Short Stories - 16 - Misleading in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 16 - ગુમરાહ

Featured Books
Categories
Share

લઘુ કથાઓ - 16 - ગુમરાહ

ગુમરાહ

આદિત્ય પોતાની સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કઈક લખી રહ્યો હતો. ત્યાં એનો ફોન વાગ્યો. મોબાઇલ સ્ક્રીન પર નજર નાખી તો વિનય નો કોલ દેખાડતો હતો. એને ફોન ઉપાડ્યો અને વાત ચાલુ કરી. "હલો , હા બોલ".. સામે થી વિનય એ એને કઈક કહ્યું અને એન હાથ માં થી પેન છૂટી ગઈ .

"ક્યારે" આદિ એ પૂછ્યું.
"હમણાં કલાક એક પહેલા " સામે થી વિનય નો અવાજ આવ્યો.

" અને અત્યારે ફોન કરે છે ચુ@-#@, વાત ની ગંભીરતા ક્યારે જણાવાની એ ક્યારે સમજીશ તું ડફોળ"? ગુસ્સે થી બોલ્યો.

" પણ તને કેહવા ની હિંમત માંડ કરી . ફટાફટ હેલથ ક્યોર હોસ્પિટલ પહોચ." વિનય એ જણાવ્યું.

આદિત્ય એ ફોન સાઈડ પર રાખી ફટાફટ કપડાં બદલી ને પોતાના ઘર ની બહાર નીકળ્યો અને પોતાની બુલેટ લઈ ને હેલ્થ સિક્યોર હોસ્પિટલ જાવા નીકળી પડ્યો.

સાંજ ના 7 વાગ્યા હોવા છતાં અને ભીડભડ વાળા રસ્તા હોવા છતાં લગભગ 15 મીનિટ માં એને ઘર થી હોસ્પિટલ નું 6 કિમી અંતર કાપી લીધુ અને હેલ્થ સિક્યોર હોસ્પિટલ ના પેસેજ માં આવી પહોચ્યો. ત્યાં વિનય એની રાહ જોઈ ને ઉભો હતો.

આદિ અને વિનય તરત જ 3જા માળે આવેલ ICU માં ગયા અને ICU બેડ 7 પાસે ગયા.

ત્યાં એક છોકરી ના માથા ઉપર સફેદ પાટો બાંધ્યો હતો અને એના મોઢા માં એક ટ્યુબ નાખી હતી અને એને બેનડેજ જેવી વસ્તુ થી ચોંટાડી હતી. એ વેન્ટિલેટર પર હતી.

Icu માં થી બહાર આવતા રેસિડેન્ટ ડોકટર ને આદિ એ પૂછ્યું.. "હવે કેમ છે કાવ્યા ને"?

" હજી કાંઈ કહેવું અઘરું છે. હેડ ઈંજરી ડીપ છે. ઇન્ટરનલ બ્લીડીંગ પણ થયું છે પણ સદનસીબે હેમરેજ થતા બચી ગયુ છે. ભાન માં આવતા કેટલા દિવસ થશે , ભાન માં આવશે કે નહીં એનો જવાબ અત્યારે અધ્યાર જ છે" ડોકટરે આખો પરિસ્થતી નો ચિતાર આપતા કહ્યું.

" સાહેબ કાંઈ પણ થાય મારી કાવ્યા ને બચાવી લ્યો. હું હેલ્થ ઈન્સ્યુરન્સ ના તમામ પેપર્સ લઈ આવ્યો છું. 20 લાખ સુધી તો હું લડી જ લઈશ. તમે હાર ન માનતા".

" વાત 20 લાખ કે હાર માનવ ની નથી મિસ્ટર.. અમે ડોકટર્સ ક્યારે હાર માનતા જ નથી. પણ જો પેશન્ટ નું નસીબ જ હાર માની જાય તો એમાં અમે કાઈજ ન કરી શકીએ, એટલે જ કહું છું, અત્યારે તમામ સવાલ ના જવાબ અધ્યાર જ છે". ડૉક્ટર એ કહ્યું.

આદિ કાવ્યા પાસે જઈ ને બેઠો અને વિનય બહાર બેઠો હતો, આદિ એ કાવ્યા ના માથા ઉપર હાથ મૂકી ને ફેરવતા ફેરવતા કાન પાસે જઈ ને કહ્યું " તું મારી માટે સોના ની મરઘી સમાન છે ચંચલ ઉર્ફે કાવ્યા... " અને ધીમે થી હસ્યો અને પીઠ ને ખુરશી ના બેક રેસ્ટ ઉપર ટેકવી ને બેઠો અને આંખ બંધ કરી અને ભૂતકાળ માં જતો રહ્યો..

3 મહિના પહેલા..

આદિ પોતાની બિઝનેસ ડીલ કનફર્મ થતા ખૂબ જ ખુશ હતો અને આજે ઘરે આવી ને એ બેહીસાબ પી ચુક્યો હતો. એની પત્ની કાવ્યા આ ડીલ મળ્યા થી ખૂબ ખુશ હતી પણ આ પ્રકાર ની ઉજવણી થી નહીં. એને આદિ ને રોક્યો પણ આદિ એ એને હાથ પકડી ને તરત જ ચૂમી લીધી.

જાણે મદિરા એ એની અંદર નો કામરસ નો જ્વાળામુખી વિસ્ફોટ કરાવ્યો હતો, જાણે કોઈ હલકો દારૂડિયો બજારુ ઓરત ઉપર જબરજસ્તી કરે એવી કરવા માંડ્યો , કાવ્યા એ પોતાને રેઝીઝટ કરવા ની કોશિશ કરી પણ અસફળ રહી અને એનો જ પતિ એન પર રેપ કરવા આગળ વધી રહ્યો હતો અને ત્યાન્જ કાવ્યા એ એના પેટ પર જોર થી ગોઠણ થી લાત મારી, આના થી આદિ થી દર્દ થી બૂમ પડી ગઈ અને ગુસ્સે ભરાઇ ટેબલ પર થી બ્લેક લેબલ ની બોટલ લઈ ને આંખ ના પલાકારા માં દિવ્યા ના માથે મારી... લોહી ના ધોરીયા નીકળવા મંડ્યા અને કાવ્યા ઓન ધ સ્પોટ મૃત્યુ પામી.

લગભગ અર્ધી કલાક પછી આદિ ને હોશ આવ્યો કે એને શુ કરી નાખ્યું. પણ હવે એને તરત જ ફેંસલો લઈ લીધો અને વિનય ને બોલાવ્યો , એના આવ્યા પછી બધી વાત કરી અને આગળ નો પ્લાન સમજાવ્યો.

" આ તું ધારે છે એટલું સહેલું નથી. ખાલી ડોક્યુમેન્ટ્સ નહીં ભાભી પણ લાઈવ જોશે. એનું શું કરીશ"? વિનય એ ઘબરતા પૂછ્યું.

" એનો પણ બંદોબસ્ત થઈ જશે. રાણા કામ લાગશે આમા. એમ પણ આપણા શહેર માં ગરીબ જરૂરિયાતમંદ યંગ છોકરીઓ ની કમી નથી. બે ત્રણ મહિના જ સાચવવા નું છે. એ થઈ જશે."


રાત ના અંધકાર માં બીલી પગે કાવ્યા ને ઠેકાણે લગાવી ને વિનય ક મને પણ પોતાના મિત્ર ને બચાવવા પોતાની હેલ્થ એસ્યોર કંપની માં કાવ્યા ના kyc મૂકી ને , અને એના સાઈન ને કોપી કરી ને એની લગભગ એક કરોડ ની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવી જેમાં કાવ્યા ની જ હાઈટ બોડી ધરાવતી એક છોકરી ને આદિ ના કોસ્મેટિક સર્જન ડોકટર ની મદદ થી લેટેક્સ રબર નું બિલકુલ અસલી લાગતું કાવ્યા ના ચેહરા નો માસ્ક બનાવી ને લગાવ્યું અને બધી પ્રોસીજર પુરી કરી.

" અભિનવ, તારી કિંમત તને મળી જશે. બસ ખાલી આ પોલિસી પાકવા દે".

" પણ પાકશે કઈ રીતે. જેની પોલીસી છે એ તો ઓલરેડી છે જ નહીં."

"પાકશે. થોડોક વેઇટ કર".. આદિ એ રહસ્યમયી રીતે કહ્યું.

હવે આ બધી મેહનત પછીડ મૃત કાવ્યા ની એના મૃત્યુ પશ્ચાત એક કરોડ ની પોલિસી બની ચુકી હતી અને એક્ટિવ થઈ ચૂકી હતી.

વર્તમાન ઘટના ના આગલા દિવસે..

" ચંચલ , એક જગ્યા એ મારે મિટિંગ છે અને ત્યાં કાવ્યા નું હોવું જરૂરી છે. તો તું જલ્દી થી આવી જા. અને હા સાંભળ કોસ્મેટિક માસ્ક પહેરી ને જ નીકળ જે. વાંધો નહી આવે ને.?"

" ના રે. તમારા અભિનવ ડોકટર પાસે પરફેકટ શીખી છું. ડોન્ટ વરી"

" ઓકે તો તને વ્હોટ્સ એપ માં ડિટેલ્સ મોકલું છું ત્યાં પહોંચી જજે."

"ઓકે".

ચંચલ કાવ્યા બની ને જ પોતાના ઘરે થી નીકળી હજી ઘરે થી માંડ એકાદ કિલોમીટર આગળ ગઈ હશે ત્યાં આદી ના હાયર કરેલા વ્યક્તિ ઓ એ ચંચલ જે ઓટો માં આવતી હતી એને બેહરેમી થી ઉડાવી દીધી. ઓટો લગભગ 5 ગુલાટ મારી ને ડિવાઈડર ટપી ને રસ્તા ની બીજા છેડે પડી.
ડ્રાઈવર અને ચંચલ ત્રીજી પલટી માં ઓટો ની બહાર ફંગોળાઈ ને પડ્યા.

ડ્રાઈવર ત્યાં ને ત્યાંજ મૃત્યુ પામ્યો અને ચંચલ ના માથે થી લોહીની ધારા ઓ વહેવા માંડી.

આની જાણ વિનય ને એના માણસો એ કરી એટલે તરત જ વિનય ના માણસો એ ચંચલ (કાવ્યા ના ચહેરા વાળી) ને હેલ્થ ક્યોર હોસ્પિટલ પહોંચાડી , પણ આ બધી ગેમ થી વિનય ખૂબ ડરી ગયો હોવા થી ફોન કરવા માં જરા વાર લગાવી દીધી પછી એને કોલ કર્યો..

આદિ એ પોતાની આંખ ખોલી. "હવે લગભગ લગભગ ચંચલ હોશ માં નહિ જ આવે. અને એકાદ નર્સ ને ફોડી ને એનો ખેલ પણ પૂરો. અને મૃત કાવ્યા ના , એના મર્યા બાદ 3 મહીનાં પછી એના જ નામ ના એક કરોડ મારા. નાના.. 80 લાખ. આ નાટક ના કલાકરો ને પણ એમના ભાગ તો દેવા ને. તો પણ 80 લાખ. " વિચારતા વિચારતા ફરી થી એના હોઠ મલકાયા..

****** સમાપ્ત******
લેખક : સૌમિલ કિકાણી.