The country is free only through self-independence in Gujarati Motivational Stories by Dhinal Ganvit books and stories PDF | સ્વ આઝાદીથી જ દેશ આઝાદ

Featured Books
Categories
Share

સ્વ આઝાદીથી જ દેશ આઝાદ

સ્વતંત્રતા ના પવિત્ર તેમજ આનંદ ના દિવસથી ભારત દેશનો કોઈ પણ નાગરિક અજાણ નથી. આપણો ભારત દેશ બ્રિટિશ શાસન માંથી લગભગ ૨૦૦ વર્ષ ઉપર ગુલામી નાં દિવસો માં જીવ્યો હતો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ નાં રોજ આઝાદી નાં સૌપ્રથમ વાર પ્રધાનમંત્રી શ્રી જવાહલાલ નેહરૂજી એ દિલ્લી નાં લાલ કિલ્લા પર આપણા દેશનાં તિરંગા ને લેહરાવેલ હતો.

સ્વતંત્રતા ના આ પવિત્ર દિવસ ને આપણે સૌ ભારતવાસીઓ ખૂબ જ માન-સન્માન તેમજ ગૌરવથી ઉજવીએ જ છીએ. નાટકો, કાર્યક્રમો દેશભક્તિ ના ગીતો થી ભારતીયતા નું ગૌરવ પાથરતા હોઇએ છીએ. આઝાદી ના આ પવિત્ર દિવસ પર આપણે આપણા દેશ ના તમામ વિરપુરૂષો ને સન્માનિત કરીએ છીએ જેઓએ આપણા દેશ ની આઝાદી તેમજ દેશની રક્ષા માટે પોતાના પ્રાણો ના બલિદાનો આપ્યા.

એકતા સ્વતંત્રતા સમાનતા રહે,
દેશમે ચરિત્ર કી મહાનતા રહે
વિકાસ મે વિવેક, સ્વપ્ના એક રાષ્ટ્ર કા,
યોજના અનેક, ધ્યાન એક રાષ્ટ્ર કા
કર્મ હૈ અનેક, લક્ષ્ય એક રાષ્ટ્ર કા,
પંથ હૈ અનેક, ધર્મ એક રાષ્ટ્ર કા,
-દેશભક્તિ ગીત
દેશના ગૌરવ ના આ દિવસે આપણી ભારતીયતા નું માન સન્માન વધારીએ આ બધું તો આપણા દરેક ભારતીય માં છે જ. પરંતુ આપણા ભારત દેશની વ્યક્તિગત સ્વતંત્રતા તેમજ આપણા દેશનો સંપૂર્ણ વિકાસ કરવામાં દેશના દરેક નાગરિકોની દેશ પ્રત્યે ની ફરજો નો અમલ કરવાથી જ સાચા અર્થમાં દેશની સ્વતંત્રતા થાય છે.

આપણા ભારત દેશ પ્રત્યે ની ફરજો ને સૌપ્રથમ વખત આઝાદી નાં સમય પછી ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા સરદાર સ્વર્ણ સિંહ એ ભારતદેશ ના આદર્શ નાગરિક તરીકેની મૂળભૂત ફરજો ને દાખલ કરેલ છે. જે અનુસાર અનુચ્છેદ 51-A માં આપણા દેશના રાષ્ટ્રીય ધ્વજ "તિરંગો" નાં માન સન્માન ની પણ વાતો થયેલ છે. ભારત દેશ પ્રત્યેની આપણી આજ ફરજો આપણામાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, ત્યાગ, સેવા તેમજ બલિદાન જેવા બીજનું વાવેતર કરતી હોય છે.આપણા ભારતદેશ પ્રત્યે ની આપણી ફરજો ના કેટલાક નિયમો નક્કી થયેલ છે જેનું પાલન તમામ ભારતવાસીઓ અમલ મા મૂકે છે. અને બંધારણ આજ નિયમો આપણા દેશને સ્વતંત્રતા તરફ વાળે છે.

૧) રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારક અધિનિયમ-1971 મુજબ આપણા ભારતીય બંધારણ, દેશના રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રધ્વજ નું અપમાન થતાં અટકાવે છે.
૨) ભારતીય દંડ સંહિતા-1860 મુજબ રાષ્ટ્રીય અખંડિતતા માટે આક્રમક ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયેલ છે તેમજ સજાની જોગવાઈ કરેલ છે.
૩) નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ-1955 મુજબ ક્રાંતિ અને ધર્મ સંબંધિત ગુનાઓ માટે શિક્ષણની જોગવાઈ થયેલ છે.
૪) લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 મુજબ ધર્મને આધારે મત માંગવા તથા ધર્મ જ્ઞાતિ ભાષાના આધાર પર મતભેદ ઊભો કરનાર સાંસદ સભ્ય કે વિધાનસભ્યોને ચૂંટણી આયોજન અયોગ્ય જાહેર કરી શકે છે.
૫) વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ નાશ પ્રાય વન્યજીવોના વેપાર પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૬) વન સંરક્ષણ અધિનિયમ-1980 મુજબ અનિયંત્રિત જંગલો નાશ અને જંગલની જમીનોનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવા પર રોક લગાવેલ છે.

ચાલો મારા સૌ ભારતદેશના વાસીઓ,
આપણા જીવન માં એક પહેલ,
સ્વ આઝાદી તરફ વળીએ.
જે આપણા દેશના વિરપુરૂષો,
સ્વતંત્રતા નામની ભેટ હાથમાં આપી ગયા,
તેને સાચવવા માટે એક પ્રયત્ન તરફ વળીએ.
ભારત દેશની ધરતી ને હિત નાં કર્મો થી,
સ્વતંત્રતા નામની ભેટ ની પવિત્રતા તરફ વાડીએ
આકાશ માં આઝાદી ના સ્વપ્નોના વાદળો ફેલાવી,
આદિ થી અંત સુધી,
ભારતીયતા નું ગૌરવ તરફ વળીએ.
(-બોલ્ડ ફેરી)

આપણે સૌ ભારતવાસીઓ એક પગલું સ્વ આઝાદી તરફ ભરીશું ત્યારે જ આપણા ભારત દેશની સ્વતંત્રતા ને પવિત્ર રીતે જાળવવામાં સફળ બનીશું. સ્વ આઝાદી એટલે આપણા વિચારોને સ્વતંત્ર રાખીને આપણા દેશના વિકાસના ઘડતરમાં ફાળો દરેક ભારતીય એ આપવાનો છે. આપણા તમામ વીર પુરુષો જે આપણને આઝાદીની અમૂલ્ય ભેટ આપી, તેનું માન-સન્માન અને ગૌરવ ભારત દેશના આદર્શ નાગરિક તરીકે જાળવવાનું છે. તેમજ દેશની આવનાર પેઢીને શ્રેષ્ઠ બનાવીને આપવાનું છે. આપણી સ્વ આઝાદી નાં કર્યો થી દેશની ભૂમિને વિકાસશીલ બનાવવાનું છે. આપણા સ્વઆઝાદી થી જોડાયેલા સ્વપ્ન અર્થાત વિચારો ને ફેલાવીને દેશના વ્યક્તિત્વ નાં વિકાસમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવાનું છે. આપણા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ એ આપેલ સૂત્ર "હમ આદિ સે અંત તક ભારતીય હૈ" - બોલતા જ એક ભારતીય હોવાનો ગર્વ મહેસૂસ થઈ આવે છે.

દેશના ૭૫માં આઝાદી પર્વ ની તમામ ભારતવાસીઓ ને હાર્દિક શુભકામનાઓ.