાવરણ માફક ન આવ્યું એટલે, એ બીમાર પડી ગઈ. શરૂઆતના સમયમાં તો, સંચાલકોને એવું લાગ્યું કે, રાજોલને સામાન્ય તાવ આવ્યો છે. એને અહીંથી દવા આપીશું તો, મટી જશે બે ચાર દિવસમાં.
પરિસ્થિતિ સહુને સાવ ઊંધું જ, ચિત્ર બતાવવા માગતી હતી. દિવસેને દિવસે, રાજોલની બીમારી વધવા લાગી. સંચાલકોને હવે શહેરની નામાંકિત હોસ્પિટલમાં, જવાની ફરજ પડી.
હું પણ, જીદ કરીને રાજોલ સાથે હોસ્પિટલ જવા તૈયાર થયો.
પ્રથમ રાજોલને નીતામેમની કારમાં સુવડાવવામાં આવી. આ જ અરસામાં તેના પિતા દરવાજા પાસે પ્રગટ થયા એટલે, તેઓએ રાજોલને પોતાની ગાડીમાં સુવડાવી દીધી. ત્યાર પછી હું પણ, આ ગાડીમાં બેસી ગયો.
રાજોલ સરખી રીતે સુઈ શકે એ હેતુથી, એનું બે ચોટલીવાળું માથું મેં મારા ખોળામાં મૂકી દીધું. એનું આખું શરીર તપી રહ્યું હતું, સખત તાવ આવવાના કારણે, એની આંખો ઢળી ગઈ હતી, આવી સ્થિતિમાં પણ, મેં એના મો પર, હાથ ફેરવ્યો એટલે, એ હસવા લાગી.
હોસ્પિટલ આવી ગઈ એટલે, ફટાફટ એના રિપોર્ટ કરવાનું શરૂ થઈ ગયું. રિપોર્ટ આવ્યા એટલે, ખબર પડી કે, એને દાખલ કરવી પડશે. આ વાત સાંભળીને મને બહુ દુઃખ થયું.
આખો દિવસ હોસ્પિટલ રહીને, સાંજે હું ફરી હોસ્ટેલ આવી ગયો. હવે રાજોલની બીમારી મને વધુ દર્દ આપવા લાગી. મારું મન એકાએક ભણવામાંથી ઉઠી ગયું.
પુરા પાંચ દિવસ વીતી ગયા પણ, રાજોલના કોઈ સમાચાર ન મળ્યા એટલે, હું, ફરી હોસ્પિટલ ગયો.
આંખ ફાટી જાય એવું દ્રશ્ય આંખ સામે આવ્યું, રાજોલ વેન્ટિલેટર પર, હતી. ડોકટર સંપૂર્ણ વાતથી વાકેફ હતા એટલે, મને એવોએ રાજોલની નજીક જતા રોક્યો નહિ.
હું રાજોલની બિલકુલ નજીક જઈને ઉભો રહી ગયો. એની આંખો મને હજુ નજીક આવ એવો ઈશારો કરવા લાગી. હું એની આ જીદ પુરી કરવા, એની એકદમ નજીક ગયો. હું સાવ નજીક આવી ગયો એટલે, સાવ નરમ સ્વરમાં પરાણે, પરાણે, બોલી, રાજવીર, તું? આવ મને ખુબ ખુશી થઈ. આટલું બોલીને, એ મુઠીઓ વાળીને મારો શર્ટ પકડી ગઈ અને ઉભી થવાના પ્રયત્નો કરવા લાગી. એ આ પ્રયત્નમાં નિસફળ થઈ એટલે, મારી આંખો ભરાઈ આવી, એના ગાલ પણ, એકાએક આંસુથી ભીંજાય ગયા.
આ જોઈને ડોકટર, નર્સ અને રાજોલના પિતા પણ, ચોધાર આંસુએ રડી પડ્યા.
આવા વાતાવરણ વચ્ચે, રાજોલના આંસુ અટકી ગયા અને હાજર રહેલ તમામના આંસુ બમણી ગતિએ વહેવા લાગ્યા. હવે રાજોલે ફરી પરાણે, પરાણે, શબ્દો ઉચ્ચારીને મારો શર્ટ છોડી દીધો.
આવજે રાજવીર.
આ ઘટના પછી રાજોલની માએ મને કહેલું કે, બેટા તારે હવે રાજોલની તમામ ઈચ્છાઓ પૂરી કરવાની છે.
આ જ કારણથી હું આગળ અભ્યાસમાં ખૂબ ધ્યાન આપવા લાગ્યો. અંતે હું વલ્ડનો સારામાં સારો ડોકટર બની ગયો એટલે, મને રાજોલના શબ્દો યાદ આવી ગયા.
રાજવીર તારા જેવો કોઈ ડોકટર નહિ બને.
આટલી સફર કર્યા પછી, રાજવીર વાસ્તવિકતાને સ્પર્શી ગયો.
હજુયે એની રીંકલ મો પર, હાથ ફેરવી રહી હતી.
તે મનો મન બોલી ઉઠ્યો,
જ્યારે કશું જ, નહોતું ત્યારે, કેટલી મીઠાશ હતી. અત્યારે બધું છે પણ, મારી રાજોલની નિર્દોષ અને નિખાલસ દોસ્તી નથી.
આટલું બોલીને રાજવીર, રીંકલના માથા પર, પ્રેમાળ હાથ ફેરવતા, ફેરવતા, ચોધાર આંસુએ રડી પડ્યો.