ડ્રીમ ગર્લ 11
ડો.આયંગરની આંખમાં સ્પષ્ટ ઉજાગરો દેખાતો હતો. પણ રોહન અને પ્રિયાની આંખમાં ઉજાગરાની સાથે સાથે ચિંતાના ભાવ હતા. આવડા મોટા ઓફિસરનો ભાઈ, અભિજિત રહાણે એક સામાન્ય સરકારી હોસ્પિટલમાં બિનવારસી દાખલ હતો.
" ડો.શું લાગે છે ? "
" મી.રોહન જે થઈ ગયું છે એ બદલી શકાવાનું નથી. પણ આપણે શક્ય એટલી મહેનત કરીશું. અહીં પણ સારી ટ્રિટમેન્ટ મળશે. પણ આગળ તમારી મરજી. "
" કોઈ સારી હોસ્પિટલમાંમાં શિફ્ટ કરીએ અને સારામાં સારા ડોક્ટરોની વ્યવસ્થા કરો. મી. આયંગર તમારે તો સાથે જ રહેવાનું છે. "
" ઓ.કે. તમે હોસ્પિટલ સિલેક્ટ કરી દર્દીને શિફ્ટ કરાવો. હું થોડો આરામ કરી સવારે આવી જઈશ. "
" ઓ.કે.. "
રોહને હોસ્પિટલમાં ભાઈને શિફ્ટ કરવાની વાત કરી. પણ બધા એકબીજા પર નાંખતા હતા. નિયમોનો ગૂંચવાડો હતો અથવા સ્પષ્ટીકરણનો અભાવ હતો. પોલીસ કોન્સ્ટેબલ ઓફિસરની પરમિશન વગર કેસ ટ્રાંસ્ફરની ના પાડતો હતો. રોહનનો ગુસ્સો વધતો જતો હતો. જો એની આ દશા હોય તો સામાન્ય વ્યક્તિનું શું થતું હશે.
એક સામાન્ય વ્યક્તિ તરીકેના એના તમામ પ્રયત્નો નિષફળ ગયા. સવાર સુધી કાંઈ થાય એમ ન હતું. પ્રિયાની આંખોમાં સ્પષ્ટ નારાજગી તરવરતી હતી. રોહનને એમાં એક ઉપહાસ નજર આવતો હતો. રોહનનો અંદર નો માણસ જાગૃત થયો. એણે મન મક્કમ કર્યું. એણે ફોન હાથમાં લીધો. ડાયરીમાંથી એક નમ્બર પસન્દ કર્યો. અને નમ્બર ડાયલ કર્યો. ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો.
" આઈ એમ રોહન રહાણે સ્પીકિંગ સર..... "
રોહન ઉભો થઇને પ્રિયા થી દુર ગયો. રોહનની વાત પ્રિયાને સંભળાતી ન હતી. પ્રિયાને આ બધો દેખાડો લાગતો હતો. એને એવું લાગતું હતું કે આ સમાજ સ્વાર્થ નો પૂજારી છે. એને ઉગતો સૂરજ પૂજવામાં જ રસ છે. જે સૂરજ પ્રકાશ આપીને ગયો છે અને કાલે પાછો આવવાનો છે છતાં પણ આથમતો સૂરજ પૂજવાનું કોઈને મન થતું નથી. પણ રોહન આથમતો સૂરજ ન હતો. એ મધ્યાહને તપતો સૂરજ હતો. ભલે એ આજે એની ચેમ્બર ની બહાર એકલો, અજાણ્યો ઉભો હતો. પણ પાંચ મિનિટ માં આખું પ્રસાસન ખળભળી ઉઠ્યું. સ્વાસ્થ્ય મિનિસ્ટરનો એક ફોન હોસ્પિટલના ઇન્ચાર્જ પર આવ્યો અને ઇન્ચાર્જ પહેરેલે કપડે રોહન સામે હાજર થઈ ગયો. હોમ મિનિસ્ટરી નો એક ફોન પોલીસ કમિશનર પર ગયો. અને આખું તંત્ર ખળભળી ઉઠ્યું...
પર્સનલ સેક્રેટરી, હોમ મિનિસ્ટર, ભારત સરકાર. અને એ આદમી એક અકસ્માત કેસમાં અમદાવાદમાં હાજર છે. અને અનઓફિશિયલી આખો કેસ એને જોવાની છૂટ છે. આખું સરકારી તંત્ર ઊંઘતું ઝડપાયું હોય એવું લાગ્યું. અને એ વ્યક્તિ પોતાનો પર્સનલ રિપોર્ટ હોમમિનિસ્ટરી ગુજરાત સરકાર અને ભારત સરકારને મોકલશે. સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બન્ને એક જ પાર્ટીની હતી. અને સ્ટેટ ગવર્મેન્ટની તાકાત ન હતી કે સેન્ટ્રલ ગવર્મેન્ટને નારાજ કરી શકે.
દરેક જગ્યાએ બે પ્રકારની વ્યક્તિઓ કામ કરતી હોય છે. એ મેન વિધાઉટ પાવર વિથ પોર્ટફોલિયો.. આવા વ્યક્તિઓ પાસે કામ નું ભારણ તો જરૂર હોય છે. પણ જરૂરી પાવર નથી હોતા. એ પાવર બીજી વ્યક્તિ પાસે હોય છે. અને આવી વ્યક્તિએ કામ કરવા જ્યારે જ્યારે કોઈ નિર્ણય લેવો હોય ત્યારે કોઈ પાવર વાળી વ્યક્તિને પૂછવા જવું પડે છે. અને બીજી એવી વ્યક્તિઓ હોય છે જે , એ મેન ફૂલ પાવર વિધાઉટ પોર્ટફોલિયો. આવી વ્યક્તિઓ પાસે પાવરનો ભંડાર હોય છે. પણ કામ નું કોઈ ચોક્કસ માળખું એની પાસે નથી હોતું. આવી વ્યક્તિ દરેક પોર્ટફોલિયો વાળી વ્યક્તિને હેન્ડલ કરી શકે છે.
રોહન પણ આ કેસમાં એ મેન વિથ ફૂલ પાવર વિધાઉટ પોર્ટફોલિયો હતો. પોલીસ કમિશનર આનો મતલબ ખૂબ સારી રીતે સમજતા હતા. તાત્કાલિક એમને એક જ નામ સુજ્યું , જે આખી પરિસ્થિતિ ને સંભાળી શકે. હેમંત ચેટરજી... આઈ.પી.એસ... એ.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ...
પણ સૌથી પહેલાં કમિશનરે એક ફોન હોસ્પિટલમાં હાજર પોલીસ પી.એસ.આઈ ને કર્યો. અને કડક સૂચના આપી કે જ્યાં સુધી હેમંત ચેટરજીના આવે ત્યાં સુધી રોહન રહાણેની ઇન્સ્ટ્રક્શન ને પૂરી ફોલો કરવામાં આવે. જો રોહનની કોઈ કમ્પ્લેઇન આવશે તો યુ આર સસ્પેન્ડેડ. પી.એસ.આઈ ને કમિશનરની વાતથી પરસેવો છૂટી ગયો. એ સમજી ગયો કે મામલો ગંભીર છે. એ તરત જ રોહન સામે હાજર થઈ ગયો. અને મનોમન ઈશ્વર ને પ્રાર્થના કરવા લાગ્યો કે હેમંત સર જલ્દી આવી જાય તો સારું....
** ** ** ** ** ** ** ** ** **
સારે જહાં સે અચ્છા... હિંદોસ્તા હમારા....
હેમંત ચેટરજીની આંખ ખુલી. ઘડિયાળમાં જોયું, રાતના સવા બે થયા હતા. રીંગ પરથી ખબર પડી ગઈ કે કમિશનર સાહેબનો ફોન છે. પણ આટલી રાત્રે કેમ જરૂર પડી હશે. એણે જોયું વિશિતા ગાઢ ઊંઘમાં હતી . એના સુંદર ચહેરા પર વાળની લટો ફેલાયેલી હતી. જેમ ચાંદ આગળ વાદળો લહેરાઈ ચાંદનીની મોહકતામાં વધારો કરતા હોય. સુંદરતાને સ્હેજ છુપાવવામાં આવે તો એ વધુ મોહક બની જાય છે..
વિશિતાની ઊંઘમાં ખલેલના પડે એ માટે હેમંત બીજા રૂમમાં ગયો અને કોલ રિસીવ કર્યો.
" સર... "
" હેમંત , આશ્રમ રોડ પર એક અકસ્માત થયો હતો. ગોળીબાર પણ થયો હતો, તને ધ્યાન હશે ? "
" યસ સર , ધ્યાન છે. "
" સેન્ટ્રલ થી કોઈ રોહન રહાણે આવ્યા છે. હોસ્પિટલમાં એ ઘાયલ વ્યક્તિ પાસે છે. સેન્ટ્રલ હોમ મિનિસ્ટરી એ , એ વ્યક્તિને ફ્રીહેન્ડ આપેલ છે. તું આનો મતલબ સમજી શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ટરફીયર કરે છે મતલબ કોઈ ગંભીર મામલો છે. હું આ કેસ તને હેન્ડ ઓવર કરું છું. કાગળો સવારે થતા રહેશે. પણ તું હાલ હોસ્પિટલમાં પહોંચ. નહિ તો મારે ત્યાં જવું પડશે. "
" યસ સર. ફક્ત પાંચ જ મિનિટમાં નીકળું છું. "
" એન્ડ બીજી વાત, ત્યાં ગયા પછી મેટર જોઈ મને કોલ કરજે. મેટર શું છે એ સમજ નથી આવતું. "
" યસ સર..... "
" ધ્યાન રાખજે. એ માણસ હોમ મિનિસ્ટરનો પર્સનલ સેક્રેટરી છે. એ પણ દિલ્હી થી. કોઈ ફરિયાદ ના આવવી જોઈએ. "
" ડોન્ટ વરી સર. હું હેન્ડલ કરી લઈશ. "
હેમતે ફોન કાપ્યો. પાછળ જોયું તો વિશિતા ઉભી હતી. એની આંખ માં નારાજગી હતી.
( ક્રમશ : )
13 જાન્યુઆરી 2021