NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 13 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 13

Featured Books
Categories
Share

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 13

દોસ્તો, સ્કાય એન્ટોની વિલિયમ, ક્રીડા યંગસ્ટર અર્થાત ટ્રાન્સપરન્ટ કલર્સ અને ફેન્સી ડેટાસ,આ ત્રણે પોતપોતાની રીતે પોતપોતાના કામમાં માંધાતા જ છે અને ચમત્કારિક વાત તો એ છે કે ટ્રાન્સપરન્ટ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ હોવા છતાં પણ તેનો દબ દબો વિશ્વના ખૂણેખૂણામાં મલ્ટીનેશનલ કંપની કરતાં પણ અધિક છે. તે જે હોય તે પરંતુ ટ્રાન્સપરન્ટ કલર્સ એના વાયદાની પાકકી છે અને વર્ચ્યુઅલ નો તેનો પ્રોફેશનલ એટીટ્યુડ મલ્ટીનેશનલ કંપની કરતાં પણ હજાર ઘણો વધારે છે.


એક બાજુ ટ્રાન્સપરન્ટ કલર્સ એશિયા માંથી વર્ચ્યુઅલ ને લઈને નાહકની અંધશ્રદ્ધા દૂર કરીને એશિયા ને પારદર્શક વિજ્ઞાન મા પગભર બનાવવા પ્રયત્ન કરી રહી છે તો, બીજી બાજુ ફેન્સી ડેટાસ અવકાશમાં અવનવા અને ક્યારેક તો કલરફુલ lights એન્ડ રેઈસ મોકલીને સ્પેસ ક્રાફ્ટ ના યુગ ઉપર પૂર્ણવિરામ મૂકવાના પ્રયત્નોમાં લાગી છે, જ્યારે અહીં સ્કાય નિર્જીવો ના ડીએનએની મથામણમાં પડયો છે. જરા આંખ બંધ કરીને વિચારીએ કે જો આ ત્રણેયના કામના પોબારા થઇ જાય તો આ વિશ્વ, આ સંસાર ,આ દુનિયા ક્યા જઈને અટકશે?

નકારાત્મકતાઓ ને બાજુમાં મૂકીને વિચારીએ તો ખ્યાલ આવી જ જાય કે માનવીનું જીવનધોરણ અને તેની અપેક્ષાઓ તથા જીવન સાથે સાધનની પ્રાપ્તિને માટે ના ઉપાયો અને તેની બુદ્ધિ પ્રાપ્તિ ના સ્તરો કયા આકાશ જઈને બેસી જશે કે જ્યાંથી નીચે ઉતરવાનું મન માનવીને ક્યારેય નહીં થાય.


એ વાત કદાચ સત્ય છે તો કદાચ અર્ધસત્ય અથવા કદાચ ગુપ્ત સત્ય કે નિર્જીવોના ડી.એન.એ મળવા અને પછી ચીજવસ્તુઓને તમારી વાસના અને વિજ્ઞાનના પ્રયોગો સ્વરૂપે ચમત્કારી રીતે ઉત્પન્ન કરી દેવી અને મન ભરાઈ એટલે તેનો નાશ પણ કરી દેવો. કદાચ આવા સામર્થ્ય પૂર્ણ કરવાનો અધિકાર કેવળ દેવતાઓની પાસે જ છે માનવી પાસે કદાચ નહીં. તે જે પણ હોય પરંતુ કેટલાક સવાલોના જવાબ પન્નાઓ ની લીટી ઉપર ચાલતા ચાલતા જ મળી જશે.અને ના મળે તો પણ તેમાં અફસોસ કરવા જેવું કંઈ નથી. આપણે વળી કયા દેવતાઓના તુલ્ય બનીને જીવન જીવી રહ્યા છીએ!! આપણા માઈન્ડ સેટ ની અંદર દેવતાઓ પ્રત્યેનું દાસત્વ વિદ્યમાન છે. એટલે અફસોસ કરવા જેવો પણ પ્રશ્ન નથી જ બનતો.

કથાસરિતા હજુ કેટલાક પ્રકારના કુંડો સુધી જ પહોંચી છે અને જ્યા થી લાગે છે કે હવે સ્કાય નું કામ શરૂ થઈ જશે પરંતુ કુંડ અને સાગર બંનેમાં બહુ જ તફાવત હોય એટલે જેને આપણે આરંભ માનતા હોઈએ છીએ તે વાસ્તવમાં કથાનો એક અલ્પવિરામ જ હોય છે.

આ બાજુ ફેન્સી ડેટાસ ના સ્પેસ સેન્ટર માં તાળીયો નો ગડગડાટ સંભળાય છે. જેમાં સ્પેસમાં તેનો મોકલેલોશ પ્રકાશ માત્ર ૧૦ ટકા જ પાછો આવે છે અને બાકીનો પ્રકાશ બ્રહ્માંડમાંજ સ્પ્રેડ થઈ જાય છે. પરંતુ આ 10% પ્રકાશ ની અંદર પણ એવી એવી માહિતીઓ હોય છે કે જે આજથી પૂર્વ કોઈ હેવી ક્રાફ્ટે પણ પ્રાપ્તિ નહોતી કરી.

બધા જ એકબીજાને અભિનંદન આપી રહ્યા છે અને માહોલ ખુશીથી ભાવુક બની જાય છે.

ફેન્સી ડેટાસ ને એટલે સુધી માહિતી મળે છે કે સ્પ્રેડ થયેલો પ્રકાશ કેટલાક અવકાશી ખંડેરોની અંદર પ્રવેશી જાય છે અને જોકે તે આરપાર તો નીકળી શકે છે પરંતુ તેના ગ્રૂપને રીજોઈન નથી કરી શકતો.


ફેન્સી ડેટાસ ના વૈજ્ઞાનિકો ઝાડ પણ એ માને છે કે જો તે અલગ થઈ ગયો પ્રકાશ કોઈપણ પ્રકારે પાછો મળી જાય તો સંભવ છે કે બ્રહ્માંડ બહુ છે મોટા રહસ્યો જાણવા અને સમજવા આસાન થઇ પડશે. પરંતુ અફસોસ, ફેન્સી ડેટાસે હવે ફરીથી ડ્રાઇવર લાઈટ ને વધુ સ્ટ્રોંગ અને હાયર પ્રોગ્રામિંગ કરી નેજ ફરીથી સ્પેસમાં સ્વિમ કરવો પડશે અને સંભવ છે કે હન્ડ્રેડ પર્સન્ટ લાઈટ ગ્રુપ ધરતી ઉપર પાછું આવે. let's all we hope so.