Apartment in Gujarati Detective stories by Milan Sakhliya books and stories PDF | એપાર્ટમેન્ટ..

Featured Books
Categories
Share

એપાર્ટમેન્ટ..

આ વાર્તામાં એક એવા વ્યક્તિ વાત છે જે પોતે એક લેખક છે જેને કાર એક્સિડેન્ટ માં પોતાનો પગ ફેક્ચર થયો છે અને તે છેલ્લા થોડાક દિવસ થી ઘરે જ છે, તેનું નામ છે મી.અરુણ રાઠોડ. તે શહેરથી થોડી દૂર આવેલ એક સોસાયટી માં એકલો રહે છે. અરુણ ઘરે એકલો હોવાથી કંટાળો ન આવે તેથી તે પોતાની બાલ્કની માં બેસે છે થોડો પવન આવે એટલા માટે કારણકે ઉનાળાના લીધે ગરમી બહુ પડે છે આથી સોસાયટીના લોકો પોતાના ઘર ની બારી ખુલ્લી રાખે છે. આખો દિવસ અને આખો દિવસ સામેના એપાર્ટમેન્ટ પર જોયા કરતો, સામે ના એપાર્ટમેન્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર પર એક વૃદ્ધ કપલ રહે છે જે હંમેશા ફૂલો-છોડો ઉગાડ્યા કરે છે અને તેની પાસે એક પાળેલો ડોગ પણ છે, ફર્સ્ટ ફ્લોર પર સચિન અને તેની પત્ની રહે છે, સચિન એક સેલ્સમેન છે તેની પત્ની બીમાર હોવાથી બેડ પર જ સૂતી હોય છે અને લાસ્ટ ફ્લોર પર એક મ્યુઝિશિયન રહે છે. અરુણના પગ નું ડ્રેસિંગ કરવા માટે રોજ એક નર્સ આવે છે તેનું નામ શ્રેયા છે, અને અરુણને એક ગર્લ ફ્રેન્ડ પણ છે તેનું નામ અનુ છે. પણ હવે અરુણ અનુ ને કહે છે કે તેને કોઈ બીજું વ્યક્તિ શોધી લેવું જોઈએ કારણકે બંને લાઈફ સ્ટાઇલ અલગ છે અને પોતે એક લેખક છે, અનુ ને ખુશ નઈ રાખી શકે આવી પરિસ્થિતિમાં તે અનુ ને સમજાવે છે પણ તે માનતી નથી, અને રોજ સાંજે અરુણ ને મળવા માટે આવે છે સાથે ડિનર કરે છે. એક દિવસ અનુ ડિનર પછી જતી રહે છે પછી અરુણ પોતાની બાલ્કની માંથી જોતો હોય છે લગભગ બધા સુઈ ગયા હોય છે ત્યારે અચાનક જ અરુણ ને સ્ત્રી ની ચીસ નો અવાજ સંભળાય છે, "નહિ"... થોડીક વાર પછી કાચ તૂટવાનો અવાજ સંભળાય છે પણ અરુણ ને કઈ ખબર નઈ પડતી કે અવાજ આવ્યો ક્યાંથી. અરુણ બાલ્કનીમાં જ સુઈ જાય છે અડધી રાતે અરુણ અચાનક જાગે છે તો તે જોવે છે કે સામે ના ઘર માં સચિન પોતાની સૂટકેસ લઈને બહાર જાય છે ત્યારે રાતનાં 2:15 વાગ્યા હોય છે અને બરાબર 3:00 વાગે સચિન પોતાના ઘરે પાછો આવે છે અને વધારે ટાઈમ ત્યાં રહેતો નથી અને ફરી પાછો પોતાની સૂટકેસ લઈને બહાર જતો રહે છે અને અરુણ બધા ના ઘરમાં નજર કરતો હોય છે ત્યારે તેની સામે વાળો મ્યુઝીશિયન પિયાનો વગાડતો હોય છે આવી રીતે અરુણ બધાના ઘર માં જોવે છે ત્યાં સુધીમાં સચિન પોતાના ઘરે પાછો આવી જાય છે અને ફરી થોડીક વાર માં જ પોતાની સૂટકેસ લઈને જતો રહે છે. અરુણ ને શક થાય છે. સવારે જયારે નર્સ શ્રેયા આવે છે ત્યારે
અરુણ : કાલે રાતે સચિન ત્રણ વાર પોતાની સૂટકેસ લઈને બહાર ગયો અને પાછો આવ્યો કંઈક શક થાય છે.
શ્રેયા : લગભગ કંઈક કામ હોય એટલે ગયો હશે.
અરુણ : રાતે કામ હોય એવું શક્ય ન હોય એ પણ ત્રણ વાર !!
શ્રેયા : સવારથી કઈ થયું છે કે નહિ
અરુણ : સવારથી તેના એપાર્ટમેન્ટ માં બધાના પડદા બંધ છે...

ત્યારે

શ્રેયા : હવે તો બધાના પડદા ખુલી ગયા છે

આ સાંભળતા જ અરુણ એકદમ જ બાલ્કની પાસે આવે છે અને સચિન ના ઘર તરફ જોવે છે
તો સચિન પોતાની બારી માંથી બહાર ની બાજુ એ જોતો હતો અને નીચે તરફ થી જોતો હતો...

અરુણ શ્રેયા ને કહે છે, જો આવી રીતે કોઈ પણ વ્યક્તિ બહાર જોવે તો પોતે શક કે ડર હોય કે કોઈ વ્યક્તિ તને જોવે છે અને અરુણ પણ નીચે જોવે છે તો નીચે ફૂલ છોડ પાસે ડોગ હોય છે તે કંઈક સૂંઘતો હોય છે સચિન આ બધું જોતો હોય છે ત્યારે તે વૃદ્ધ સ્ત્રી આવે છે અને પોતાના ડોગ ને ત્યાંથી લઇ જાય છે બીજી તરફ શ્રેયા જતી હોય છે ત્યારે અરુણ તેની પાસે દૂરબીન માંગે છે શ્રેયા દૂરબીન આપીને જતી રહે છે. અરુણ દૂરબીન થી સચિન ના ઘર તરફ જોયા રાખે છે અને જોવે છે કે સચિન કાગળ વડે કંઈક છુપાવે છે અને પોતાની સૂટકેસમાં દાગીના છુપાવતો હોય છે અને આજે સચિન પોતાના કામ પર પણ નથી ગયો. સાંજે જયારે અરુણ ની ગર્લ ફ્રેન્ડ અનુ આવે છે ત્યારે અરુણ અનુ ને બધી વાત કરે છે કે સચિન કાલે રાતે ત્રણ વાર બહાર ગયો હતો, આજે કામ પર પણ નહીં ગયો પોતાની પત્ની ના રૂમ ના પડદા પણ સવારના બંધ છે તેના રૂમ માં પણ નહીં ગયો. અરુણ અનુ સાથે વાત કરતો હોય છે ત્યાં સચિન પોતાના ઘરે એક મોટું દોરડું લઈને આવે છે પોતાની પત્ની ના રૂમ માં જાય છે પણ પોતાની બારીઓ બંધ રાખે છે તરત જ અરુણ પોતાનું દૂરબીન લઈને સચિન ના ઘર તરફ જોવે છે ત્યારે અનુ તેના પર ગુસ્સો કરે છે..
અનુ : આવી રીતે કોઈ ના પણ ઘર માં જોવ એ ખરાબ આદત છે અને આ વાર્તા બનાવી એ ખોટી આદત છે.
અરુણ : હું કઈ ખોટું નહી કરી રહ્યો, કોઈપણ વ્યક્તિ પોતાની પત્ની બીમાર હોય તો તેની પાસે રહે છે અને કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં દોરડું, ચાકુ આ બધું ન લાવે અને આ બધૂ મેં જોયું એટલે જ શક કરવો પડે...
અરુણ અને અનુ ઝગડતા હતા ત્યારે બીજી બાજુ સચિન મોટી લાકડાની તિજોરીને દોરડા વડે બાંધતો હોય છે આ જોઈ અનુ ને પણ શક થાય છે અને લાગે છે કે કંઈક તો ગડબડ છે. અરુણ ની વાત માં કંઈક સાચું છે અને હવે અનુ પણ તેનો સાથ આપે છે અને અનુ સામે ના એપાર્ટમેન્ટ માં જાય છે અને સચિન ના ઘર નો ફોન નંબર અરુણ ને આપે છે પછી અરુણ અનુ ને ઘરે જવાનું કહે છે, અનુ જતી રહે છે હવે અરુણ સચિન ના ઘરમાં જોવે છે તો સચિનના આખા ઘરમાં અંધારું હોય છે બારીઓ ખુલી હોય છે સચિન અંધારામાં પોતાના ઘરમાં બેઠો હોય છે.

બીજા દિવસે અરુણ તેના એક મિત્ર ને ફોન કરે છે જેનું નામ જીત કુમાર. તે એક ડીટેક્ટીવ છે અરુણ તેની સાથે વાત કરે છે અને જીત અરુણ ના ઘરે આવવા નીકળે છે, ત્યારે જ સચિન ના ઘરે કુરિયર વાળો આવે છે અને તે લાકડાની તિજોરી ને ત્યાં થી લઇ જાય છે પરંતુ જીત અરુણ ના ઘરે આવે તે પેહલા જ ઉરીયાર વાળો ત્યાંથી જતો રહે છે પણ શ્રેયા જે અરૂણની નર્સ છે તે જલ્દી થી નીચે જાય છે કુરિયર વાળા ની ગાડી નંબર જોવા પરંતુ કુરિયર વાળો ત્યાં થી જતો રહ્યો હોય છે. શ્રેયા હવે આખો દિવસ અરુણ ના ઘરે જ રહે છે. થોડી વાર માં જીત અરુણનાં ઘરે આવે છે અરુણ તેને બધી વાત કરે છે સચિન ના ઘરે તેને શું શું જોયું અને કહે છે પણ જીત અરુણ ની વાત પર વિશ્વાસ નથી કરતો અને કહે છે કે..

જીત : જો તેણે જ તેની પત્ની નું મર્ડર કર્યું હોય તો તે હજી સુધી પોતાના ઘરે નો હોય તે બીજે ક્યાંક જતો રહ્યો હોય અને કહે છે કે એવું પણ હોય શકે કે તેની પત્ની બહાર ફરવા માટે ગયા હોય.
અરુણ : પણ તેની પત્ની બીમાર છે. તે કેવી રીતે એકલી જાય ?
જીત : ઠીક છે હું આના વિષે તાપસ કરીશ પણ રિપોર્ટ નહી લખું.


સાંજે જીત પાછો અરુણ ના ઘરે આવે છે બધી તપાસ કરીને, અને અરુણ ને કહે છે કે..

જીત : મને એવું જાણવા મળ્યું છે કે સચિન ની પત્ની પોતાના પિયર ગઈ છે આ વાત રેલવે સ્ટેશન પર થી ખબર પડી છે ત્યાં સચિને જ તેની પત્ની ની ટિકિટ લીધી હતી.

પરંતુ અરુણ ને વિશ્વાસ આવતો નથી..

અરુણ : સચિન ની પત્ની ને કોઈએ પણ ટ્રેન માં ચડતા જોઈ ? એક કામ કર સચિન ના એપાર્ટમેન્ટ માં જઈને તાપસ કર ત્યાં ઘણા બધા સબુત મળી જશે.
જીત : હું એવું નહિ કરી શકું, જો હું સચિનની ગેર હાજરીમાં તેને ઘરે જઈશ અને પકડાય જઇશ તો મારો ડિટેક્ટિવ નો બેચ છીનવી લેવાશે અને હું મારો બેચ ખોવા નથી માંગતો. અને હા, તેના ઘર પાસે આવેલા ટપાલ બોક્સ માંથી એક લેટર મળ્યો છે જેમાં લખાયેલું છે કે,

હું બરાબર ઘરે પહોંચી ગઈ છું, પેહલા થી થોડી સારી તબિયત છે અને છેલ્લે તેનું નામ શિખા લખેલું છે.. જે નામ સચિન ની પત્ની નું હોય છે. પરંતુ અરુણ તેની વાત નથી માનતો અને પોતાના દૂરબીનથી સચિન ના ઘરે જોયા રાખે છે. તે જોવે છે સચિન તેને કપડાં પેક કરતો હોય છે અને તેની પત્નીના પર્શની જવેલરી છે કે કરતો હોય છે, રાતે જયારે અનુ આવે તો અરુણ તેને બધી વાત કરે છે અનુ ને પણ વિશ્વાસ આવી જાય છે અને કહે છે. કોઈ પણ સ્ત્રી પોતાનું પર્શ તેની સાથે જ રાખતી હોય તે ભૂલીને ક્યાંય ફરવા નથી જતી. અને કોઈ પણ જવેલરી પોતાના પર્શ માં ન રાખે, પર્શ માં રાખવાથી જવેલરી ખરાબ થઈ જાય છે અને જો તે પોતાના પિયર ગઈ છે તો પોતાની જવેલરી સાથે લઇ જાય.
ત્યાં જીત પાછો આવે છે અને અરુણને કહે છે તેણે એવું જાણવા પણ મળ્યું હતું કે. જે રાતે અરુણ ને ચીસ સંભળાની હતી તે દિવસે વહેલી સવારે કોઈકે સચિન અને તેની પત્ની ને ઘરે થી બહાર જતા જોયા હતા અને જે લાકડાની તિજોરી હતી તેમાં સચિનન પત્ની ના કપડાં હતા. પરંતુ અરુણ માનતો નથી..

અરુણ : કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે જાય તો બધા કપડાં તો ભેગા ન લઇ જાય.
જીત : તે લાકડા ની તિજોરી પણ સચિન ની પત્નીપ પિયર નું એડ્રેસ લખેલું હતું .જે રિસીવ કરવા માટે સચિનની પત્ની આવી હતી.

જીત ત્યાથી જતો રહે છે. પછી અરુણ અને અનુ એ પણ જીતની વાત પર વિશ્વાસ કરી લીધો અને વિચારે છે કે સચિન ની પત્ની સાચે પોતાના ઘરે ગઈ છે

પરંતુ એ સચ્ચાઈ ન હતી જે તે લોકો વિચારતા હતા...!

થોડી વાર પછી અરુણ અને અનુ બંને એક બીજા સાથે વાતો કરવા લાગે છે અને બહાર થી એક સ્ત્રી નો રડવાનો આવાજ આવે છે જયારે અરુણ બહાર જોવે છે તો પાડોશીની વૃદ્ધ સ્ત્રી નો ડોગ હતો તે મરેલો જોવા મળે છે એટલે જ તે સ્ત્રી રડતી હોય છે જેનો અવાજ સાંભળીને આવું બાજુના બધા લોકો બહાર આવી જાય છે પરંતુ સચિન બહાર નથી આવતો તેના ઘરે પણ અંધારું કરીને બેઠો છે તે બહાર જોવા પણ ન આવ્યો અને અંધારા માં સિગારેટ પીતો હોય છે અરુણ ને સિગારેટ દેખાય જાય છે અને પાછો અરુણ અને અનુ ને શક થાય છે કે આ ડોગ ને સચિને જ માર્યો હશે. કેમ કે થોડા દિવસ પેલા જ એ ડોગ ફૂલ- છોડ ને સૂંઘતો હતો એટલે સચિને કંઈક તો છુપાવેલું હશે જ. હવે તો અરુણ, અનુ અને શ્રેયા ને પાકો શક થઇ ગયો હતો. કે સચિને જે હથિયાર થી તેની પત્ની નું મર્ડર કર્યું હશે તે ફૂલછોડ ની નીચે છુપાવ્યા હશે. ત્યારે અનુ અરુણને કહે છે કે હું મોડી રાતે ત્યાં જોવા જઈશ કે સચિને શું છુપાવ્યું છે ત્યારે અરુણ સચિનના ઘરમાં જોવે છે તો સચિન પોતાન ઘર ની દીવાલ સાફ કરતો હોય છે અને પોતાનો સામાન પેક કરતો હોય છે. અરુણને એક આઈડિયા આવે છે તે એક લેટર લખે છે. '' તે તારી પત્ની સાથે શું કર્યું''
આ લેટર અરુણ અનુ ને આપે છે અને અનુ તે લેટર સચિનના ઘરે જઈને દરવાજા નીચે લેટર નાખી દે છે. સચિન જોવા બહાર આવે છે તે અનુ નો પીછો કરે છે પણ અનુ છુપાઈ ને ત્યાંથી ભાગી જાય છે અને અરુણના ઘરે પાછી આવે છે. ત્યારે સચિન લેટર વાંચીને ટેંશન માં આવી જાય છે. અનુ અને શ્રેયા નીચે જોવા જાય તો સચિન તેને જોઈ જાય હવે કેમ જવું. અરુણ થોડી વાર વિચારે છે અને સોસાયટી ની ટેલિફોન ડાયરીમાંથી સચિન નો ઘર નો નંબર કાઢીને તેને ફોન કરે છે અને કહે છે મને તારી પત્ની ના મર્ડર વિષે ખબર છે અને તું મને છે કે હું કોઈ ને ન કહું તો તને એડ્રેસ આપું ત્યાં આવી જા.. પણ સચિન ના પડે છે પછી માની જાય છે અને થોડી વાર પછી પોતાના ઘરે થી નીકળે છે. અનુ અને શ્રેયા નીચે જાય છે ફૂલ છોડ ચેક કરવા જાય છે પણ ત્યાં કઈ મળતું નથી. અનુ કહે છે કે તે સચિનના ઘરે જઈ તાપસ કરે અને અનુ પાઇપ પર ચડીને સચિનના ઘરની બારી માંથી સચિન ના ઘરે પહોંચી જાય છે ત્યાં સબૂત ગોતવા લાગે છે હજી તો અનુ ગોતે ત્યાં સુધીમાં તો સચિન પાછો ઘરે આવી જાય છે અને અનુ છુપાઈ જાય છે બીજી બાજુ અરુણ ગભરાય જાય છે અને પોલીસ ને ફોન કરે છે અને કહે છે કે તેના ઘર ની સામે ના ઘરમાં પુરુષ એક છોકરી ને મારે છે, સચિન ઘરમાં આવે છે જોવે છે કે તેની પત્ની નું પર્શ ખુલ્લું હતું અને દરવાજા પાછળ જોવે છે તો અનુ ત્યાં છુપાયેલી હતી અને સચિન અનુને પકડી લે છે અને પોતાના ઘર ની લાઈટ બંધ કરી દે છે કારણકે સચિન અનુને મારવા માંગે છે આ બધું જોઈ અરુણ વધારે ગભરાઈ છે તેના પગમાં ફેક્ચર થયું હોવાથી કઈ પણ ન કરી શક્યો. પોલીસ દરવાજો ખખડાવે છે સચિન દરવાજો ખોલે છે અને કહે છે આ છોકરી મારા ઘરે ચોરી કરવા માટે આવી હતી પોલીસ સચિન અને અનુ ની પુછપરછ કરે છે ત્યારે અનુ પોતાના હાથ થી આંગળી વડે અરુણને ઈશારો કરે છે અને બતાવે છે કે તેણે જે રિંગ પેહરી છે તે સચિનની પત્ની ની છે. સચિન આ ઇશારાને જોઈ જાય છે અને સમજી જાય છે કે કોઈ તેને જોવે છે, તે સામે ના ઘરમાં જોવે છે તો અરુણ અને શ્રેયા તેને જોતા જોય છે અરુણ પાછો ગભરાઈને જલ્દી થી શ્રેયા ને લાઈટ બંધ કરવાનું કહે છે. બીજી બાજુ અનુ ને પોલીસ પકડીને લઇ જાય છે કારણકે તેના પર આરોપ છે કોઈના ઘરે ઘુસવું અને ચોરી કરવી. અરુણ જલ્દીથી શ્રેયા ને પોલીસ સ્ટેશન મોકલે છે અનુ ને છોડાવા માટે પછી અરુણ તેના મિત્ર જીત ને ફોન કરીને કહે છે...

અરુણ : અનુ ને પોલીસ પકડીને લઇ ગઈ છે અને એમ પણ કહે છે કે અનુ પાસે સચિનની પત્ની ની રિંગ છે જો તેની પત્ની જીવતી હોય આ રિંગ ક્યારેય નો ઉતારે. અને તે રાતે ચીસ નો આવાજ સંભળાયો હતો તે રાતે સચિન કેટલી બધી વાર પોતાની સૂટકેસ લઈને બહાર જતો હતો જો એ સમાન સચિન ને હતો તો ઘરે જે સમાન છે એ કોનો છે.
જીત : તું ચિંતા ન કર હું જાઉં ચુ પોલીસ સ્ટેશન.
પછી તે ફોન મૂકી દે છે. અને પાછો અરુણનાં ઘરનો ફોન વાગે છે અરુણ ફોન ઉપાડીને કહે છે સચિનના ઘર ની બંધ લાઈટ બંધ છે પરંતુ ફોન ની બીજી બાજુ થી કોઈ પણ અવાજ આવતો નથી. એટલે ફોન મૂકીદે છે થોડી વાર માં અરુણનાં દરવાજા પાસે આવાજ આવે છે અરુણ ને લાગે છે કોઈ છે ઘરની બહાર આથી અરુણ ને બીક લાગે છે કારણકે તેનો પગ ફેક્ચર છે તે કઈ કરી નહિ શકે દરવાજો ખુલે છે તો ત્યાં સચિન હોય છે તે અંદર આવે છે પણ અરુણ ના ઘરમાં લાઈટ બંધ હોય છે સચિન કહે છે કે
સચિન :તું મને પોલીસ પાસે પકડાવી શકે છે તો એવું કેમ ન કર્યું .
અરુણ ચૂપ છે.
સચિન : તારી ગર્લફ્રેન્ડ પાસે મારી પત્ની ની રિંગ છે તે મને પછી આપી દે..
અરુણ : તે રિંગ તને ક્યારેય પછી નહિ મળે. કારણકે તે પોલીસ પાસે છે.
સચિન અરુણ તરફ આગળ વધે છે પણ અંધારા ને કારણે તેને તકલીફ પડે છે ત્યારે જ બીજી તરફ સામે ના સચિન ના ઘરે અનુ, જીત અને પોલીસ આવી પહોંચે છે કારણકે પોલીસ હવે સમજી ગઈ છે કે સચીને જ પોતાની પત્નીનું મર્ડર કર્યું છે. અરુણ ના ઘરે બહાર ની લાઈટ થી થોડું અંજવાળું આવતું હોવાથી સચિનને તે દેખાય છે અને મારવા માટે નજીક આવે છે અને તેને ગળું દબાવવા લાગે છે. પણ અનુ બારીમાંથી આ જોઈ જાય છે અને સમજી જાય છે કે સચિન અરુણ ના ઘરે જ હશે . બધા ત્યાં જતા હોય છે ત્યારે જ સચિન અરુણને તેની બાલ્કનીમાંથી લટકાવે છે અને નીચે નાખી દેવા માગતો હોય છે ત્યારે જ પોલીસ અરુણ ના ઘરે પહોંચી જાય છે અને સચિન ને પકડી લે છે પણ સચિન અરુણ ને છોડી દે છે અરુણ નીચે પડે છે નીચે પોલીસવાળા ઉભા હોય છે એટલે અરુણ ઘાયલ તો થાય છે પણ મારતો નથી. સચિન ગુનો કર્યો એમ સ્વીકારે છે તેના ઘરની બહાર જે લેટર હતો તે પોતે જ લખ્યો હતો, તે ડોગ પણ તેને જ માર્યો હતો કારણકે તે ફૂલ છોડ સૂંઘતો હતો જ્યાં હથિયાર છુપાવેલા હતા. અરુણ પણ હવે પોતાના પણ ના પ્લાસ્ટર ખુલવાની રાહ જોતો હતો તેને હવે બંને પગ ફેક્ચર થયા હતા અને હવે ફરી થોડા દિવસ સુધી બાળકનીમાં બેસીને ઘરે જ રહેવાનું છે અને અરુણ વિચારે છે હવે બાલ્કની માં બેસી ને બધાના ઘરમાં નજર કરવાની આદત ક્યારે છૂટશે. અનુ પણ હવેથી ત્યાંજ રહે છે અરુણ ની સાથે...