Joker - 4 in Gujarati Fiction Stories by Desai Dilip books and stories PDF | જોકર - 4

Featured Books
Categories
Share

જોકર - 4

સૌથી પહેલા તો દિલ થી તમને બધાને સોરી કહેવા માંગુ છું કેમ કે મારી આ નવલકથા જોકર ને તમે પ્રેમ આપ્યો તો ખુબ જ પરંતુ મેં આને અધવચ્ચે જ રોકી કારણ કે ત્યારે મારાં કોઈ અંગત નું મૃત્યુ થયું હતું અને તેમાથી બહાર આવતા મને સમય લાગ્યો અને હવે લાસ્ટ ભાગ ના 17 મહિના પછી શુરુ કરવા જઈ રહ્યો છું આ સફર અને હવે આ પુરી કરીને જ રહીશ, જેવો તમે પહેલા મને પ્રેમ અને સાથ આપ્યો એવા જ સાથ ની અપેક્ષા રાખું છું And Sorry Again❤ અને હા તમે જો નવા વાંચકો હોય તો આગળ ના 3 ભાગ વાંચી લેજો જેથી તમને આગળ ના ભાગો માં વધારે મજા આવે


તો છેલ્લા પ્રકરણ માં આપણે જોયું કે રાજદીપ મહેતા નિખિલ અને કૃણાલ ને પોતાની ઓફિસ લઇ જાય છે, ત્યાં નિખિલ ને પોતાના શૉ માં એક નાયક નું પાત્ર આપે છે અને કુણાલ ને પણ કામ આપે છે ત્યાં જ નિખિલ ને એના પિતા જે વર્ષો પહેલા એને છોડીને ચાલ્યા ગયા હતા એ મળે છે અને તે પોતાનો વર્ષો થી ભરાયેલો રોષ મહેશ ઉપર ઠાલવી નાખે છે આ બધુ રાજદીપ અને કુણાલ જોવે છે અને તેને પૂછે છે કે શું મજબૂરી હતી જે નિખિલ અને એની મમ્મી ને તમે છોડી દીધા હવે આગળ....


"આજ થી 17 વર્ષ પહેલા જયારે નિખિલ 7 વર્ષ નો હતો, હું સરિતા(નિખિલ ની મમ્મી) અને નિખિલ એક સુખી જીવન જીવતા હતા મારી શિક્ષક ની નોકરી અને સરિતા ના ટિફિન સર્વિસ ના કામ થી ઘર પણ સારી રીતે ચાલતું હતું પણ એક દિવસ મારાં સ્વભાવ ને કારણે કંઈક એવું બન્યું કે એક પળ માં અમારો સુખી સંસાર વેર-વિખેર થઇ ગયો...રાજીવ એ સમય નો ડોન એક દિવસ કોઈક નિર્દોષ પરિવાર ને ધમકાવી એમની જાયદાત જડપી લેવા અમારી જ સોસાયટી માં આવ્યો જે મારાથી ન જોવાયું મેં પોલીસ માં ફરિયાદ કરી અને રાજીવ ને સજા કરાવી પણ તે પોતાના પૈસા ના દમ ઉપર છૂટી ગયો અને એને મને એવી ધમકી આપી કે જો હું એના કીધું નહિ કરું એ નિખિલ ને મારી નાખશે પહેલા તો મેં એની વાત ન માની પણ એને જયારે નિખિલ ને એક બાઈક થી ટક્કર મારી અને ચોટ પહોંચાડી મારે મજબૂરી માં એનો સાથ આપવો પાડ્યો, ત્યારબાદ એને મારાં હાથે ઘણા બધા કાળા કર્મો કરાવ્યા અને હું નિખિલ અને સરિતા ને ફરીથી મળી ન શક્યો... પણ છુપી છુપી ને એમનો સાથ જરૂર આપતો હતો જયારે સરિતા એ અંતિમ શ્વાસ લીધો ત્યારે પણ હું ત્યાં હતો" મહેશ પોતાની મજબૂરી અને દુઃખ ભરી કથા કેહતા કેહતા ભાવુક થાય છે પણ જેમ તેમ પોતાને સંભાળી તે બોલવાનું ચાલુ રાખે છે

"પણ uncle આ બધું સરિતા જી અને નિખિલ ને કેવી રીતે ખબર ના પડી " રાજદીપ બોલ્યો


"મેં રાજીવ સામે એક શરત મૂકી હતી કે બસ આ બધું હું ઓળખ બદલીને કરીશ "

"તમે એક પરિવાર ને બચાવવાં ની કોશિશ કરી ત્યાં તમારો જ પરિવાર ઉજડી ગયો, પણ તમે ચિંતા ના કરતા હું અને રાજદીપ સર તમારી મજબૂરી નિખિલ ને સમજાવી ને જ રહેશુ " કુણાલ સાંત્વના આપી બોલ્યો

"ના ના... નિખિલ ને આ વાત તમે ના કહેતા એનો પૂરો હક છે મારાં પર ગુસ્સો થવાનો, હું હવે પોતે જ સમય આવતા એને બધું જણાવે હાલ એને એના કામ પર focus કરવા દો" મહેશ બોલે છે

"પણ..

"કુણાલ હું કહું છું ને હાલ એને કોય બીજી ચિંતા નથી આપવી મારે " મહેશ કુણાલ ને અટકાવતા કહે છે


બીજા દિવસે નિખિલ ને શૉ "જોકર " ની સ્ટોરી સમજાવવામાં આવે છે, શૉ માં નિખિલ જોકર ના રૂપ માં crime કરતો હોય છે જેના પર આખો શૉ based છે


શૉ લોન્ચ થાય છે એને દર્શકો નો બહુ પ્રેમ મળે છે નિખિલ પણ લોકપ્રિય બને છે તેની દુઃખ થી ભરેલી જિંદગી ના અજવાળું થાય છે પણ હજુ પણ એના અને મહેશ ના સંબધો ખરાબ જ છે

*નિખિલ નું ઘર "

ટીંગ ટોન્ગ... દરવાજા ની ઘંટી વાગે છે

"ઇન્સ્પેક્ટર મલ્હાર તમે અહીંયા " નિખિલ દરવાજો ખોલી બહાર ઉભેલા ઇન્સ્પેક્ટર મલ્હાર ને જોઈને ચોંકી જાય છે

"હા અમે અહીંયા... તને arrest કરવા આવ્યો છું"

"પણ મેં કર્યું શુ...."

"એ બધું police station જઈને હવે " કહીને મલ્હાર તેના સાથે આવેલા હવાલદાર ને નિખિલ ને પકડી ને જીપ માં બેસાડવાનો ઓર્ડર કરે છે



TO BE COUNTINUED.......

આવતા ભાગ માં જુઓ નિખિલ ની જિંદગી ની માંડ માંડ પાટે ચડેલી ગાડી ને કોને કરી નાખી derail

અને નિખિલ ને પોલીસ એ કેમ કર્યો ગીરફ્તાર

શુ નિખિલ અને એના પિતા ના સંબધો સારા થશે કે આવશે કોઈક નવો વળાંક )


જાણવા માટે જોતા રહો જોકર