Vatsalya ..... in Gujarati Short Stories by वात्सल्य books and stories PDF | વાત્ત્સલ્ય.....

Featured Books
Categories
Share

વાત્ત્સલ્ય.....

એક એવો વિસ્તાર જયાં...
પાણી,વાણી,પવન ઘડીયે ઘડીયે બદલાય.ત્યાંનો એક ગરીબ છોકરો.મોટા પરિવાર નું ફરજંદ.કમાનાર ઓછાં,ખાનાર ઝાઝા.બાપ માથે દેવું અને વધુ બાળકોમાં ધ્યાન આપવું કે કમાવું?ખેતી ખરી પરંતુ આવક ખોટમાં.તે પોતે વિચારતો કે જો હું નહીં ભણું તો મારે પણ મારા બાપની દશા છે તેનાથી બદતર જીવવું પડશે તેમ સમજી મારે ક્યાંક આગળ ભણવા જવું છે.સમય વીતતો ગયો.ગામની શાળામાં સાતમું પાસ કરી હાથમાં રિઝલ્ટ અને અન્ય આધાર લઇ એક સંસ્થાની વાટ પકડી.ગામમાં સવાર પડે ને ખેતર જવાનું સાંતીડું ચલાવવાનું ભણવાનું,બળદ ગાય ને ચાર પુળો નિરણ કરી અભ્યાસનો નિત્યક્રમ તો ખરો.કામ પતે એટલે ફળીયાના ચોકમાં થોડીવાર લંગોટિયા દોસ્તો જોડે બેસી ગાભાની ગોદડીમાં એક ખાટલીમાં બબ્બે જણે ઊંઘી જવાનું.એક જોડે કપડાં અઠવાડિયે જાતે ધોવાનાં.પાણી ની સગવડ નહીં એટલે કોઈ ખેતરના ચાલતા બોર પર જઈ તે કામ પતાવવાનું.બધું જ જાતે કરવાનું.આ જીવન જોઈ એનું દિલ કહેતું કે આગળ ભણ્યા વગર કોઈ જ વિકલ્પ નથી.
નિર્ધારિત તારીખે જયાં આગળ ભણવાનું છે ત્યાં સંસ્થના દરવાજે મારો અસબાબ ઉતાર્યો.એના ગામ થી પગપાળા જવાનું હતું.આશરે 35 કિલોમીટર નું અંતર કાપી તે દરવાજા પાસે ચોકિયાત ને પૂછે છે કે હું ભણવા આવ્યો છું અહીં.મારે કોને મળવાનું છે સાહેબ?ચોકિયાત ના શરીરમાં સાહેબગીરી ટપકી અને બોલ્યા જાઓ પેલી ઓફિસે તેમાં રજા લઇ ને જજો.નહીં તો સાહેબ ગરમ થશે.પહેલો ઘુટડો કડવો લાગ્યો પણ શું કરવું? બીજો કોઈ વિકલ્પ ન્હોતો.મનમાં ભણવાની ધૂન.ઓફિસ માં મળ્યા...સંસ્થામાં પ્રવેશપત્ર ભરી ગૃહપતિજી એ નિયમ સમજાવ્યા..રહેવું જમવું ઉઠવું સફાઈ ઇત્યા દી.સ્કૂલ નિર્ધારિત દિવસ થી ચાલુ થઇ ગયેલી હતી જ પરંતુ તે એક અઠવાડિયું મોડો પ્રવેશ લઇ રહ્યો હતો.નવો સવો હતો..નજીકના ગામના સાથે પરિચય,દોસ્તો બનતા ગયાં.તેને ગાવાનું,ચિત્રકામ,સંગીત સુલેખન,ઈતયાદી બધુજ આવડતુતું એટલે તે અન્ય છાત્રાર્થી જેમ સમૂહ બનાવવામાં જલ્દી સફળ થયો.ભણવામાં તેજસ્વી.દરેક વરસે રિજલ્ટ માં તે પાંચમા ક્રમ સુધી પાસ થતો.રજા ના દિવસ માં સંસ્થામાં નિર્માણ થતાં નવાં મકાન માં કડિયા કે માટી કામે જે કંઈ મંજૂરી મળતી તેમાંથી તેની કપડાં,નોટબુક,ચોપડાં,તેલ,સાબુ,પેન કે જરૂરી વસ્તુ બજારમાંથી ખરીદી લેતો.પરંતુ તે બાપા પાસે ક્યારેય હાથ લાંબો ના કરતો.સંસ્થાની તમામ પ્રવૃત્તિ માં તે હમેશાં અગ્રેસર હતો.સૌ શિક્ષક ગણ નો તે માનીતો અને આદર્શ વિદ્યાર્થી હતો.દસમાની બોર્ડ ની પરીક્ષા તેણે સાઈઠ ટકા સાથે ઉતીર્ણ કરી.તે સંસ્થામાં દસમા ધોરણ સુધી જ શિક્ષણ હતું.
દસમાના વેકેશન પછી પાછી બીજી હાઈસ્કૂલ માં એડમિશન લેવાનું હતું.તેના તાલુકાનાં સ્થળે થી નજીક ના ગામે એડમિશન લીધું...પહેલાં એડમિશન દરેક જગ્યાએ જલ્દી મળી જતું કેમકે તે વખતે ભ્રષ્ટાચાર ન્હોતો.ત્યાં જેમ તેમ મંજૂરી કરી અગિયારમા ધોરણમાંથી પ્રથમ ક્રમે ઉતીર્ણ થઇ બારમાં ધોરણમાં પ્રવેશ લીધો.શોખના વિષયો માં ભજન પ્રાર્થના,વક્તૃત્વસ્પર્ધા,વક્તા સુલેખન,ચિત્રકલા,સાહિત્યકલા,કાવ્યકલા નો તેના જીવનમાં વધુ ઉમેરોથતો ગયો.એક માસ પૂરો થઇ ગયો તે ખબરના પડી.બીજા માસે ભાષા શિક્ષક ની જગ્યા પુરાઈ.સાથે હું જે વર્ગમાં હતો તેમાં તે નવા ટીચરને ક્લાસ ટીચર તરીકે પ્રિન્સિપાલશ્રીએ જવાબદારી આપી.તે ગુજરાતી ભાષા નો ચાહક હતો અને શિક્ષક પણ ભાષા શિક્ષક હતા.નવાં હતાં અમદાવાદ થી આવેલા હતાં.એટલે ગુજરાતી ભાષા ની તેની પક્ક્ડ જોઈ શિક્ષિકા તેની નજીક આવતાં જતાં નાના મોટું ટાપુ ટીયું ભળાવતા તે આદર્શ વિદ્યાર્થી જેમ કરતો.સમય વીતતો ગયો.સ્કૂલ ના સમયે તે વિદ્યાર્થી જમી ને સૌની પહેલા ઉઠી જતો કેમકે તેને છાત્રાલયનું ભાવતું નહીં.તેને તેના ક્લાસ ટીચર દરરોજ પૂછે " અલ્યા કેમ વહેલો જમવામાં ઉઠે છે જમવાનું નહીં ભાવતું?" એ વાત કળી જાય કે નહીં ભાવતું હોય તેમ તે ટિફિન લાવતાં તેમાં તેના આ વિદ્યાર્થી માટે પણ લાવતાં.રીશેષ ના સમયે તેને બોલાવી આગ્રહ પૂર્વક જમાડતાં.સંસ્થાના તમામ શિક્ષકો,વિદ્યાર્થી વર્ગમાં તે બેઉ ને ખોટી નજરે જોવા લાગ્યાં પરવાહ કર્યાં વગર તે કહેતી કે બોર્ડ માં તારે નંબર લાવવાનો છે અને મારા subject માં પ્રથમ..નહીં તો જો તું નાપાસ થઈશ તો હું ઝેર પી મરી જઈશ.ખૂબ વાત્સલ્ય થી સમજાવે,મારી દરેક બાબતમાં કૅર લેતી તેની વર્ગ ટીચર તેને "મા " લાગવા માંડી.તે હર હંમેશ કહેતી કે તું મારો "વાત્સલ્ય " છે.ભલે હું અપરણિત છું પણ મારે એક બાળક છે,અને તે તું છે...તેમ સમજીશ .આજ થી તને હું "વાત્ત્સલ્ય " નામ થી જ પોકારીશ.!
બોર્ડનું રિઝલ્ટ હતું બોર્ડમાં ત્રીજો નંબર અને ભાષામાં પ્રથમ નંબર.!
"પ્રત્યેક બાળકને પ્રત્યેક શિક્ષક 'મા ' તરીકે શિક્ષિત કરે તો દરેકમાં સંસ્કારનું સિંચન જલ્દી થાય."
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )