Vishvas - 14 in Gujarati Fiction Stories by Rathod Niral books and stories PDF | વિશ્વાસ - ભાગ-14

Featured Books
Categories
Share

વિશ્વાસ - ભાગ-14

(આપણે આગળ ના ભાગમાં જોયું કે રાધિકા અને માધવ ના ગોપાલભાઈની તબિયત ના કારણે જલ્દી જલ્દીમાં લગ્ન થાય છે જે તેના સાસુને ગમતું નથી રાધિકા બધાની લાડકી બની જય છે તેથી તે રાધિકાને તેમની જિંદગીમાંથી દૂર કરવાનું વિચારે છે.)

ભાગ-14 રાધિકાની મુસીબતો

રાધિકા ની હાજરી તેની સાસુ ને ખટકવા લાગી હતી તેથી તેમને તેનાથી છુટકારો મેળવવા માટે એક યુક્તિ વિચારી હવે તે રાધિકા જયારે એકલી હોય ત્યારે તે એને ખરીખોટી સંભળાવતા જેનાથી એને ખુબ દુઃખ થતું પણ એનાથી વધારે દુઃખ ત્યારે થતું જયારે તેના સાસુ બધાની હાજરીમાં ખુબ પ્રેમ થી વર્તતા.

રાધિકા ને આ બેમોઢા વાળું વર્તન વિચિત્ર લાગતું પણ તે કશુંજ કરી શકે તેમ નહોતી,કારણ કે માધવ ને તેની માં સૌથી વધુ પ્રિય હતી એવું નહોતું કે એ માધવ ને વાત કરે તો એ વિશ્વાસ નહિ કરે પણ એ માધવ નો એની માં પર રહેલો વિશ્વાસ તોડવા નહોતી માંગતી.

હવે જેમ જેમ દિવસ જતા તેમ તેમ રમાબેનનું વર્તન વધારે રુક્ષ થતું હતું,હવેતો તે માધવને રાધિકા વિષે ચડાવવા લાગ્યા પણ માધવ ઉલ્ટાનો એમને સમજાવતો કે તમે રાધિકાને હજી ઓળખતા નથી ઓળખી જશો પછી તમે આવી વાતો નહિ કરો માધવ ને રાધિકા વિષે એવું બોલતા સાંભળી ને તેઓ વધુ
ગુસ્સે થયા.

એક દિવસ રાધિકા નોકરો પાસે સાફ સફાઈ કરાવતી હતી ત્યારે તેને એવો વિચાર આવ્યો કે તેમના ઘર ની પાછળ થોડુંક દૂર જે ગેસ્ટહાઉસ છે જે વર્ષો થી બંધ હતું તેને સાફ કરાવી ને ત્યાં એક સ્કુલ ચાલુ કરવામાં આવે તો જે કાલે પેલા બાળકો મજૂરી કરતા હતા તે બાળકો ને પોતે રજાના દિવસે ભણાવી શકે જેથી એમનું જીવન સુધરી શકે.

કાલે જયારે તે તેના ઘરથી થોડેક દૂર એક કસબો હતો જ્યાં મજૂરી કરતા લોકો ઝુંપડી બનાવી ને રહેતા હતા,તે તેના ઓફિસના કામે ત્યાંથી પસાર થઇ ત્યારે ત્યાંની દયનિય સ્થિતિ તેનાથી ન જોવાઇ.

ગરીબ મજૂરોના બાળકો મજૂરી કરતા હતા તેમના કોમળ હાથમાં છાલા પડી ગયા હતા,તેમની સ્થિતિ જોઈને તેનાથી રહેવાયું ના અને તે તેમની પાસે ચાલી ગઈ અને એમના બાળક ને પાસે બોલાવી ને પૂછ્યું,

બેટા કઈ શાળાએ જાય છે?

રાધિકાનો પ્રશ્ન સાંભળીને તેતો રડવા લાગ્યો,અને પછી બોલ્યો,

શાળાએ જવાના પૈસા નથી તેથી બાપુ કઈ રીતે મોકલે.

રાધિકાનું હ્ર્દય ધ્રવી ઉઠ્યું અને તેને મનોમન નકકી કર્યું કે આ બાળકો ને ભણાવશે પણ જગ્યા નો પ્રોબ્લેમ હતો જે તેને આ ગેસ્ટહાઉસ યાદ આવતા ખુશ થઇ ગઈ તેને ખબર હતી કે તેની સાસુ આ માટે ના નહિ પાડે કારણકે એ ગેસ્ટહાઉસનો હવે કોઈ ઉપયોગ નહોતો થતો પણ તે કેટલાય વર્ષોથી બંધ હતું તેથી તેને બધી વાત કરી,તેના સાસુએ હા પાડી કારણકે જો એ ના પડે તો રાધિકા માધવ કે હરેશભાઇ પાસે જાય.

રાધિકા તો ખુબ ખુશ થઇ ગઈ અને તે ગેસ્ટહાઉસ જોવા માટે નીકળી ગઈ.

રાત પડી છતાંય રાધિકા પાછી ન આવી તો બધાને ચિંતા થવા લાગી તેને શોધવાના પ્રયત્નો કરવા લાગ્યા,માધવ તો જાણે પાગલ થઇ ગયો હોય એમ રસ્તાઓ પર શોધવા લાગ્યો અને શોધતા શોધતા સવાર પડી ગઈ પણ રમાબેન તો એમજ કેટકે ખબર નહિ ક્યાં ગઈ મને નથી કહ્યું.

થોડીક વાર તો એમને પણ થયું કે એ કોઈ મુસીબત માં પડી હશે તો મારે કહી દેવું જોઈએ પણ પછી એવું થયું કે સારું મારા માધવ નો પીછો તો છૂટશે એમ કરીને ચુપ રહેવામાં જ સમજદારી સમજી.

ક્રમશઃ