History of Sunday in Gujarati Mythological Stories by Bhanuben Prajapati books and stories PDF | રવિવારનો ઇતિહાસ

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 39

    (સિયા તેના પ્રેમ મનથી તો સ્વીકારે છે અને સાથે સાથે તે માનવને...

  • ભાવ ભીનાં હૈયાં - 28

    આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું...

  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

Categories
Share

રવિવારનો ઇતિહાસ


આપણા મનમાં ઘણા સવાલ થતા હશે? કે,રવિવારના દિવસે બધા કેમ ઘરે જ હોય છે. કેમ કોઈ કામ પર જતું નથી ,સ્કૂલોમાં કે ગવર્મેન્ટ ઓફિસમાં રજા હોય છે આપણે પણ રવિવારના દિવસે જ કોઈ પણ આયોજન કરવા માગીએ છીએ, કેમ ખબર છે! કારણ કે રવિવારે રજા હોય છે .આપણે જાણીએ છીએ કે, રવિવારે રજા હોય છે ,પરંતુ આ રજા નહિ આપણે જાણીએ છીએ ક્યારેય એવું વિચાર્યું છે,કેરવિવારની રજા કેમ રાખવામાં આવે છે??? શું તમને આ પાછળ ના ઇતિહાસ ની ખબર છે??? વર્ષ દરમિયાન ,આપણે ઘણી બધી રજાઓ માણીએ છીએ જેમકે ગાંધી જયંતી,15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ઉતરાયણ, હોળી, ધુળેટી, બકરી ઈદ, ચેટીચાંદ વગેરે ઘણી બધી રજાઓ આપણે ભોગવીએ છીએ પરંતુ જે એક અઠવાડિયામાં એક રજા આવે છે તે છે રવિવારની રજા. આ રજાનું મહત્વ કેટલું છે??? તેનો ઇતિહાસ શું છે??? તે આપણે જાણવું જોઈએ. ઘણી બધી રજાઓ તો કોઈ વ્યક્તિનો દિન છે કે કોઈપણ કારણ છે કે તે ભોગવીએ છીએ. પરંતુ રવિવારની રજાનું મુખ્ય કારણ શું છે??? સાત વાર માં રવિવારને જ પસંદ કેમ કરવામાં આવ્યો??? આ ખરેખર જાણવું જરૂરી છે. જે મિત્રો રવિવારે આરામ ફરમાવતા હોય, પિક્ચર જોવા જતા હોય, મોબાઇલમાં આખો દિવસ ગેમ રમતા હોય, ઘણી બધી રમતો રમાતી હોય તેમજ ફરવા જતા હોય, હોટલમાં જતા હોય, રવિવારે જે લોકો પોતાની શિડયુલ સેટ કરતા હોય તેમને તો જાણવું જોઈએ કે રવિવારે જ રજા કેમ??? તો હું તમને રવિવારની રજા વિશે સમજાવું.
રવિવારની રજાના ઘણા કારણો છે. પરંતુ રવિવારની રજાનો ઉદ્ભભવ ભારતદેશની થયો છે. રવિવારની રજાનો યશ શ્રી નારાયણ મેઘાજી લોખંડેને જાય છે. ભારત પર જયારે અંગ્રેજોની હૂકુમત ચાલતી હતી ત્યારે મજૂરોની હાલત ખુબજ દયનીય હતી તેમને અડધા દિવસે પણ રજા આપવામાં આવતી નહોતી સાથે સાત દિવસનું જોડે ખૂબ જ કામ લેવાતું હતું. મજૂરોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ હતી. ત્યારે શ્રી નારાયણ મેઘાજી લોખંડે ઇસવીસન ૧૮૮૧ માં અંગ્રેજ હૂકૂમત ચલાવતા મજૂર સંઘના પ્રતિનિધિને રવિવારની રજા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પ્રસ્તાવમાં તેમને કેટલીક શરતો મૂકી હતી. તેમને પાંચ શરતો મૂકી હતી જે નીચે મુજબની હતી.

(1) રવિવારના દિવસે સાપ્તાહિક રજા આપવામાં આવે.
(2) ભોજન માટે રજા રાખવામાં આવે.
(3) કામ કરતા મજૂરોને કામના કલાકો નિશ્ચિત કરવામાં આવે.
(4) કોઈ મજદૂર ને મજદૂરી કરતી વખતે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે તેને વેતન સાથે રજા આપવામાં આવે.
(5) કોઈ મજદુરની મજદુરી વખતે મૃત્યુ થાય ત્યારે તેને તેના પરિવારને પેન્શન આપવામાં આવે.
રવિવારની રજાને અંગ્રેજ હૂકૂમત ચલાવતા પ્રતિનિધિએ આ પ્રસ્તાવને રદ કર્યો. તેણે કહ્યું કે સાત દિવસ મજૂરી કામ કરવું જ પડશે કોઈ માન્ય નહિ. પરંતુ શ્રી નારાયણ મેઘાજી લોખંડે રવિવાર ની રજા માટે અડગ રહ્યા. અને તેમને આંદોલન શરૂ કર્યું. આખરે દસમી જૂન1890 માં રવિવારની રજા અંગ્રેજ હૂકુમત દ્વારા પ્રસ્તાવને મંજૂર કરાયો.

શ્રી નારાયણ મેઘાજી લોખંડે એવું માનતા હતા કે દરેક કામ કરતાં માણસને સાત દિવસમાં એક દિવસ એના પરિવાર તેમજ સમાજસેવા માટે મળવો જોઈએ. ભારત સરકાર દ્વારા 2005માં શ્રી નારાયણ મેઘાજી લોખંડેને સન્માન આપવામાં આવ્યું.અને શ્રી નારાયણ મેઘાજી લોખંડે ના નામની ટિકિટ બહાર પાડવામાં આવી.

હવે રવિવારની રજા પાછળની ધાર્મિક માન્યતાઓ
હિંદુ ધર્મ અનુસાર રવિવાર એટલે સૂર્યદેવનો વાર. સૂર્યદેવને બધા ગ્રહોનો સ્વામી ગણવામાં આવે છે તે દિવસે તેમની પૂજા કરવાથી તમામ દુઃખ થાય છે રવિવારની રજા નક્કી કરવામાં આવી ગઈ
આંતરરાષ્ટ્રીય માંનકીકારણ સંસ્થા "INTERNATIONAL ORGANISATION FOR STANDARDIZATION "IOS"માન્યુ કે રવિવારનો દિવસ રજા આવશ્યક રહેશે. આ સંસ્થાએ 1986માં આંતરરાષ્ટ્રીય સ્તર પર રવિવારની રજાને લાગુ કરી.
સકલન= ભાનુબેન પ્રજાપતિ